Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-20



(એલ્વિસ વિશે એક અફવા ફેલાય છે કે તે ગે છે.આ બાબતે એલ્વિસ અને વિન્સેન્ટ ચિંતામાં હોય છે.અહીં શિવાની કિઆરા પર આરોપ લગાવે છે અને તેને ચેલેન્જ આપે છે કે તે પોતાની ઇન્વેસ્ટીગેશન સ્કિલ્વ સાબિત કરીને બતાવે.અકીરા,ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે આવે છે.તે પોતાના અને એલ્વિસના લીંક અપની અફવા ફેલાવવાનું સુચન આપે છે.કિઆરા ત્યાં આવી હોય છે જે નાટક ચાલું કરે છે.)

કિઆરા એલના બેડરૂમમાં ગઇ અને તેણે એકદમ માદક અને મિઠા અવાજમાં જોરથી બુમ પાડી,"એલ બે...બી,માય ડાર્લિંગ ,માય જાનુ...વ્હેર આર યુ?તે કહ્યું હતું ફાઇવ મિનિટમાં આવ્યો સ્વિટહાર્ટ અને આવ્યો જ નહીં.બાય ધ વે.મે તારું ટીશર્ટ પહેર્યુ છે મને મારું ના મળ્યું તો."

નીચે આ અવાજ અને વાત સાંભળતા જ એલ્વિસને પાણી ગળામાં અટકી ગયું.તેને અંતરસ ગઇ.જ્યારે અકીરાના પગ નીચેથી જમીન ખસી ગઇ.હર્ષવદન અને ડાયરેક્ટર આશ્ચર્ય પામ્યાં.
જ્યારે વિન્સેન્ટને ખૂબજ હસવું આવ્યું પણ તેણે પોતાની હસી કાબુ કરી.

કિઆરા જે છુપાઇને આ બધું જોઇ રહી હતી.તેને અકીરાની હાલત જોઇને મજા આવી.
"હવે જો તું મિસ હિરોઈન,તારી શું દશા કરું છું."કિઆરા સ્વગત બોલી.

એલ્વિસ કઇ જ સમજી ના શક્યો કે આ શું થયું.કિઆરાએ ફરીથી જોરથી એકદમ માદક અવાજમાં બુમ પાડી.
"બે...બી,ક્યાં છે તું?મને તો તારા વિના એક મિનિટ પણ ગમતું.જાનું."છેલ્લે તેણે જોરદાર બુમ પાડી.એલ્વિસના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ આ અવાજના ખૌંફથી છલકી ગયો.
"જા તારી બેબી બહુ ડેસ્પરેટ છે.મળી આવ તેને."વિન્સેન્ટ પોતાનું હસવું કાબુ કરીને ગંભીર થવાનું નાટક કરતા બોલ્યો.
એલ્વિસે માંડમાંડ સ્માઇલ કર્યું અને ઊભો થયો.અકીરાના અરમાનો પર બરફ જેવું ઠંડુ પાણી ફરી વળ્યું હતું.આ જે બન્યુંતે સાવ અણધાર્યુ હતું.તે બધાંએ પોતાની નજર ઉપર એલ્વિસના બેડરૂમ તરફ માંડી.કિઆરા જાણીજોઈને પોતાની પીઠ તેમની તરફ રાખીને ઊભી રહી જેથી તે તેને પાછળની તરફથી જોઇ શકે.કિઆરા એલ્વિસના ટીશર્ટ અને ટ્રેકપેન્ટમાં હતી.તે બધાં જ જોઇ શક્યાં.

એલ્વિસ ભાગીને ઉપર પોતાના રૂમમાં ગયો.તે થોડોક ગુસ્સામા હતો.તેને કિઆરા પર ગુસ્સો આવી રહ્યો હતો.

જેવો તે રૂમમાં દાખલ થયો.કિઆરાએ તેના પર ઓશીકા ફેંકવાના ચાલું કર્ય‍ા.એલ્વિસ અચાનક થયેલા હુમલાથી ડઘાઇ ગયો.

"તમે એક તરફ મને કહો છો કે કિઆરા ,આઇ લવ યુ.તો આ શું છે?આ હિરોઈન તમારો હાથ પકડે છે અને તમારી પ્રેમિકા બનવાના દાવા કરે છે.તમે નાનો બાબો જેમ કોઇને પણ પોતાનો હાથ પકડવા દે તેમ તેને હાથ પકડવા દો.જોવો તમે મને આઇ લવ યુ કીધું હું ભલે તમને ફ્રેન્ડ માનું છું પણ તમારે કોઇ બીજી છોકરી સામે નહીં જોવાનું.આજ પછી ‍અાવું થયું તો મારાથી ખરાબ બીજું કોઇ નહીં હોય."કિઆરાની મોટી આંખો સામે એલ્વિસ ચુપ થઇ ગયો.તેનો ગુસ્સો હવાઇ ગયો.

"પણ મે તેને નથી બોલાવી.તે જાતે આવી છે.તું ચિંતા ના કર હું તેને બે મિનિટમાં ભગાઉ.શાંત થા."એલ્વિસે કિઆરાને શાંત કરતા કહ્યું.

"ના ભગાવવાની નથી.મારી વાત ધ્યાનથી સાંભળો તેને જઇને કહો કે બ્રેકફાસ્ટ કર્યા વગર નથી જવાનું.જો તે લોકો બ્રેકફાસ્ટ કર્યા વગર ગયાને તો..."કિઆરાએ ફરીથી મોટી આંખો કરી એલ્વિસને ડરાવ્યો.

"નહીં જાય.તું કહે તો જમાડીને મોકલું."એલ્વિસે કહ્યું.તે કિઆરાની નજીક આવ્યો તેને કમરથી પકડીને પોતાની તરફ ખેંચી એટલી નજીક કે એકબીજાના શ્વાસ અનુભવી શકે.

"કઇંક બળવાની સ્મેલ આવે છે.નોથ બેડ,લાગે છે કે તે દિવસ દુર નથી જ્યાર તું પણ મને સામેથી આઇ લવ યુ કહીશ."આટલું કહી એલ્વિસે એક સુંદર સ્માઈલ આપ્યું અને નીચે ગયો.કિઆરાએ તેને રોક્યો.કિઆરાએ તેના સ્ટાઇલ કરેલા વીખી કાઢ્યા.
"હવે જાઓ."

અહીં એલ્વિસના ગયા પછી અકીરા થોડી દુખી અને નિરાશ હતી.
"વાઉ,મને નહતી ખબર કે એલને ગર્લફ્રેન્ડ પણ છે."હર્ષવદને કહ્યું.

"ના સર,તે એલની ગર્લફ્રેન્ડ નથી.તે તો એલનું જીવન છે.સર,તે બંને સિરીયસ રીલેશનશીપમાં છે.તે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં છે.બસ,તે લોકો હમણાં આ વાત જાહેરમાં લાવવા નથી માંગતા.એલ પોતાની પર્સનલ લાઇફને પર્સનલ રાખવા માંગે છે.એલની પ્રેમિકા ખૂબજ સ્માર્ટ છે.તેણે એલને આ ખોટા સમાચાર માથી બહાર કાઢવાનું પ્રણ લીધું છે.તે માર્શલ આર્ટ્સ ચેમ્પીયન છે."છેલ્લું વાક્ય વિન્સેન્ટ અકીરા સામે જોઇને તેની આંખોમાં આંખો મિલાવીને બોલ્યો.

બરાબર તે જ સમયે એલ્વિસ નીચે આવ્યો.તેના વાળ વિખરાયેલા હતા.અકીરાને ગુસ્સો આવ્યો જે તેણે માંડ દબાવ્યો.
"અમે જઇએ એલ્વિસ સર,તમને હવે અમારી મદદની જરૂર નથી."અકીરા બોલી.
"ના ના એવીરીતે નહીં જવા દઉં.તમે આવ્યા છો તો બ્રેકફાસ્ટ તો કરીને જ જવો પડશે નહીંતર મને ખરાબ લાગશે."આટલું કહીને એલ્વિસે મહારાજને બોલાવ્યાં.

"મહારાજ,બધાં માટે સરસ મજાની ચા અને નાસ્તો બનાવો."એલ્વિસે કહ્યું.મહારાજ મુંઝાયેલા ચહેરે રસોડામાં ગયા.જ્ય‍ાં કિઆરા પહેલેથી હાજર હતી અને તેણે આદુ,ફુદીના વાળી ચા ઉકાળવા મુકી દીધી હતી અને તે સ્ટફ ચિઝ પનીર પકોડાની તૈયારી કરી રહી હતી.જેમા પનીરના પતલા બે નાના સ્લાઇસની વચ્ચે ચીઝ ,કેપ્સીકમ અને બટાકાવાળું સ્ટફીંગ મુકીને તે તૈયાર કરી રહી હતી.મહારાજ એક બાજુમાં બેસી ગયાં.
એક પનીર અને સ્ટફીંગવાળુ પીસ તેણે અલગ રાખ્યો.

થોડીક જ વારમાં કિઆરાએ ચા બનાવી લીધી અને પકોડા તૈયાર કર્યા.આ બધાંની સુગંધ બહાર સુધી જઇ રહી હતી.બધાં બ્રેકફાસ્ટ કરવા આતુર થયાં.
છેલ્લે કિઆરાએ જે સાઇડમાં રાખેલો પનીરનું સ્ટફીંગ વાળો પીસ લીધો.
"મહારાજ,લવીંગીયા મરચા છે?"કિઆરાએ પુછ્યું
"હા બુન.આ લો."મહારાજે બે લવીંગીયા મરચા આપ્યા.
"બુન,બહુ તીખા છે.એકજ લો નહીંતર શરીરમાં આગ લાગી જશે."મહારાજે કહ્યું.

"આગ જ લગાડવાની છે મહારાજ."આટલું કહીને કિઆરાએ તે બંને લવીંગીયા મરચા ઝીણા ઝીણા સમારીને તે એક પકોડામાં વચ્ચે મુક્યા.તેને અલગથી તળીને મુક્યું.તેણે પાંચ કપમાં ચા કાઢી અને પાંચ પ્લેટ તૈયાર કરી.જેમા બધાંમાં છ છ પકોડા મુક્યા એકમા માત્ર પાંચ મુક્યાં.તે એક પ્લેટ અને એક કપ ચા અલગ ટ્રે મા મુકી.ચામાં તેણે એક ચમચી ભરીને મરી પાવડર અને મીઠું નાખ્યું.જ્યારે પાંચ પકોડામાં તે લવીંગીયા મરચાવાળું પકોડું મુકીને છ પૂરા કર્યા.તેણે બે સર્વન્ટને બોલાવ્યાં.એક ટ્રેમાં બે કપ ચા અને બે પ્લેટ પકોડા મુકીને આપ્યા.

"જુવો તમે બંને આ ચા અને પ્લેટ એલ,વિન્સેન્ટ અને પેલા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને આપજો.મહારાજ તમે આ અલગથી તૈયાર કરેલી ચા અને પકોડા પેલી હિરોઈનને આપજો.જો કોઇ ગડબડ થઇ તો આવા પકોડા તમારે બધાએ ખાવા પડશે.જાઓ આપીને આવો અને મારી સાથે ચા પીતા પીતા તમાશો જોવો.લાઇવ એન્ટરટેઇનમેન્ટ."કિઆરાએ કહ્યું.બે સર્વન્ટ અને મહારાજ ડરેલા હતા.થોડીક વારમાં બોમ્બ ફાટવાનો હતો.

મહારાજ અને સર્વન્ટે તેમને ડાઇનીંગ ટેબલ પર બેસાડીને કિઆરાના કહ્યા પ્રમાણે સર્વ કર્યું અને રસોડામાં આવી ગયાં.મહારાજ ખૂબજ ડરેલા હતા.
"આ જોગમાયા મને નોકરીમાંથી કઢાવશે."તે મનોમન બોલ્યા.

"થ્રી...ટુ....વન."કિઆરાએ ઊંધુ કાઉન્ટડાઉન ગણ્યું.
અકીરાએ અનાયાસે તે થોડું અલગ અને વધારે ચીઝી દેખાતું પણ હકીકતમાં લવીંગીયા મરચાવાળું પકોડું ખાધુ અને જોરદાર ચીસ પાડી.
"કેટલું તીખું છે.આગ લાગી ગઇ.પાણી પાણી."તેણે ચિસો પાડતા કહ્યું.એલ્વિસ સમજી ગયો કે આ તેના મેડમનું જ કામ છે.

"અકીરા,કઇપણ ના બોલ.બિલકુલ તીખા નથી.આ કેપ્સીકમ મરચા છે તે તીખા ના હોય.એક કામ કર ચા પી લે સરસ છે."ડાયરેક્ટરે કહ્યું.
અકીરાએ પાણી પીવાની જગ્યાએ ચા પીધી અને બીજી જ ક્ષણે તેણે ચાના કપમાં ચા પાછી થુંકી.
"અકીરા,આ કેવું વર્તન છે તારું?જમવામાં થુંકે છે?બિચારા મહારાજે કેટલી મહેનત કરીને આપણા માટે આટલી સરસ ચા અને પકોડા બનાવ્યા.તું તેમનું અપમાન કરે છે."હર્ષવદન ગુસ્સા સાથે બોલ્યા.

અકીરાનું નાક અને આંખ લાલ હતું.તેની આંખમાંથી પાણી અને મોંઢામાંથી સીસકારા નીકળતા હતાં.
"સર,મને ખોટું બોલવાનો શોખ નથી.તમે ચાખી લો."

"તારી આવી થુંકેલી ચા કોણ ચાખે?"ડાયરેક્ટર બોલ્યો.

"જો અકીરા અમારા ઘરમાં પ્લેટમાં જમવાનું નથી છોડાતું.તો તારે ચા અને પકોડા ખાવા જ પડશે."વિન્સેન્ટે કહ્યું.

અકીરાએ પરાણે તે ચા પીધી,બાકીના પકોડા તેણે ડરતા ડરતા ખાઘા પણ તે બરાબર હતા.હવે તો તેને પાણી પીતા પર ડર લાગતો હતો.

રસોડામાં છુપાઈને આ બધું જોઇ રહેલી કિઆરા અને સર્વન્ટ પોતાનું હસવાનું રોકી નહતા શક્તા.મહારાજ હજી ચિંતામા હતાં.
"આને કહેવાય દુધનો દાઝેલો છાશ પણ ફુંકી ફુંકીને પીવે."કિઆરા હસતા હસતા બોલી.
"આ જોગમાયા તો ભારે છે.બચીને રહેવું પડશે."મહારાજે વિચાર્યું.

કિઆરા રસોડ‍માં પાછળથી પાઇપ ઉતરીને બારી માંથી આવી હતી.તે બારીમાંથી કુદીને બહાર ગઇ.એલ્વિસના ઘર જુતા ચપ્પલ બહાર કાઢવાનો કડક નિયમ હતો.તેણે અકીરાના હાઇ હિલ્સવાળા સેન્ડલની હિલ તોડી નાખી અને પછી ફેવીસ્ટીક એટલેકે સામાન્ય ગુંદરથી ચીપકાવ્યું.તે મજબૂત નહતું એટલે પહેરતી વખતે સેન્ડલ બરાબર લાગે પણ બે ડગલા ચાલ્ય‍‍ાં પછી હીલ તુટી જાય.ત્યાં બે પગથીયા હતા.પગથીયાની બરાબર નીચે તેણે માળી જોડે એક કિચડનું ખાબોચીયુ બનાવડાવ્યું.માળી ખાતર તરીકે છાણનો ઉપયોગ કરતા હતાં.તેમા તે પણ તેણે મિક્સ કરાવ્યું.
આટલું કરીને તે પાઇપ ચઢીને પાછી એલના બેડરૂમમાં જતી રહી અને બારીમાંથી છુપાઇને તમાશો જોવા બેસી.

અકીરા હવે જલ્દી અહીંથી જવા માંગતી હતી.જેટલી ઉત્સાહિત તે અહીં આવવા હતી.અત્યારે તેનાથી બે ગણી ઉતાવળ ઘરે જવાની હતી.તે મરચાની આગ હજી તેની અંદર લાગેલી હતી.
.તે લોકો એલ્વિસની રજા લઇને બહાર ગયાં.અકીરાએ પોતાના સેન્ડલ પહેર્યા તે એક પગથિયું પણ માંડ ઉતરી હશેને સેન્ડલની હિલ તુટી ગઈ અને કિઅારાના પ્લાન પ્રમાણે તે કિચડના ખાબોચીયામાં પડી.

"શું કરે છે અકીરા? જોઇને ચાલને?હવે તારી જાતે ઘરે જજે હું તને આ હાલતમાં મારી ગાડીમાં નહીં બેસાડું."આટલું કહી હર્ષવદન અને ડાયરેક્ટર જતાં રહ્યા.

એલ્વિસ અને વિન્સેન્ટ અંદર ગયાં.આ બધું શું બન્યું.તે વિચારી રહ્યા હતાં.

"ખૂબજ ડેન્જર પાત્ર પસંદ કર્યું છે તે બોસ."વિન્સેન્ટે કહ્યું.

"હા સાચે.પણ મજા બહુ આવી.બિચારી અકીરા તેની સાથે ખોટું થયું પણ મજા આવી."એલ્વિસ આટલું કહીને હસી પડ્યો.
"સંભાળીને રહેજે દોસ્ત.જીવતા બોમ્બ સાથે પ્રેમ થયો છે જે ગમે ત્યારે ફુટી જશે.ભુલથી તેની સાથે લડતો નહીં, નહીંતર અકીરા જેવી હાલત તારી થશે.બાય ધ વે ચલો મેડમને મળીએ તો ખરા."વિન્સેન્ટે હસતા હસતા કહ્યું.

શું કિઆરા એલ્વિસને નિર્દોષ સાબિત કરી શકશે?
કિઆરા એલ્વિસને નિર્દોષ સાબિત કરવા માટે શું કરશે?
જાણવા વાંચતા રહો.