જેગ્વાર - 11 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેગ્વાર - 11

અર્જુનના મોબાઈલમાં મેસેજ બીપ વાગતા મોબાઈલ ચેક કરે છે તો અર્જુન આશ્ચર્ય ચકિત થઈ મોબાઈલ રાજને બતાવતા બોલે છે લો જુઓઆ સંદેશો રાજ તો મેસેજ જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ગળગળા અવાજે બોલવા પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી.

હવે આગળ....

રાજ તો ખુશીનો માર્યો મેસેજ વાંચી સ્તબ્ધ થઈ ગયો. ક્ષણિક વારમાં સ્પ્રિંગ ઉછળે તેમ ઉછળી પડ્યો ને અર્જુનને ભાન ભૂલી ખુશીથી ભેટી પડ્યો. થેંક્યું સર... થેંક્યું. એમાં આભાર શાનો એ તો તારો હક છે. તારી મહેનત અને લગનથી આ પ્રતિષ્ઠા અને પદવી પ્રાપ્ત કરી છે. 'હું તો માત્ર નિમિત્ત છું'. આસપાસ ઉભેલા બધા જ ઇન્સ્પેક્ટર અને હવાલદારોને ઓર્ડર આપતા અર્જૂને કહ્યું સલામી કરો અને વધામણા આપો આ રાજ આજથી ઇન્સ્પેક્ટર રાજ તરીકે ફરજ બજાવશે કારણ કે એમનું પ્રમોશન થયું છે. બધાં જ સહ મિત્રોએ તાળી પાડી રાજનું અભિવાદન કર્યું.
ઇન્સ્પેકટરની પદવી પ્રાપ્ત થતાં ગદગદીત સ્વરે રાજે સૌ સાથી મિત્રોનો આભાર પ્રગટ કર્યો.
'પેલા અજાણ્યા શખ્સની રિમાન્ડની મંજૂરી તો મળી જ ગઈ છે તો, તેની જવાબદારી તમારી રહેશે મિ.રાજ' અર્જુન બોલ્યો. જતાં જતાં કહેતો ગયો હું રુદ્રને મળી આગળની માહિતી શોધવા પ્રયાસ કરું છું.
અર્જુને રુદ્રને કોલ કરીને પુછ્યું તું ક્યાં છે ? હું ત્યાં આવું છું.

મિ.રાજે બનતી બધી જ કોશિશ કરી પરંતુ તે માણસ મોંઢા માંથી એક શબ્દ ઓકવા તૈયાર ન હતો. રાજની ધીરજ ખૂટતી જતી હતી. એક પણ કડી હાથ ન લાગી. એટલામાં સાઈબર ક્રાઇમ બ્રાન્ચ પરથી કોલ આવ્યો કે મોબાઇલ લોક ખુલી ગયો છે. મોબાઈલ માં ડબલ સીમકાર્ડ છે. એક પ્રાઈવેટ નંબર એક્ટિવેટ છે, બીજા સીમ વિશે માહિતી પ્રાપ્ત કરવી લગભગ ના મુમકિન છે.

અર્જુને રુદ્રને ફરી એકવખત એ શખ્સને મળવા માટે કાકલૂદી કરી. રુદ્રનુ મન માનવા તૈયાર જ ન હતું કે જે એ શખ્સનું ટેટુ ને વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. છતાં કંઈક તો છે જે ખટકી રહ્યું છે.
અંત:કરણમા અવનવી આતુરતા પેદા થઈ રહીં હતી. અર્જુનના સવાલો રુદ્રની વ્યાકુળતા વધારી રહ્યા હતા. રુદ્રનું મન ઘોડાપુરની જેમ વાવાઝોડા વખતે જેમ દરિયાનું પાણી ઉછળી ફરી ત્યાં ને ત્યાં જ ભમરી મારે તેમ ભ્રમણ કરી રહ્યું હતું.
એટલામાં અર્જુનનો મોબાઈલ રણક્યો. રુદ્ર વિચારોના વૃંદાવન માંથી બહાર આવ્યો.
'હેલ્લો, હાં સર આ આદમી કંઈ પણ ઓકવા તૈયાર જ નથી' સામે છેડેથી રાજ બોલ્યો.
અર્જુન કંઈ બોલે તે પહેલાં રુદ્ર એ સ્વસ્થ થતા પુછ્યું શું થયું. 'પેલો માણસ કંઇ પણ બકવા તૈયાર નથી' અર્જુન બોલ્યો. અર્જૂને અનુમાનના અશ્વો દોડાવ્યા પરંતુ વિધિની વક્રતા જવાબ આપી રહી હતી. શું કરવું કંઈ સમજાતું નથી પરંતુ તું ઇચ્છે તો ઘણું બધું શક્ય છે અર્જુને રુદ્રને તરફ અચરજ ભરી નજર કરી કહ્યું.
રુદ્ર બે ઘડી અધીરાઈ થી અસંભવિત વ્યાકુળતા થી અર્જુન તરફ જોઈ રહ્યો ને બોલ્યો હું કઈ રીતે ?
તારું અને તારા પપ્પાના બીઝનેસ કાર્ડ નો સિમ્બોલ અને પેલા માણસ નું બેક સાઈડ ટેટુ. કડી મળતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હું એજ ગડમથલ ઉકેલવા પ્રયત્ન કરી રહ્યો છું. ટેટુ જોયા પછી એક પળ તો હું થાપ ખાઈ ગયો કે જે નજર સમક્ષ છે તે જ નગ્ન સત્ય હું જે વિચારું છું તે જ શખ્સ છે.પરંતુ ચહેરો જોયા પછી સત્ય ન લાગ્યું. આ વાતો રાજ ફોનમાં સાંભળી રહ્યો હતો. તેમણે કહ્યું સર હું વિચાર કરું છું એમ કરી શકું ? 'ઓફકોર્સ કેમ નહીં તું તારા નિણર્ય તારાં વિચાર બધું જાતે લઈ શકે છે. તું હવે હવલદાર નથી તું પણ ઇન્સ્પેક્ટર છે' જેગ્વાર બોલ્યો.
રાજે તો ધડાકો કર્યો પેલા અજાણ્યા માણસનો નાર્કો ટેસ્ટ કરાવવાની કોર્ટમાં અરજી કરી એ પણ અર્જુનની પરવાનગી વગર.એટલામાં સાઈબર ક્રાઇમ બ્રાન્ચે થી કોલ આવે છે. બીજુ સીમકાર્ડ ક્યારે અને કેટલાં વાગે એક્ટીવેઈટ થયું છે તેની ડીટેલ મોકલું છું. રાજ તુરંત જ કસ્ટડી રૂમમાં દાખલ થઇ જોવે છે કે જમીન પર સીધા સપાટ સુતો છે. આકરાં પ્રહારથી કણસી રહ્યો હતો. હાથ પર દોરડાંથી બાંધેલા નીશાન પર લોહી જામી ગયું હતું. બંને પગમાં પણ બાંધ્યાંના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મોં પર હોઠની બાજુમાં લોહી ધીમી ધારે વહેતું દેખાય રહ્યું હતું. પગથી લાત મારી અર્જુને ઉલટાવતા પેલો ઉંધો કર્યો. પેલું ટેટુ જોઈને રુદ્રને કોલ કરીને બોલાવ્યો.
થોડીવારમાં રુદ્ર પહોંચી ગયો. પેલા અજાણ્યા માણસને જોતાં જ પેલા તો ગભરાઈ ગયો.



આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.
ક્રમશઃ......