અર્જુન ( એક દેશપ્રેમી ) PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્જુન ( એક દેશપ્રેમી )

અર્જુન (એક દેશપ્રેમી)

મુંબઈનો એક પોશ એરિયા કોલાબા .
ત્યાંની એક ફેમશ રેસ્ટોરન્ટ એન્ડ બાર. અર્જુન અને એના કોલેજના છ મિત્રો આજે અહીં એક ફેરવેલ પાર્ટી માટે મળી રહ્યા હતા .કોલેજ પૂરી થઈ અને બધા અલગ-અલગ ફિલ્ડ માં આગળ જવાના હતા આજે અહીં બધા ભેગા મળીને કોલેજના દિવસો યાદ કરી અને છૂટા પડતા પહેલા છેલ્લીવાર મળી રહ્યા હતા.

વિવેક ,મનીષ અને દીપા આગળ સ્ટડી માટે કેનેડા જઈ રહ્યા હતા . નિત્યા અને ધ્રુવને જોબ મળી ગયો હતો . અંજલી એના પપ્પાનો બિઝનેસ જોઈન કરવાની હતી.

અર્જુનની અંજલી . કોલેજની મોસ્ટ પોપ્યુલર પ્રેમીઓ ની જોડી. ડાર્ક એન્ડ હેન્ડસમ અર્જુન અને બ્યુટી ક્વિન અંજલી ની જોડી .

6 મહિના પહેલા અંજલી અને અર્જુન નું બ્રેકઅપ થયું હતું જ્યારે અર્જુને આર્મી જોઈન કરવાનું ડીસીઝન લીધું.
બંને એકબીજાને આજે પણ એટલો જ પ્રેમ કરતા હતા . અંજલી નહોતી ઈચ્છતી કે અર્જુન આર્મી જોઈન કરે એ પોતાની આખી જીંદગી ડરી ડરીને જીવવા નહોતી માંગતી . એક તરફ હતો દેશપ્રેમ અને બીજી તરફ હતો અંજલી નો પ્રેમ. અર્જુને દેશપ્રેમ પસંદ કર્યો અને બ્રેકઅપ થયું .

રેસ્ટોરન્ટના માલિક રુસ્તમજી વિવેકના પપ્પાના ખાસ મિત્ર હતા એટલે બિલકુલ સેન્ટરમાં એક રાઉન્ડ ટેબલ એમના માટે રિઝર્વ હતું. મહેફિલ બરાબર જામી હતી બધાના હાથમાં બિયરના ગ્લાસ હતા. કોલેજ ના દિવસો યાદ કરી રહ્યા હતા કોલેજમાં કરેલી મસ્તીઓ, ફ્રેન્ડશીપ ડે , સારી ડે , ટ્રેડિશનલ ડે , રોઝ ડે, સ્પોર્ટસ ડે, મનાલી ટુર , કાશમીર ટુર .... . બધુ યાદ કરી હસી રહ્યા હતા.

કાશ્મીર ટુર ની વાત નીકળતા અંજલી અર્જુન સામે જોઈ રહી ગયા વર્ષે થયેલી આ ટુર પછી અર્જુને આર્મી જોઈન કરવાનું નક્કી કર્યુ હતુ . અર્જુન નું ઉચું, ખડતલ અને સ્ફૂર્તિલુ શરીર જોઈ એના સ્પોર્ટ્સ કોચ એને આર્મી જોઈન કરવા હંમેશા પ્રેરિત કરતા. કાશ્મીર ટુર દરમિયાન દેશની રક્ષા કરતા જવાનોને મળી અર્જુન એટલો પ્રેરીત થયો કે એને એના જીવનનું ધ્યેય મળી ગયું અને એણે આર્મી જોઈન કરવાનું ડિસિઝન લીધુ. અર્જુનના માતા-પિતા એકના એક દીકરાને આર્મીમાં મોકલતા ખચકાતા હતા પરંતુ અર્જુનની મક્કમતા જોઈ એમણે એનો સાથ આપ્યો. અર્જુન નું સિલેક્શન થઈ ગયું હતુ અને ટ્રેનિંગ માટે આવતા મહિને એ દહેરાદૂન જવાનો હતો .

વાતોનું વાવાઝોડુ ચાલુ હતુ .આમ તો બધા ખુશ હતા પણ પાછા આવી રીતે ક્યારે બધા ભેગા થશું એ વાતનું દુખ પણ હતુ .

બધા મસ્તીમા હતા ત્યાં અચાનક બે આતંકવાદી હાથમાં મશીન ગન લઈ હોટલમાં ધુસી આવ્યા ને કોઈ કાંઈ સમજે એ પહેલાં ચારે બાજુ અંધાધુન ગોળીઓ ચલાવવા લાગ્યા. અર્જુને જોરથી બૂમ મારી સૌને નીચે ઉંધા સુઈ જવા કહ્યું ટેબલની નીચે ઝુકતા અર્જુને ખાવાની એક પ્લેટ હાથમાં લીધી અને એ પ્લેટને ફ્લાઈંગ ડીશ ની જેમ એક આતંકવાદી તરફ ફેંકી જે આતંકવાદીને બરાબર ગળા ઉપર લાગી અને એનું બેલેંસ ગયું અને એની બંદૂક બીજા આતંકી તરફ વળી અને બીજા આતંકવાદીને માથામાં ગોળી વાગી બંને આતંકવાદી પડી ગયા એક મૃત્યુ પામ્યો હતો અને બીજાને ગળામાં એટલી જોરથી પ્લેટ વાગી હતી કે હલવાની સ્થિતિમાં નહતો અર્જુને તરત ઊભા થઈ એ આતંકવાદી ના હાથ માંથી બંદૂક લઇ એના હાથ બાંધી દીધા અને એને પગ નીચે દબાવી દીધો.

" Get up guys everything is under control" અર્જુન ના શબ્દો બધાના કાને પડ્યા અને બધા ધીરે ધીરે ઊભા થયા થોડી ક્ષણોમાં શું બની ગયું કોઈને કાંઈ જ સમજાયું નહી બધા જ ખુબ ડરેલા હતા બધા મૃત્યુને મળીને પાછા આવ્યા હતા .

રુસ્તમ અંકલને ખભા ઉપર ગોળી વાગી હતી અને બીજા પણ લોકો ગવાયા હતા . અર્જુનના બધા મિત્રો બરાબર હતા . અર્જુને વિવેકને પોલીસને ફોન કરવા કહ્યું અને મનીષ ને ambulance ને ફોન કરવા કહ્યું બીજા બધા ઘાયલોની મદદ કરી રહ્યા હતા.

અંજલી સ્તબ્ધ થઈ ગઈ હતી એ ખુરશી પર બેઠી ન તો કંઇ બોલી શકતી હતી ના તો હાલી શકતી હતી હોટલમાં બેઠા ઘણા લોકોની એવી જ સ્થિતિ હતી .

થોડીવારમાં પોલીસ અને ડોક્ટરોની ટીમ આવી પહોંચી. અર્જુને આતંકવાદીને પોલીસને સોંપી દીધો ને મિત્રો પાસે આવ્યો . બધુ શાંત થયું બધા આધાતમાંથી બહાર આવ્યા ને બધાને સમજાયું અર્જુને બધાનો જીવ બચાવ્યો હતો . બધાએ અર્જુનને તાળીઓથી વધાવ્યો અને એનો આભાર માન્યો .

અંજલી હજી પણ આઘાત માં હતી અર્જુને એના ખભે હાથ મૂકતા પુછ્યું "તુ ઠીક તો છે?" અંજલી એ અર્જુન તરફ જોયું અને ઊભી થઈ એને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

"મૃત્યુ અને જીવન આપણા હાથની વાત નથી આપણે માત્ર કર્મ કરી શકીએ બાકી બધુ ઈશ્વરની મરજી ની વાત છે.ન તો મને મરવાનો શોખ છે કે ના તો કોઈને મારવાનો હું તો માત્ર દેશની રક્ષા માટે આર્મી જોઇન કરવા માંગુ છું . આપણે અહીં કોઈ પણ ડર વગર જીવી શકીએ છીએ કેમકે સરહદો ઉપર રક્ષા કરવા આપણી ફોજના જવાનો ઉભા છે . બધા જ તારી જેમ વિચારશે તો દેશની રક્ષા કોણ કરશે ? હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું પણ વાત જો તારા કે દેશમાં થી એકને પસંદ કરવાની હોય તો હું દેશને પસંદ કરું છું" અર્જુનના બ્રેકઅપ વખતના ના શબ્દો અંજલિના કાને ગુંજી રહ્યા હતા.

જે વાત અંજલિને અર્જુનના શબ્દો સમજાવી ન શક્યા એ વાત આજની ઘટના એ એને સમજાવી દીધી હતી.

* જય હિન્દ *