Life Black and White books and stories free download online pdf in Gujarati

લાઈફ બ્લેક એન્ડ વાઈટ

અરે સાંભળો છો તમારો ફોન વાગે છે ક્યારનો ક્યાં છો, ઉપાડો ,

અંદરનાં રૂમમાં યોગા કરતા કરતા બરાડ પાડી,

માહી નાં પપ્પા બાર ઓસરી માં છાપું વાંચતા હતા તે બાજુ પર મુકી, અંદર ના રૂમ માં આવી ફોન ઉપાડ્યો,

હેલ્લો,

સામે થી અવાજ આવ્યો વાતચીત થઈ થોડી વાર બાદ ફોન કટ કર્યો માહીના પપ્પા એ એટલે, શુ કહ્યુ એ લોકો અે, ખૂબ ઉત્સુકતા સાથે માહીની મમ્મી અે સવાલ કર્યો, કાઈ ખાસ નઈ, જે આજ સુધી જવાબ આવ્યો એ જ કહ્યુ, માહી ના પપ્પા થોડા ઉદાસ થતા બોલ્યા, તો તમે એમને પેલા કહ્યુ નહોતુ કે માહી ઉજળા વાને નથી, કહ્યુ જ હતુ પછી જ તો આવ્યા તા જોવા, પણ તો હવે શુ કહે છે ?

અરે એને કહ્યુ કે છોકરા ને તમારી દિકરી ના ગમી, અેને રૂપવાન, દેખાવળી છોકરી ની આશા છે, માહી અંદર રસોડા માં આ વધી વાતચીત સાંભળતી હતી, તેને કોઈ જાત નો હાવભાવ ના આપ્યો કેમ કે હવે જાણે કે તેને આદત થઈ ગઈ તી આવા જવાબ સાંભળવાની.

માહી, જે દેખાવે રૂપવાન નથી પણ શ્યામ વર્ણ છે નમણી છે, સંસ્કારો થી છલોછલ છે, મોટા નાના પ્રત્યે ના આદર ભાવ બઘી સમજણો થી જીંવતી એક દિકરી, માહી થી મોટો એક ભાઈ અને માહી થી નાની એક બેન અેમ ત્રણ ભાઈ બેન હતા, માહી આમતો સ્વભાવે સાવ શાંત, કોલેજ સુધી નો અભ્યાસ કરેલી, કમ્પ્યુટર, સિવણ બધુ શિખેલી, મગજ શક્તિ ખૂબ સારી, જીંદગી માં કંઈક જાત મહેનતે નામ બનાવાનો એક મનોમન ધ્યેય લઈ ને જીવતી 28 વર્ષ ની અપરણીત દિકરી, પપ્પા 51 ની ઉંમર ના સરકારી નોકરીયાત, મમ્મી 45 ની ઉંમર ના 7,8 સુધી નુ ભણતર કરેલા દિકરી પ્રત્યે સાવ જુની વિચાર સરણી વારા,
માહી ને 10 સુધી ભણી સ્કુલ છોડવી પડી, મમ્મી ના સ્વાસ્થ્ય ને કારણે, 12 ધોરણ, કોલેજ સુધી ની ભણતર એક્ટ્રનલ માં પુરુ કર્યુ, રોજ સવારે 6,7 વાગે ઉઠે બધા ની પેલા, ઉઠી ને ધોવા ના હોય તે કપડા ભેગા કરી ને પલાળે, પછી બ્રસ કરી નાહીને, સવાર માં ચા નાસ્તાો તૈયાર કરે, મમ્મી પપ્પા ભાઈ બેન, 8વાગા પછી ઉઠે, ચા નાસ્તા પતાવ્યા બાદ માહી ની મમ્મી રોજ યોગા કરે, કારણ કે એમને બી.પી ની તકલીફ હતી ને ડોકટર ની સલાહ હતી અને પાપા નોકરી પર જવા નીકળે, અને માહી ઘર નાં કામો માં લાગે, વાસણ ધોવે, કપડા ધોવે, કચરા, પોતા, સાફ સફાઈ, બપોર ની રસોઈ, ત્યાર બાદ રાત ની રસોઈ બધુ માહી જ કરતી આ જ કામો માં આખો દિવસ પુરો થઈ જાય, આમ જ માહી 15,16 વરસ ની હતી ત્યાર થી કામ કરે છે, કોઈ મિત્ર, સખી જેવુ કોઈ જ નહી , મમ્મી ની વાણી એવી ને કે અે કોઈ સખી મિત્ર બનાવા કે મેણા મારવા નુ સરૂ થય જાય, મમ્મી એવુ માનતા કે સખીઓ નાં સંગત મા છોકરી હાથ માથી નિકળી જાસે, અનેક વાર સખીઓ સામે નિચાજોવુ થયા બાદ માહી એ દ્રઢ પણે નિશ્ચય કર્યો કે કોઈ મિત્ર જ ના બનાવવા. આખો દિવસ ઘર માંજ હોય ક્યાંય બાર જવાનુ જ નહી તેને, કોઈ કામકાજ માટે જવુ હોય તો મમ્મી સાથે જ જવાનુ, ક્યારેક બજાર મા જાય ને બીજી છોકરીઓ ને જોવે ને એક્ટિવા લઈ ને ફરતી, મિત્રો સાથે મસ્તી કરતી, માહી એક પળ માટે હ્રદય થી ઉદાસ થઈ જતી, કાશ મારી પણ આવી લાઈફ હોત, એક વાર માહી એ પપ્પા ને કહેલુ કે મને એક્ટીવા લઈ આપો ને, ઘર મા કાઈ લેવા જવા કામ આવે, ત્યારે પાપા એ ચોખ્ખા શબ્દો માં કહ્યુ, તુ તો પરણી ને જતી રહીશ પછી અમારે એક્ટીવા ને શુ કરવી, એવા ખોટા ખર્ચા નથી કરવા, માહી કાઈ જ ના બોલી , એક વાર એને સ્કુલ ના જુના મિત્રો મળ્યા બજાર માં બધા કોઈ ને કોઈ જોબ કરતા હતા, એ લોકો એ માહી ને કહ્યુ યાર તુ તો કેટલી હોંશિયાર હતી, અમને તો હતુ જ કે તુ સારી એવી પોસ્ટ પર નોકરી કરતી હશે, પણ તુ કેમ આમ ઘર મા કેદ રહે છે, અને માહી પાસે ત્યારે પણ કોઈ જ જવાબ ના હતો, શુ કહે તે કે મમ્મી પાપ્પા ને ખરાબ કહે કે પછી ખૂદ ના નસીબ ને,
ઘણા સપનાઓ હતા માહી ના જે એ હ્રદય નાં ઊંડાણ મા હવે દફનાવી ને જીંવતી, ક્યારેક કોઈ વાત પર દલીલ કરે તો મમ્મી કહીદેતા જે કરવું હોય તે સાસરે જઈ ને કરજો, તને પરણાવી દઈ એટલે અમારી જવાબદારી પુરી, પપ્પા પણ ઘણી વાર આ જ વાત કહેતા કે બસ દિકરી ને પરણાવી દઈ એટલે ગંગાનાહ્યા.
માહી આવુ સાંભળી ઘણીવાર રાત્રે રડી પડતઅને વિચારતી કે આવી લાઈફ મને જ કેમ મળી, આવા ટેકનોલોજી ના યુગ માં, આધુનિક વિચાર સરણી ધરાવતા સમાજ માં, તેના જ માં બાપ કેમ આવા રૂઢીચુસ્ત વલણો ધરાવે છે, પણ માહી ખૂદ ના જ નસીબ ને દોષ દઈ ને ચુપ થઈ જાતી, ક્યારેય હવે એ કોઈ દલીલ ના કરતી એ પણ ઈચ્છતી કે હવે જલ્દી પરણી જાય એટલે કોઈ તો મળે જે એને સમજે તેવુ હોય,
પણ એ વાત પણ એટલી આસાન ક્યાં હતી, તે ને ગૌરૂ રૂપ પણ ક્યાં મળ્યુ તુ કે કોઈ એને પસંદ કરી લે, આજે એ 28 વરસ ની થઈ પણ જે કોઈ જોવા આવે તે રંગ જ જોવે સંસ્કાર નહી.
ત્યારે તે વિચારતી કે આ સમાજ ક્યારે બદલશે, શુ શ્યામવર્ણ હોવુ કોઈ પાપ છે? પણ માહી ખૂબ દ્રઢમનોબળ વાળી છોકરી હતી તેને વિશ્વાસ હતો કે કોઈ તો હશે જેને એના બાહ્યરૂપ નહી પણ આંતરીક સુંદરતા જરુર દેખાશે, અને એ વ્યક્તિ સાથે સપનો ની દુનિયા સાકાર કરશે, એવા જ કોઈ વ્યક્તિ નાં ઈંતજાર માં એ આ જીંદગી જીવી રહી હતી.

- Nimu Chauhan


બીજા રસપ્રદ વિકલ્પો