Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-15




( અકીરા અજયકુમારથી છુટકારો મેળવીને ખુશ હતી.હવે તે એલ્વિસને પામવા યુક્તિ કરી રહી હતી.અહીં લાઇબ્રેરી તૈયાર થઇ ગઇ હતી.એલ્વિસે વિન્સેન્ટને કિઆરાને મેસેજ કરી તેને બોલાવવા કહ્યું.વિન્સેન્ટે મેસેજ કરવામાં ભુલ કરી તેના કારણે કિઆરા સાંજે છ વાગ્યાના કારણે સવારે છ વાગ્યે એલ્વિસના ઘરે આવી ગઇ.)

સિક્યુરિટીને લાત મારી અને તેમને ઉલ્લું બનાવીને તે અંદર તો આવી ગઇ પણ હાઉસ મેનેજરે તેને પકડવા કહ્યું.કિઆરાએ તેમને ચેલેન્જ આપી કે અગર તે લોકો તેને પકડવામાં સફળ રહ્યા તો તે તેને ઊંચકીને બહાર ફેંકી દે નહીંતર તેને એલ્વિસને મળવા દેવામાં આવે.

કિઆરાને એલ્વિસ પર ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો.
" બસ આ બધાં નાટક કરવા અને અપમાન સહન કરવા બોલાવી હતી મને?લાઇબ્રેરી બતાવવી નહતી તો બોલાવી કેમ?મને કહે છે કે મારી મિત્ર બન.કોઇ પોતાના મિત્રનું આવું સ્વાગત કરે?આ બધાં સવાલના જવાબ લીધાં વગર હું અહીંથી નથી જવાની."

"લેટસ સ્ટાર્ટ અને તમે ઇચ્છો તો બધાં મળીને મને પકડી શકો છો.હું તમને બધાંને એકલા હાથે પહોંચી વળીશ."કિઆરાએ બે કદમ પાછળ હટતા કહ્યું.

હાઉસ મેનેજરે સિક્યુરિટી,નોકરને ઇશારો કર્યો અને પોતે પણ તૈયાર થઇ ગયા.કુલ મળીને પાંચ જણા કિઆરાને પકડવા તૈયાર હતાં.કિઆરાએ પોતાની કોલેજબેગ સાઇડમાં મુકી અને કમર કસી.

એલ્વિસનો વિશાળ ડ્રોઇગરૂમ અને ડાઇનીંગ રૂમ આજે એક યુદ્ધ અને એક રેસ માટે તૈયાર હતાં.કિઆરાએ ભાગવાની શરૂઆત કરી.સામે તે પાંચ લોકોએ તેને ઘેરવાનો પ્લાન બનાવ્યો.

આ બધાંથી અજાણ એલ્વિસ પોતાના ઇનહાઉસ સ્વિમિંગ પૂલમાં લાઉડ રોમેન્ટિક મ્યુઝિક સાથે ઓરેન્જ જ્યુસની મજા માણી રહ્યો હતો અને મીનામાસી એલ્વિસનો રૂમ ઠીક કરી રહ્યા હતાં.

કિઆરાએ ગુસ્સા સાથે ભાગવાનું શરૂ કર્યું રસ્તામાં આવતી તમામ અડચણો જેમ કે ફ્લાવર વાસ, શો પીસ,ડેકોરેટીવ પીસ અને સ્ટેચ્યુનો ભુક્કો બોલાવી રહી હતી.તેણે ફ્લાવર વાસ અને કાચના ડેકોરેટીવ પીસ ઊંચકીને સિક્યુરિટી ,હાઉસ મેનેજર અને નોકર પર ફેંકંયા.

કિઆરાએ દિવાલ પર લટકતી પેઇન્ટીંગ પણ ના છોડી.તે પણ તેણે તેમની પર ફેંકી.આટલો બધો અવાજ થયા છતા એલ્વિસને ખબર ના પડી લાઉડ મ્યુઝિકના કારણે.આટલી બધી ભાગદોડ અને તોડફોડ કરવા છતા તે લોકોએ કિઆરાને ઘેરી લીધી.

કિઆરા હવે એકશન મોડમાં આવી ગઇ.
"લાગે છે કે મારી માર્શલ આર્ટસની ટ્રેનીંગનો ઉપયોગ કરવાનો સાચો સમય આવી ગયો છે."

કિઆરાએ તેમને એક એક કરીને આવવા ઇશારો કર્યો.પહેલા બે સિક્યુરિટી ગાર્ડ્સ આવ્યાં જેને પોતાના માર્શલ આર્ટસના મુવ્સથી તેણે ધૂળ ચટાડી.બીજા બે જણાને પણ લાત મારીને તે ડાઇનીંગ ટેબલ પર ચઢી ગઇ.

હાઉસ મેનેજર ,સિક્યુરિટી ગાર્ડસ અને નોકર લંગડાતા લંગડાતા ત્યાં આવ્યાં.તે કઇ કરે તે પહેલા મહારાજ ડરીને બહાર આવ્યાં.

"એ થેમપ્લીઝ."તે બોલ્યા.
બધાં આશ્ચર્ય સાથે તેમની સામે જોવા લાગ્યાં.તે કહેવા માંગતા હતા ટાઇમપ્લીઝ.
"બુન,આ ક્રોકરી ના તોડતા.તે સાહેબની ફેવરિટ છે.હાથ જોડું જોગમાયા."

કિઆરાએ તે મોંઘી ક્રોકરીમાંથી એક પ્લેટ હાથમાં લીધી અને બોલી,"ખબરદાર,હવે કોઇ આગળ વધ્યું છે તો બોલો એલ્વિસનો રૂમ કયો છે?"

હાઉસ મેનેજરે બધાને ઇશારો કરીને ચુપ રહેવા કહ્યું.હાઉસ મેનેજરે એલ્વિસના રૂમ તરફ ઇશારો કર્યો.તેમને ખબર હતી કે એલ્વિસ સ્વિમિંગ પૂલમાં છે.તેમણે કિઆરાને ખોટો રૂમ બતાવ્યો જેથી તે તેમને પકડી શકે.

તેટલાંમાં મહારાજ બોલ્યા,"પણ બુન,સાહેબ રૂમમાં નથી તે તો પેલા સામેના રૂમની બાજુમાં સ્વિમિંગ પૂલમાં છે."

મહારાજે બાફ્યું.તેમની પર હાઉસ મેનેજરને ગુસ્સો આવ્યો.કિઆરાએ જોરથી એલ્વિસના નામની બુમ પાડી.

સ્વિમિંગ પુલમાં કિઆરાના વિચારોમાં ખોવાયેલા એલ્વિસને કિઆરાનો અવાજ સંભળાયો.
"વાહ,હવે તો મને તેનો અવાજ પણ સંભળાય છે.લાગે છે થોડીક વારમાં દેખાવા પણ લાગશે."એલ્વિસ સ્વગત બોલ્યો.

કિઆરાએ પ્લેટને હાથમાં રાખીને સ્વિમિંગ પૂલ ક્યાં છે તે પુછ્યું.પ્લેટ હાઉસ મેનેજરને કેચ કરવા આપીને કિઆરાએ ડાઇનીંગ ટેબલ પરથી સીધો કુદકો માર્યો સીડીઓ પર.આગળ આગળ કિઆરા અને પાછળ પાછળ બાકી બધાં.

કિઆરા ભાગીને સ્વિમિંગ પુલ વાળા રૂમમાં ગઇ.તે ભાગીને અંદર ગઇ અને પાછળ બુમો પાડતા બાકી બધાં દાખલ થયા.એલ્વિસ અચાનક જે આ બધું થઇ રહ્યું હતું તે જોવે સમજે કે કઇ બોલે તે પહેલા કિઆરા ભાગવા જતા ત્યાં જમીન પર ઢોળાયેલા પાણી પર પગ પડતા લપસી.તેનું માથું જમીન પર ટીચાયુ અને તે જઇને સીધી સ્વિમિંગ પુલમાં એલ્વિસના ખોળામાં જઇને પડી.તેણે એલ્વિસને ગળે લગાવી લીધો બેલેન્સ રાખવા.અનાયાસે તે બંને એકબીજાની એકદમ નજીક આવી ગયા.

"સોરી સર,આ પાગલ છોકરી જબરદસ્તી ઘરમાં ધુસી ગઇ છે.તેણે ઘરમાં તોડફોડ કરી,મારપીટ કરી અને અહીં આવીને તમારા ગળે પડી.પાછી કહે છે કે તમે તેને અહીં બોલાવી છે.સ્ટુપીડ ઇડીયટ તારા જેવી મામુલી છોકરીને સર બોલાવવાની વાત તો દુર રહી સામે પણ ના જોવે."હાઉસ મેનેજર કિઆરા માટે જેમતેમ બોલતો હતો.એલ્વિસનો ગુસ્સો કાબુ બહાર ગયો.

તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું,"ગેટ લોસ્ટ ઓફ માય હાઉસ.એવરીવન લીવ ધ હાઉસ નાઉ."
કિઆરા હજીપણ પોતાના ગળે લાગેલી હતી.અનાયાસે તેના હાથ પણ કિઆરાના ફરતે વિંટળાઇ ગયા.કિઆરાએ ભાન થતાં એલ્વિસને છોડી દીધો પણ એલ્વિસે પોતાની પક્ડ મજબુત બનાવી.

"તું સાચે અહીં આવી છે કે આ મારું સપનું છે?"એલ્વિસે કહ્યું.

ગુસ્સે થયેલી કિઆરાએ તેના હાથ પર જોરથી ચુટલો ખણ્યો.
"આઉ...તું સાચે છે પણ આપણે સાંજે મળવાના હતા.તું અત્યારે અહીં શું કરે છે?"

"ઓ હેલો,તમે મને સવાર સવારમાં છ વાગ્યામાં બોલાવી.તમે કહ્યું હતું કે તમે મને લેવા આવશો.લેવા પણ ના આવ્યાં.હું મારી જાતે અહીં આવી તો તમારા આ માણસોએ કેવું જંગલી જેવું વર્તન કર્યું મારી સાથે.યુ નો વોટ.હું તમારાથી ખૂબજ નારાજ છું અને માત્ર એ જ કહેવા આવી હતી કે આજ પછી હું તમને કયારેય નહીં મળું.ગુડ બાય મિ.સુપરસ્ટાર."આટલું કહી કિઆરા સ્વિમિંગ પુલમાંથી બહાર નિકળવા જતી હતી.

એલ્વિસે તેને પોતાની પાસે ખેંચી.
"મે વિન્સેન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે તને સાંજે છ વાગ્યે બોલાવે.આ રહ્યો મેસેજ."આટલું કહી તેણે તેને મોબાઇલ પાસે લઇ જઇને મેસેજ બતાવ્યો.

"મેસેજ એક વાર તમે વાંચો. "કિઆરાએ પોતાની જાતને એલ્વિસની પકડમાંથી છોડાવવાની કોશીશ કરતા કહ્યું.તે કોશીશ નિષ્ફળ રહી.એલ્વિસે તેની પકડ વધુ મજબુત બનાવી.

મેસેજ વાંચીને તેના હોશ ઉડી ગયાં.તેણે વિન્સેન્ટને ફોન કરીને ત્યાં બોલાવ્યો.
"આઇ એમ સોરી.બહુ મોટી ગેરસમજ થઇ છે.પ્લીઝ ફોરગીવ મી."એલ્વિસે આટલું કહીને કિઆરાને પોતાની વધુ નજીક ખેંચી.કિઆરાનો જ્વાળામુખી જેવો ગુસ્સો અચાનક ખબર નહીં ક્યાં જતો રહ્યો.જે કિઆરા નીચે ગુસ્સામાં તોડફોડ અને મારધાડ કરી રહી હતી.તે હવે ગભરાટ અનુભવવા લાગી.તેનું હ્રદય જોરજોરથી ધબકવા લાગ્યું.સ્વિમિંગ પુલના આટલા ઠંડા પાણીમાં પણ તેના કપાળ પર પરસેવો વળવા લાગ્યો.તેણે એલ્વિસને જોયો સ્વિમિંગ કોશચ્યુમમાં તે ગજબ લાગતો હતો.તેના સિક્સ પેક્સ,તેના મશલ્સ,તેનો હેન્ડસમ ચહેરો.કિઆરાએ પોતાની આંખો બંધ કરી દીધી.

"સોરી,મે નીચે ખૂબજ પાગલ જેવું વર્તન કર્યું પણ શું કરું? મને ગુસ્સો બહુ આવે છે અને હું કંટ્રોલ નથી કરી શકતી.આઇ એમ સોરી.હું જઉં પછી ક્યારેક આવીશ."કિઆરા આટલું કહીને જવા માંગતી હતી.

તેની આ ગભરાટ અને બેચેની એલ્વિસથી છુપી નહતી.તેણે કિઆરાને પોતાના બે હાથોમાં ઊંચકી અને તેને સ્વિમિંગ પુલની બહાર કાઢી.ત્યાં પડેલો ટુવાલ તેને લપેટ્યો અને તેને પોતાના બેડરૂમમાં લઇ ગયો.જ્યાં મીનામાસી સફાઇ કરી રહ્યા હતાં.અચાનક એલ્વિસને આ રીતે જોઇને તે થોડા ખચકાયા.
"હું જઉ એલબેટા."આટલું કહીને તે નીચે જવા લાગ્યાં.

"માસી,તમે નહીં.હું જઉં છું.આ કિઆરા છે.તેના કપડાં ભીના થઇ ગયા છે પ્લીઝ તેને મારા કોઇ ટીશર્ટ અને ટ્રેક અાપો.નહીંતર તેને શરદી થઇ જશે."આટલું કહીને એલ્વિસ જતો રહ્યો.

કિઆરાને મીનામાસીએ એલ્વિસના કપડાં આપ્યાં.કિઆરાએ કપડાં બદલ્યાં.એલ્વિસના કપડાંમાં તેને ખૂબજ અજીબ લાગતું હતું.

"તને ઠંડી લાગે છે?લે આ એલ્વિસનું ફેવરિટ બ્લેંકેટ ઓઢી લે.હું તારા માટે કોફી લાવું."મીનામાસીએ કહ્યું.તે થોડીક વારમાં કોફી લઇને આવ્યાં.

એલ્વિસે કપડાં બદલીને તેના રોજનાં અંદાજમાં આવી ગયો.થોડીક વારમાં વિન્સેન્ટ દોડતો દોડતો આવ્યો.ઘરની હાલત જોઇને તેને ચક્કર આવી ગયાં.એલ્વિસ નીચે આવ્યો,તેણે અને વિન્સેન્ટે ઘરની હાલત જોઇ.
"વાહ,એવું લાગે છે કે અહીંયા થોડીક વાર પહેલા કોઇ યુદ્ધ થયું હતું."એલ્વિસે કહ્યું.

"વાહ,જેની એન્ટ્રી જ આટલી જોરદાર છે તે આગળ તારી લાઇફમાં રોજ નવા ધમાકા કરશે.બાય ધ વે ક્યાં છે તમારા મેડમ?"વિન્સેન્ટે કહ્યું.એલ્વિસે ઇશારો કર્યો કે તે ઊપર છે.

"ચલ,તેને મળીને એકવાર સોરી કહી દઉં.મને તો ખૂબજ ડર લાગે છે "વિન્સેન્ટે કહ્યું.
વિન્સેન્ટ અને એલ્વિસ કિઆરાને મળવા એલના બેડરૂમમાં ગયાં.
કિઆરા શાંતિથી બાલ્કનીમાં બેસીને કોફી પી રહી હતી.એલના બેડરૂમની બાલ્કનીમાંથી દરિયાનો નજારો અદભુત હતો.તેટલાંમાં વિન્સેન્ટ અને એલ્વિસ આવ્યાં.કિઆરા એલ્વિસના કપડાંમાં પણ એટલી સુંદર અને આકર્ષક લાગતી હતી.તેના ખુલ્લા વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું.

તે વિચારી રહી હતી કે તેણે શું વિચાર્યું હતું આજના દિવસ માટે અને તે કેવો જઇ રહ્યો હતો.હજી આજના દિવસમાં શું શું નવા ધમાકા થવાના હતા તે એક રહસ્ય હતું.તે આવી તો હતી લાઇબ્રેરી જોવા માટે પણ અત્યારે એલ્વિસના બેડરૂમમાં તેના જ કપડાંમાં,તેનું જ બ્લેંકેટ ઓઢીને,તેની જ બાલ્કનીમાં સુંદર નજારાની મજા લેતા કોફી પી રહી હતી.

કિઆરાની અને એલ્વિસની આ મુલાકાતમાં હજી ઘણુંબધું બાકી છે.કિઆરાનો એલ્વિસના ઘરમાં પહેલો દિવસ આગળ શું શું ધમાલ મચાવશે?તે જાણવા વાંચતા રહેજો.

વોન્ટેડ લવ સ્પિન ઓફ ડેશિંગ સુપરસ્ટાર આપને કેવી લાગી રહી છે.પ્રતિભાવ આપીને જરૂર જણાવજો.