બુરાઈ ના બાદશાહ નો અંત - 3 Vishnu Dabhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુરાઈ ના બાદશાહ નો અંત - 3

આ નલકથામાં જે પાત્રો છે તે કાલ્પનિક છે
એક સમયની વાત છે જ્યારે ધરતી પર રાક્ષસ અને દેવો ની માન્યતા માનવામાં આવતી હતી તે સમય ની વાત છે
બુરાઈ નો બાદશાહ કશ્યપ અને સચ્ચાહી નો રક્ષક યાદવ નેમની આ વાર્તા છે
કશ્યપ પહેલા તો સાધારણ માણસ હતો અને ગામ લોકો ની મદદ પણ કરતો અ ને પોતાનું જીવન સુકે થી વિતાવતો, ગામ લોકો પણ કશ્યપ નું બહુ જ ધ્યાન રાખતા અને તેના પરિવાર ને સુખેથી તે ગામ રહેવા દેતા હતા તેથી કશ્યપ પણ સુખેથી રહેતો હતો
કશ્યપ ખૂબ તાકતવર હતો એટલે ગામ લોકો ની બધીજ સમસ્યા થી બચાવતો હતો કારણ કે કશ્યપ નું ગામ જંગલ ની પાસે હતું તેથી જંગલી જાનવરો ખૂબ જ હેરાન કરતા હોવાથી કશ્યપ તે ગામવાળા ઓને અવાર નવાર તેનાથી બચાવતો હતો
અને ગામ માં કોઇ પણ પ્રસંગ હોતો તો તેની બધી જવાબદારી કશ્યપ ને સોંપી દેવા માં આવતી અને કોઈ પણ કાર્ય હોય તો કશ્યપ ને જવાબદારી સોંપી દેતા
એક દિવસ કશ્યપ ગામ ના કાર્ય માટે બહાર ગામ ગયો હતો અને પાછળ થી તેના પરિવાર પર ગુંડા ઓનું આક્રમણ થાય છે અને કશ્યપ ના પરિવાર ને મારી નાખે છે કશ્યપ પાંચ દિવસ ગરે ના આવ્યો કારણ કે તેમને ખબર ન હતી. પણ બધા ગામ વાળા કશ્યપ ના બીક થી તે ગામ ગામ છોડી ને જતા રહ્યા કેમકે કશ્યપ ના પરિવાર ની કાળજી રાખવા ગામવાળાઓ કીધું હતું .
પાંચ-છ દિવસે કશ્યપ ઘરે આવે છે પણ ગામ માં કોઈ દેખાતું ન હતું કશ્યપ સમજી ગયો કે કોઈ તો અનહોની થઈ છે અને તે તેના ઘરે જાય છે ત્યારે તેના દીકરા ના બળેલા કપડાં મળે છે અને કશ્યપ એટલો ગુસ્સે થાય કે આકાશ માં વીજળી તાટકે છે અને કશ્યપ ના ગર ને વળી બાળીને રાખ કરી નાખે છે અને કશ્યપ સક્તીસાળી થઈ જાય છે અને તે બુરાઈ ના બાદશાહ થઈ જાય છે
મહાદેવે જ્યારે ઝેર પીધું હતું ત્યારે મહાદેવ ને ગુસ્સા આવે છે અને એ ગુસ્સા ને શાંત કરવા માટે દેવો આગ્રહ કરે છે કે તમે થોડા દિવસ આરામ કરો એટલે મહાદેવ તપસ્યા માં બેસી ગયા હતા ત્યારે મહાદેવ ની તપસ્યા એટલી બધી વધી જાય છે કે આકાશ માં વીજળી તાત્કે છે અને મહાદેવ ની શક્તિ ના અન્સ કશ્યપ ના શરીર માં આવે છે એટલે તે મહાશક્તિસાળી બની જાય છે
મહાદેવ ની શક્તિ ના અંસ તે કશ્યપ ના શરીર માં હોવાથી દેવ પણ તેને હરાવી નહી સકે એટલો શક્તિસાળી બની જાય છે
ત્યારે ભગવાન શિવ તેની શક્તિ થી એક જાદૂઈ ઇન્સાન ની રચના કરે છે અને તેમાં પ્રાણ પુરી અને મહાદેવ એ તેની અડધી શક્તિ તે ઇન્સાન ના શરીર પૂરી છે અને તેનું નામ યાદવ રાખે છે અને આ બાજુ બધા દેવો મળીને એક બીજા જાદુઈ માણસ ની રચના કરે છે અને પછી બધા દેવો મળી ને કૈલાસ પર્વત જય છે અને મહાદેવ ને બધી વાત જણાવે છે અને મહાદેવ પણ તેની વાત જણાવે છે પછી યાદવ અને વિક્રમ ને ભેગા કરે છે અને ધરતી પર મોકલે છે
અને આ બાજુ કશ્યપ એક ગુફા માં જઈ અને તેની શક્તિ નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માટે તે તપ કરે છે અને આ બાજુ યાદવ અને વિક્રમ કશ્યપ ને ધરતી પર ખોજી રહ્યા છે