The beginning of the journey - 3 books and stories free download online pdf in Gujarati

સફરની શરૂઆત - 3

નમસ્તે મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે સ્નેહા પોતાનું ઘર છોડી ને ચાલી જાય છે તોફાનના કારણે એક કેફેમાં રોકાય છે જ્યાં તેને તે કેફે ના આંટી મદદ કરે છે ખાલી સ્નેહ જ નહી પણ પહેલો વ્યક્તિ પણ આંટી ને મદદ કરે છે અને ડોક્ટરે આંટી ને રેસ્ટ કરવા માટે કયું છે પણ આંટી ની ચિંતા થાય છે જો તે રેસ્ટ કરે તો તેનું કેફે કોણ ચલાવે....?

હવે આ ભાગમાં એટલે કેેેેેે સફર ની શરૂઆત ભાગ 3 મા આગળ શું થયું તેના વિશેની વાત કરીશું ભાગ-૨ માં જોયું કે પેલો એક વ્યક્તિ કઈ રીતે સ્નેહા અને આંટીને મદદરૂપ થયો તે વ્યક્તિ કોણ છે તેનું નામ શું છે તે ક્યાંથી આવ્યો છે એવા વિચાર દરેકને થતો હશે તો ચાલો આ ભાગમાં પેલો વ્યક્તિ કોણ છે અનેેે તેનું નામ શું છે અને આ વાર્તામાં તેનું શું ભાગ છે તે જાણી શું ....
તે વ્યક્તિનું નામ સ્મિત છે તે મુંબઈનો રહેવાસી છે તેના પિતા એક મોટા બિઝનેસમેન છે અને તેનો એક ભાઈ પણ છે નાનપણમાં તેના પિતા અને તેની માતા નો તલાક થઈ ગયો જેને કારણે માતા-પિતાના પ્રેમથી તેઓ વંચિત રહ્યા પિતા બિઝનેસમેન હોવાથી દરેક વખતે વિદેશ જવું પડતું હતું જેથી તેમાં તે વ્યસ્ત રહેતા અને માતા પણ એક સારા એવા બિઝનેસ વુમેન તે પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતા જેથી તે તેમના છોકરાઓને પૂરતો પ્રેમ આપી ન શકતા માતા-પિતાના ઝઘડાના કારણે બંને છોકરાઓ હંમેશા ઉદાસ રહેતા બંને છોકરાઓ માંથી સ્મિત એ તેમનો મોટો છોકરો હતો. સ્મિત બહુ ડાયો અને સમજુ હતો એટલે તે તેના નાનાભાઈ ખુશાલ ને એક પિતા તરીકે તેની સંભાળ રાખી હતી . પિતાની જેમ તેમની સંભાળ રાખતો. સ્મિત મોટો થતાં પિતાના બિઝનેસમાં જોડાઇ ગયો દરેક જિમ્મેદારીઓ સંભાળવા લાગ્યો.

સ્મિત સ્વભાવે એકદમ સરસ હતો. તે તેના દરેક કામ દિલથી પૂરા કરતો તે દેખાવે ઊંચો ,રંગ સફેદ અને સ્વભાવે એકદમ શાંત અને કોઈપણ હીરોથી કમ લાગતો ન હતો એક સફળ બિઝનેસમૅન હતો આટલી નાની ઉંમરે તેને આટલું બધું હાંસલ કરી લીધું તેના ચર્ચા દરેક જગ્યાએ થતા હતા.
આ તો વાત થઈ સ્મિતની કેવો દેખાતો હતો અને તે સ્વભાવ કેવો હતો તેના માતા-પિતા વગેરે વિશેનો ખ્યાલ મેળવ્યો... હવે આગળના ભાગમાં આપણે એ જોયું કે સ્મિત અને સ્નેહા કઈ રીતે મળ્યા તેઓ બંને ની મુલાકાતે કોફી શોપમાં થઈ હતી કેવી રીતે તે બંને પેલા આંટી ની મદદ કરી અને તેમનો કેફે સંભાળ્યો આ બધું તો આપણે આગળના ભાગમાં જોયો હવે આગળ શું થયું તેના વિશે આપણે જાણીશું
સ્મિત અને સ્નેહાએ કેફે ની દરેક જવાબદારીઓ પોતાના માથે લીધી અને બંને જણાવે ખૂબ જ સારી રીતે આંટી નું કેફે ચલાવ્યું. કેફે ની કામગીરી પૂરી થયા બાદ બંને કેફે બંધ કરી અને સાફ-સફાઈ કરી અને એક ટેબલ પર બેઠા સ્મિત એ સ્નેહા ને કહ્યું. તમે કોફી પીસો ...? ત્યારે સ્નેહાએ જવાબ આપ્યો હા જરૂર... સ્મિત ઊભો થઈને કોફી બનાવવા માટે ગયો અને કોફી બનાવીને સ્નેહા ને આપી બંને કોફી પીતા પીતા એકબીજાની ઓળખાણ આપવા લાગ્યા. કે તેમનું નામ શું છે તે ક્યાં રહે છે આવી રીતે પોતાની ઓળખાણ આપવા લાગ્યા સ્નેહા એ સ્મિત કહ્યું તમારા ફોન માં વાળાઘડી એ આ કોઈનો ફોન આવે છે તમે કેમ તે ફોન ઉપાડતા નથી માફ કરશો મેં તે વ્યક્તિનું નામ વાંચી લીધું તેમનું નામ કાજલ છે તમે શા માટે તે ફોન ઉપાડી રહ્યા નથી અને તેની સાથે સાથે તમારા ભાઈનો પણ ફોન આવી રહ્યો હતો જે મેં તમારા મોબાઈલ પર જોયું માફ કરશો મને આ પૂછવાનો અધિકાર નથી તેમ છતાં પણ મને એ કે કંઈ મુશ્કેલી તો નથી ને તમને તમે મને જણાવી શકો છો જો તમને વાંધો ન હોય તો. સ્મિત જણાવ્યું કે પેલી કાજલ એ મારી ગર્લફ્રેન્ડ હતી મારા ભાઈને અને તેને મને દગો આપ્યો છે મેં મારા ભાઈને ભાઈ નહીં પણ એક મારા દીકરાની જેમ તેને રાખ્યો હતો હું તેની દરેક સંભાળ રાખતો તે મારો ભાઈ નહિ પણ એક નાના દીકરાની જેમ અને તેને જ મારી સાથે દગો કર્યો પેલી કાજલ અને મારા ભાઈ એ બન્ને સાથે મળી મને દગો કર્યો હું કાજલ બહુ પ્રેમ કરતો હતો આ વાત મારો ભાઈ પણ જાણતો હતો છતાં તેને મારી સાથે આવું કર્યું એકવાર હું ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે મેં બંને ને જોયા આ જોઈ હું ત્યાંથી ભાગી ગયો અને તેઓ બંને એ મને જોઈ ગયા આ મારાથી ન જોવાનું એ બંને વ્યક્તિઓ જેને મેં સાચા દિલથી પ્રેમ કર્યો એક મારો ભાઈ અને પેલી કાજલ જે મારા માટે બધું જ હતા એ જ લોકોએ મારી સાથે આવું કર્યું માટે હું રહી ન શક્યો અને બધું મૂકીને અહીં આવી ગયો અને માટે જ આ આ કાજલ અને મારા ભાઈનો કોલ આવ્યા કરે છે પણ હવે શું હું બધું તો આ ખોઈ બેઠો આ કહેતા સ્મિત ના આંખોમાં આંસુ આવી ગયા આ જો સ્નેહા પણ રડવા લાગે સ્નેહાની જોતા સ્મિથે કહ્યું તમે કેમ આટલા રડો છો જે થવાનું હતું તે થઈ ગયું ત્યારે સ્નેહાએ પણ પોતાની વાત સ્મિતને કહી સ્નેહા પોતાની વાત કરવાની ચાલુ કરી સ્નેહા એ કયું તમારી જેમ મને પણ દગો થયો હું પણ તમારી જેમ જ છું હું પણ તમારી જેમ એક રોહન નામના વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી પણ આ મારા પિતા ને મંજુર ન હતું એટલે મે ભાગવાનું પ્લાન બનાવ્યું મે તેને મેસેજ પણ કર્યું અને આગળ રોડ પર આવવા કહ્યું પણ તે ત્યાં આવ્યો જ નહી ન એને કોલ ના જવાબ આપયા કે ન મેસેજ ના. એના પેલા હું ઘરે થી નીકળી ગઈ હતી . રસ્તા માં કેટલા કોલ કર્યૉ તેની વાટ જોઈ પણ તે આવ્યો જ નઈ અને હું પાગલ એના માટે મારા પિતા અને મારુ બધું જ મુકિને ચાલી નિકળી અને અહીં આવી પહોચી... આ સાંભળી સ્મિત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો આપણે બંને એક જ નાવ ના સવારી છિએ જેમાં આપણ ને જ ભોગવવું પડયું અને આટલું સાચો પ્રેમ કરવા છતાં આપણ ને આ સહેવું પડયું અને એ લોકો કેવા મજા માં હશે .... આ સાંભળી સ્નેહા પણ હસી અને કહેવા લાગી સાવ સાચી વાત તમારી આપણે જ મુરખ હતાં કે એવા પાછળ ભાગ્યા સ્મિત એ કહ્યું જે થાય સારા માટે થાય અને આપણે આવા લોકો થી બચી ગયા. આ બધું ભુલી ને હવે આપણે કોફી પી લઈએ નકર ઠરી જશે અને જો ઠરી ગઈ તો ભાવશે નહી સો મુકો બધું અને કોફી ની ચુંસકી મારો....
બંને વાતો કરતાં કરતાં સવાર પડી ગઈ અને સ્નેહ તેને કહે છે ચાલો આંટી ને જોતા આવીએ બંને આંટી ને મળે છે આંટી હવે એકદમ બરાબર થઈ ગયા છે. અને આંટી એ બંને નો આભાર માનયો અને બંને ને ફ્રેસ થવા કહ્યું અને કયું તમે નીચે આવો હું તમારા માટે નાસ્તો અને કોફી બનાવી આપું સ્નેહા એ આંટી ને કહ્યું કે આંટી તમે આરામ કરો અમને કંઈ નથી જોઈતું. આંટી કહ્યું બેટા, હું હવે એકદમ બરાબર છું અને તમે મારી ચિતાં ન કરો આમ કહી બંને માટે નાસ્તા બનાવ્યા બંને નાસ્તા કરી આંટી નું આભાર માની ને બહાર નિકળ્યા સ્નેહા બેગ લઈ નિકળી અને ગભરાવવા લાગી કે તે હવે, શું કરે અને ક્યાં જાય અને હવે શું થશે એવા વિચારો ક્યાૅ કરે છે એને ગભરાતા જોઈ સ્મિત એ ને કહે છે કે સો હવે કંઈ બાજુ એટલે કંઈ બાજુ જશો પાછું જવું હોય તો મારી સાથે ચાલો તમે કહેશો ત્યાં મુકી દઈશ. અને હા એક વાત નક્કી કરતાં પહેલા કંઈ દવ કે તમે કંઈ ભુલ નથી કરી વાંક ઓલા નો હતો થોડો તમારો પણ એના પાછળ આવડી લાઈફ ન બગાડા ચાલો પાછા ફરી ને ફરી થી નવી શરૂઆત કરો અને આગળ વધો... તમે નક્કી કરો કે તમારે શું કરવું છે આ સાંભળી સ્નેહા એ નવો માગૅ અપનાવ્યો અને પાછા ફરી નવી જિંદગી અપનાવાનું વિચાર કર્યો અને તેને સ્મિત ને ક્યું ચાલો પાછા ફરી એ અને નવી જિંદગી માં આગળ વધીએ ....
આમ, આગળ જઈ ને એક ટેક્સી બોલાવી અને તેમાં બંને જણા બેઠા અને ટેક્સી ચાલવા લાગી અને શહેર પહોચતા પહેલા જ ડ્રાઈવર ને સ્મિત એ થોભવા કહ્યું અને સ્નેહા સુતી હતી ગાડી ઉભી રહેતા તે તરત જ જાગી ગઈ અને સ્મિત ને કહેવા લાગી કેમ અહીં ગાડી ઉભી રાખી ત્યારે સ્મિત એ તેને નીચે ઉતરવા કહ્યું સ્નેહા કંઈ પણ કહ્યા વગર ઉતરી ગઈ પછી સ્મિત એ સમાન ઉતાયૉ અને ડ્રાઈવર ને પૈસા આપી દિધા અને તે ચાલ્યો ગયો અને ત્યારે સ્નેહા એ પુછયું અહીં કેમ ઉતરયૉ આપણે તો એને કહ્યું માફ કરજે આગળ જવા માટે મારી પાસે પૈસા ન હતાં એટલે અહીં ગાડી થોભાવી. અને સ્નેહા એ કહ્યું હવે , હવે શું કરશું ત્યારે સ્મિત આજુબાજુ જોવા લાગ્યો અને
કહ્યું જો આગળ એક બગીચો છે પેલા ત્યાં ચાલી એ અને ત્યાં પાણી પી બેસી ને વિચારએ શું કરવું ઓકે... સ્નેહા એ કહ્યું ઓકે ચાલો બંને પાણી પી અને બેઠા અને એકબીજા ને જોઈ વિચારવા લાગ્યા સ્મિત વિચારવા લાગ્યો કેટલી સુંદર છોકરી છે આ સ્નેહા અને સ્વભાવે કેટલી સારી અને એની સાથે આવું થયું કાશ એ મારી લાઈફ માં કોઈક આવી છોકરી હોત હું એનો પુરતો ખ્યાલ રાખત અને મારી લાઈફ કંઈક અલગ હોત અને એ મને ગમે પણ છે પણ શું આ એક બે દિવસ માં મને એનાથી પ્રેમ તો નથી થઈ ગયો ને નાના.... એમ ન હોય આ ખોટું છે એને મારા પર વિશ્વાસ ક્યું એનો મતલબ એમ ન હોય મારે આવો વિચાર કરવો પણ ખોટો છે પણ હું શું કરુ.... અને આ બાજું સ્નેહા વિચારવા લાગી કાશ રોહન આ સ્મિત જેવો હોત કે જે એને ઓળખતો નથી છતાં પણ તેની મદદ કરી અને આટલું ધ્યાન રાખયું કેટલો સારો છોકરો છે જે એની લાઈફ માં આવશે તેને તે કેટલું રાખશે અને પેલી કાજલ જેવી છોકરીઓ આવા સારા છોકરા સાથે આવું કર્યું ભગવાન એમની લાઈફ માં એકદમ સારી છોકરી આપજો જે તેને સમજે તેને ખુશ રાખે કાશ રોહન ની જગ્યાયે મારી લાઈફ મા હોત .....બંને આમ એકબીજા માટે વિચાયૉ કરે છે. ત્યારે સ્નેહા સ્મિત ને કહે છે ચાલો આજે આપણે આ દિવસ ને યાદગાર બનાવી અને આજે આખો દિવસ ખુશી બટોરી લઈએ તમારો શું વિચાર છે , આ વાત સાંભળી સ્મિત એ હા પાડી ચાલો આજ નો દિવસ જીવી લઈએ એમ કહીં બંને જણા પેલા પાકૅ માં ગુમયા મસ્તી કરી અને નાસ્તા કયૉ અને ખુબ આંનદ મેળવ્યો અને સાંજે ફરી એક બાકડા પર જઈ બેઠા અને સ્નેહા ના આંખ માંથી આંસુ આવી ગયા એ જોઈ ને સ્મિત એ કહ્યું તને શું થયું રડે છે કેમ ત્યારે સ્નેહા એ જવાબ આપ્યો કે અરે! કઈ નઈ આતો ખુશી ના આંસુ છે . જેમાં હું ખુશી છું જેને લીધે રડાઈ ગયું અને ...કઈ નઈ થેક્યું મને આજે આટલી ખુશી આપવા બદલ સ્મિત અરે ! તમારુ આભાર કે તમે આ દિવસ ખુશી થી ભરી દિધો. સ્નેહા સ્મિત કહે છે હાલો બાય પાછા મળી એ કે ન મળી એ.. સ્મિત અરે એમ કેમ આપણે જરુર મળશું સ્નેહા મન માં કહેવા લાગી રહીશ તો મળશું ને સ્મિત વળી ક્યાં વિચાર માં ખોવાઈ ગયા તમને ખોટું ન લાગે તો એક વાત કહું સ્નેહા હા કહો ને શું.. મે તમારો બેગ જોયો એમા એક ઝેર ની બોટલ જોઈ તમે શું કઈ એવું તો નથી કરવા ના ને જો એવું હોય તો સાંભળો મને પણ તમારી જેમ જ કરવું તું પણ ધણા પ્રયત્ન કયૉ પણ કઈ ન થયું અને હવે મને સમજાઈ ગયું કે આ બધા થી છુટકારો મેળવવા આ કોઈ યોગ્ય પગલું ન કહેવાય એ લોકો એવા નીકળયા એમાં આપણો શું વાંક આમ આપણો જીવ ટુંકાવાથી શો ફાયદો માટે જ કવ છું તમે પ્લીઝ આવો પગલો ન ભરતાં તમારુ કઈ વાંક નથી કે નથી મારો આવા પાછળ આવું પગલું ભરવું એ યોગ્ય નથી અને આગળ આવડી જિંદગી પડી છે આગળ વધી અને નવી સફર ની શરુઆત કરીએ શું ખબર આગળ આપને આપણા યોગ્ય કોઈ મળી જાય..
સ્નેહા તમારી સાચી વાત છે હું આમ મારી જિંદગી ટુંકાવી નાખવા ની હતી ,પણ તમારી વાત સાંભળી ને હવે હું પણ જીવીશ અને આગળ વધીસ આમાં આપણો કઈ વાંક ન હતો તમારો આભાર મને આ વાત સમજાવા બદલ અને આ વાત પૂણૅ થતાં બંને એકમેક ની આંખો માં જોવા લાગ્યાં અને મૌન રહ્યા. અને બંને એકબીજા ને છુટા થવા કહ્યું પણ જાણે દિલ માનતું જ ન હતું બંને ને એકબીજા થી દુર જવું જ ન હતું. પણ આ દિલ ની વાત બહાર લાવી કેમ એ મુજવણ માં હતાં બંને એકબીજા ને બાય કહ્યું. અને છુટા પડ્યાં સ્નેહા વિચારવા લાગી એને એક વાર એ ઉભવા નું ન કહ્યું શું મને તેનાથી પ્રેમ થઈ ગયો છે કદાચ હા એટલે જ મને છુટા પડતાં દુ:ખ થાય છે પણ શું તેને મારા થી પ્રેમ હશે શું એને હું આ કઈ દવ આમ વિચારી તે પાછળ જુવે છે અને પેલી બાજુ સ્મિત પણ દુ:ખી થાય છે કેમ કે તેને સ્નેહા થી પ્રેમ થઈ ગયો છે અને તે હવે ક્યારે મળશે અને મનની વાત ક્યારે કરશે અને શું આ વિચાર યોગ્ય છે જો તે એને મનની વાત કહે તો તે માનશે આમ તે વિચારે છે......
આમ બંને એકબીજા વિશે વિચાયૉ કરે છે અને શું તે પોતાની મનની વાત કહેશે....? કોણ પહેલા કહેશે...? શું સ્નેહા માની જશે ...? કે બંને ની મનની વાત મનમાં જ રહી જશે કે શું...? અને આગળ શું થશે ..? આવા દરેક પ્રશ્નો નો જવાબ જોઈશું આગળ ના ભાગ માં.
દરેક નો આભાર આ વાતૉ વાંચવા બદલ.
🙏આભાર🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED