આજે વાત કરવી છે ઈશ્વર ની રચના અને આપડા સવાલો પર, શુ ઈશ્વર જે કરેછે એ સારું ને સાચું છે ? કે આપડે એનાથી વધુ સારું કરી શકીએ છીએ. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ક્યાંકને ને ક્યાંક ઘણી વાર આપણા મનમાં પણ થતું હોય છે કે ઈશ્વર કરતાં આ આપડા હાથ માં હોત તો કેવું સારું હતું. કયારેક આપણને
ઈશ્વર ની રચના પર સંદેહ કે સવાલો થતા હોય છે.
ઘણી વાર ઈશ્વર જે કરે છે એ આપડા માટે સારું પણ હોય છે અને ઘણી વાર આપડે ઈશ્વર ની રચના કે એમના નિર્ણયો થી ખુશ નથી હોતા.
ઈશ્વરની વિચિત્ર રચના જોઈને એક ખેડુત નું હૈયું કકળી ઉઠ્યું એણે જોયું કે ઈશ્વર ક્યાંક ધોધમાર વરસાદ આપેછે તો ક્યાંક પાણીનું એક ટીપું પણ પડતું નથી. ક્યારેક સખત તાપ પાક ને બાળી નાખે છે તો ક્યારેક કારમી ઠંડી પાકને મુરઝાવી નાખે છે, ક્યારેક માવઠું તો ક્યારેક પુર આવે છે.આ તે કેવી વિચિત્ર રચના આ જોઈને ખેડૂત પરેશાન થઈ ગયો ને એ તો ગયો ઈશ્વર પાસે ત્યાં જઈને ઈશ્વર ને કહ્યું ભલે જગત તમને સર્વજ્ઞ માનતું હોય, પણ આપ ખેતીના કામ થી અજાણ છો. ખેતીના કામ માટે સંતુલન જોઈએ જે આપની પાસે નથી. આ કામ હું તમારી કરતાં વધુ સારી રીતે કરી શકું છું . હું આપની રચના થી ખુશ નથી.આના માટે સમયબધ્ધ આયોજન જોઈએ મને આ કામ સોપો, તો હું તમારી કરતા વધુ સારી રીતે કરીને બતાવીશ.
એ દિવસે ઈશ્વર મોજમાં આનંદ માં હતા, એમણે કહ્યું જો એવું જ હોય તો , ચાલ આવતું આખું વર્ષ તને સોંપ્યું તારી ઈચ્છા મુજબ તું કુદરને રમાડી શકીશ.તારા જ્ઞાન મુજબ તું આયોજન કરી શકીશ.
આ સાંભળી ખેડૂત ખુબજ ખુશ થઈ ગયો. અને પછી પોતાની સુજ સમજ મુજબ કામ કરવા લાગ્યો. જેટલા વરસાદ ની જરૂર હોય તેટલો જ વરસાદ જેટલા તાપ ની જરૂર હોય તેટલો જ તડકો અને પ્રમાણસર ઠંડી બધું પોતાની ઈચ્છા મુજબ કરવા લાગ્યો એણે જોયું તો ઘઉં ના ડૂંડા તો મોટા વૃક્ષ જેવા થયા હતા. એની ખુશી ની કોઈ સીમા ના રહી તે હર્ષભેર નાચી ઉઠ્યો, અને તે વિચારવા લાગ્યો કે ઈશ્વર પણ માનસે કે પોતાના કામમાં એનો મુકાબલો કોઈ કરી શકે એમ નથી.હવે તો પાક લણવાનો સમય થઈ ગયો હતો, ખેડૂત ખુબ જ ખુશ હતો.ઉમંગભેર એતો ગયો પાક કાપવા પણ આ શું? એ શું જોવેછે ?
ઉંચા ઉચા ડૂડાં મા એક દાણો પણ નહીં પાક માં કંઈજ ના મળ્યું. એતો દોડતો ઈશ્વર પાસે ગયો , ત્યા જઈને કહ્યું મેં સમયબઘ્ધ રીતે કામ કર્યું ખેતીના નિયમો મુજબ કામ કર્યું છતાં પણ આમ કેમ થયું ? ત્યારે ઈશ્વરે કહ્યું અરે ભલા માણસ થોડો વિચાર તો કર ! આ છોડને તે સંઘર્ષ ની કોઈ તક આપીજ નથી.
એની શક્તિની કસોટી કરે તેવો આકરો તાપ કે કારમી ઠંડી એણે અનુભવ્યા નહી, મેઘની ગર્જના કે વીજળીના ચમકારા એણે જોયા કે સાંભળ્યા નહી. મુશળધાર વરસાદ એણે સહન કર્યો નહી.એણે કોઈ અનુભવ કર્યો જ નહી. આવી આફતો જ એ ડૂડાં ને દાણા આપે છે.
હકીકતમાં સંઘર્ષ જ મનુષ્યને જીવતા શિખડાવે છે.એને શક્તિ આપે છે. આવી આફતો અને પડકારને કારણે જ મનુષ્યની અંદર રહેલી શક્તિ ઑ જાગે છે,એને હિંમત મળૅ છે.એની સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે.આથી જ સુખ અને વૈભવ માં રહેનારી વ્યક્તિ નવી રાહ બતાવી શક્તિ નથી, જેમણે મુશ્કેલીઓ નો સામનો કર્યો છે,આકરા પડકારો ઝીલ્યા છે એજ જગતને કંઈક આપી શક્યા છે.
ટૂંકમાં એટલુંજ કહીશ કે જીવનમાં મુશ્કેલી કે પડકારો આવે તો એનો સામનો કરવો. કદાચ આપડે પણ આપડી અંદર રહેલી શક્તિઓને ઓળખી ના શક્યા હોયે જગતમાં આવ્યા જ છીએ તો જગત જીવી જાણીએ.
🌸 અંતરનું અજવાળું🌸