જેગ્વાર - 9 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેગ્વાર - 9

અચાનક ધૂળની ડમરીઓ ઉડવા માંડી ધૂળનાં ગોટેગોટા દૂર દૂર સુધી ઊડતા દેખાવા માંડ્યા ફોરવીલ ગાડીની લાઈન લાગી ગઈ. બધી જ ગાડીઓના દરવાજા એક સાથે ખુલવાના અવાજ થી રાજ હેબતાઈ ગયો ને ગુંગળામણ અનુભવતા બોલ્યો કોઈ પણ ને અડક્યા વગર જ ઉઘાડા કરનારને શું કહેવાય !?
"હાં હું બહુ સારી રીતે જાણું છું કે આને પેલા કૂતરાંની જેમ ક્રાઈમ થાય કે ન થાય વાસ આવી જાય" મોં બગાડીને અર્જુન બબડ્યો.
ઝોમ્બીઓને બરાબર સ્પ્રે કરી બેહોશ કરી, ચેક કરે તે પહેલાં તો મિડિયાએ ચારે બાજુથી ઘેરી વળ્યા. સવાલો પર સવાલોનો વરસાદ કરતાં આખી હોટલમાં શોર બકોર થતાં હોટેલનો મેનેજર જેગ્વારને આજીજી કરતાં બોલ્યો સર પ્લીઝ મારી હેલ્પ કરો. મારી હોટલનુ નામ બદનામ થશે. "તમને તમારી હોટલની પડી છે અમારી કોઈ વેલ્યુ જ નહીં" અર્જુન બોલ્યો.
મિડિયા, પોલીસ અને હોટલના મેનેજર બધા પોતપોતાની વાતોમાં વ્યસ્તતા વચ્ચે ઝોમ્બીને તો ભૂલાય ગયા. એક ઝોમ્બી ઉભો થયો ત્યાં જ એક મિડિયા નો કેમેરો તે તરફ કરી શૂટિંગ શરૂ કરી દીધું. આ બધું શૂટિંગ કરે ત્યાં તો જેગ્વાર છલાંગ મારે એમ અર્જુન છલાંગ મારી લગભગ દોડીને શૂટિંગ અટકાવતાં ત્રાડ પાડી બોલ્યો, સ્ટોપ સ્ટોપ....
મિડિયાવાળને શાંત કરીને સમજાવ્યું "પ્લીઝ તમે અત્યારે અંહિયા થી જાવ તમે અમને અમારું કામ કરવા દો. તમારે અમોને મદદ કરવી જોઈએ ઉલટું તમે તો અમારા કામમાં વિક્ષેપ પાડી રહ્યા છો. આ પ્રકરણ બહાર આવશે તો જનતા ડરી જશે ને જીતેલી બાજી હારી જશું અમે. ઝોમ્બીને તો સંભાળી લીધાં છે પણ જનતાને સંભળાવી મુશ્કેલ થઈ પડશે અમારા માટે" અર્જુન બોલ્યો
"અર્જુન કોઈ સામે ક્યારેય નમ્યો નથી ને નમશે પણ નહીં. " રમૂજ કરતા રાજ આગળ આવતા બોલ્યો.
મિડિયાવાળાએ અર્જુનની આંખોમાં જાણે સૈલાબ જોયો હોય એમ લગભગ બધાં ડરી ગયા. મિડિયાવાળા એકબીજાની સામે જોઇ સમજી જવા ઈશારો કર્યો. ધીમે ધીમે બધાં પોતાના કેમેરા ઓફ કર્યા ને ત્યાંથી ચૂપચાપ નીકળી જવી સમજદારી દાખવી.
બીજી તરફ પેલો અર્ધ બેહોશીમાં ઉભો થયેલો ઝોમ્બી અટેક કરવા આગળ વધે તે પહેલા ક્લોરોફોમ સ્પ્રે સ્ટાર્ટ થઈ ગયા. ને ફરી ઉભો થયેલો ઝોમ્બી લગભગ બેહોશ થઈ જમીન પર પટકાયો.
અર્જુન કંઈ બીજો વિચાર કરે તે પહેલાં જ પેલો બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં કપડાં વાળો માણસ સામેની દિશામાં લેફ્ટ થી રાઈટ તરફ દોડતો દેખાયો. એમને એવું જ હતું કે કોઈ એમને જોયો નથી બટ જેગ્વારની નજરેથી કોઈ બચી નથી શક્યું. જેવો એ માણસ રૂમમાં પ્રવેશ કરે તુરંત જ અર્જુન ઈશારાથી રાજને દરવાજો બંધ કરવા કહે છે. એ અંદર ગયો કે તુરત જ રાજે દરવાજો બહારથી લોક કરી દીધો. અને અર્જુન ઇન્કવાયરી માટે મિડિયા પાછળ નીચે જાય છે. મિડિયા વાળાને કહે છે કે મને ન્યૂઝની હેડલાઇન્સ બનવાનો કોઈ શોખ નથી. હું મારા દેશ માટે કરું છું. મારે હેડલાઇન્સ બનવું હોય તો કલાકમાં બની શકું પણ પોલીસ જેમ રાત દિવસ જોયા વગર જનતા માટે સેવા કરે છે તેમાં તમે વિક્ષેપ ન પડો છો. તમારો સાથ સહકાર એજ અમારો નફો સો પ્લીઝ યુ હેડ ટુ ગો. મિડિયા વાળાને ધમકાવીને પૂછે છે કે તમને આ સ્થળ વિશે માહિતી કોણે આપી હતી. નામ, નંબર કે એડ્રેસ જે પણ હોય ફટાફટ બોલવા માંડો નહીં તો આ ઝોમ્બીની હાલત તો સારી છે એનાથી પણ બુરા હાલ તમારા કરીશ. મિડિયા વાળએ બીકના માર્યા ફટાફટ નંબર આપ્યો ને કહ્યું પ્રાઈવેટ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં નંબર બતાવે નહીં તો ખબર ન પડે. અર્જુન તરત જ સમય પરથી લોકેશન શોધવા માટે આગળનું કામ રાજને સોંપી, તે પેલા અજાણ્યા માણસ પાસે રૂમમાં દાખલ થયો કે તુરત જ અર્જુનના હાથ માંથી પિસ્તોલ ખેંચવા પ્રયત્ન કર્યો પણ જેગ્વારના "હાથ માંથી પિસ્તોલ ખેંચવી એટલી સહેલી નથી" અર્જુન દહાડયો. અજાણ્યા માણસના માથામાં પિસ્તોલનો હળવો પ્રહાર કરી બેહોશ કર્યો. આના કપડાં ચેક કરોને જુવો કોઈ મોબાઈલ કે પૈસા અને કોઈ વિઝીટીંગ કાર્ડ જે કંઈ પણ મળે તે જલ્દી થી મારી પાસે લાવો.
એક મોબાઈલ ફોન છે. "જેમાં પાસવર્ડ લગાવેલ છે તો ઓપન નથી થતો" હવાલદાર બોલ્યો. "ગમે તેમ કરીને લોક તોડાવો. પાસવર્ડ તોડનાર સાયબર ક્રાઇમ બ્રાન્ચને બોલાવો જેટલું બને તેટલું જલ્દી પ્રોસેસ શરૂ કરો" અર્જુન બોલ્યો.
" સર સર લોકેશન મળી ગયું છે" રાજ આવતા વેંત બોલવા માંડ્યો. જેગ્વાર જો જો અહીંયાનું જ લોકેશન બોલતા અટકી ગયો ને સર વાક્ય ફેરવતા બોલ્યો. અહીંયાનું જ લોકેશન બતાવે છે. અર્જુન કડી મેળવવા મંત્રમુગ્ધ થઇ ફરી ફરીને લોકેશન જોવે છે. જે અહીંનું જ બતાવતા ચોંકી ઉઠે છે. રાજને કહે છે ફોલો મી. ધડામ કરતો દરવાજો ખોલીને અંદર જાય છે મોબાઈલ ઓન હોવાથી ખ્યાલ આવે છે કે આ મોબાઇલનું લોકેશન બતાવે છે. મનોમન નક્કી કરે છે કે આ વાત મારે ગુપ્ત રાખવી પડશે નહીં તો આ માણસ ચાલાકીથી ચૌકનો થઈ જશે.
બીજી તરફ બધાં જ ઝોમ્બીઓને વેક્સિન આપી ને એક મોટા હોલમાં પૂરી દીધા ને બેહોશીની હાલતમાં થી હોંશમાં લાવવા માટે પ્રયત્ન કરે છે. પણ ક્લોરોફોમ કંઈ વધારે જ અસર કરી ગયું હોય એવું લાગે છે. હોસ્પિટલ માંથી રુદ્ર પણ ત્યાં હોલમાં સૂતેલા મિત્રોને જગાડવાનો જંગી પ્રયાસ કરે છે.પણ બધું બેકાર સાબિત થાય છે. નીરાશાના વાદળ ઘેરાયા હોય એમ બધા મોં લટકાવી એકબીજાની સામે તાકી રહ્યા હતા. શું કરવું હવે તો કંઈ જ સમજાતું નથી રાજની મસ્તી પણ વેરવિખેર થઈ ગઈ હોય તેમ કંઈ બોલતો ન હતો.


શું ઝોમ્બી બની ગયેલા લોકો સાજાં થશે...?
પેલા અજાણ્યા માણસનો મોબાઇલ લોક ખુલશે....!?

આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.
ક્રમશઃ......