આઝાદી એક નવી પરિભાષા Papa Ni Dhingali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

આઝાદી એક નવી પરિભાષા

ભારત આઝાદ થયું છે પણ ખરેખર દરેક ભારતીય આઝાદ થયો છે ખરો!!ભારત એક ખેતીપ્રધાન દેશ છે પણ આ જ ભારતમાં ધણા બધા ખેડુત આત્મહત્યા કેમ કરે છે??ભારતમાતાના વ્હાલા સ્વાતંત્ર્યસેનાની પોતાનું લોહી આપીને ભારતમાતાને આઝાદ કરી છે એ લોહીનો બદલો આપી શક્યું છે ભારત??ધણું બધું યુવાધન વિદેશ જવાની કામના કરે છે કારણ કે ભારતમા રિસર્ચ કરનારને પાગલ ગણવામાં આવે છે અને એ જ પાગલ વિદેશમાં જઈને સક્સેસ રિસર્ચ કરે અને સફળ થાય તો આ જ ભારત એના નામનો જુઠ્ઠો ગવૅ લે છે અને ઈન્સ્ટાગ્રામ ફેસબુક પર પોસ્ટ વાઈરલ કરી બધા જ શુભેચ્છા આપે છે પણ એ વ્યક્તિ ભારતમાં આ સફળતા કેમ ના મેળવી શક્યો એ વિશે કોઈ વિચારતું નથી.

‌‌થોડાક સમય પહેલા દિલ્લી માં નિર્ભયા કાંડ નો ફેંસલો આવ્યો પીડિતાના મયૉ પછી.શુ સરસ્વતી દુર્ગા જગદંબા માં ની ધરતી પર નિભયૉ કેસ‌ યોગ્ય છે ખરો???આ એ જ ધરતી છે જયા દ્રોપદી ના વસ્ત્રાહરણ પર મહાભારત થયું હતું.આ એ જ ધરતી છે જયા નવદુર્ગા અને મહાકાળી નો જન્મ થયો.શુ ભારતના સંસ્કાર એ છે કે ભારતની સંસ્કૃતિ છે કે કોઈની માં-બેન માલ લાગે છે આઈટમ લાગે છે.કોઈની વ્યક્તિગત આઝાદી છીનવવાનો હક કોણે આપ્યો?? બંધારણ તો આ નથી કહેતું.આવા જ થોડાક કાલ્પનિક કિસ્સામાં અહિં મે વણૅવયા છે.આશા છે કે ભુલ હશે તો તમે માફ કરશો.🙏🙏

########આઝાદી એક નવી પરિભાષા####

શૈક્ષણિક આઝાદી ::

નિયતિ આજે પણ ફુટપાથ પર ખુશીની રાહ જોય રહી હતી.ખુશી એક ગરીબ ઘરની નાનકડી ૮ વર્ષ ની બાળકી છે જે ફુટપાથ પર વિવિધ વસ્તુઓ વેચીને પૈસા કમાઈ લે છે.ખુશીના પિતા દારૂની લતના કારણે કમાતા નથી અને એની મા બીમાર રહે છે.નિયતિને ખુશી ફુટપાથ પર વસ્તુ વેચતા જ મળી હતી અને બંને મિત્રો બની જાય છે.
ખુશી આવે છે ખુશખુશાલ થઇ.

નિયતિ: શું વાત છે?? આજે ખુશી બોવ ખુશ છે ને કાંઈ??

ખુશી : હા દીદી મને આજે રમકડા વેચીને પૈસા ખુબ મળ્યા.

નિયતિ (વિચારે છે કે ખુદ રમકડાં રમવા ની ઉંમરમાં રમકડાં વેચે છે હે ભગવાન આ માસુમ પર દયા કરો):સરસ તે પેલું રાઈટ ટુ એજ્યુકેશન નું ફોર્મ સ્કૂલ માં આપ્યું??

ખુશી : હા દિદી.હુ અને પપ્પા ગયા હતા ત્યા પણ સરે ડોનેશન ભરવાનું કિધુ એટલે પપ્પા મને ત્યાંથી લઈને આવતા રહ્યા.

નિયતિ વિચારે છે કે લાંચ રૂશ્વત અને ભષ્ટ્રાચાર ને કારણે ખુશી જેવા ધણા બાળકો શાળામાં અભ્યાસ નથી.શુ કોઈ ને હક છે કોઈકની શૈક્ષણિક આઝાદી છીનવવાનો ??શુ ભારત ખરેખર આઝાદ છે ખરો??

########આઝાદી એક નવી પરિભાષા####

જાતિવાદ અને અનામત:

પ્રકાશ ખુબ ઉત્સાહિત છે કારણકે એનુ સ્વપ્ન ડોકટર બનવાનું પુરુ થવા જઈ રહ્યું છે.પકાશ જનરલ કેટેગરીમાં આવતો તેજસ્વી વિદ્યાર્થી હતો પણ એનો પરિવાર ગરીબ હતો.તે સપના સેવતો કોલેજ ના કેમ્પસમાં નોટિસ બોર્ડ પર પોતાનું નામ જોવા જાય છે.પોતે સિલેક્ટ ના થવા કરતાં વધારે દુખી પોતાના કરતાં નબળા ઓછી ટકાવારી વાળા વિદ્યાર્થી નું સિલેક્ટ જોતા થાય છે.રાહીલ જે ગુંડાગીરી કરી નકલ કરી માંડ પાસ થયો હતો તે અનામતના કારણે સિલેકટ થતા પ્રકાશ દુખી થય અને થોડાક દિવસોના અંતે પ્રકાશ આત્મહત્યા કરી મૃત્યુ પામે છે અને રાહીલ લાંચ રૂશ્વત લેતા પકડાઈ છે અને એની બેદરકારી ને લીધે દર્દી મૃત્યુ પામે છે.પ્રકાશ ના મુત્યુ નું કારણ!! અનામત દર્દી ના મુત્યુ નું કારણ!! અનામત

##########આઝાદી એક નવી પરિભાષા######

સપના જોવા ની આઝાદી :

કાજલ ને નાનપણથી દિકરી હોવાનું જણાવતા એક દિકરી તરીકે તેના પર નીતિ-નિયમો લાગુ પાડવામાં આવતા .કાજલને પ્રોફેસર બની સપના પુરા કરવા હતા પણ ધોરણ ૧૨ પછી એના પિતા એ કાજલનિ લગ્ન નક્કી કરી નાખ્યાં.કાજલે વિરોધ કરતા મારી પડ્યો જ્યારે એના ભાઇને ડોનેશન આપી એડમિશન કરાવ્યું કારણ કે એ છોકરો છે કમાઈને અમને આપવાનો છે જ્યારે તે પારકી થાપણ છે કાજલ લગ્ન પછી પોતાના પતિને સમજાવે છે આગળ ભણવું છે એમ પણ એના પતિ અને સાસુ એને જીવતી સળગાવી દે છે.શુ સપના જોવાની આ સજા??
શુ કોઈ ને હક છે કોઈકની વ્યક્તિગત આઝાદી છીનવવાનો ??શુ ભારત ખરેખર આઝાદ છે ખરો??

##########આઝાદી એક નવી પરિભાષા######

દિકરી હોવાની સજા :

પ્રિયાને રાત્રે લેટ થઇ ગયું.નાઈટ મા‌ રસ્તામાં ગાડીમાં લિફટના બહાને ચાર-પાંચ વ્યક્તિ એના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પ્રિયાને હોશ આવતા એને પોલીસ માં ફરિયાદ કરી.કોટૅ કેસ ચાલ્યો અને તેમાં પ્રિયાને કોલગર્લ અને વેશ્યા બતાવી દેવાય કારણ કે આરોપી મિનિસ્ટર ના પૂત્રો અને તેના મિત્રો હતા.પ્રિયા અને તેના માતા-પિતા આ આધાત સહન ન કરી શકતા કોટૅરૂમના ટેરેસ પરથી પડીને મુત્યુ પામ્યા.મોત પછી પણ એમને જ દોષી ગણાવાય કે તેને શોટસ પહેર્યા હતા.શુ કોઈ ને હક છે કોઈકની ઈજ્જત લુંટવાનો કે આઝાદી છીનવવાનો ??શુ ભારત ખરેખર આઝાદ છે ખરો??

##########આઝાદી એક નવી પરિભાષા######

દેશનું ગૌરવ:

શૈલેષ પ્રજાપતિ એક વૈજ્ઞાનિક હતા.એમને પોતાની રિસર્ચ માટે ફંડની જરૂર પડતાં સરકાર ને અરજી કરે છે સરકાર એમની રિસર્ચ બેકાર છે એમ કહી અરજી ફગાવી દે છે થોડાક સમય પછી શૈલેષ પ્રજાપતિ અમેરિકા માં સક્સેસ રિસર્ચ પુણૅ કરે છે ત્યારે ભારત સરકાર એમના‌ ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે ‌.શુ આ યોગ્ય છે??શું ભારત ખરેખર આઝાદ છે ખરો??

##########આઝાદી એક નવી પરિભાષા######

ના સરકાર ને દોષ આપવાથી બદલાવ થશે
ના જનતાને દોષ આપવાથી
બદલાવ થશે તો આપણાથી
આપણા ઘરથી આપણી જાતથી...

આ ૧૫મી ઓગસ્ટે શપથ લઈએ કે પુણૅ રીતે ભારતને આઝાદ કરીશું.મા-બેન સન્માન છે માન છે મારી કે આઈટમ નહીં ભલે તે આપણી હોય કે બીજા ની ...

જનગણમન-અધિનાયક જય હે
ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે
ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે॥

##########આઝાદી એક નવી પરિભાષા######

Thank you so much for reading...
Please comment on the article...
If you like please comment and rating it...
🙏🙏🙏