એક અજાણ્યું વ્યક્તી અચાનક જીવન માં આવ્યું અને થોડાજ દિવસ માં પોતાનું બની ગયું એ દિવસો માં જિંદગી ઘણી બદલાઈ ગઈ છોકરો પોતાના સગાને ત્યાં આવેલો ત્યાં એક છોકરી જોય ને જોતો જ રહી ગયો રોજ એ જુવે એ જાણવા છતાં છોકરી એના તરફ ધ્યાન ન આપતી શરમાળ સ્વાભાવ પણ દેખાવમાં અત્યંત સુંદર અને છોકરો સવારથી સાંજ સુધી એના ઘર ની આજુબાજુ ફર્યા કરે પણ છોકરી ધ્યાન આપતી નહિ પણ લાગણી અત્યંત હતી છોકરીનું ધ્યાન મેળવવા માટે છોકરાના મીત્રો એ છોકરી ને સંભળાવ્યું કે એ (પેલો છોકરો) પાછો પોતાના ઘરે જતો રે છે અને કર્યું પણ એવું એના બીજા દિવસે આ છોકરો આખો દિવસ ક્યાંય જોવા ના મળ્યો નિરાશ થઈ સાંજે એ પોતાની બહેનપણી ને મળવા જતી હતી એ નીકળી ત્યાંજ પેલો છોકરો દેખાયો અને અધિરી બની કે હવે શુ કરવું.....બસ આમ જ બને એ એકબીજાને નંબર આપ્યા અને મળવાનું નક્કી કર્યું પેહલી મુલાકાત પણ કેવી અને સંજોગ પણ કેવા આ દિવસ હતો પ્રેમનો દિવસ એટલે કે valentines day ઉતાવળ મળવાની પણ કેવી એ છોકરો પોતાના બુટ પહેરવાનું ભૂલી ગયો અને છોકરી પોતાનો દુપટો લેવાનું ભૂલી આ વાંચી હશું આવશે પણ આજ હકીકત છે આમ જ બને મળ્યા હવે નવી શરૂઆત કે છોકરી શરમાળ હોવાથી કઈ પણ બોલે નહિ ને શરૂઆતમાં ન તો એ છોકરાની સામે જુવે બસ થોડી પળો એકબીજાને જોયા ને છુટા પડ્યા છુટા પડ્યા પછી મનમાં અનેક વિચારો ને લાગણીઓ એ ઉમળકા ભર્યા બને બાજુમાં જ હતા બસ એક જ શેરીમાં પણ આ થોડી દુરી પણ વધુ લાગતી હતી સાંજે બને ઘરે પાછા તો ફર્યા પણ હજુ પણ બને એકબીજામાં ખોવાયેલા આમ જ એ છોકરાનો જવાનો દીવસ નજીક આવતો જતો હતો ને બીજી બાજુ પ્રેમની શરૂઆત હતી ફરી બીજા દિવસે મળ્યા વાતો કરી અને આમ જ છુટા પડવાના આગલા દિવસે બને ફરી મળે છે એ સાંજ નો સમય ને બે લાગણીઓનો ઉમળકો બને એકબીજા માં ખોવાયેલા છોકરા એ પેહલી વાર છોકરી ને white dress માં જોયેલી એની પસંદ મુજબ આજે બને white કપડામાં જ હતા અને એ સાંજના સમયે બે હોઠ મળ્યા એ સમય તો એ ત્યાં જ રોકવા માંગતા હતા એ લાગણીઓ સાથે બને ઘરે આવે છે કોઈની પરવાહ કર્યા વગર જ એકબીજાને જોય જ કરેછે અને પછીના દિવસે વહેલી સવારે એ છોકરાને જવાનું હતું રાત આખી વિચારો માં ગઈ સવારે જવાના સમયે એ છોકરી પોતાના જતા પ્રેમી ને જોય શકતી નથી છોકરો પણ જોવા માંગતો હોવા છતાં એકબીજા ને જોયા વગર જ છુટા પડે છે અને પછી બસ વાતો ને યાદો માં સમય પસાર થવા લાગ્યો હવે છોકરી ને પોતાનુ જ શહેર અજાણ્યું લાગવા લાગ્યું જે શેરી માં એનુ મન લાગતું આજ એજ એને સુનીસુની લાગવા લાગી ને બીજી બાજુ છોકરાને પોતાનું શહેર માં એકલું લાગવા લાગ્યું. નાતો છોકરા નું કામમાં ધ્યાન લાગતું અને નાતો આ બાજુ આ છોકરી નું ભણવામાં ધ્યાન લાગતું બને એકબીજાની યાદો મા ખોવાયેલા ને વિયોગ ની વેદનમાં જે છોકરી હસ્તી ખીલખીલાતી આ મુર્જાયેલા ફૂલ જેવી બની ગઈ બને ફરી ક્યારે મળવું ની રાહ જોતા ને એમજ સમય પસાર થવા લાગ્યો હા એક વાત હતી જ્યારે પણ એ છોકરી એ છોકરાને જોતી ત્યારે એની આખોમાં અજીબ જ ખુશી ને ચેહરા પર ગુલાબી નિખાર આવી જતો .આગળની વાર્તા માં અજીબ જ વળાંક આવેછે.........