નિસ્વાર્થ પ્રેમ Nirudri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિસ્વાર્થ પ્રેમ

કોલેજ મા સાથે જતા આવતા પ્રેમ થયો કે પછી સ્કુલ મા હતા ત્યારે થયો એ જ ખબર ન હતી. આજુબાજુ મા રહેતા કયારે બંને વચ્ચે પ્રેમ પાગ્રયો એ જ નોહતી ખબર.

નિહાની અને નિહાન ને જોઈને એવુ જ લાગતુ કે બંને એકબીજા માટે જ બન્યા હતા. પણ આ પ્રેમ કેવો કે ક્યારે એકબીજા ને કહેવુ ના પડ્યુ.બંને એકબીજા ને કંઈ પણ કીઘા વિના જ સમજી જતા. બચપન પુરૂ થતા કોલેજ મા પ્રવેશ્યા અને સાથે સાથે યુવાની મા પણ. રોજ સાથે જ કોલેજ આવુ અને જવુ.

નિહાન ના પપ્પા પાસે ખૂબ ઘન મિલકત હતી. અને એ એક સફળ બીજનેશમન નો દીકરો હતો. અને સામે નિહાની ના પપ્પા એક બેન્ક મા મેનેજર હતા. બંને ના ઘરે તેમની મિત્રતાનના સંબંધ થી કોઈ જ તકલીફ ન હતી.

નિહાન ને કોઈ બેન ન હતી માટે નિહાન ના મમ્મી પપ્પા નિહાની ને પોતાની દિકરી ની જેમ જ રાખતા. સામે પક્ષે પણ નિહાની ના મમ્મી પપ્પા પણ નિહાન ને પોતાનો જ દિકરો સમજતા. કોલેજ મા બંન્ને એક જ ક્લાસ મા સાથે હતા. ઘીમે ઘીમે કોલેજ પતવા આવી. હવે ભણવા નુ પુરુ થયુ તો નિહાન પણ પોતાના પપ્પા ના બિજનેશ મા જોડાવા માગતો હતો પરંતુ તેના પપ્પા એ તેના સારા ભવિષ્ય અને બિજનેશ ને વઘુ વઘારવવા માટે તેને લંડન મોકલવા નુ નક્કી કરે છે. અને તે આ વિશે નિહાન ને વાત કરે છે.

તે પણ આ વાત સાંભળી ને ખૂબ ખુશ થઈ જાય છે. તે આ વાત કરવા નિહાની પાસે જાય છે. તે પણ આ વાત સાંભળી ને ખૂબ ખુશ થઈ જાય છે. પરંતુ તેને અંદર થી ખુબ દુખ થાય છે. પરંતુ તે નિહાન ને કંઈ કેતી નથી.

નિહાન ની લંડન જવાની બઘી જ તૈયારી થઇ જાય છે. નિહાન ના જવાના હવે થોડા દિવસો જ બાકી હોય છે માટે તે હવે તેનો પુરો સમય તે નિહાની સાથે વિતાવતો હોય છે. જેમ જેમ જવાનો સમય થાય છે તેમ તેમ બંને દુખી થતા હોય છે. પરંતુ બંને એકબીજા ને કેતા નથી. હવે એ દિવસ પણ આવી જાય છે જ્યારે નિહાન જવાનો હોય છે. તે એ દિવસે નિહાની ને મળવા જાય છે.નિહાની એ દિવસે ખૂબ જ રડતી હોય છે એને જોઈને નિહાન પણ પોતાને સંભાળી શકતો નથી. નિહાન ને જોઈ ને તે તરત જ પોતાના આશુ સાફ કરે છે અને પછી એ બંને બાર ફરવા નીકળી પડે છે. આખા દિવસ ની રજળપતી કરી ઘરે આવે છે પછી રાત્રે બંને એકબીજા ને વચન આપે છે કે એકબીજા ને સાથ ક્યારે બી નહી છોડે.


આમ કરતા નિહાન ને લંડન જવાનો સમય થઈ ગયો. નિહાન એરપૉટ જતા પહેલા તે નિહાની ને મળવા માટે જાય છે જ્યાં નિહાની ખુબ જ રડતી હોય છે એને જોઈને નિહાન પણ થોડો ઢીલો પડી જાય છે. તે તરત પોતાને સંભાળી લે છે અને નીહાની ને શાંત કરે છે ને એક ગાઢ આલીગન આપી ને પોતાના મા સમાઈ લે છે. તે ને શાંત કરાઈ ને તે જવા નીકળે છે. નિહાની બી તેને હસીને વિદાય આપે છે.

આ બાજુ નિહાન લંડન પહોચી જાય છે. તે નિહાની ને
ફોન કરીને આ વાત જણાવે છે થોડી વાર વાતો કરીને બંને પોતાના કામ મા લાગી પડે છે. આમ જ રોજ ફોન, વિડીયોકોલ, મેસેજ કરીને પોતાનો સમય કાઢતા.

આમ જ સમય પસાર થતો રહ્યો. છ મહીના કરતા પણ વધારે સમય થઈ ગયો પરંતુ આ છ મહીનામાં એક બી દિવસ એવો ન હતો કે આ બંને એ વાત ના કરી હોય.બંન્ને ક્યારેય એવુ લાગ્યું જ નહીં કે બંને એકબીજા થી દૂર છે. હમેશા બંન્ને એકબીજા ને આસપાસ જ મહેસૂસ કરતા. હવે તો આ બંને ની વાત પણ ઘરમાં બઘા ને ખબર પડી ગઈ અને આ સંબંધ બાંધવા બંન્ને ના ઘર વારા તૈયાર હતા. બઘા આ સંબંધ થી રાજી હતા. કોઈ ને કોઈ તકલીફ ન હતી.

બંન્ને ના સંબંધો માટે બધાની બઘી તૈયારીઓ હતી. બસ ખાલી નિહાન ના લંડન થી પાછા ફરવા ની રાહ જોવાતી હતી. અને એ પણ થોડા દિવસો મા આવવા નો હતો. બઘુ જ સારુ હતુ.

કહેવાય છે ને કે બઘુ જ સારુ હોય પરંતુ ઈશ્ર્વરની ઈચ્છા વિના કઈ થતુ નથી. એમ અહીં એવુ જ કંઈ થયુ. થોડા કેટલાક દિવસોથી નિહાની ની તબીયત સારી નતી રેતી. કેટલીય દવા કરાવી પરંતુ તેની હાલત મા કોઇ જ ફેર પડતો નતો. તેની તબિયત વઘારે બગડતા તેના બઘા રીપોર્ટ કરાવાયા તો ત્યારે ખબર પડી કે તેને કેન્સર છે અને એ બી છેલ્લા સ્ટેજ પર જેની કોઈ જ દવા નથી.

એને માનવામાં જ નતુ આવતુ કે થોડા દિવસો મા તેની સાથે શું થઈ રહ્યું હતું. હવે આ વાત બઘા ને ખબર પડતા ઘરમાં બઘા બઉ જ દુખી થઈ જાય છે. બંન્ને ના પરિવાર ના બઘા એ પોતાની રીતે ઘણી જગ્યાએ રીપોર્ટ બતાવ્યા પરંતુ બઘી જગ્યાએ થી નિરાશા જ મળી.

એકદિવસ ઘરના બધા ભેગા થઇ આગળ શું કરવું એ વિચારણા કરતા હતા. અંતે એ નક્કી થયું કે આ વાત હવે નિહાન ને જણાવવી જોઇએ. પરંતુ નિહાની એ વાત જણાવવા ની ના પાડે છે અને તે રડતી રડતી તેના રૂમમાં જતી રહે છે. એ આખી રાત રડતી રહે છે. અંતે તે એક નિર્ણય પર પહોંચે છે.

તે બીજા દિવસ થી નિહાન સાથે ના તમામ સંપૅક તોડી નાખે છે . બીજી બાજુ નિહાન સતત નીહાની સાથે વાત કરવા માટે પ્રયાસ કરે છે પરંતુ તેને નિષ્ફળતા જ મલે છે. તે સતત દશ દિવસ સુધી પ્રયત્ન કરે છે. પરંતુ એકદિવસ બી વાત થતી નથી. તે ઘરમાં પણ આ વાત બઘા ને પુછે છે પણ તેને કોઈ સરખો જવાબ આપતુ નથી.

હવે તેને નીહાની ની ખુબ જ ચિંતા થતી હોય છે. માટે તે તરત જ પોતાનું બઘુ જ કામ પડતુ મુકી ઇન્ડિયા આવવા નીકળી પડે છે .તે સીધો જ નિહાની ના ઘરે જાય છે. તેને ત્યાં આવેલો જોઈ સૌ કોઇ હેરાન થઈ જાય છે. બઘા તેને ઘણા પ્રશ્નો કરે છે પરંતુ તે કોઈ ને જવાબ આપતો નથી. તે બસ એક નજરે નિહાની ને જ જોતો હોય છે. તે નિહાની ને પથારી મા જોઇ ને તે ખુબ ગભરાઈ જાય છે. તે બધાને નિહાની ની તબીયત વિશે પુછે છે પરંતુ તેને કોઈ જ જવાબ નથી આપતુ. તે નિહાની ને આ વિશે પુછે છે. નિહાની પણ રડતા રડતા બઘી વાત કરે છે.

આ બઘી વાત સાંભળી નિહાન ખુબ જ દુખી થઈ જાય છે. તે તરત ત્યાથી નીકળી પોતાના ઘરે આવીને ખુબ રડે છે. પરંતુ તેને નીહાની ની હાલત વિશે યાદ આવતા તે તરત તેની પાસે જાય છે અને તેને હિમંત આપે છે.

નિહાન નિહાની ને કહે છે કે તુ કંઇ જ ચિંતા ના કર.
આપણે બઘી જગ્યાએ રીપોર્ટ બતાવીશુ. કંઇ ક રસ્તો કાઢીશુ. આમ હિંમત નઇ હારી જઇશુ. ત્યારે નિહાની કહે છે કે અમે બધા એ તપાસ કરી પરંતુ બઘા ને કહેવુ એ જ છે કે હવે કંઇ ના થઈ શકે. ત્યારે નિહાન કહે છે કે તો આપણે વિદેશ મા તપાસ કરાવીએ. ત્યારે નિહાની ના પપ્પા કહે છે કે અમે એ પણ કરી લીધુ. ત્યાથી પણ આ જ જવાબ મળ્યો. છતાં બી જો તુ ફરી કોશિશ કરવા માંગતો હોયતો તુ કરી શકે છે .

નિહાન પણ પોતાની રીતે ઘણી જગ્યાએ તપાસ કરે છે. તેને પણ બઘી જગ્યાએ થી નિરાશા જ મલે છે. છતા બી તે હાર્યા વિના તે તેનાથી બનતુ ધણુ કરે છે. પરંતુ આટલા અથાગ પ્રયાસો પછી પણ તેને નિષ્ફળતા જ મળે છે. અંતે તે ખુબ જ હતાશ થઈ જાય છે.

નિહાની પણ હવે બઘી જગ્યાએ દોડી દોડી ને થાકી ગઈ હતી . તે પણ હવે નિહાન ને જણાવે છે કે હવે જેબી થાય તે હવે શાંતિ થી જીવવા માગે છે. નિહાન પણ હવે તેને વઘારે દુખી કરવા નતો માંગતો.

નિહાન તેનો પોતાનો પુરો સમય નિહાની સાથે વિતાવતો. તે તેની દવા તથા જમવાનું બઘી જ વસ્તુઓ ની ધ્યાન રાખતો હતો. તેનાથી બને તેટલુ તે નિહાની ને ખુશ રાખવા નો પ્રયત્ન કરતો.

હવે નિહાની ની તબીયત દિવસે ને દિવસે વઘારે બગડતી જાય છે. નિહાન એકમીનીટ માટે પણ તેનાથી દૂર થતો નથી. બંને આખો દિવસ સાથે જ રહેતા હોય છે. એકવાર બંને બેસી ને વાત કરતા હોય છે અને અચાનક જ નિહાની ની તબીયત વઘારે બગડે છે તો નિહાન તેને હોસ્પિટલ જવા માટે કહે છે પણ નિહાની ના પાડે છે. નિહાન તે ને ખૂબ જ સમજાવે છે પણ તે માનતી નથી. તે કહે છે કે દરેક ના જીવવા ની કારણ હોય છે અને તને જયારે મળશે ત્યારે સમજાશે માટે મને જવાદે.

નિહાન પણ સમજી જાય છે કે હવે નિહાની પસે વધારે સમય નથી.તે નિહાની ને પોતાની બાહો મા જકડી રાખે છે. ત્યારે નિહાની તેની પાસે થી બે વચન માંગે છે. ત્યારે નિહાન પણ વચન આપે છે કે તારી જે ઈચ્છા હશે એ હુ પુરી કરીશ. ત્યારે નિહાની પહેલું વચન એ માંગે છે કે એ મૃત્યુ પામીને પણ એ દુનિયા જોવા માંગે છે મતલબ કે એ તેની આંખો દાન કરવા માંગે છે. નિહાન પણ કહે છે કે તે આ કામ જરૂર પુરૂ કરશે.

નિહાની હવે બીજુ વચન એ માંગે છે કે એના જવાથી નિહાન કયારેય અટકશે નહી, તેના જવાથી તે અટક્યા વિના તે આગળ વધશે. આ વચન આપવા માટે નિહાન તૈયાર નથી થતો. તે નિહાની ને ધણુ સમજાવે છે પણ તે માનતી જ નથી. નિહાની પણ વચન લીઘા વિના માનતી નથી.

નિહાની ખૂબ જ રડતી હોય છે. તે ને આટલુ રડતી જોઈ નિહાન પણ રડી પડે છે. અને તેની ઈચ્છા ના હોવા છતાં બી તેને આ વાત માનવાનુ પણ વચન આપે છે. તે જેવુ આ વચન આપે છે અને તરત જ નિહાની પોતાનો જીવ નિહાન ની બાહો મા જ છોડી દે છે. નિહાન તેને ખૂબ હચમચાવે છે પરંતુ તે ઉઠતી જ નથી. નિહાન તેને ભેટીને ખૂબ રડે છે.

તેને તરત પોતાનુ વચન યાદ આવતા તે તરત જ હોસ્પિટલ માં જાણ કરે છે.ત્યાથી મેડીકલ ટીમ આવીને જરૂરી કાર્યવાહી કરી તેને હોસ્પિટલ લઇ જાય છે અને તેની આંખો કાઢવામાં આવે છે. પછી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. નિહાન હાલત કફોડી થઇ જાય છે. પરંતુ તેને યાદ આવે છે કે નિહાની ના માતા પિતા ની શું હાલત થતી હશે. માટે તે બધાને આશ્ર્વાશન આપે છે. આમ કરતા કરતા સમય પસાર થઇ રહ્યો હોય છે. કહેવાય છે ને કે સમય બઘા દુખ ની દવા છે.

બધા પોતાનુ દુખ ઘીમે ઘીમે ભુલતા જાય છે. પણ નિહાન તો ત્યા ના ત્યા અટકી ગયો હોય છે. બઘા તેને ધણુ સમજાવે છે પણ તે કોઈ નુ સાંભળતો જ નથી .

અચાનક એક દિવસ નિહાન ને નિહાની ના નેત્રદાન વારી વાત યાદ આવે છે. તે તરત હોસ્પિટલ જાય છે. ત્યા તપાસ કરતા તેને ખબર પડે છે કે નિહાની ની આંખો કોઈ સાત વર્ષ ની બાળકી ને આપવામાં આવી છે. બીજી વઘારે તપાસ કરતા તેને ખબર પડે છે કે એ બાળકી ના માતા પિતા નુ એકસીડન્ટં મા મોત થયું અને બાળકી અંઘ થઈ ગઈ અને ડોક્ટર ની ભલાઈ ના કારણે એ બાળકી દેખતી થઇ. અત્યારે એ બાળકી કોઈ અનાથાશ્રમ છે અને તે બાળકી નુ નામ નિહી છે.

નિહાન ને તેને મલવાનુ મન થાય છે. તે સરનામું લઇ ને ત્યાં જાય છે. અને તે એ નિહી ને મલે છે. તેને જોઈ ને તેને નિહાની ની યાદ આવી જાય છે. તે નિહી જોડે કંઇ ક અલગ જ લાગણી બંધાઇ જાય છે. તે રોજ ત્યાં જવા લાગે છે. તે હવે ખુશ રહેવા લાગે છે. તેના મા આવેલા બદલાવ થી ઘર મા બઘા ખુશ હોય છે. નિહાન બસ નિહી ના ભવિષ્ય વિશે વિચારતો. એકદિવસ તે એક નિર્ણય લે છે અને ઘરમાં બઘા ને વાત કરે છે. થોડી આનાકાની બાદ બઘા માની જાય છે

નિહાન ઘરે થી નીકળી સીધો અનાથાશ્રમ મા જાય છે. તે ત્યાં જઇ ને તે નિહી ને અડોપ્શન પેપર તૈયાર કરાવે છે. અને તે નિહી ને ઘરે લઇ આવે છે. તેને જોઈ ને બઘાને નિહાની યાદ આવી જાય છે. પછી નિહાન નિહી ને લઇને નિહાની ના ફોટા પાસે લઈ જાય છે અને તેને બઘી જ વાત કરે છે. નિહી પણ તેની વાત સાંભળી ને રડી પડે છે. નિહાન તેના આંશુ સાફ કરે છે અને કહે છે કે આજ થી નો રોના ઘોના બસ હસી મજાક.

નિહાન નિહી ને તેના રૂમમાં મૂકી ને પાછો નિહાની ફોટા જોડે પાછો આવે છે અને તેને કહે છે કે તુ કહેતી હતી ને કે કોઇ બી ને જીવવા માટે કારણ જોઇએ. તુ ગઈ ત્યારે લાગ્યું કે મારી પાસે કોઇ જ કારણ નથી. પરંતુ જ્યારે હુ નિહી ને મળયો ત્યારે મને લાગ્યું કે તારી વાત સાચી હતી. તારા વચન આપેલું મે પુરૂ કર્યુ.નિહી ના સપના એજ મારી આગળ વધવા ની મંજિલ. હવે તારી ઇચ્છા મુજબ હુ કયારેય દુખી નહિ થવુ અને અટકયા વિના આગળ વધીશ.

તારી ઇચ્છા એજ મારી જિંદગી.આપણો પ્રેમ હમેશા અમર રહેશે.