Featured Books
શ્રેણી
શેયર કરો

નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 2


સીઝન 3 એપિસોડ 1 કહાની અબ તક: સારંગ અને પરી તથા અમન અને નેહા ચારેય સારંગ ની જ કંપનીમાં જોબ કરે છે. ચારેય સારી રીતે રહે છે પણ એક દિવસ પરીને રડતી આંખે સારંગ કહે છે કે નેહા એને એવી રીતે જોવે છે જાણે કે ખુદને પરીથી લઈ જ લેશે એમ! તો પરી એને એનો ભ્રમ ગણાવે છે.

સારંગ લોહીલુહાણ હાલતમાં બસ પરીનું જ નામ લે છે... એને પરીની તીવ્ર યાદ આવતી હોય છે. આખરે એણે યાદ કરતા એ જમીન પર પડી જાય છે.

નેહા પાછલી વાતો યાદ કરી ને સારંગ ના હાર ચઢાવેલ ફોટાને જોઈને બહુ જ રડે છે. ત્યારે જ ત્યાં વિદેશથી પાછો આવેલ અમન આવી પહોંચે છે. એને પાગલની જેમ પૂછે છે કે કેમ પોતે સારંગ સર ને બચાવી ના શકી? પણ એને જે કંઈ કહ્યું એ સાંભળવાની હિંમત ખુદ અમન માં પણ નહોતી!

હવે આગળ: "હું સારંગ સાથે જ ઑફિસેથી ઘરે આવી હતી... એ દિવસે સારંગ મને કહી રહ્યો હતો કે જો મારી સાથે લગ્ન કરી લે... એવું ના થાય કે એ પહેલાં જ હું... એ આગળ કઈ બોલે એ પહલા જ મેં મારા હાથને એના મોં પર મૂકી દિધો હતો!" પરી એ કહેવાનું શુરૂ કર્યું.

અમન હજી પણ રડી રહ્યો હતો. એના આંસુઓ રોકાતા જ નહોતા!

"કોઈ એને વારંવાર કોલ કરી રહ્યું હતુ... અમે ડિનર કરી રહ્યા હતા તો પણ એ કોલ કટ કર કર કરતો હતો." પરી એ આગળ વાત કહી.

"મને મિસ્ટર અડવાણી બોલાવે છે... જો ને ક્યારના કોલ કરે છે..." ડિનર કર્યા પછી સારંગે મને કહેલું તો મે પણ એને રોક્યો નહિ.

"પછીથી મને ખબર પડી કે દાસ અડવાણી અને સારંગ ભટ્ટ બંનેનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું! સારંગ ને તો પહાડી ઉપરથી નીચે એવી રીતે ફેંકવામાં આવ્યો હતો... હું ખુદ એના ચહેરાને જોઈ શકવા અસમર્થ હતી! જ્યારે મેં એને જોયો તો કંપારી જ આવી ગઈ! મારો સારંગ આવી હાલતમાં?! હું ગાંડાની જેમ રડી રહી હતી!" પરી એ કહ્યું અને પારાવાર દુઃખ સાથે રડવા લાગી!

"શું જરૂર હતી, એમને આમ રાત્રે એકલા મોકલવાની?! તમે કેમ ના ગયા એમની સાથે?!" અમનને હવે થોડો ગુસ્સો પણ આવવા લાગ્યો હતો!

"અરે! મને નહોતી ખબર કે આવું કંઇક થવાનું હશે!" પરી એ કહ્યું અને ફરી રડવા લાગી.

"જ્યારથી મને જાણતા હતા... અમન તો મને માન્યો જ નહી! પોતાના સગા નાના ભાઈની જેમ રાખતા હતા! બિઝનેસમાં હોય કે લાઇફમાં દર વખતે મારો સાથ એમને જ આપ્યો હતો!" અમન બોલી રહ્યો હતો.

"અરે તને તો ખાલી ભાઈની જેમ રાખતો... મારી તો આખી દુનિયા હતો! બસ એક જ વાત કહ્યા કરતો કે લગ્ન કરી લે લગ્ન કરી લે! પણ હું એટલી ક્રૂર હતી ને કે મેં એમની એક પણ વાત ના માની!" પરી જમીન પર હાથ પછાડી રહી હતી.

"મારા સારંગ સરને જેને પણ માર્યા હશે... હું એને જીવતો નહિ છોડુ! ભલેને હું ખુદ કેમ ના મરી જાઉં! હું એને ક્યારેય જીવતો નહિ છો!" અમને પારાવાર ગુસ્સામાં કહ્યું.

"જો અમન... તું તારું ધ્યાન રાખ... તારે તારી નેહાનું પણ વિચારવાનું છે..." પરી અમનને સાંત્વના આપવા માંગતી હતી.

"નેહા! નામ ના લો તમે એનું!" અમને પારાવાર ગુસ્સામાં કહ્યું.

પરી એ તો અમન ને જે કંઈ થયું એ કહી દીધું... પણ હજી એને ખુદ અમન પાસેથી ઘણું જાણવાનું બાકી હતું! જે એને ચોંકાવનાર સાબિત થવાનું હતું!

વધુ આવતા અંકે ...