નેહાની પરિનો સારંગ સીઝન 1 અને સીઝન 2ની કહાની અબ તક: મિસ્ટર સારંગ ભટ્ટ એ એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે... એમને એમની ઓફિસમાં એક સેક્રેટરી રાખી હોય છે... જે મિસ પરી પાઠક છે, નેહા એની સગી બહેન છે; પણ એને સારંગ પસંદ આવે છે તો એ પરીના પ્યારમાં એવા સારંગ ને પામવા માટે ખુદ એના જ નાના ભાઈનું અપહરણ કરે છે! ત્યાંથી ભાગવામાં એ એક વ્યક્તિનું ખૂન પણ કરી બેસે છે! જે પાછળથી એ બધાને કિડનેપ કરે છે એ અમન નેહથી એના ફાધરના ખૂનનો બદલો લેવા માંગે છે પણ પરી એની ફિલિંગ સમજી જાય છે અને એને નેહા સાથે પ્યાર કરવા કહે છે... આખરે એ નેહાના પ્યારમાં પડે છે અને બંને એકમેકને લવ કરે છે! બધું જ ઠીક ચાલી રહ્યું હોય છે, ત્યારે જ એક દિવસ અચાનક...
હવે આગળ: નેહા અને અમન બંને સારંગની જ કંપનીમાં જોબ કરે છે. ચારેય સાથે રહે છે... સાથે જ ઓફિસે જાય છે અને બહુ જ ખુશ છે.
પરી એ સારંગ સાથે લગ્ન કરવાની કોઈ જ ઉતાવળ કરી નહિ... પરીનું માનવું હતું કે એકવાર પોતે ખુદ કંઇક બની જાય પછી જ એ મેરેજ કરશે તો સારંગે પણ એને કોઈ જ ફોર્સ કર્યો નહિ.
એની જ જેમ નેહાએ પણ અમનને કહી દીધું કે પોતે પણ કંઇક લાઇફમાં બનશે ત્યારે જ મેરેજ કરશે એમ!
બધું જ બરાબર ચાલતું હતું... ચારેય સવારે વહેલા ઊઠીને ઓફિસે આવી જતા... બધું ઠીક જ હતું પણ એક દિવસ સારંગે પરીને કંઇક કહ્યું.
"જો પરી... નેહા મને પ્રેઝેંટેશન આપુ ત્યારે એવી રીતે જોવે છે... જાણે કે જાણે કે મને બસ તારાથી લઈ જ લેશે! તું યાર પ્લીઝ લગ્ન કરી લે ને મારી સાથે... પ્લીઝ!" સારંગે પરીના હાથને પકડી લીધા હતા અને એની આંખો રડી રહી હતી.
"અરે... હું જાણું છું... ભૂતકાળમાં જેવું બન્યું છે... પણ હવે નેહા પહેલા જેવી નહિ રહી! એ બદલાય ગઈ છે! એની લાઇફમાં અમન આવી ગયો છે! તમને કોઈ ભ્રમ થાય છે!" પરી સારંગને સમજાવવા માંગતી હતી.
"હા... પણ યાર..." પરી એ એના હોઠ પર એની આંગળી મૂકી દીધી અને એને ચિંતા ના કરવા કહી ઊંઘી જવા કહ્યું.
🔵🔵🔵🔵🔵
"પરી... પરી... પરી તું ક્યાં છું?! પરી!" સારંગ ખૂનથી લથપથ હતો! એને પરી ની તીવ્ર યાદ આવી રહી હતી. આવે જ ને પણ! જ્યારે વ્યક્તિનો છેલ્લો સમય આવે ત્યારે એને એ જ વ્યક્તિ જોઈએ જેને એ સૌથી વધારે પ્યાર કરતો હોય!
પરીને શોધતા શોધતા અને એના જ વિચારોમાં સારંગ નીચે પડી ગયો.
🔵🔵🔵🔵🔵
"જો પરી... નેહા મને પ્રેઝેંટેશન આપુ ત્યારે એવી રીતે જોવે છે... જાણે કે જાણે કે મને બસ તારાથી લઈ જ લેશે! તું યાર પ્લીઝ લગ્ન કરી લે ને મારી સાથે... પ્લીઝ!" કોઈ ફિલ્મનાં પડદા પર જેમ દૃશ્ય આવે એમ જ સારંગને આ શબ્દો કહેતો પરી આજે પણ હમણાં પણ અનુભવી રહી હતી!
સામે રહેલ સારંગ ના ફોટા પર હાર જોઈ એને વધારીને વધારે રડવું આવી રહ્યું હતું!
કઈ કેટલુંય કહેલું એને મને કે મારી સાથે મેરેજ કરી લે... કરી લે મેરેજ... પણ હું માનું તો ને?! હું એના પ્યારને લાયક જ નહોતી?! આખીર શું કામના એ બધા સપના જેને પૂરા થતા જોવા મારી પાસે સારંગ ખુદ જ ના હોય!
અચાનક જ ડોરબેલ વાગી તો જાણે કે પરી હોશમાં આવી. એને જઈને દરવાજો ખોલ્યો.
"ઓહ નો! આ શું થઈ ગયું! શું થયું મારા સારંગ સરને?!" અમન કપૂર વિદેશથી આવી ગયો હતો! એને આવીને આવા દુઃખદ સમાચાર મળ્યા! એ ઢળી જ પડ્યો. એના આંસુઓ રોકાવાનું નામ જ નહોતા લેતા!
"પરી મેડમ... તમે કેમ કઈ ના કરી શક્યા?! કેમ તમે મારા સરને આમ મરવા માટે એકલા છોડી દીધા?! કેમ?!" અમન પાગલની જેમ પરીના ખભાને હલાવી રહ્યો હતો!
પરી એ જે કંઈ કહેવાની હતી, ખરેખર અમન ની એ વાત સાંભળવાની હિંમત જ નહોતી થવાની!
વધુ આવતા અંકે...