Pranay safarni bhinash - 1 books and stories free download online pdf in Gujarati

પ્રણય સફરની ભીનાશ - 1

સવાર સવારમાં મોબાઇલની રીંગ વાગતા આકૃતિ ઉતાવળે પગે દોડતી મનમાં બોલતી આવી"આ ફોન પણ કટોકટીના ટાઈમે જ આવે."અત્યારના સમયે કોણ નવરું થઈ ગયું હશે? સવારના દસ વાગ્યામાં, નક્કી એ ગુંજન જ હશે."ફોન હાથમાં લેતા આકૃતિ બોલી."આતો કોઈ નવો નંબર લાગે છે."

"હેલ્લો, આકૃતિ હીયર"આકૃતિએ ફોન રિસિવ્ કરતા કહ્યું.

"હેલ્લો આકૃતિ, હું માલિની, માલિની અવસ્થી.ઓળખાણ પડી?કઈ બોલતી નથી તો અવાજ પણ ભૂલી ગઈ કે શું?"માલિનીએ આકૃતિને પૂછ્યું.

"તું એકી સાથે આટલું બધું બોલતી રહી, મારો વારો આવવા દેતો હું કંઇક બોલુંને અને હા, માલિની હું તને ઓળખું છું. કેમ છે તને?"આકૃતિએ માલિનીને પૂછતા કહ્યું.

"ઓલ ગુડ, પણ તું મજામાં હોય એમ નથી લાગતું.સ્કુલ પછી તો તું સાવ અચાનક જ ગાયબ થઈ ગઈ.કોઈ કોન્ટેક્ટ જ ના કર્યો." માલિનીએ આકૃતિ સામે ફરિયાદના ટોપલા ખોલતા કહ્યું.

"મારે અચાનક એબ્રોડ જવાનું થયું.એ પણ સ્ટડી માટે. હું, સોરી યાર.સેલ ફોન ચેન્જ કરવાના કારણે બધા નંબર ડિલીટ થઈ ગયા."આકૃતિએ દિલગીરી વ્યકત કરતા કહ્યું.

"હમમ,તને ક્યાં ફ્રેન્ડસની કદર હોય,કોઈ પરવાહ હોય.બસ આમ જતું રહેવાનું.કોઈ માટે કોયડો બની રહેવાનું,ભલેને એ આખી જિંદગી ઉકેલતું રહે કેમ?"માલિનીએ પ્રશ્નોનો મારો ચલાવતા કહ્યું.

"ના ડિયર,એવું કશુજ નથી. વન્સ અગેન સોરી."આકૃતિએ માલિનીની માફી માંગી.

"બહુ મોટી આવી સોરી કહેવા વાળી.એબ્રોર્ડ ભણી આવી એટલે ફોન નંબર પણ બદલી નાખ્યો? બોલ બીજું,શું કરે છે?મજામાં? મેરેજ થઈ ગયા એમને?"માલિનીએ આકૃતિને પૂછ્યું.

"મજામાં છું, મેરેજ થઈ ગયા અને ચાર વર્ષનો બાબો પણ છે. રુહાન નામ રાખ્યું છે.તું તારા વિશે જણાવ."આકૃતિએ વાત આગળ વધારતા પૂછ્યું.

"મેરેજ તો મારા પણ થઈ ગયા અને એક નાની ઢીંગલી પણ છે.વામા નામ રાખ્યું છે.છે ને મસ્ત નામ?"માલિનીએ ખુશ થતા પૂછ્યું.

"અદભુત! તને મારા નંબર ક્યાંથી મળ્યો?
હું તો કોઈ સોશિયલ નેટવર્કની સાઈટ પર નથી કે કોઈ સ્કૂલ કે કોલેજ ફ્રેન્ડના સંપર્કમાં પણ નથી,તો તને મારા નંબર મળ્યા ક્યાંથી ?"આકૃતિએ ચિંતા સ્વરે માલિનીને પૂછ્યું.

"મારા જીજાજી પાસેથી.મતલબ તારા હસ્બન્ડ પાસેથી.એમના પ્રોફાઈલ પર તારો અને એમનો ફોટો રાખેલ છે.યોગાનુયોગએ મારા કઝીન બ્રધરના કોન્ટેક્ટમાં છે."માલિનિએ કહ્યું.

" ઓહહો,તો એમ વાત છે.બીજું કોણ કોણ છે તારા કોન્ટેક્ટમાં.બીજી બધી આપણી સ્કુલ ફ્રેન્ડસ શું કરે ?છે તો દરેક મજામાંને?"આકૃતિએ માલિનીને પોતાની ફ્રેન્ડસનાં ખબર અંતર પૂછ્યા.

"અરે બધા મજામાં છે.અને એ લોકો બધા મારા કોન્ટેક્ટમાં પણ છે.નિકિતા,રાધિકા,મોનાલી,સુરેખા,અવંતી,સુકૃતી, રીના,વિનાલી, પ્રિયા,સ્નેહલ,પૂર્વી.એન્ડ બોયઝમાં રોહન,આયુષ,પુરાણ,કૌશલ,અભી,ચૈતન્ય,આકાશ,સોહમ, વિશાલ,જયદીપ,અવિનાશ અને બીજા પણ."માલિનીએ આકૃતિને જણાવતા કહ્યું.

માલિનીને વચ્ચેથી બોલતી અટકાવતા",માલિની,હું તને પછી ફોન કરું.રુહાન બૂમ પાડે છે.કદાચ રુહાનને ભૂખ લાગી હશે બાય સી યુ."આકૃતિએ માલિનીને કહ્યું.

"બાય ટેક કેર ડીયર"માલિનીએ ફોન રાખતા કહ્યું.

આકૃતિએ ફોન મૂકી દીધો.સ્વસ્થતા કેળવતા રુહાન પાસે ગઈ.રુહાન એની ધૂનમાં રમી રહ્યો હતો.આકૃતિ રુહાનને જોઇને જાણે બીજી જ દુનિયામાં જતી રહી.

"શું કરે માય લિટલ બેબી?હું તારી જોડે બેટ બોલ રમુ?" આકૃતિએ રુહાનની સાથે રમવા હાથ લંબાવ્યો.

"ઓકે મમ્માં.આ બોલ લઈ તમે સામે છેડે જતા રહો અને ત્યાંથી બોલિંગ કરો."નાનકડા રુહાને આકૃતિને સમજાવતા કહ્યું

"ઓકે મિસ્ટર રુહાન"કહી આકૃતિ બોલિંગ કરે છે.બન્ને ખાસ્સો સમય સુધી રમ્યા.બસ હવે,રુહાન.મમ્મા થાકી ગઈ,થોડીવાર બેસવા દે."આકૃતિએ થાકેલા અવાજે કહ્યું.

થોડીવાર સુધી આકૃતિ સોફામાં બેસી રહી.સત્તર પર રાખેલ એ.સી.પણ તેના પરસેવાને રોકી શકતું નહતુ.મોમ શું થયું તમને?રુહાન આકૃતિને હાથ પકડી હલાવતા કહ્યું.

"શું થયું તમને આકૃતિ મેડમ?કેમ આટલા પરસેવે રેબઝેબ છો?તમારી તબિયત તો ઠીક છે ને?"રુહાનનો અવાજ સંભાળી કંચનબેન રસોડામાંથી બહાર આવ્યા.આકૃતિનાં કપાળ પર હાથ રાખતા જોયું.

"ના...ના મને કશુજ નથી થયું.એમજ બેચેની જેવું ફિલ થાય છે. હમણાં સારું થઈ જશે.તમે એક કામ કરો.મને મસ્ત કૉફી બનાવી આપો.અને હું રુમમાં જાઉં છું આરામ માટે,થોડીવાર આરામ કરીશ એટલે સારું થઈ જશે. રુહાનને જમાડી લેજો."કંચનબેનને આટલું કહી આકૃતિ પોતાના બેડરૂમમાં જવા લાગી

"જી મેડમ,તમે રુહાન બાબાની ચિંતા ના કરો.તમે આરામ કરો હું હમણાં જ કૉફી બનાવી તમને આપી જાઉં"કંચનબેનએ આજ્ઞાનું પાલન કરતા જવાબ આપ્યો.

આકૃતિ પોતાના બેડરૂમમાં જઈ.પલંગ પર લંબાવ્યું,એના શરીરને તો કદાચ શાંતિ જણાતી હતી પણ એનું મન જાણે અશાંત હતું.ફરી પલંગ પરથી ઊભી થઈ બાલ્કનીમાં રાખેલી ઇઝિ ચેરમાં બેસીને આંખો બંધ કરી.પોતાની આંખો આગળ પોતાનો ભૂતકાળ તરી આવ્યો.કોઈના નામ માત્રથી આટલો ફર્ક?બસ એક જ નામ.

અવિનાશ.....અવિનાશ અગરવાલ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED