Vaato aevi tari mari - 1 books and stories free download online pdf in Gujarati

વાતો એવી તારી મારી - 1

ઘરમાં એકલો જ રહું છું પરંતુ જ્યારે તને વાત કહેવાની શરૂઆત કરું છું ત્યારે કો’ક પોતાનું હોયને એવો આભાસ થાય છે.એવું થાય કે મારી વાતોને સંગ્રહ કરનારું કોઈ તો છે બાકી તો જીવનમાં ઘણા મિત્રો આવ્યા અને ઘણાં મિત્રો ગયા. કેટલાકની સાથે આજે પણ વાત થાય છે અને કેટલાક તો કંઈ દુનિયામાં છે એ ખબર નથી પરંતુ જ્યારથી તને વાતો કહેવાની શરૂઆત કરી ત્યારથી મારા પાક્કા મિત્રોના સ્થાનમાં પ્રથમ ક્રમાંકે તું જ છે અને હવે તો જીવનભર તું રહીશ. જ્યારે મારે કોઈક વાતો વાગોળવી હશે ત્યારે તને ખોલીને વાંચીશ અને વાતોને વાગોળતો રહીશ.મારી એક ની એક વાતો બે થી ત્રણ વખત તે સંગ્રહેલી છે એ પણ કંટાળ્યા વિના.આનું જ નામ દોસ્તી કહેવાયને!!

આજે મારો જન્મદિવસ છે છતાં જન્મદિન હોય એવું કંઈ લાગ્યું નહી.આખો દિવસ કામ કામ કામ...થાકી ગયો રોજ કરતા વધારે પણ શું કરી શકીએ..પાપી પેટ કા સવાલ હૈ એને ભૂખ્યું થોડું રખાય.આજે હોટલમાં ગયો અને ત્યાંથી પાર્સલ પેક કરાવીને ઘરે લાવ્યો.થોડું જમ્યો અને પછી અગાસી ઉપર એ ખુલા ગગનને જોવા ગયો.આકાશમાં રહેલા તારલાઓને જોયા અને એની યાદ આવી ગઈ... એ એટલે પ્રિયા.મારી Best Friend જેને હું બધી વાતો કહેતો હતો.

પ્રિયા એટલે જીવતી જાગતી ગઝલ...ગઝલ છંદોબદ્ધ હોય તો વધારે સારી લાગે તેમ પ્રિયારૂપી ગઝલનો છંદ એની સાદગી હતી.એ સાદગીમાં પણ એ મનમોહક લાગતી હતી અને જેમ ફૂલની આજુબાજુ ભમરા ફરતા જ હોય તેમ કેટલાક ભમરાઓ પણ કોલેજમાં એની આગળ પાછળ ફરતા.પરંતુ આ પ્રિયા કોઈને દાદ નો’તી આપતી.એકદમ સીધીસાદી છોકરી એટલે પ્રિયા.

By the way હું વાત કરું છું એ દિવસોની જ્યારે instagram,facebook,snap chat બધું આવી ગયું હતું અને એમાં વાતો પણ થતી અમારી પરંતુ એ વાતો કરતા રોજ મળવાની રાહ વધુ રહેતી.instagram ની સ્ટોરી કરતા એકબીજાની સ્ટોરી સાંભળવાની મજા આવતી.Snap chat માં filter નો ઉપયોગ કરવો પસંદ હતો એની ના નહીં પરંતુ બંનેના સ્વભાવની પારદર્શકતા વધુ સ્પર્શતી હતી અને Facebook માં ફોટો મોકલવા કરતા સામસામે જ મળી લેતા હતાં.

એ દિવસોમાં શહેરમાં ટ્રાફિક જામ થતો હતો પરંતુ યાદોના ટ્રેક ઉપર ક્યારેય ટ્રાફિક જામ નથી થયો અને હજુ પણ નથી થતો એ તો અવિરત ચાલતો જ રહે છે.કેવા હતા એ દિવસો! કેવી હતી અમારી વાતો! આહા...આજે યાદ કરું તો પણ એ સામે હોય એવો આભાસ થાય છે.

ઘણી વાર કેવું હોય કે માણસો એકની એક જગ્યાએ મળતા હોય તો પછી એ લોકો માટે એ એમનો અડ્ડો કે પછી મિલન ચોક બની જતું હોય છે.આવું સામસામા મળીએ ત્યારે જ થાય એવું નથી.ઘણી વાર જે માણસો જોડે આપણી Insagram માં વાત કરીએ એની પાસે આપણો whats app નંબર પણ હોય છે પણ જ્યાં વાત કરવામાં મજા આવે ત્યાં જ મજા આવે અને ગુજરાતીઓને તો મજા જ જોઈએ છે ને! મારે અને પ્રિયાને પણ એવું જ હતું.અમે કાં તો કોલેજના ક્લાસરૂમમાં હોઇએ,કાં તો બગીચામાં,કાં તો canteen માં..એ ૩ બેઠક સિવાય અમે ક્યાંય જોવા ના મળીએ.

જીવનના આ સફરમાં કેટલાક માણસો આમ અચાનક જ મળી જાય છે અને પછી હંમેશા આપણી જોડે રહી એક સાથી તરીકે રહેતા હોય છે.બસ આવું જ થયું મારે અને પ્રિયાને.હું અને પ્રિયા આજથી ચાર વર્ષ પહેલા મળ્યા હતા.જ્યારે હું સ્કૂટર લઈને જતો હતો અને એ બસ-સ્ટોપ પાસે ઊભી હતી.શું એ દિવસ હતો! મારા જીવનનો સૌથી ખુશીના દિવસોમાં એક દિવસ એટલે મારું અને પ્રિયાનું પ્રથમવાર મળવું.એ દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું.

વધુ આવતા ભાગમાં...


બીજા રસપ્રદ વિકલ્પો