tu ane taro prem books and stories free download online pdf in Gujarati

તું અને તારો પ્રેમ

એક મેહુલ નામનો છોકરો હોય છે. જે કોલેજમાં અભ્યાસ કરતો હતો. અને સાથે સાથે બેંકમાં પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. એ જ્યારે નાનો હતો ત્યારે એના પિતા કારના ડ્રાઈવર તરીકે જોબ કરતા હતાં. તે એકવાર બહારગામ ગયા હતાં ત્યાં એના પિતાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. અને એના મમ્મી એને જન્મ આપી મૃત્યુ પામ્યાં હતાં. એટલે એ એના દાદી ભેગો રહેતો હતો.

ઘરમાં બીજું કોઈ હતું નહીં જે કામ કરી શકે અને ઘરનું ગુજરાન ચલાવી શકે એટલા માટે મેહુલ કોલેજમાં ભણતો અને પાર્ટટાઈમ બેંકમાં કામ પણ કરતો હતો.

એકવાર એની કોલેજમાં મહત્વનું લેકચર હતું એટલા માટે એ લેકચર એટેન્ડ કરતો હતો અને એ લેકચર લાંબો ચાલ્યો એટલે એને બેંકે જવામાં મોડું થઈ ગયું. લેકચર પૂરો થાય છે. પાર્કિંગમાં રહેલી એની બાઈક કાઢી બેંકે જાય છે. તે બેંકના દરવાજાની અંદર પ્રવેશે છે ત્યાંતો એક છોકરી પસાર થતી હોય છે. મેહુલ ઉતાવળમાં હતો એટલે મેહુલથી એ છોકરીને ધક્કો લાગી જાય છે. એ છોકરીના હાથમાં રહેલી ફાઈલ નીચે પડી જાય છે. મેહુલએ એની ફાઈલ ઉપાડીને આપે છે.

" ઓહ સોરી , હું જરા ઉતાવરમાં હતો એટલે તમારી ફાઈલ પડી ગઈ " મેહુલે એ છોકરીને કહ્યું

" ના ના ઈટ્સ ઓકે, આવી ભૂલ તો થયા કરે, એમાં કાઈ સોરી ન કહેવાનું હોય તમે કાઈ ચાઈ કરીને તો ધક્કો નથી માર્યો " એ છોકરી મેહુલને જવાબ આપતા કહે છે

એમ કહી એ છોકરી ત્યાંથી ચાલી જાય છે. મેહુલ પણ એના ટેબલ ઉપર જાય છે. મેહુલ એમ વિચારતો હોય છે કે આ છોકરી કેવી સંસ્કારી છે કે મારાથી ભૂલથી એને ધક્કો લાગી ગયો છતા પણ કાંઈ ન બોલી આની જગ્યાએ બીજી કોઈ છોકરી હોતતો મને બે-ત્રણ સંભરાવી દીધી હોત.

ત્યાંતો મેનેજર આવે છે " કા ભાઈ કેમ આવવામાં મોડું થયું "

" સર એમા એવું હતું કે આજે કોલેજમાં મહત્વનો લેકચર હતો અને એ લેકચર લાંબો ચાલ્યો, પાછું આ લેકચર મૂકીને તો આવી ન શકાય એટલા માટે મોડું થઈ ગયુ " મેહુલે મેનેજરને કહ્યું

" હા બરોબર પણ બીજીવાર ધ્યાન રાખજે મોડું ન થાય "

" હા સર ચોક્કસ , બીજીવાર મોડું નઈ થાય "

મેનેજર ત્યાંથી ચાલ્યો જાય છે. મેહુલ પણ એનું કામ કરવા લાગે છે. એમ એમ સાંજ પડી જાય છે. મેહુલ બેંકેથી છૂટીને ઘરે જાય છે.

મેહુલ ઘરે પહોંંચે છે. ત્યાંજ દરવાજા પાસે એના દાદી ઊભા હોય છે " શું થયું મેહુલ આજનો દિવસ કેવો ગયો અને સવારે કહેતો હતો એ મહત્વનો લેકચર કેવો ગયો " દાદી મેહુલને કહે છે

" શુ વાત કરું દાદી આજેતો બવ મોડું થઈ ગયું, તમને સવારે વાત કરી એ લેકચર હતો એટલે એ લેકચર લાંબો ચાલ્યો એવામાં મને મોડું થઈ ગયું, હું કોલેજમાંથી ઝડપથી બહાર આવ્યો અને બેંકે જાવા નીકળ્યો હું બેન્કેતો પહોંચી ગયો પણ બેન્કમાંથી બહાર આવતી એક છોકરીને મારાથી ભૂલથી ધક્કો લાગી ગયો એના હાથમાં રહેલી ફાઈલ નીચે પડી ગઈ "

મેહુલ એની દાદીને કહે છે

" એ છોકરીએ તને કાંઈ ન કહ્યું , આગળ શું થયું "

" હા મેં ફાઈલ ઉંચકીને આપી અને સોરી કહ્યું પણ એ છોકરી એટલી સંસ્કારી હતી કે એને કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે ચાઈકરીને ધક્કોતો નથી માર્યો , અને સોરી કહેવાની જરૂર નથી "

" એવું થયું ચાલ હવે જમીલે , સવારનો ભૂખ્યો છો ભૂખ પણ લાગી હશે... "

"હા બવ જ ભૂખ લાગી છે , તમે ટેબલ ઉપર જમવાનું કાધો એટલી વારમાં હું સ્નાન કરતો આવું છુંં "

" હા હા તું સ્નાન કરતો આવ એટલી વારમાં હું જમવાનું કાધુ છુંં "

મેહુલ સ્નાન કરીને જમવા બેસે છે. જમીને એ એના રૂમમાં જઈને લેપટોપમાં કામ કરતો હોય છે. એમ એમ રાત પડી જાય છે. એ કામ પૂરું કરીને બહારના રૂમમાં આવે છે જોવે છેતો એના દાદી ઘરમાં હોતા નથી એ આખા ઘરમાં શોધે છે છતાં પણ મળતા નથી. તે ત્યારે રાડ પાડે છે " દાદી તમે ક્યાં છો "

ઉપર અગાસી પર બેઠેલા દાદીએ કહ્યું કે " મેહુલ હું ઉપર બેઠી છુંં , ઉપર આવીજા "

મેહુલ અગાસી પર જાય છે. " દાદી તમે અહીં બેઠા છો , મેં તો આખું ઘર જોયું પણ ન મળ્યા "

" આ જો રસોઈ કરીને નવરી થઈ એટલે આયા અગાસી પર બેઠી છુંં , એવો ટાઢો પવન આવે છે એની સામે એસી પણ મુકીયે તો એ પણ ટૂંકી પડે "

" હા સાચી વાત છે , એસી પણ ટૂંકી પડે એવો પવન આવે છે , હું કામ કરીને થાકયો છુંં થોડીવાર અહીં બેસું છુંં "

" અત્યારે ઘરમાં બેસવા કરતા , અહીં જ બેસાય "

સવાર થાય છે મેહુલ એ કોલેજે જાય છે. એ પોતાની કોલેજ પુરી કરીને કોલેજના ગેટ પાસે ઉભો હોય છે. કોલેજની સામે એક મહિલા હોસ્ટેલ છે. ત્યાંથી કાલવાળી છોકરી મહિલા હોસ્ટેલમાંથી નીકળે છે. મેહુલની નજર એ છોકરી પડે છે. એ મનોમન વિચારે છે આતો કાલવાળી છોકરી છે. ચાલ એની પાસે જાવ.

એને બેંકે જાવાની થોડીવાળ હોય છે એટલે એ પેલી છોકરી પાસે જાય છે.

" ગુડમોર્નિંગ કાલની વાત માટે સોરી હો એ ભૂલથી થઈ ગયું હતું " મેહુલએ તે છોકરીને કહે છે

" મેતો તને કાલનો માફ કરી દીધો " છોકરી જવાબ આપતા કહે છે

" તમે તમારું નામ કહી શકો છો "

" પણ તમારે મારા નામનું શુ કામ છે , મારુ નામ ધારા છે "

" હું તને પ્રેમ કરું છુંં , આઈ લવ યુ "

" એવુંતો શુ જોઈ ગયો કે તું મને પ્રેમ કરસ "

" તમારા સંસ્કાર ખૂબ જ સારા છે , કાલે આપણે મળ્યા હતાં ત્યાં જ મને પ્રેમ થઈ ગયો હતો પણ આ ઉતાવરના કારણે હું તમને કહી ન શક્યો "

" અત્યારે આ વધુ મુક આપણે કઈ એવી જગ્યાએ જાયે જ્યાં આપણે બેસીને વાત કરીયે "

મેહુલ અને ધારા બને નજીકના રેસ્ટોરન્ટમાં જાય છે. વેઈટર " મારી માટે બે ચા લેતો આવ "

" શુ તમે મને ખરેખર પ્રેમ કરો છો , જો ખરેખર કરતા હોય તોજ કહેજો "

" હા હું તમને સાચા મનથી પ્રેમ કરું છુંં "

" હા હું એક વાત જણાવીશતો તમે મને પ્રેમ નહીં કરો , જો હજુ પણ કહું છુંં કે પ્રેમ ન કરતા હોયતો રહેવા દયો પછી પાછળથી ફળતા નહીં "

" હા ચોક્કસ હું નહીં ફરું કારણકે હું તને સાચા મનથી પ્રેમ કરું છુંં "

" હા તો સાંભરી લ્યો હું અંધ છુંં મને દેખાતું નથી , એ મારી આ કમી ચાલશે "

" તમને આંખે નથી દેખાતુ , પણ જે હોય તો પણ હું તને પ્રેમ કરું છુંં "

" તમે કોઈ બીજા સાથે લગ્ન કરી લ્યો , મારી જેવી અંધ છોકરી સાથે કેમ કરો છો "

" જ્યા ખરેખર સાચો પ્રેમ કરતા હોય ત્યાં એની ખામી ન જોવાની હોય એના મનને જોવાનું હોય છે , પણ મને તો ખબર જ ન પડી કે તમે જોઈ નથી શકતા એનું કારણ શું... "

" હા સામેવાળા લોકોને એમ જ થાય છે કે આ જોઈ શકે છે પણ હું ખરેખર જોઈ નથી શકતી , અને મારી છઠ્ઠી ઈન્દ્રી એવી સ્ટ્રોંગ છે કે કોઈ પણ કામ કરી શકું છુંં "

" ઓહ ગજબ છો , તમને તો સલામ છે "

" ચાલો હું નીકળું છુંં આ છે મારા નંબર એની ઉપર તમે ફોન કરી શકો છો "

" હા ચોક્કસ , હવે સાંજે મળીશું "

" સાંજે , સાંજે હું નહીં આવી શકું મારે થોડું કામ છે "

" ok કાંઈ વાંધો નહીં "

એમ કહી એ પણ ચાયલી જાય છે. અને બેંકનો સમય પણ થઈ ગયો હોય છે એટલે મેહુલ પણ બેંકે જવા માટે નીકળે છે. મેહુલ બેંકે જાઈને પોતાનું કામ પૂરું કરી પછી ઘરે જાય છે. એ દિવસે થોડું કામ હતું એટલે આવવામાં મોડું થઈ ગયું હતું.

એ જમે છે અને બહાર જાય છે ત્યાંતો અંધારું થઈ ગયું હોય છે. એને વિચાર આવે છે કે કાલે કેવો સરસ મજાનો પવન આવતો હતો જાણે આપણે એસીમાં કેમ બેઠા હોય એતો અગાસી પર જાય છે. એ પાળી ઉપર બેસે છે. અને ખરેખર એવો પવન આવતો હતો એની સામે એસી પણ ટુંકી પડે અને પાછુંં એસી કરતા આ કુદરતી પવન સારું જને આનાથી CFC પણ નીકળે નહીં...

ત્યાં એના એના ફોનની ટુન વાગે છે. એ ફોન જોવે છે એના ફોનમાં મેસેજ આવ્યો હોય છે ત્યાંતો એને ધારાનું યાદ આવે છે એટલે એ તરત ધારાના નંબર કાઢે છે. એ પોતાના મોબાઈલમાં ધારાના નંબર ડાયલ કરે છે પણ સામે છેડેથી ધારા ફોન ઉપાડતી નથી. એ બીજીવાળ ફોન કરે પણ ત્યારે પણ એ ફોન ઉપાડતી નથી. હવે એ વિચારે છે કે એ વ્યસ્ત હશે એટલે ફોન ઉપાડતી નઈ હોય...

ત્યાં બાજુમાં જુના ગીત વાગતા હોય છે એ ગીત મેહુલના કાને પડે છે એ ગીત સાંભરી મેહુલ બોલી ઉઠે છે " વાહ શુ ગીત છે "

હવે એને વિચાર આવે છેકે આપણે આવા જુના ગીત ફોનમાં સાંભરીતો કેવું સારું જેથી આપણું મગજ પણ ફ્રેશ થઈ જાય. એ ફોનમાં ગીત લખે છે અને પછી એ ગીત સાંભરતો હોય છે એક પછી એક જુના ગીત સાંભરતો હોય છે આ ગીતનો અવાજ સાંભરી મેહુલના દાદી ઉપર આવે છે...

" વાહ બેટા વાહ જુના ગીત ઘણા સમય પછી સાંભર્યા હો " મેહુલના દાદી મેહુલને કહે છે

" હા દાદી આ ગીત સાંભરી મગજ ફ્રેસ થઈ જાય છે "

" હા બિલકુલ આ જુના ગીતની વાત જ અલગ છે , એના એક એક શબ્દ સાંભરવા જેવા હોય છે જેને ખરેખર જીવનમાં ઉતારવા જેવા હોય છે , પણ તને નવા ગીત સાંભરવાના બદલે આ જુના ગીત કેમ સાંભરસ??? "

" ના એમાં એવું છે કે હું થોડો થાકયો હતો એટલે ઉપર આવીને બેઠો હતો એટલે ક્યાકથી જુના ગીત વાગ્યા એ હું સાંભરી ગયો એ ગીત મને ગમ્યો એટલે મેં ફોનમાં વગાડવાના શરૂ કર્યા "

" ઓહ એવું છે , અત્યારના ગીતમાં કોણ જાણે શુ ગાય છે એજ ખબર નથી પડતી??? "

" હા સાચી વાત પણ ગમે છે "

મેહુલ અને દાદીએ બન્ને પવનની મજા લેતા લેતા ગીત સાંભરતા હતાં. એની પણ મજા કઈક અલગ હતી. ત્યાં ફોનની રિંગ વાગે છે મેહુલ જોવે છેતો ધારનો ફોન હોય છે એ ફોન કેવી રીતે ઉપાડે એના દાદી બાજુમાં જ હતાં એ નીચે જઈને વાત કરવાનું વિચારે છે. એ હજુ નીચે જાતો જ હોય છે ત્યારે કુકરની સીટી વાગે છે.

" ઓહ ખીચડી થઈ ગઈ હશે , એતો હું ભૂલી જ ગઈ " એમ કહી મેહુલના દાદી નીચે ચાલ્યા જાય છે અને મેહુલનું પણ કામ થઈ જાય છે.

એ ફોન ઉપાડે એ પહેલા ધારાનો ફોન કપાય જાય છે. એ ફરીથી ફોન લગાડે છે ત્યારે સામે છેડેથી ધારા ફોન ઉપાડે છે...

" કેમ ફોન ન ઉપાડ્યો? "

" એમા એવું હતું કે મારા દાદી મારી સાથે હતાં એમની હાજરીમાં ફોનતો ઉપડાય નહીં, એટલા માટે નીચે જઈને ઉપાડુ એ પહેલાં ફોન કપાઈ ગયો "

" એમ એવું છે "

" તને હું ક્યુનો ફોન કરું છુંં કેમ નથી ઉપાડતી? "

" એમા એવુ છે!!! કે મારો ફોન સાઈલેન્ટ ઉપર હતો , મારી બહેનપરી કહેતી હતી કે કોઈ અંજાણ નંબર ઉપરથી ફોન આવ્યો છે એટલે મને ખબર હતી કે તારો જ હશે એટલે અત્યારે ફોન કર્યો "

" ઓહ એમ છે હું તને કયુનો યાદ કરું છુંં તને હું ક્યારે મળી શકું કાલે કોલેજમાં રજા મૂકું "

" ના ના કાલે હું સવારે નથી એટલે આપણે સાંજે મળીશું હું તમને ફોન કરીશ "

" હા કાઈ વાંધો નઈ "

" ઓકે આપણે કાલે મળીશું ચાલ હું ફોન મૂકું છુંં "

એમ કહી બંને ફોન મૂકે છે.

મેહુલ નીચે જાય છે. ત્યાં એના દાદી એને પીછે છે " કોણો ફોન હતો? "

" કઈ નહી મારા મિત્રનો હતો "

મેહુલ જમીને સુઈ જાય છે. હવે સવાર પડે છે એટલે એ કોલેજે જાય છે એના મનમાં ધારાને મળવાનો જ વિચાર આવતો હતો જેમ તેમ કરી એયે કોલેજ પૂર્ણ કરી. પછી બેંકે પોતાના કામમાં વળગી ગયો પણ સમય પસાર જ થતો ન હતો. જ્યારે આપણે જરૂર હોય ત્યારે સમય પસાર નથી થતો અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે સમય પસાર થતો હોય છે.

જેમ તેમ કરી સાંજ પડે છે. ધારાએ કહ્યું હતું કે હું ફોન કરીશ એટલે મેહુલ ધારાના ફોનની રાહ જોતો હોય છે. સાંજ પડી ગઈ હોય છે અંધારું પણ થવા આવ્યો હોય છે મેહુલ પણ બેંકેથી છૂટી ગયો હતો. હવે એતો ઘરેતો જઈ ન શકે કારણકે એને ધારા ભેગુ બાહર જાવાનું હતું. ઘણા સમય રાહ જોઈ પણ ફોન આવ્યો નહીં એ બહાર બાકડા પર બેઠો હતો.

એના ફોનની રિંગ વાગે છે જોવે છેતો ધારાનો ફોન હોય છે. એ ફોન ઉપાડે છે...

" હેલો મેહુલ હું દરિયા કિનારે છુંં અહીં આવી જા "

" હા હું થોડીવાળ માજ આવું છુંં "

એ ઝડપથી દરિયા કિનારે જાય છે એ ધારાની શોધમાં હોય છે. તેને ધારા મળે છે.

" ઓહહ તું અહીં બેઠી છો , હું ક્યુનો તને શોધતો હતો "

" હા મારે અહીં થોડું કામ હતું એટલે તને પણ અહીં જ બોલાવી લીધો "

એ બને દરિયા કિનારે બેસીને કુદરતી માહોલનો આનંદ માણતા હતાં. મેહુલ દરિયાને જોઈ શકતો હતો પણ ધારા જોઈ નહોતી શકતી પણ એહસાસ કરી શકતી હતી.

ત્યારે ધારાએ મસ્તી મસ્તીમા પૂછી લીધું " તારો શોખ શુ છે "

મેહુલ કહે છે " મારો શોખ ગીત સાંભરવાનો અને ગાવાનો છે "

" ઓહહ સરસ તને ગીત ગાતા પણ આવડે છે જરી ગાઈને બતાવ "

મેહુક ધારાને ગીત ગાયને બતાવે છે એ ખૂબ જ સરસ રીતે ગાતો હતો જાને એ પ્રોફેશનલ સિંગર હોય એવી રીતે.

" ખૂબ સરસ તમે ગાઉ છો , તને ગીત ગાવાનો વિચાર કેવી રીતે આવ્યો "

" મારા દાદી એ જુના ગીતના શોખીન એટલે એ ગીત સાંભરતા હોય છે એટલે હું પણ સાંભરતો હોવ છુંં સાથે સાથે ગીત પણ ગાતો જાઉં છુંં "

" ઓહહ એમ છે તારા મમ્મી-પપ્પા ક્યાં રહે છે? "

" મારા મમ્મી-પપ્પા નથી "

" કેમ શુ થયું? "

" હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા ડ્રાઈવર હતાં એમનું એક્સીડેન્ટ થતા મૃત્યુ થયું અને મમ્મી આપીને ગુજરી ગયા હતાં "

ધારાને એમ થાય છે કે આને ખોટું પુછાય ગયું એને બીજા વિષય ઉપર લઈ જાવો પડશે.

" એમ તારા દાદી ભેગો રેસ , તોતો બધી ફરજ તારા ઉપર હશેને "

" હા બિલકુલ કોલેજમાં પણ જાવ છું અને સાથે સાથે બેન્કમાં જોબ પણ કરુ છું , હવે ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તને ભૂખ પણ લાગી હશેને અને હું પણ ભૂખ્યો જ છું "

" કેમ બપોરે નથી જમયા? "

" ના ના હું બેંકેથી છૂટીને ખાઉ છું , ચાલ હવે જઈએ "

એ બંને રેસ્ટોરેન્ટમા જઈને જમે છે. ત્યારે બને જમતા જમતા વાત કરતા હોય છે.

" મને દેખાતુ નથી એટલે ચાલશેને , કોઈ પણ વાંધો હોયતો કહેજે હો " ધારા મેહુલને કહે છે

" ના ના વાહલી હું તને પ્રેમ કરુ , પ્રેમમાં એ ન જોવાનુ હોય , હા આપણે થોડા સમયમા તારા આંખનો ઓપરેશન કરાવીશું "

" પણ એ માટે કોઈ ડોનર જોઈએ કોઈ દાન કરેતો થાય "

" અરે તું કેમ મુંજાસ કોઈ નહીં આપેતો હું આપી દઈશ "

મેહુલ મસ્તી મસ્તીમા કહેતો હોય છે. એ બને જમીને મેહુલના ઘરે જાય છે. ત્યાં એના દાદી આ છોકરીને જોઈને કહે છે.

" આ કોણ છે " દાદી મેહુલને કહે છે

" મારી ફ્રેન્ડ છે "

એ બને થોડીવાર બેસે છે ત્યાર બાદ મેહુલ ધારાને એની હોસ્ટેલે મુકવા જાય છે. મેહુલ ધારાને મૂકી ઘરે આવે છે.

એના દાદી વિચારતા હોઈ છે કે આ છોકરી વિશે માહિતી લેવાનું પણ પૂછતાં નથી.

એમ એમ એક મહિના જેવો સમય વીતી જાય છે. મેહુલ અને ધારા બને સાથે રહેવા લાગ્યા હતાં ક્યાંક ફરવા જાય કે કોઈ રેસ્ટોરન્ટમાં જાય જાને બને પરણિત હોય એવી રીતે. હવે મેહુલ વિચારે છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈ એના માટે મારે આ વાત દાદીને કરવી પડશે.

મેહુલ એના દાદીને તમામ વાત કહે છે મેહુલને લાગી રહ્યું હતું કે દાદી આ વાતથી સંતોષ નથી. એના દાદી કહે છે.

" હું તારા માટે બીજી છોકરી ગોતિસ પણ અંધ છોકરી સાથે લગ્ન નહીં જ કરવા દઉં "

" પણ શું વાંધો છે એ અંધ છે એજને પણ એના સંસ્કાર કેવા સારા છે એની એ જ વાત મને ગમે છે એ આપણા ઘરને સારી રીતે સાચવશે "

" પણ એ અંધ છે એટલે કઈ રીતે કામ કરશે , પાછુંં હું થોડા સમય માટે જ છું મારું કોઈ નક્કી નથી ક્યારે મારુ મૃત્યુ થાય એટલા માટે તારી માટે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરાવીશ "

" ના ના જો હું કોઈની સાથે લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ બીજા કોઈની સાથે નહીં કરું "

મેહુલ પણ એકનો બે નથી થતો એના દાદી પણ એમની વાત પર મક્કમ હોય છે.

મેહુલને આખી રાત નીંદર આવતી નથી એ એક જ વિચારમાં હોય છે દાદી શા માટે ના પાડે છે મેં મારા જીવન દરમિયાન એક જ વાર કઈક માંગ કરી એમાં પણ ના પાડે છે.

બીજા દિવસે સવારે એ કોલેજે જાતો હોય છે એ ત્યારે દાદી કેમ ના પાડે છે એના જ વિચારમાં હોય છે એની ગાડી 70 થી 80ની સ્પીડથી ચાલતી હોય છે મેહુલનો ધ્યાન હોતું નથી ત્યાંતો મેહુલ એક ટ્રક સાથે અથડાય છે એનું એક્સીડેન્ટ થાય છે.

એનું બાઈક ઉલડીને બીજા છેડે પડે છે એ પણ રોડ ઉપર ઉલડીને પડે છે એને ખૂબ જ લાગ્યું હોય છે લોહી પણ વહી રહ્યું હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો એની આજુ બાજુ ભેગા થઈ જાય છે એમાંથી એક વ્યક્તિ વાત કરે છે.

" અરે આનેતો ખૂબ જ લાગ્યુ છે , લોહી પણ વહી રહ્યું છે કોઈક એમ્બ્યુલન્સને ફોન કરો નકર આનું અહીં જ પૂરું થઈ જાશે... "

ત્યાં રહેલ એક વ્યક્તિ એમ્બ્યુલન્સને ફોન કરે છે થોડીવારમાં એમ્બ્યુલન્સ આવે છે એમાંથી ડૉક્ટર જોવે છે એની શ્વાસ ચાલુ હોય છે એને ઝડપથી હોસ્પિટલ લઈ જાય છે. એ હોસ્પિટલ પહોંચે છે ત્યાંતો મેહુલનું મૃત્યુ થાય છે. ડૉક્ટર એના ડોક્યુમેન્ટ માંથી એના દાદીને અને ધારાને ફોન કરે છે.

એના દાદી અને ધારા બંને હોસ્પિટલ આવે છે. ધારા અને એના દાદી બને રડતા હોય છે. ત્યારે ડૉક્ટર આવીને કહે છે કે તમે કોઈ વસ્તુ દાન કરવા માંગતા હોય તો દાન કરી શકો છો એમને ધારાનું યાદ આવે છે. એ મેહુલની આંખ ધારાને આપી એનું ઓપરેશન કરાવે છે.

ધારાનું ઓપરેશન સફળતા પૂર્વક સમાપ્ત થાય છે એ મેહુલના દાદીને કહે છે " હું મારા ઘરે મળવા જાવ છુંં " એમ કહી એ ઘરે જાય છે.

બીજી બાજુ મેહુલને પોસ્ટમોટમ માટે લઈ જતા હોય છે ત્યારે રૂમમાં લઈ જઈને તૈયારી કરતા હોય છે ત્યાંતો મેહુલને જીવ આવે છે ત્યાં રહેલ ડૉક્ટર બીય જાય. ડૉક્ટર રૂમમાંથી બહાર નીકળી જાય છે. થોડી વાર પછી ડૉક્ટર જોવે છેતો ખરેખર મેહુલને જીવ આવ્યો હોય છે.

મેહુલની સારવાર કરવામાં આવે છે થોડા દિવસોમાં એ સાજો થઈ જાય છે. પણ હવે મેહુલ જોઈ શકતો નથી. બેંકનું કામ પણ મુકીદે છે.

ધારાએ વાતથી અંજાણ હતી કે મેહુલ જીવતો છે. એ પોતાના ઘરેથી જઈને પાછી આવે છે એ પોતે પોતાનું જીવન પહેલા કરતા વધુ સારી રીતે જીવતી હતી કારણકે એ હવે જોઈ શકતી હતી.

એને એમ જ હતું કે મેહુલ મરી ગયો છે થોડા દિવસો સુધી મેહુલને યાદ કરે છે પણ થોડા સમય પછી મેહુલને યાદ કરવાનું ભૂલી જાય છે એ પોતાના કામમાં વયસ્થ થઈ જાય છે.

ધારા રજાના દિવસોમાં ઘરે જાય છે ઘરના બધા કહેતા હોય છે કે હવે તું ઉંમર લાયક થઈ છો હવે તારે લગ્ન કરી લેવા જોઈએ એટલે એ લગ્ન કરી લે છે. અને એજ શહેરમાં રહેતી હતી જ્યાં મેહુલ રહેતો હતો.

પણ મેહુલ હજુ પણ એની યાદમાં ડૂબ્યો રહેતો હતો. એ ધારાને એની હોસ્ટેલમાં અને એ જ્યાં કામ કરતી હતી ત્યાં શોધે છે છતા પણ ધારાની કોઈ માહિતી મળતી નથી. મેહુલ વધુ નિરાશ થાય છે.

એમ એમ પાંચ વર્ષ પસાર થઈ જાય છે ધારા પણ પોતાના લગ્ન જીવનમાં ખુશ હોઈ છે અને એક બાજુ મેહુલ ધારાની શોધમાં હોય છે. રેસની અંદર ઘણા પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળે એવી સ્થિતિ મેહુલની હતી એ ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એને ધારા મળી નહીં.

હવે મેહુલ પણ ધારાને ભૂલવા લાગ્યો હતો હવેતો ઈશ્વર જ ધારા અને મેહુલને ભેગા કરી શકે. હવે મેહુલ ગીત ગાય શકતો હતો એટલે એક હોટેલમાં ગીત ગાવાનું શરૂ કરે છે. એ હોટેલમાં નાના મોટા ગીત ગાતો હોઈ છે.

એકવાર ધારા એના પતિને કહે છે ચાલોને આપણે ઘણા સમયથી બહાર ખાવા ગયા નથી, ચાલો જઈએ એ બન્ને એ હોટેલમાં જમવા જાય છે. એ લોકો જમતા હોય છે ત્યારે મેહુલ ગીત ગાતો હોઈ છે.

ધારા આ અવાજ સાંભરે છે એને આ અવાજ ક્યાંક સાંભરેલો હોય એવું લાગે છે એ ધ્યાન દઈને સાંભરે છે એને યાદ આવે છે કે આતો મેહુલ છે એનોજ અવાજ છે. ત્યાં એના પતિના ફોનની રિંગ વાગે છે એ ફોન ઉપાડે છે.

ધારાનો પતિ " બોલો શેઠ શું કામ છે "

શેઠ " મેહુલ ઓફિસે આવ તારે એક મિટિંગ કરવાની છે એ કરીશ "

" હા ચોક્કસ હું આવુ છું "

એમ કહી ફોન મૂકે છે

" ધારા મારે મિટિંગ કરવાની છે એમાં મારે જવું પડે છે હું જાવ છું , તું ધરે વયી જાઈશને " ધરાનો પતિ કહે છે

" હા હું વયી જાઈસ "

ધારાનો પતિ ત્યાંથી ઓફીસે વયો જાય છે. ગીત પૂરું થાય છે ધારા મેહુલ પાસે જાય છે

" તમારું નામ મેહુલ છે " ધારા મેહુલને કહે છે

" હા મારુ નામ મેહુલ છે તમને કઈ રીતે ખબર પડી "

" હા હું ધારા છું "

" ઓહહ ધારા "

એટલું કહીને બન્ને એક બીજાને વળગી જાય છે. એ બન્ને નકકી કરે છે કે એ જ્યાં પહેલીવાર મળ્યા હતાં ત્યાં જાવાનું.

કુદરત કેવો ખેલ રમી રહ્યો હતો. જ્યારે મેહુલ ધારાને જોઈ શકતી હતી ત્યારે ધારા એને જોઈ શકતી ન હતી , અને જ્યારે ધારા મેહુલને જોઈ શકે છે ત્યારે મેહુલ ધારાને જોઈ નથી શકતો.

એ બને રસ્તો ક્રોસ કરતા હોય છે. ત્યારે એ બંનેને એક ટ્રક ટક્કર મારે છે ત્યાંજ મેહુલ અને ધારાનું મૃત્યુ થાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો