પ્રેમ હદ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રેમ હદ - 1


"બોલ... બહુ દિવસ થઈ ગયા, કોઈ કોલ પણ નહિ, મેસેજ પણ નહિ!" શ્રેયાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર સામે રહેલ જીતને કહ્યું.

"હા, પણ કોલ કરવાનો હવે કોઈ મતલબ પણ તો નહિ ને..." જીતે એવી રીતે કહ્યું જાણે કે શ્રેયાએ કોઈ મોટો અપરાધ જ ના કરી દિધો હોય!

"અચ્છા... હા હવે! બોલ તો કોલ કેમ કર્યો?!" જાણે કે હવે શ્રેયા પણ નારાજ થઈ રહી હતી.

"યાદ છે, તારી કાકાની છોકરી... શું નામ હતું?!" જીતે યાદ કરવા માટે ટાઈમ લીધો તો સામેથી શ્રેયા તુરંત જ બોલી ગઈ - "પ્રિયા! હા, તો પ્રિયાનું શું?!"

"કઈ નહિ... આપને બધા તે દિવસે સાથે જ હતા ને..." જીતે જાણે કે હોઠ પર આવી ગયેલી કોઈ વાત દિલમાં જ દબાવી દીધી.

"હા... એ દિવસે આપને બધા સાથે જ હતા! હા તો શું પણ?!" શ્રેયાએ પૂછ્યું.

"કઈ નહિ..." જીતે એક નિશ્વાસ સાથે કહ્યું.

"શું કઈ નહીં... તને એની યાદ આવે છે એમ કહી દે ને!" શ્રેયાએ એવું જ કહ્યું જે એ સિચવેશનમાં કોઈ પણ હોત તો કહેત!

"એક્સક્યુઝ મી! એવું કઈ જ નહિ, ઓકે!" જીતે થોડું ગુસ્સે થતાં કહ્યું.

"બસ તો કેમ એનાં વિશે પૂછે છે?!" શ્રેયાએ પૂછ્યું.

"કઈ જ નહિ યાર... એ તો હું તને યાદ કરાવતો હતો કે એ દિવસે તારે મને કઈક કહેવું હતું ને?!" જીતે કહ્યું.

"ઓહ તો યાદ છે, તને હજી!" શ્રેયાને આશ્ચર્ય અને સંતોષ બંને થયો.

"જ્યાં ચોરી હતી એનાથી થોડે દૂર આપને ત્રણ બેઠાં હતાં... ત્યારે જ તે મને કહેલું કે તારે કઈક જરૂરી મને કહેવું છે... હમણાં કહી દે ને!" જીતે લગભગ કરગરતા જ કહી દીધું!

"જો મારા લગ્ન થવાના છે... હવે હું તને એ નહિ કહી શકું!" શ્રેયાના અવાજમાં ભીનાશ હતી.

"ઓ પાગલ! મેરેજ તો મારા પણ થવાના જ છે ને! તારે મને કહેવું જ પડશે!" જીતે એક અલગ જ હકથી કહ્યું.

"અરે પણ યાર... પ્લીઝ, એકવાર આપના લગ્ન થઈ જાય, એ પછી હું તને જાતે જ કહી દઈશ!" શ્રેયાએ લગભગ રડતાં જ કહ્યું.

"ઓ પાગલ! મેરેજ પછી કહીશ તો એમ પણ કોઈ મતલબ નહિ! હમણાં જ બોલ! આજે જ અને અત્યારે જ!" જીતે ભારપૂર્વક કહ્યું.

"અરે યાર! જો તું પ્લીઝ! જીદ ના કર! કહીશ પછી તને હું!" શ્રેયાએ કહ્યું.

"જો તું મને જ્યાં સુધી આ વાત નહિ કહે, હું લગ્ન નહિ કરું!" જીતે કહી જ દીધું!

"કઈ જ વાંધો નહિ! એમ પણ વાતનું કોઈ જ મહત્વ નહિ... મારા તો લગ્ન થઈ જ જવાના છે ને! હું મારા લગ્ન થઈ જાય ત્યારે તને કહી દઈશ! તારા લગ્ન થોડા લેટ થશે!" શ્રેયાએ કહ્યું.

"ઓ પાગલ! હું તારા પણ લગ્ન નહિ થવા દેવાનો! હું ખુદ પણ નહિ પરણવાનો અને નહિ તને પરણવા દઉં!" જીતે કહ્યું.

"ઓ, પણ કેમ યાર?! ત્યારે પરિસ્થિતિ જુદી હતી, યાર! તું કેમ નહિ સમજતો! આપને બંને કુંવારા હતા!" શ્રેયાએ આંસુઓ સારતા કહ્યું.

"ઓય! પરિસ્થિતિ હજી પણ એવી જ છે! આપની બસ સગાઈ જ નક્કી થઈ છે, આપને હજી પણ કુંવારા જ છીએ!" જીતે લગભગ કરગરતા જ કહ્યું.

"જો હું તને નહિ કહી શકું!" શ્રેયાએ કહ્યું.

"કેટલી નજીક છે તું મારાથી! તો પણ તારાથી એક વાત નહિ કહેવાતી! ક્યારે પણ ખુદને મારી ફ્રેન્ડ ગણાવતી ના! આવી ફ્રેન્ડ..." જીતે અફસોસ જાહેર કર્યો!

"કહું છું... આપને બંને બહુ જ નજીક છું, અને ફ્રેન્ડ તો હું તારી છું, હતી અને હંમેશાં રહીશ જ!" શ્રેયાએ કહ્યું.

"બોલ તો..." જીતે કહ્યું, જાણે કે કોઈ એ સ્વર્ગની ચાવી એણે ના આપી દીધી હોય એમ એણે લાગી રહ્યું હતું! બસ થોડા જ સમયમાં એ સ્વર્ગનાં તાળાને પણ ખોલવાનો હતો!

વધુ આવતા અંકે...