કહાની અબ તક: શ્રેયાને જીત કોલ કરે છે. એ એને કોઈ વાત યાદ અપાવે છે. શ્રેયા એ વાતને યાદ કરતા રડી પડે છે. એ જીતને સમજવા માગે છે કે હવે હમણાં બંનેની સગાઈ તો થઈ જ ગઈ છે તો હવે તો એ વાતનું કોઈ જ મૂલ્ય નહી. તો પણ જીત તો જીદ કરે છે. પોતે શ્રેયા એનાથી આટલી નજીક હોવા છત્તા એણે વાત નહી કહેતી એનો એ બહુ જ અફસોસ કરે છે. આખરે શ્રેયા એણે વાત કહેવા માની જ જાય છે. જીતને તો જાણે કે સ્વર્ગની ચાવી જ ના મળી ગઈ હોય. થોડી વારમાં એ હવે એ સ્વર્ગને ખોલવાનો પણ હતો...
હવે આગળ: "આઈ લવ યુ! આઈ જસ્ટ લવ યુ, જીત!" આખરે શ્રેયાએ કહી જ દીધું જે કેટલાય સમયથી એણે કહેવું હતું!
"આઈ લવ યુ, ટુ!" જીતે કઈ પણ વિચાર કર્યા વિના બસ કહી જ દીધું!
"ઓ! તું પણ મને લવ કરે છે!" શ્રેયાએ કહ્યું.
"હા, તો એટલે જ તો તને આટલું પૂછ પૂછ કરતો હતો કે એ વાત કહી દે! પ્યાર હતો તો પણ કેમ તું કહેતી નહોતી?!" જીતે પૂછ્યું.
"અરે યાર, આપના બંનેના લગ્ન નિશ્ચિત થઈ ગયા છે, હવે અત્યારે આ વાતનું કોઈ જ મહત્વ નહિ!" શ્રેયાએ રડતાં રડતાં કહ્યું.
"છે મહત્વ તો હજી આ વાતનું એટલું જ છે!" જીતે કહ્યું તો એની પણ આંખો કોરી ના જ રહી શકી!
"જો તું પણ મને લવ કરતો જ હતો તો તેં કેમ મને ના કહ્યું?!" શ્રેયાએ પૂછ્યું.
"અરે તને શું, મેં તો તારી મમ્મી ને જ સીધી આપના લગ્ન ની વાત કરી હતી!" જીતે કહ્યું.
"ઓહો હો! ક્યારે?! કેવી રીતે?!" શ્રેયા બોલી પડી.
"અરે, મેં મારી મમ્મીને કહી જ દીધેલું કે હું લગ્ન કરીશ તો બસ તારી સાથે જ! મારી મમ્મીએ મારી સામે જ તારી મમ્મીને કોલ પણ કર્યો હતો, તારી મમ્મીએ તો એમ કહ્યું તો શ્રેયા તો જીતને નહિ પસંદ કરે!" જીતે કહ્યું તો જાણે કે શ્રેયાના માથા પર કોઈએ પહાડ મૂકી દીધો હોય!
"અરે! પણ એ એવું કેવી રીતે કહી શકે! આઈ લવ યુ!" શ્રેયા બોલી પડી.
"એમને એવું કેમ કહ્યું એ તો તને ખબર, પણ એ જ દિવસે તારી પેલી કાકાની છોકરી પ્રિયા સાથે મારા લગ્ન મમ્મીએ નિશ્ચિત કરી દીધાં... તારા સંબંધમાં હશે તો તું જોવા તો મળીશ એમ વિચારી મેં પણ હા કહી જ દીધી!" જીતે કહ્યું.
"તને ખબર છે, જો તેં આમ જીદ કરીને આ વાત ના કહેવડાવી હોત તો હું તો હંમેશાં તને ધોકેબાજ જ સમજી લેત!" શ્રેયાએ કહ્યું.
"જલ્દી તારી મમ્મીને પૂછીને મને કોલ બેક કર... હજી સગાઈ જ થઈ છે, લગ્ન નહિ થયા!" આંસુઓ લૂછતાં જીતે કહ્યું.
આણંદની એ ક્ષણમાં શ્રેયા બસ "હમમ..." જ બોલી શકી!
🔵🔵🔵🔵🔵
"આ બધું જ પ્રિયાએ કર્યું છે... મમ્મીને પ્રિયાએ જ કહેલું કે જીતને હું નહિ પસંદ કરું!" શ્રેયા કોલ પર જ રડી રહી હતી.
"કાલે જ અમે લોકો તારી સાથે લગ્નની વાત માટે આવીએ છીએ..." જીતે મક્કમતાથી કહ્યું.
"અરે આ રવિવારે આવજો... ત્યાં સુધી હું બધાને આ વાત સમજવી શકું અને પેલા છોકરા સાથે લગ્ન માટે ના કહી શકું!" શ્રેયાએ કહ્યું.
"તેં પેલા દિવસે જ મને કહી દીધું હોત તો!" જીતે કહ્યું.
"અરે, પ્રિયા ત્યાં જ હતી! એ થોડી વાર ક્યાંક ગઈ હોત તો કહી જ દેત!" શ્રેયાએ કહ્યું.
"મને તો અંદરથી ફિલિંગ આવતી હતી કે તું મને લવ કરે જ છે! અને પેલા દિવસે પણ તારે મને એ જ વાત કહેવાની હશે! એટલે જ તો મેં તને એ વાત કહેવા આટલું દબાણ આપ્યું!" જીતે કહ્યું.
"મને લાગતું તો હતું જ કે પ્રિયા પણ તને પ્યાર કરવા લાગી છે... એટલે જ તો લગ્નમાં તારી સાથે જ રહેતી હતી!" શ્રેયાએ કહ્યું.
"શું ખબર જેમ તું એનાં જવાનો વેટ કરતી હોય એમ એ પણ તારા જવાના ઇન્તજારમાં હોય!" જીતે શક્યતા વ્યક્ત કરી.
"તું છું જ એટલો મસ્ત કે કોઈનું પણ દિલ જીતી લે..." શ્રેયાએ કહ્યું.
"અરે, આ જીત તારી આગળ જ હાર્યો છે!" જીતે કહ્યું તો બંને હસી પડ્યા!
(સમાપ્ત)