સૌમ્યા હાંફળી ફાંફળી પથારી માં સફાળી બેઠી થઈ. પોતાના જ રૂમમાં હોવા છતાં અજાણ્યું લાગ્યું આ અસ્તવ્યસ્ત પોપકોર્ન, કપડાં, સેન્ડલ, કાંચકો બધું જ આમ જોઈ પહેલાં તો ડઘાઈ ગઈ. પોતાના મોં પર હાથ ફેરવવા લાગી થોડીવાર મગજ ઘુમરી ખાય ગયું. આખી પરસેવે રેબઝેબ, ફટાફટ ઉભીથઇ પહેલા તો અરીસામાં જોયું પછી હાશકારો અનુભવતા શ્વાસ જરા નીચે બેઠો. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ફટાફટ મલ્હાર ને કોલ કર્યો
હેલ્લો... મેરી જાન. સામે છેડેથી જવાબ આપતા મલ્હાર બોલ્યો. સૌમ્યા નાં અવાજમાં એક ડર ભય નો ઉલ્લેખ હતો. મલ્હારે ફરી પુછ્યું, શું થયું? શ્વાસને નીચે મૂકી વાત કર બકા. 'તું'...તું... આટલી બધી કેમ ડરી ગઈ છે. (સહાનુભૂતિ દર્શાવવાની જગ્યાએ અટ્ટહાસ્ય કરતાં) મલ્હારે કહ્યું ને ખુદ હસવા માંડ્યો.
સૌમ્યા થોડી શાંતિ અનુભવતા, વાતની શરૂઆત કરતાં કહ્યું તને ખબર છે આપડે ઝોમ્બિ બની બધાં ને બહુ હેરાન કર્યા ને પેલો અર્જૂન ને તો મેં પકડી ને... આટલું બોલે છે ત્યાં તો મલ્હાર વચ્ચે જ અટકાવતા પૂછ્યું શું વાત કરે છે ? તને કંઈ થયું છે ? હું ઘરે આવું છું. પછી બધી વાત કરજે. ઓ. કે.
થોડી જ વારમાં બેલ રણકી. બેલ વાગતાં જ સૌમ્યા એ દરવાજો ખોલ્યો. મલ્હાર ને હગ કરી બોલી મને તો લાગે છે આપડે કેટલાં દિવસ થી નથી મળીયા. શું થયું છે તને ફોન માં પણ કંઈક વિચિત્ર વર્તન હતું તારું તો હું ચાલ તને સુવડાવી દવ. મલ્હારે થોડી વાર માથે હાથ ફેરવ્યો ત્યાં તો સૌમ્યા ફરી થી સુઈ ગઈ.
---------------------------------------------------------------------
અર્જુન ટ્રેનિંગ પર હતો. તે સંધ્યાને મળવા જાય તે પહેલાં જ એક રાત્રે અચાનક ભૂકંપ થવાથી પર્વતો પર ભૂસ્ખલન થયું. જ્યાં સંધ્યા રહેતી હતી તે જગ્યા બરફ નીચે ડટાઈ ગઈ. આ ટ્રેનિંગ કેમ્પ સુધી રેસ્ક્યું ટીમ ને પહોંચતા 2 દિવસ લાગે તેમ હતું. તેથી ટ્રેનિંગ લેતા યુવાનોને રેસ્ક્યુ કરવા માટે મોકલવામાં આવ્યા. અને સંધ્યા રહેતી હતી ત્યાં જ રેસ્કયું કરવા ગયા. અર્જુને પણ સંધ્યાની ચિંતામાં હતો. પરંતુ પોતાની ફરજ બજાવતો હતો પરંતુ જ્યારે અર્જુન બરફ માટી વગેરે ખોદી તો તેને કોઈ છોકરી નો હાથ નજરે પડ્યો. અર્જુને તેને બરફ માંથી બહાર કાઢી અને જોયું તો એ સંધ્યા હતી. તે ભાંગી પડ્યો. તેને એમ થયું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ. પરંતુ તેણે પોતાના દેશ પ્રત્યેની ફરજ નિભાવવાનું નક્કી કર્યું. ત્યારથી જ તે આવો કઠોર થઈ ગયો. તેણે મનોમન કહ્યું કે જે પણ થાય આજ પછી કયારેય કોઇ ને પ્રેમ નહીં કરું. પ્રેમ શબ્દ તેની જિંદગી માંથી જ નીકળી ગયો. તે દિવસ પછી આજ દિન સુધી તેણે કોઈ છોકરી સામે નજર ઉઠાવીને જોયું નથી.
પરંતુ હવે વાત એ હતી કે તેની પાસે વેક્સિન તો હતી પરંતુ તે આપવી કઈ રીતે !? અર્જુને રુદ્ર અને સુવર્ણાને શીખવવા પ્રયત્ન કર્યો પરંતુ વ્યર્થ. સુવર્ણાને તો ડર જ એટલો લાગતો હતો કે ડરની મારી કંઈ જ સમજી શકી નહીં.
અર્જુને નક્કી કર્યું કે પહેલા રુદ્ર અને સુવર્ણાને બહાર કાઢવા પડશે. અર્જુને રુદ્રને એક પિસ્તોલ આપી અને કહ્યું કે જ્યારે તારો જીવ જોખમમાં હોય ત્યારે જ તેનો ઉપયોગ કરજો. રુદ્રને સ્ટોરરૂમ સુધી પહોંચવું હતું. પરંતુ ઘણા ઝોમ્બીઓ રસ્તામાં વિઘ્ન બની ઉભા હતા. તેમણે એક ઉપાય કર્યો કે તેઓ ઝોમ્બી તરીકે નાટક કરીને તોઓની વચ્ચે થી ચાલ્યા જશે. સુવર્ણા પાસે તેના પર્સમાં મેકઅપનો સામાન હતો જ ત્રણે જણાએ ઝોમ્બી જેવો હુબહુ મેકઅપ કર્યો. ઝોમ્બીની જેમ ઝોમ્બીઓ સાથે ચાલવા લાગ્યા.
એટલામાં સ્ટોરરૂમની બાજુમાં એક માણસ ઉભો હતો, તેમણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં કપડાં પહેરેલાં હતાં. જે ઝોમબી જેવોતો દેખાતો ન હતો. છતાં ઝોમ્બીઓ વચ્ચે ફરતો જોયો. ઝોમ્બીઓ તેને કંઈ પણ નહોતા કરી રહ્યા.
રુદ્રનો ક્રોધ સાતવા આસમાને પહોંચી ગયો, નક્કી આજ માણસે કોલ્ડ્રિંક્સમાં કંઈક ભેળવ્યુ હશે. આમ વિચારી તે પોતે ઝોમ્બી સ્વરૂપમાં છે તે ભૂલી ને પકડવા દોટ મૂકી. ત્યારે એક ઝોમ્બી તેનાં પર અટેક કરી થોડી ઈજા પહોંચાડે છે. તેઓ નાટક કરતા કરતા સ્ટોરરૂમ સુધી પહોંચી જાય છે. સ્ટોરરૂમા પ્રવેશી રૂમનો દરવાજો બંધ કરી, દરવાજા પાછળ થોડો સામાન મૂક્યો જેથી દરવાજો બહારથી ધક્કો મારી ખૂલી ન શકે. એક દોરડા ને બાંધીને એક છેડો બારી માંથી નીચે ફેંક્યો જેથી તેઓ દોરડાને પકડી ને બારી માંથી નીચે ઉતરી ગયા.
રુદ્રને ઝોમ્બીઓ દ્વારા જે જખમ થયો હતો તેનો ઈલાજ કરાવવા હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરો તે જખમ પરથી તે ઈલાજ માટે એક્સ્પીરિમેન્ટ કરે છે. અને તેને વેક્સિન આપે છે. અને તે ઈલાજથી રુદ્ર સાજો થઈ જાય છે એટલે કમાન્ડો ફોર્સ સાથે જેગવાર બધા જાય છે. ઝોમ્બીને પકડવાનો પ્લાન બનાવવામાં આવે છે. તેઓ નક્કી કરે છે કે પહેલા આખી બિલ્ડિંગમાં ફાયર ઈમરજન્સીના માધ્યમથી ક્લોરોફોર્મ ફેલાવી બધાં ઝોમ્બીઓને બેહોશ કરી દેવામાં આવશે. ત્યાર બાદ પીપીઈ કીટ પહેરી કમાન્ડોઝ તેમને એમ્બ્યુલન્સમાં લઈ જઈ એક એવા હોલ મા પુરી જેમાંથી કોઈ બહાર ન નીકળી શકે
ક્રમશ:
આગળ શું થશે જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "જેગ્વાર" સાથે આગળનો ભાગ ખૂબ જ જલ્દી પ્રકાશિત કરવામાં આવશે.
વાર્તા વાંચીને પ્રતિભાવ આપતાં રહો તે બદલ હું આપની ખુબ ખુબ આભારી છું.🙏