Take a look ... books and stories free download online pdf in Gujarati

નજર નજર માં...

આ ઘટનાને લગભગ એક દાયકો થઇ ગયો પણ આજે પણ જ્યારે એને યાદ કરીએ તો મન લાગણીથી છલકાઇ ઊઠે છે. અને એક જ વિચાર આવે કે શું એ પણ યાદ કરતી હશે ? એ સમયે રેહાન દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. અને એક વખત ટ્રેન સફર દરમિયાન તે ઘરે થી તો વેકેશનની માજા માણવા નીકળયો હતો પણ તેનું મન બીજે ક્યાંક જ હતું. હા તમે જે સમજો છો તે જ તેનું એક છોકરી પર તેનું દિલ આવી ગયું હતું. નામ હતું એનું આરાધના. આરાધના પણ દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી તેનું પણ વેકેશન શરુ થયું હતું. તો હવે આપણે વધીશુ, રેહાન તેના પરિવાર સાથે વૅકેશન માં તેના અંકલ-આંટી નાં ઘરે જતો હતો. પરંતુ વેકેશન નો માહોલ હતો ભીડ તો રેહવાની જ રેલવે સ્ટેશન પર ભીડ હતી, રેહાનના પપ્પા ટિકિટ લેવા ગયા હતા અને બીજી બાજુ રેહાન ભીડ વચ્ચે ઉભો હતો એટલામાં જ તેની નજર ભીડ ની વચ્ચે રહેલી આરાધના પર પડી. તેને જોતા જ રેહાન તો બીજી જ દુનિયા માં પહોંચી ગયો હતો. જાણે કોઈ છે જ નહિ ખાલી એ અને આરાધના જ છે બાકી બધું જ ભૂલી ગયો હતો. થોડી વાર માં તેના પપ્પા ટિકિટ લઈને આવ્યા પછી રેહાન તેના પરિવાર સાથે ટ્રેનમાં ચડ્યો. પછી શું સફર ચાલુ થયો હતો પણ રેહાન ના મન માં એક જ વિચાર આવ્યા કરતા હતા કે તે છોકરી કોણ હતી જેને જોઈ તે ખોવાઈ ગયો હતો. તે ટ્રેન માં ઉપર ની સીટ પર બેઠો હતો એટલા માં તો તેની નજર સામે ગઈ, ટ્રેન માં જારી લાગેલી હોય છે તો આરપાર જોઈ શકીયે સામે જ વ્યક્તિ હતી તેને જોઈને રેહાન ના હૃદયના ધબકારા વધી ગયા હતા. તમે જે વિચારો છો તેજ વ્યક્તિ હતી, કહેવાય છે ને કે ક્યારે કોને કોણ મળી જાય કઈ ખબર નહિ એવી જ રીતે સામે આરાધના હતી પણ તેનું ધ્યાન ન હતું તે મસ્ત તેની ધૂન માં ખોવાયેલી હતી પણ આ બાજુ રેહાન ની નજર આરાધના પર જ હતી તેની સાથે વાત કરવા માંગતો હતો પણ કેવી રીતે એ ખબર ન હતી. ટ્રેન નો સફર ચાલુ જ હતો આરાધના પણ તેના પરિવાર સાથે હતી તે તેના મોબાઈલ પર ગીતો સાંભળતી હતી તેનું ધ્યાન ન હતું, પણ રેહાન તો તેને જોવા માં જ વ્યસ્ત હતો. નીચે મમ્મી પપ્પા હતા તો આરાધના સાથે વાત પણ કઈ રીતે કરવી. બીજી તરફ આરાધના કઈ ભાવ નહોતી આપી રહી. ક્યારે મારી તરફ જોવે તેની રાહ માં જ રેહાન સુઈ ગયો હતો અને તને મન માં એવું હતું કે હવે આરાધના ને તેની સામે નહીં જોવે. પણ તેના ઊંઘ્યાં પછી બન્યું એવું કે તમે જે નહોતું વિચાર્યું કે નહિ રેહાને વિચાર્યું, બન્યું એવું કે આરાધના ની નજર સુતેલા રેહાન પર પડી અને તેની સાથે પણ એવુ જ થયું જેવું રેહાનની સાથે થયું હતું. રેહાનને જોઈ આરાધના ના મનમાં અચાનક જ ગીતો ગુંજવા લાગ્યા, પેહલા નશા.. પેહલા ખુમાર.. નયા પ્યાર હૈ.. નયા ઇંતઝાર... બસ પછી શું આરાધના તેનાં જ વિચારો માં ખોવાયેલી હતી. ત્યાં તો થોડી વાર માં રેહાન ની આંખ ખુલી પરંતુ કહેવાય છે ને કે જે છોકરી તમને પ્રેમ કરવા લાગે ત્યારે આવી હરકત વારંવાર કરશે, હરકત એ કે દરેક સમયે તેની નજર હંમેશા તમારાં પર જ હોય છે પણ જયારે તમે તેને જોશો તો એ પોતાની નજર ફેરવી નાખશે. એવું જ બન્યું રેહાને આરાધનાની સામે નજર કે આરાધના એ પોતાની નજર રેહાન પર થી ફેરવી લીધી. રેહાન ને ક્યાં ખબર હતી કે આરાધના નો પણ હાલ તેના જેવો જ છે, રેહાન આરાધનાની સામે જોવે છે થોડી વાર પછી આરાધના એ રેહાન સામે નજર કરી તો રેહાન ની નજર પણ તેની સામે જ હતી બંને ની નજર મળતા બંને ના મન માં ગીત ગુંજી ઉઠ્યું, કુછ તો હુઆ હૈ.. કુછ હો ગયા હૈ...

હવે તો રેહાનની સાથે આરાધના ના મન પણ એક સવાલ હતો કે હું સામેથી કેવી રીતે વાત કરું. અને એક સવાલ સતાવતો હતો કે, કેમ કરી સમજાવુ કે હું તેને પ્રેમ કરવા લાગ્યો છું એને પણ એ પાગલને કોણ સમજાવે. બંને ના મનમાં ડર પણ હતો કારણ કે બંને લોકો પરિવાર સાથે હતા. આ ઉંમર જ એવી છે જેમાં કોઈ પણ છોકરી હોય કે છોકરો હોય આકર્ષાય જાય છે. પછી શું રેહાન તેની સામે જોવે ત્યારે આરાધના પોતાની નજર હટાવી લે છે. જયારે આરાધના રેહાન ની સામે જોવે ત્યારે રેહાન પોતાની નજર નીચે કરી લે છે આવી રીતે થોડીક વાર ચાલી રહ્યું હતું એટલા માં ફરી બંને ની નજર એ બીજા સાથે મળી તો બંને એક બીજા માં ખોવાય ગયા... બંને ને ખબર હતી કે આપણે એક બીજા ના નસીબ માં નથી તો પણ બંને લોકો પોતાની નજર - નજર થી એક બીજા સાથે વાત કરતા હતા આવી જ રીતે સમય ક્યાં પસાર થયો કોઈને ખબર જ ન રહી. થોડીક દૂર જ રેલવે સ્ટેશન આવવાની તૈયારી હતી ત્યારે રેહાનના પપ્પાએ રેહાન ને સુઈ ગયો છે ઉઠાડવા માટે બોલાવ્યો તો રેહાન ઉઠી ગયેલો હતો પછી તેના પપ્પાએ તેને કહ્યું કે થોડી વાર માં સ્ટેશન આવી જશે હવે સૂતો નહિ આ વાત રેહાન સાંભળતા જ મન ને મનમાં ઉદાસ થયો અને વિચારતો હતો કે મને ખબર હતી કે આરાધના તેની ન થઈ શકે પરંતુ મને તો પણ તેની સાથે પ્રેમ થઈ ગયો, બીજી બાજુ આરાધના આ વાત સાંભળી ગઈ હતી ત્યારે તેને ખબર પડી કે તે છોકરા નું નામ રેહાન હતું, પણ તે પોતાના મનમાં ગૂંચવાયેલી હતી એને પણ મૂંઝવણ થતી હતી કે હવે તે રેહાન ને ફરી ક્યારે મળશે, ક્યાં મળશે.. આ વિચાર માં જ રેલવે સ્ટેશન આવી ગયું હતું અને રેહાન તેના પરિવાર સાથે ટ્રેન માંથી નીચ ઉતાર્યો અને જોયું તો આરાધના ટ્રેનમાં જ હતી કારણ કે આરાધનાને બીજા શહેર માં જવાનું હતું પણ રેહાન તેની રાહ જોતો રહ્યો પણ આરાધના નો આવી. રેહાન તેના પરિવાર સાથે તેના અંકલ ના ઘરે જતો રહ્યો અને તે આવ્યો હતો વેકેશન ની મજા કરવા પણ તેને મળી ગઈ હતી આરાધના અને આખું વેકેશન એને એ જ વિચાર આવ્યા કરતા હતા કે હવે ક્યારે મળીશું. હવે જયારે પણ રેહાન ટ્રેનમાં બેશે છે ત્યારે આરાધના ને જરૂર યાદ કરે છે અને એક જ વાત વિચારે છે કે શું આરાધના પણ તેને યાદ કરતી હશે.. કોઈ અજનબી જયારે દિલમાં વસી જાય છે ના જાને કેમ પછી તે ખુબ જ યાદ આવે છે અને કેટલું પણ ભૂલવાનો પ્રયત્નો કરી તો પણ તે ચહેરો ભુલાતો જ નથી...

બીજા રસપ્રદ વિકલ્પો