મૃગજળ. - ભાગ - ૧૩ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ. - ભાગ - ૧૩


લગ્ન રાતનું હતું માટે મોસાળાની વિધિ સાંજે જ પતાવી દેવામાં આવી.
રાત થઈ ચૂકી હતી અને હવે જાનનો આવાનો સમય થઈ ચૂક્યો હતો માટે હું અને મારા બીજા ભાઈઓ રાહુલભાઇ ના ઘરે જઈ કપડાં પહેરી તૈયાર થઈને લગ્ન સ્થળે ઉપસ્થિત થઈ ગયા.
તેજસને કામ વધારે હોવાથી એને તૈયાર થવાનો સમય નહોતો મળ્યો, માટે હું એને આવીને તૈયાર કરી રહ્યો હતો.તેજસ ને શેરવાની પહેરાવ્યા બાદ હું એને મોજડી પહેરવા માટે બીજા રૂમ માં લાવ્યો જ્યાં મોજડી મૂકી હતી. હું તેજસ ને મોજડી પહેરવી રહ્યો હતો ત્યાં કિન્નરી અને એની મમ્મી પણ હતા. મેં તેજસ ને મઝાક માં કહ્યું ' સાડી માં અમુક લોકો બો ભંગાર લાગે નય,' તેજસ પણ સાંભળ્યાં બાદ હસવા લાગ્યો. મારો આં ડાયલોગ કિન્નરી ના મમ્મીએ સાંભળી લીધો.
એમણે ગુસ્સામાં કિન્નરી ને કહ્યું.
" તું અંદર જા," એમણે કહ્યું.
" સાસુમાં તો ભડકી ઉઠયાં," મેં તેજસ ના કાનમાં ધીમે રહીને કહ્યું.
આ સાંભળી તેજસ પણ મુસકાવા લાગ્યો.
થોડીવાર બાદ જાનના આવવાનાં સમાચાર સંભળાયા. ડીજે વાગી રહ્યું હતું અને ડીજેના તાલે જાનૈયાઓ નાચી રહ્યા હતા. હું અને મારા અન્ય ભાઈઓ પણ ડીજે માં મારી સાથે નાચવા જોડાયા. અમે બધા ખૂબ નાખ્યાં. બનેવી ને પણ સાળાઓએ ઘોડા ઉપરથી ઉતારી એમને પણ નચાવ્યા. બધા નાચી નાચીને થાકી ગયા હતા. નાચવાનું પત્યા બાદ જાનૈયા ઓને જમવા તેડવા માં આવ્યા.
જાનૈયાઓને ભરપેટ જમાડવામાં આવ્યા. જમણવાર અને બીજી બધી રસમ પત્યા બાદ લગ્ન લેવડાવવામાં આવ્યા. બ્રાહ્મણ ના મંત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા અને લગ્નની વિધિ શરૂ થઈ ચૂકી હતી.
મારા મન માં વિચાર આવી રહ્યો હતો કે હું પણ આજ ચોરી માં કિન્નરી સાથે ફેરા ફરી લઉં તો કેવી મઝા આવે પણ આં માત્ર ખ્વાબ જ હતું.
હું,તેજસ અને રાહુલભાઇ એક બાજુ ખૂણા માં ઉભા રહી લગ્નની વિધિ જોઈ રહ્યા હતા. કિન્નરી ઘરના દરવાજા માં ઊભી રહી મને નિહાળી રહી હતી.
રાહુલભાઈ એ જોયું કે કિન્નરી દરવાજા માં ઊભી છે, તો એમણે કિન્નરી ને સંભળાય એ રીતે કહ્યું.
" લોકો ભાઈ ભાઈઓમાં ફૂટ પાડવાની કોશિશ કરે છે પણ એ એટલું સરળ નથી," એમણે કહ્યું.
આ સાંભળી કિન્નરી કઈ પણ બોલી નહિ અને એણે મારા ઉપર થી એની નજરો હટાવી લીધી. હું પણ રાહુલભાઇ ને કોઈ દલીલ કરી શક્યો નહિ.
થોડીવાર બાદ મને પેટમાં ફરી દુઃખાવો ઊભો થયો અને ઊલટીઓ થવા લાગી. રાહુલભાઈ મને તરત એમના ઘરે આરામ કરવા માટે લઈ ગયા. મારી દવાઓ પણ એમના ત્યાં જ મૂકી હતી. દવા લીધા બાદ મે આરામ કરવાનું વિચાર્યું.
ઘણા સમય સુધી કિન્નરી એ મને લગ્ન માં ન જોતાં એણે મને ફોન કર્યો. હું આરામ કરી રહ્યો હતો પણ મે એનો ફોન આવેલો જોતા મે ફોન ઉપાડ્યો.
"હેલો," મે ધીમા અવાજે કહ્યું.
" ક્યાં છો યાર અહીંયા આવોને, હું અને તેજસ જોડે બેઠા છે તમે પણ આવોને તો સાથે બેસીને વાત કરીએ," એને કહ્યું.
" મને ઉલ્ટીઓ થાય છે માટે હું ફોઈ ના ત્યાં આરામ કરી રહ્યો છું, મને સારું લાગશે ત્યારે હું આવીશ," મે કહ્યું.
" અરે યાર હું આપના બન્ને ને સમય આપવા માંગુ છું અને એક તમે છે કે દૂર દૂર ભાગી રહ્યા છો," કિન્નરી એ નિરાશ થતાં કહ્યું.
"હું શું કરું ? લાગે છે નસીબ જ સાથ નથી આપી રહ્યું. તબિયત ના ખરાબ હોત, તો હું હમણાં તમારે પાસે હોત," મેં કહ્યું.
" સારું પણ જલ્દી આવજો," કિન્નરી એ કહ્યું.
" જેવું મને થોડું સારું લાગશે એટલે હું આવી જઈશ," મે કહ્યું.
હું જ્યારે લગ્નમાં પહોંચ્યો ત્યારે લગ્નની વિધિ સમાપ્ત થઈ ચૂકી હતી હવે માત્ર વિદાય જ બાકી હતી. તબિયત ખરાબ હોવાને કારણે મેં લગ્નની અણમોલ પળ અને કિન્નરી ની સાથે રહેવાની અણમોલ તક ગુમાવી દીધી હતી.
વિદાય ની તૈયારી થઈ રહી હતી. બધા ગાડી પાસે આવીને ઉભા હતા. કિન્નરી પણ જ્યાં હું અને તેજસ ઊભા હતા ત્યાં આવીને ઊભી રહી.
દીપુ બધાને એક એક કરી ગળે મળીને રડી રહી હતી. ત્યારબાદ વારી મારી આવી દીપુ મને પણ ગળે મળીને રડી. મે એને છાની રાખી લગ્ન જીવવાની શુભકામનાઓ આપી.
વિદાય પત્યા બાદ બધા ઘર તરફ પાછા વળ્યાં. મેં કિન્નરી તરફ જોયું એની નજર માત્ર મારા ઉપર તકાયેલી હતી.
દીપુને ટેડવાની રસમ બીજા દિવસે જ રાખવામાં આવી હતી કારણ કે દીપુ ના મોટા પપ્પા ની છોકરી નું લગ્ન પણ એજ સ્થળે રાખવામાં આવ્યું હતું માટે તેડવાની રસમ તરત પતાવવાનું નક્કી કરવામાં આવ્યું.
બીજા દિવસે ટેડવાની રસમ પણ પૂરી કરવામાં આવી. પાછા ફરતા દીપુ નું એક સુટકેસ ઘર માં રહી ગયું હતું જેને હું લઈને ઉતાવળ માં આપવા જતો હતો. હું ઘરમાંથી સુટકેસ લઈ જઈ રહ્યો હતો અને કિન્નરી દરવાજા માં જ ઊભી હતી . ઉતાવળ માં મારું માથું જોર થી કિન્નરી ખભા માં અથડાયું પણ મે ઉતાવળ માં કઈ ધ્યાન આપ્યું નહિ.
દીપિકા મે ફરી થી વિદાય કર્યા બાદ હું અને મારી ફેમિલી ફોઈ પાસે રજા લેવા આવ્યા. એમના ત્યાં હજી બીજો પ્રસંગ હતો માટે એ લોકો રોકાવાના હતા.અમે બધા નીકળી રહ્યાં હતાં ત્યારે કિન્નરી એ મારી મમ્મી ને કહ્યું.
" રોકાઈ જાવ ને આજે લગ્ન પતાવીને જજો," એણે કહ્યું.
" ના, અમારા થી ના રોકાવાય," મારી મમ્મી એ કહ્યું.
કિન્નરી મારી તરફ નિરાશ નજરે જોઈ રહી હતી. એની આંખો પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે એની કોઈ ખાસ વસ્તુ એના થી દુર જઈ રહી છે જેનું એણે બહુ જ દુઃખ છે.
મને પણ રોકાવાની ઘણી ઈચ્છા હતી પણ ઘરવાળા ની પરવાનગી વગર મારાથી ત્યાં રોકવાય એમ ન હતું. ઉપરાંત મારી ફેમિલી ને લગ્ન નું નિમંત્રણ પણ ન હતું માટે મે પણ ઘરે જ પાછા જવાનું વિચાર્યું.
અમે બધા સાંજે રાજપીપળા ની બસ પકડી ઘરે જવા રવાના થયા. બસ માં બધા લગ્નની ઘટનાઓ ને વાગોળી રહ્યાં હતા અને આખરે મુખ્ય વાત નીકળી.
" કિન્નરી મને કહી રહી હતી કે લગ્ન માં રોકાઈ જાવ ને," મમ્મી એ પપ્પાને ને કહ્યું.
" એણે તારા માટે નહિ તારા છોકરા માટે કહ્યું હતું," પપ્પાએ મમ્મીને કહ્યું.
" મને શું ખબર બાકી હું નિખિલ ને રોકાઈ જવા કહેતે," મમ્મીએ કહ્યું.
હું મન માં કહી રહ્યો હતો કે હવે આ બધી વાત નો શું મતલબ. મેં જીવન ની અણમોલ તક ને ગુમાવી દીધી. આ સમય ની તો કેટલા સમય થી રાહ જોઈ હતી. લાગે છે સમય પણ અમને બન્ને ને એક થવા દેવા નથી માંગતો.
લગ્ન ની રાત્રે કિન્નરી ને મેં મેસેજ કર્યો.
" શું કરો છો ?" મેં મેસેજ કર્યો.
" લગ્ન માં છું અને દીપુ દીદી ની સાથે બેઠી છું, માટે હમણાં આપની વાત નહિ થાય. એમને ખબર પડશે તો મને બોલશે ઓલરેડી આપણા બંને ની વાત ને લઈને જ અમે વાત કરી રહ્યા છે, માટે તમે હમણાં મેસેજ ના કરતાં આપણે કાલે વાત કરીશું," કિન્નરી નો મેસેજ આવ્યો.
" ઠીક છે," મે અંતિમ મેસેજ કર્યો.
લગ્ન પૂરાં થયા બાદ કિન્નરી બીજા દિવસે ઘરે (અંકલેશ્વર) જવા નીકળી અને ત્યારે એણે મને ફોન કર્યો.
" હેલો, શું કરો છો ?" એણે પૂછ્યું.
" જોબ પર છું, કઈ કામ નથી તો નવરો બેઠો છું," મે કહ્યું.
"હું ઘરે જઈ રહી છું," એણે કહ્યું.
"ઘરવાળા પણ સાથે હશે ને ?" મેં પૂછ્યું.
" ના બધા તો કાલના નીકળી ગયા હું હમણાં નીકળી છું," એણે કહ્યું.
"બરાબર," મેં કહ્યું.
" હું સ્ટેશન જવા નીકળી છું માટે હું તમને સ્ટેશન પહોંચી ને ફોન કરું," એણે કહ્યું.
" ઓકે," મેં કહ્યું.
ચાલુ ફોનમાં કિન્નરી એ રિક્ષા ઊભી રાખી અને એમાં બેસી ગઈ. ત્યારબાદ એણે ફોન કાપી નાખ્યો.

( વધું આવતાં અંકે )