મૃગજળ. - ભાગ - ૧૨ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ. - ભાગ - ૧૨


શર્ટ

દીપિકા ના લગ્ન ના થોડા દિવસ અગાઉ કિન્નરી નો વોટ્સએપ પર મેસેજ આવ્યો.

" તમે લગ્ન માં ક્યારે આવવાનાં છો ?" કિન્નરી નો મેસેજ આવ્યો.
" લગ્ન ના બે દિવસ અગાઉ હું આવી જઈશ," મેં મેસેજ કર્યો.
"ઓકે, અને છોકરીઓ શું પેહરે તો તમને વધારે ગમે સાડી કે ડ્રેસ ?" એનો મેસેજ આવ્યો.
" સીધે સીધું પૂછો ને કે હું લગ્ન માં સાડી પહેરું કે પછી ડ્રેસ આમ ફેરવી ફેરવી ને શું વાત કરો છે," મેં કહ્યું.
"હા રે હા સાહેબ, હવે કહો તમને શું ગમે વધારે ?" એણે ફરી પૂછ્યું.
" મને ડ્રેસ અને સાડી બંને ગમે મને જીન્સ ટીશર્ટ મને પસંદ નથી. સાડી માં છોકરીઓ મને વધું આકર્ષક લાગે,મારા હિસાબે," મે મેસેજ કર્યો.
" તો એનો મતલબ એ થયો કે મારે સાડી પહેરવી પડશે, પણ યાર મને સાડી માં ફાવતું નથી," એનો મેસેજ આવ્યો.
" તમારી મરજી તમારે જે પહેરવું હોય એ પહેરજો, મે તો તમે જે પુછ્યું એનો જવાબ આપ્યો ખાલી," મેં મેસેજ કર્યો.
" હા હવે મને ખબર છે," એનો મેસેજ આવ્યો.
" પણ હું તો તારા પસંદ નો શર્ટ પહેરીશ," મે મેસેજ કર્યો.
" હું ક્યાં થી લઇ આવું અને સાથે જઈને ખરીદી કરવી શક્ય નથી," એનો મેસેજ આવ્યો.
" એ હું કઈ ન જાનું હું તો તમારી પસંદગી નો શર્ટ પહેરીશ બસ," મેં મેસેજ કર્યો.
" હું પૈસા આપી દઈશ તમે જાતે ખરીદી લેજો," એનો મેસેજ આવ્યો.
" તમે લઈ આપો તો જ પહેરીશ બાકી રહેવા દો," મે મેસેજ કર્યો.
" એ તો શક્ય નથી," કિન્નું નો મેસેજ આવ્યો.
" વાંધો નહિ તો રેહવા દો," એટલો મેસેજ કરી મે મોબાઈલ દેતા ઓફ કરી દીધો અને વાતચીત ની અંત આવ્યો. ત્યારબાદ અમારા બન્ને વચ્ચે થોડા દિવસો સુધી વાત થઈ નહિ.

દીપિકા ના લગ્ન

દીપું ના લગ્ન નો દિવસ હવે નજીક આવી ગયો હતો. દીપુના પપ્પા ના હોવા ને કારણે એના લગ્ન નું આયોજન એના દાદા ને ત્યાં વડોદરા રાખવામાં આવ્યું હતું. મારે લગ્ન માં મોસાળ લઈને જવાનું હતું પણ દીપુ નાનપણ થી જ અમારી સાથે રેહતી હોવાથી મારી સાથે લાગણી વધારે હતી માટે મે લગ્ન ના બે દિવસ અગાઉ જવાનું વિચાર્યુ અને હું બે દિવસ અગાઉ વડોદરા પહોંચી ગયો. હું મારા બીજા ફોઈને ત્યાં એટલે કે રાહુલભાઈ ના ત્યાં રોકાયો.

લગ્ન ના બે દિવસ અગાઉ રાત્રે હું, તેજસ અને રાહુલભાઇ બહાર જમવા નીકળ્યા ત્યારે મારા ફોન ની રીંગ વાગી. મે ફોન ની સ્ક્રીન પર જોયું તો ફોન કિન્નરી નો હતો, મે ફોન ઉપાડયો.

" હવે શું કામ છે મારું ?" મે ફોન ઉઠાવતા ની સાથે ગુસ્સામાં કહ્યું.
" કેમ તમારી બહેન ના લગ્ન છે તો તમે નથી અવાનાં ?" કિન્નરી એ પૂછ્યું.
" આવવું કે ન આવવું એ મારો અંગત પ્રશ્ન છે. તમારે એ બધું ટેન્શન લેવાની જરૂર નથી બરાબર," મેં કહ્યું.
"ઓકે, આં તો હું આજની લગ્ન માં આવી ગઈ છું તો વિચાર્યુ કે તમને પૂછી લઉં કે તમે આવ્યા છો કે નહિ," એણે કહ્યું.

" એવું કે ના આવું એની સાથે તમારે શું લેવા દેવા. તમે જ તો કહ્યું હતું કે તમને કોઈ લાગણી નથી તો પછી ખાલી ખાલી આં બધો દેખાડો કરવાની જરૂર નથી," મે ગુસ્સામાં કહ્યું.

" હા કે," કિન્નરી એટલું જ બોલી હશે એટલામાં મે ફોન કાપી નાખ્યો.

મે જેવો ફોન મૂક્યો કે તરત જ રાહુલભાઇ એ પૂછ્યું.
" કોનો ફોન હતો ?" એમણે પૂછ્યું.
" એજ કિન્નરી," મે કહ્યું.
" જો ભાઈ મે તમે પહેલાં જ કહ્યું હતું કે એનાથી દૂર રહે એ માત્ર તારી સાથે ટાઇમપાસ કરશે બીજું કંઈ નહીં અને આખરે એજ થયું હજી પણ સમય છે સમજી જા," એમણે કહ્યું.
" હમમ," મારા મોં માંથી બસ આટલું જ નીકળ્યું.

બીજા દિવસે પીથી નો પ્રોગ્રામ હતી એટલે બધા નિયત સમયે લગ્ન સ્થળે હજાર થઈ ગયાં. હું અને મારો આખો પરિવાર પણ ત્યાં હાજર થઈ ગયો. હું લગ્ન મંડપ માં જઈને એક ખુરશી ખેંચી બેસી ગયો. થોડીવાર બાદ કિન્નરી બહાર ઘરની બહાર આવી અને મને જોઈને ફરી ઘરમાં હતી રહી.

મારી બધી જ બહેનો દીપુ સાથે ઘરમાં બેઠી હતી તો મે પણ દીપુ મળવાનું વિચાર્યુ. મે દીપુ પાસે ગયો અને એની સાથે વાતો કરી રહ્યો હતો ત્યાં તો કોઈ મારા માટે પાણી લઈને આવ્યું. મે ચેહરા તરફ જોયું તો કિન્નરી મારી માટે પાણી લઈને આવી હતી. મે તરસ હોવા છતાં પણ પાણી પીવાની ના પાડી દીધી. મારા ના કેહવાના કારણે કિન્નરી નું મોઢું ફિકુ થઈ ગયું. ત્યારબાદ મે દીપુ અને પૂરાં પરિવાર સાથે ઘણાં ફોટો પડાવ્યા.

હું મારા પરિવાર ના સભ્યો સાથે મંડપ માં બેઠો હતો આશરે ૧૧-૧૨ વચ્ચે નો સમય હતો. એટલામાં કિન્નરી બહાર પાડેલા પાણી ના જગ માંથી પાણી ભરવા આવી. હું પણ પાણી પીવાના બહાને એની પાસે ગયો અને કિન્નરી ને પૂછ્યું.

" કાલે રાતે મને ફોન શું કામ કર્યો હતો ?" મેં પૂછ્યું.
" મને શું ખબર તમારી કોઈ ગર્લફ્રેન્ડ એ કર્યો હશે," એણે જવાબ આપ્યો.

કિન્નરી જેમ જેમ પાણી ના ગ્લાસ ભરીને મૂકતી તેમ તેમ હું પાણી ના ગ્લાસ પીતો જતો હતો.

" સાચું બોલો ફોન શું કામ કર્યો હતો ?" મે ફરી પૂછ્યું
" કીધુ તો ખરું તમારી ગર્લફ્રેન્ડ એ કર્યો હશે," કિન્નરી એ ફરી એજ કહ્યું.

મને સરખો જવાબ ના મળતાં એના પાણી ભરેલા ૫-૬ ગ્લાસ હું પી ગયો અને ગુસ્સા ને ગુસ્સા માં મંડળ માં આવીને બેસી ગયો.

થોડીવાર બાદ કિન્નરી બહાર આવીને એના દાદા ના બાજુ માં આવીને બેસી ગઈ. પહેલાં તો મારું ધ્યાન એના તરફ ગયું નહિ પણ મે જ્યારે એની તરફ જોયું તો જાણે એ રાહ જ જોઈ રહી હતી કે નિખિલ ક્યારે મારી તરફ જોઈ.

મે કિન્નરી તરફ નજર કરી તો એણે પોતાના હાથમાં રહેલી ગલાસો તરફ ઈશારો કર્યો. આ એજ ગ્લાસો હતી જે મે હું એની પાસે થી લઈને પી ગયો હતો. કિન્નરી એ મને ઈશારા માં કહ્યું કે હવે આ ગ્લાસો હવે મારી અમાનત છે જેને હું યાદગીરી તરીકે સાચવી રાખીશ.

કિન્નરી નો આવો વ્યવહાર મને ફરી વિચારમાં નાખતો. ઘણી વાર મને કેહતી કે એને કોઈ પણ પ્રકાર ની લાગણી નથી અને ઘણી વાર એમ જતાવતી કે મારા સિવાય એના જીવન માં બીજું કોઈ ખાસ અને સૌથી જરૂરી વ્યક્તિ કોઈ નથી.

તેજસ બધી સીન જોઈ રહ્યો હતો એણે મને કહ્યું.

" આ બધું શું છે નિખિલ ?" એણે પૂછ્યું.
" કઈ નહિ, એ તો પાગલ છે એના ઉપર વધારે ધ્યાન ન આપ," મે કઈ ખાસ બન્યું જ નથી એમ બતાવતા કહ્યું.

થોડીવાર બાદ ઘર ઘરના લોકો માટે જમવાનું પીરસવામાં આવ્યું. મને ભૂખ ન હોવાને કારણે મે પીરસવાનું કામ હાથે લીધું. કિન્નરી ભૂખ લાગી હતી માટે એ પોતાના માસીના છોકરા ની બાજુ માં જમવા બેસી ગઈ. મે વહેચવાનું ચાલુ કર્યું અને જેવો મે કિન્નરી પાસે પહોંચ્યો ત્યાં તો એની બાજુ માં બેઠેલા એના ભાઈ એ કહ્યું " આને વધારે જમાદજો". મે શાક ના બે મોટા મોટા ચમચા નાખી દીધા. ત્યારબાદ હું ભાત વહેંચવા ગયો અને ફરી કિન્નરી ની થાળી માં ઘણું બધું ભાત નાખી દીધું. એ " ના " કહેતી રહી પણ મે માન્યા વગર મારી મરજી પ્રમાણે નાખી દીધું. બધાના જમ્યાં બાદ મે પણ ઘરવાળા ના કહેવાના લીધે થોડું જમી લીધું.

ત્યારબાદ ની કિન્નરી જોડે વાતચીત થઈ.

" મેં તને જમાડ્યું હવે આં મારું તારા પર ઉધાર રહ્યું," મે કહ્યું.
" તમારું આં ઉધાર તો હું ઉતારી દઈશ," કિન્નરી એ કહ્યું.

ફરી કિન્નરી નો સાંજ ના સમયે આશરે ૪ વાગ્યે આવ્યો.

" શું કરો છો યાર ? ઘરમાં આવોને બહાર શું બેસી રહ્યા છો ઘરમાં આવોને વાત થશે આપણી, હમણાં કોઈ નથી અહીંયા," કિન્નરી એ કહ્યું.

" પણ બધા જોઈ લેશે તો લગ્ન પ્રસંગ બગડશે," મે કહ્યું.
" જેવી તમારી મરજી," એમ કહી કિન્નરી એ ગુસ્સામાં ફોન મૂકી દીધો.

એના અર્ધો કલાક પછી મે સામે થી કિન્નરી ને ફોન કર્યો.

" હેલો, મારે તમારી સાથે વાત કરવી છે તમે કઈ પણ કરો એને એકલામાં મળવાનો બંદોબસ્ત કરો," મે કહ્યું.

" એકલામાં મળવું અશકય છે કેમ કે બધા લોકો અહીંયા છે અને બાજુના ઘરમાં પણ બધા છે, માટે શક્ય નથી એકલામાં મળવું," એણે કહ્યું.

" એ હું કઈ ના જાણું મારે મળવું છે તો મળવું છે બસ," મે કહ્યું.
" ઓ છોકરા તારો પ્રોબ્લેમ શું છે," એણે કહ્યું.
" શું કહ્યું તમે ?" મે પૂછ્યું.
" કઈ નહિ," કિન્નરી એ કહ્યું.
"ઓકે, ના મળવું હોય તો કોઈ વાંધો નહિ," મે એમ કહી ફોન મૂકી દીધો.

દીપુ ના મમ્મી ને મારું કામ આવ્યું એટલે એમણે મને ઘરમાં બોલાવ્યો. કામ પૂરું કરીને હું ઘરના દરવાજા માં ઊભો હતો ત્યાં ઝડપથી કિન્નરી એ આવીને મારો હાથ પકડ્યો અને કહ્યું " અંદર ચાલો વાત થશે કઈ પ્રોબ્લેમ નહિ થાય."
" મારે નથી વાત કરવી," મે હાથ છોડાવતા કહ્યું અને ત્યાં થી હું દૂર જતો રહ્યો. ત્યારબાદ અમારા બન્ને વચ્ચે કોઈ વાતચીત થઈ નહિ.

( વધું આવતાં અંકે )