ઘોસ્ટ લાઈવ - ૮ આર્યન પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘોસ્ટ લાઈવ - ૮

સવારમાં ઉઠી તો તેણે જોયું કે,
સમનના ૪ વખત કોલ હતા.ઉતાવળે કોલ કર્યો,
સેસોઆગનિડા (સોરી), ઓકે ઓકે નો પ્રોબ્લેમ યુ કેન સ્પીક ઈંગ્લીશ આય લર્નૅ્ટ,
ઓહ વ્હેર યુ નાવ (કયા છે હમણાં તું), આય રિચ એટ એરપોર્ટ, (વિમાનમથક આવી ગયો છું.) કેન યુ વેઇટ બીટ મિનિટ્સ (શુ તું થોડી રાહ જોઇશ)
આય એમ વેઇટિંગ ફોર ધી મોર્નિંગ, (હું સવારનો રાહ જ જોવું છું.)
સોરી બટ આય કમ ઇન વન અવર, જસ્ટ ટેક અ બાથ, (માફ કરજે યાર પણ હું આવું એક જ કલાકમાં નહાઈને).
નો પ્રોબ્લેમ આય વેઇટ,
(વાંધો નહિ હું રાહ જોવુ છું.) કહી જોન ગુએ કોલ કાપી દીધો.
જોન ગુ એક સમન હતો જે કોરિયન હતો અને શિખા થોડા વર્ષો પહેલા ત્યાં રિપોર્ટિંગ માટે રહી હતી ત્યારથી બન્ને એકબીજાને ઓળખતા હતા.
શિખાને ખાતરી હતી કે જોનગુ આ ગુઠ્ઠી સુલજાવી દેશે. શમન વિશે આમ તો ઘણા મિથ્સ છે કોઈ કહે છે કે બધું જૂઠું છે કોઈક સાચું માને છે પણ શિખાએ પોતાની આંખે એક વખત જોન ગુને છોકરીમાંથી આત્મા કાઢતા જોયો હતો અને એ છોકરી શિખાની પોતાની હતી.
સદમસીબે એ વધારે જીવી નહોતી શકી પરંતુ એનો વિશ્વાસ જોનગુ પર આજે પણ એકબન્ધ હતો.
શમન્સ સામાન્ય ભાષામાં સમજવા જઈએ તો એવા વ્યક્તિઓ જે પોતે યુનિવર્સની પોજીટિવ એનર્જી વિધિઓ કે સાધનાઓ દ્વારા ભેગી કરી લે છે કે જેનાથી ગમે તેવી વ્યક્તિ સાથે પોતાની એનર્જી દ્વારા તેનું સારું કે ખરાબ કરી શકે છે.
જેમ ભારતમાં આપણે અમુક બ્લેક મેજીક કરતા તાંત્રિકો જોઈએ છે.
સામાન્યત: લોકો આ બધું એક જુઠાણું માને છે પરતું ત્યાં જ બીજી બાજુ અમુક લોકો એવા પણ છે જે કોઈક બીમારીથી પીડાતા હોય ઘણા પૈસા બગાડી ચુક્યા હોય અને પછી કોઈક આવા બ્લેક મેજીક કરનારના સંપર્કમાં આવે છે અને કહે છે કે બીમારી મૂળમાંથી જ ગાયબ થઈ ગઈ.
એ હવે માનનારા પર જ આધાર રાખે છે પરંતુ વિજ્ઞાન પણ કહે છે કે યુનિવર્સમાં પોઝીટીવ અને નેગેટિવ એનેર્જી અસ્તિત્વ ધરાવે છે.
બસ આ જ એનર્જી મેળવી લેનાર વ્યક્તિઓ પોતાની ઈચ્છા મુજબ કોઈનું સારું કે ખરાબ કરી શકે છે.
તે ઈચ્છે તો કોઇની જિંદગીમાં બદલાવ પણ લાવી શકે અને ઈચ્છે તો મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે.
ક્યારેક આપણે જોઈએ છે છીએ કે કોઈક બીમારી કે ઘટના એવી આપણી સાથે બની હોય ને અચાનક મોતના મોઢામાંથી બહાર આવી જઈએ ને આપણને આશ્ચર્ય થાય કે આ કેવી રીતે બન્યું,
લોકો કહે છે કે નસીબ સારું હતું. નસીબ હશે કે નહીં પરંતુ એ ટાઈમ કોઈક આપણા અંદર રહેલી પોઝીટીવ એનર્જી કાર્ય કરી ગઈ હોય છે અને આપણને બચાવી લે છે.
તેનું જ વિરોધી ક્યારેય સારો એવો દેખાતો માણસ પણ મોત ભરખી જાય છે ત્યાં નેગેટિવ એનર્જી કામ કરતી હોય છે.
કોરિયન શામન્સનો એક ઊંડો ઇતિહાસ છે ટૂંકમાં સમજીએ તો તે મુખ્યત્વે બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે.
પહેલી કેટેગરીમાં આવતા શમન્સને શેસામુ અથવા તેંગોલ કહેવાય છે. કહેવાય છે કે વર્ષો પહેલા આ પ્રકારના શામન્સ દૈવી શક્તિઓ સાથે સાધનાઓ કરી સંપર્ક સાધતા અને જટિલ બીમારીઓનું નિદાન કરતા.
બીજી કેટેગરીમાં કંગશીનમુ લોકો આવતા જે અંતરડાઓની કોઈક વિધિ દ્વારા એ જ નિદાન જેવા કર્યો કરતા.

હેલો...જોન ગુ, વ્હેર આર યુ?? શિખાએ જોનગુના મોકલેલ લોકેશન પર પહોચીને કોલ કરે છે.
સામેથી આવતો જોનગુ કહે છે. સી ફ્રોન્ટ,
ઓહ ! વેલકમ તું ઇન્ડિયા અગેન,
થેન્ક યુ,બટ વોટ હેપન્ડ,યુ કોલમી અરજન્ટલી, ( આભાર પણ શું થયું આમ અચાનક બોલાવ્યો મને??)
માય ફ્રેન્ડ સીટ ઇન ધી માય કાર લેટ મી ટેલ યુ એવરીથિંગ,
(મારા દોસ્ત ગાડીમાં બેસ હું તને બધું જ વિસ્તારથી જણાવીશ.)
બન્ને કારમાં બેસી શિખાની ઓફીસ જાય છે.
રસ્તામાં શિખા આખી વાત જોનગુ ને કરી દે છે કે હમણાં અચાનક કેટલાક સમયથી આ જગ્યા પર લોકો ગાયબ થઈ રહ્યા છે અને ડર વધી ગયો છે.
મિથ્સ મુજબ ઘણા જ લોકોએ ટ્રાય કર્યો છે આ ગુત્તથી ઉકેલવાનો પણ ગયેલો કોઈ પાછો આવ્યો નથી.
લોકો આ જગ્યાને શાપિત સમજી રહી છે એક કાળ ત્યાંથી પ્રસરી રહ્યો છે જે ધીરે ધીરે ભરખી રહ્યો છે અને વધુમાં વધુ લોકોને અસર પહોંચાડી કાળને વિસ્તારી રહ્યો છે.
અમુક વિદ્વાનોનું તો એવું કહેવુ છે કે આ જગ્યા ઇન્ડિયન માયથોલોજી સાથે પણ સંબંધિત છે જેમાં કાળ પોતાના પિક લેવલ પર હશે અને દાનવ જન્મ લેશે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે.
જે સત્ય બનજ આજે આ જગ્યા પર દાનવ જન્મ લઈ ચુક્યો છે અને ભૂતપ્રેત જગતને પોતાની સાથે ભેળવીને અંધકાર કાયમ કરવા માંગે છે.
રાગ,ધ્વેસ,અશાંતિ ફેલાવી બધાને ધર્મથી વિખુટા કરી નીતિ મૂલ્યો દૂર કરવા માંગે છે.
હવે આપણે જઈને જોવું પડશે કે શું આ મિથ્સ જે આટલા સમયમાં ફેલાયા છે તે સાચા છે કે માત્ર એક અફવા અમુક લાલચી સમૂહ દ્વારા લોકોને ડરાવવા માટે રચવામાં આવી છે.
જે પણ હશે હવે ત્યાં જ કવરેજ કરીને ખબર પડશે. હું એકલી આ મિશન કાયમ કરી શકું એમ નહોતી એટલે તને આટલે દૂર આવવા માટે તકલીફ આપી.
શિખા ઇટ્સ માય જોબ ટુ હેલ્પ પીપલ્સ એન્ડ આય હેવ બિન ડુઇંગ ઇટ સો મેની યર્સ
(શિખા મારું કામ જ છે સામાન્ય લોકોનું મદદ કરવાનું અને હું તે ખંતથી કરી રહ્યો છું કેટલાય વર્ષોથી)
થેન્ક યુ એસ ઓલવેજ જોનગુ (આભાર જોનગુ)
શિખા બોલી અને ઓફીસના બેસમેન્ટમાં કાર પાર્ક કરી.

શિખા અને જોન ગુ બન્ને ઓફિસમાં જાય છે.
સર,
મારો ફ્રેન્ડ જોન ગુ હોન્ટેડ પ્લેસનું જે કવરેજ કરવાના છીએ એ અમે બન્ને સાથે રહીને કરીશું.

કોરિયન શમનનો ઇતિહાસ શાયદ તમને ખબર હશે જોન ગુના પૂર્વજો એ કામ સાથે જોડાયેલા હતા અને હવે પોતાના ઘરના રિચ્યુઅલ્સ ફોલો કરી રહ્યો છે.
શિખાની સાથે આવેલા પોતાના મિત્રની ઓળખ ઓફિસના હેડ એડિટર અખિલ સાથે કરાવે છે.
હેલો જોન ગુ, અખિલએ હાથ લાંબો કરી મીટ કર્યું અને થોડી વાતો થયા પછી શિખાએ લેટ ન થાય એ માટે જવા માટે પરવાનગી માંગી.
અખિલ આય થિંક અમારે હવે નીકળવું જોઈશે ત્યાં કેટલા દિવસ અને કેટલો ટાઇમ લાગશે ખબર નથી.
તે બધું એરેન્જટમેન્ટ કરી દીધું છે ને?
હા ઓલ તમારી હેલ્પ કરવા માટે સાથે ઓફિસનો સ્ટેવર્ડ પણ આવશે. ઓહ !! થેન્ક યુ અખિલ થેન્ક યુ સો મચ મને પણ એ જ વિચાર આવતો હતો કે ખબર નહિ કેટલો ટાઈમ થશે ત્યાં સુધી જમવાનું ને બીજા કામો માટે શાયદ તું પરમિશન આપે તો મારી મેડ ને જ લઈ જાત પણ હવે વાંધો નથી.
સો અમે હવે નીકળીએ,
શાંતનુ !?? રેડી?
શીખાએ પોતાના કેમેરામેન સામે જોઇને કહ્યું,
યસ મેમ રેડી, ચાલો તો હવે નીકળીએ.
શીખાની કારમાં શાંતનુ જોન ગુ અને સ્ટેવર્ડ શ્યામસુંદર બેસી ગયા અને શિખાએ કાર ચાલુ કરી પહોંચવાની જગ્યા પર જવા માટે મેપ સેટ કરી દીધો.
૧ કલાકનો રસ્તો છે હમણાં ૧૨:૦૦ વાગ્યા છે આય થિંક એક અથવા ડોઢ વાગ્યે પહોંચી જશું.
શાંતનુ અને જોનગુ વાતોએ વળગી પડ્યા એટલે શિખાને મોકો જ ના મળ્યો કે પોતાની કોઈક વાત મૂકી શકે.
અલ્યા, મારા ભાઈઓ બસ હવે તું ભાઈ શાંતનું કામ પૂરું થાય એટલે કોરિયા જતો રેહજે અને તારે જે પણ જાણવું હોય એ બધું જ જાણી લેજે એની જોડે રહીને,
શુ કેવું તમારું? શ્યામસુંદર?
શીખા બોલી,
મેડમ મને તો શું ખબર પડે ક્યારનાએ બન્ને ના જાણે ઇંગલિશમાં શુ વાતો કરી રહ્યા છે.
શ્યામસુંદરએ શીખાની સામે જોઇને પોતાની પરિસ્થિતિ વર્ણવતા કહ્યું,
એવું કંઈ નથી પણ હવે કેમેરામેનને નાતે મારી ફરજ છે કે જેટલી ડિટેલ્સ મળે એટલી ભેગી કરવી.
જોન ગુ વોટ યુ થિંક ?
બડી આય કાન્ટ સે અનિથિંગ, હા હા હા....
જોનગુ એ હસીને જવાબ આપ્યો.
બ્રો!! લિવ એમ બધાના પ્રોફેશન અલગ અલગ છે એટલે તમે ના સમજી શકો મારુ કામ, એક કેમેરામેનની જિંદગી એટલે પથ્થરમાંથી નીકળતી કેડી જેવું હોય તમને આમ જલ્દી ના મળી જાય અને જો મળી જાય તો બોસ સીધો શોર્ટકટ છે.
બસ શાંતનુ રહેવા દે તારું ફોલોસોફીપણુ તું આ જ કામમાં હાથ રાખ ફિલોસોફી કરવી તારું કામ નથી.
શુ પથ્થર ને શુ કેડી ને તે દિવસે પાછું પેલું ભેખડ !!
જો શિખા મારા શબ્દોને તું આમ જલ્દી સમજી ન શકે એક પારખું નજર હોવી જરૂરી છે. શુ કહેવું શ્યામસુંદર તમારું??
સાહેબ મારે પણ કઈ બોલવું નથી મને તમારા કોઈની વાતોમાં કોઈ જ ખબર પડતી નથી કે શું કહેવું ને શુ સમજવું કોઈકને ખોટું લાગી જાય તો પાછું,
હા એ પણ છે, શિખા કેટલું અંતર બાકી છે યાર હું તો ત્રાસ્યો હવે ગાડીમાં,
૧૦ જ કિલોમીટર બાકી છે શિખા બોલી.
આહ ચલો મસ્ત ત્યાં જઈને લન્ચ કરીશ પછી જ આગળનું કામ, સવારમાં બ્રેકફાસ્ટ પણ કરવા નથી મળ્યું.
રાઈટ બ્રધર આય ઓલ્સો ફિલ થેટ ઇટ ઇજ નેસેસરી,આઉ હેવ નોટ એટન ટુ મચ
(સાચું કીધું ભાઈ મને પણ લાગે છે કે એ જરૂરી છે મેં પણ કઈ વધારે ખાધું નથી.)
જોનગુ પોતાની હાલત બગડે એ પહેલાં કહી દેવું સારું એમ સમજીને બોલ્યો.
સાંભળી લીધું ને ભાઈ શ્યામસુંદર !?
ત્યાં જઈને પહેલા જમવાનું જોઈશે? અરે સાહેબ!
તમે કહો એમ હું એટલા માટે તો આવ્યો છું.
વચ્ચે શિખા બરાડો નાખતા બોલી,
અલો તમે લોકો કોઈ પીકનીક કરવા નિકડયા છો કે શું?
ના મેડમ પીકનીક નથી પણ ખાધા વગર કામ ન થાય,
શુ કહેવું, શાંતનું બોલ્યો. આવી જ રીતે આ ટિમ કામ કરશે તો મારું તો કામ પતી જ ગયું, યાર બસ જે કામે આવ્યા છીએને એમા ધ્યાન આપજો આ સ્ટોરી મારી લાઈફની સૌથી પહેલી સ્ટોરી છે જે આટલા મોટા મીથસને બ્રેક કરવા માટે હું કરી રહી છું.
પ્લીઝ શાંતનુ ખાસ તું કોઓપરેટ કરજે, જો શિખા હું તો તૈયાર છું.
બાકી બીજા લોકોનું નથી ખબર મને શું કહેવું છે જોન...
આગળ શાંતનુ બોલતા અચાનક યાદ આવ્યું હોય એમ અટકી ગયો.
લો આવી ગયું. શીખાએ કાર બ્રેક કરી અને કીધું.
આવી ગયું? શાંતનુ ફરીથી બોલ્યો,
હા આવી ગયું પ્રભુ ઉતરો હવે ચાલો ફટાફટ પાછું તમારે તો જમવું છે. જમવું નથી બેન લન્ચ ઓન્લી,
હા હા જે હોય એ ઉતરો ચાલો,
જોન ગુ ઉતર્યો બાદ શ્યામસુંદર ઉતરીને ડીક્કીમાં રહેલા સામાનને કાઢવા પાછળનો ડોર ઓપન કર્યો.
ઓહો...હો....હો...
શુ જગ્યા છે? વાહ મોજ પડી જશે લાગે છે. આજુબાજુમાં અહલાદક અને મોહક દ્રશ્ય જોઈને શાંતનુ થી રહેવાયુ નહિ.
વર્ષોથી બંધ પડેલી આ સોસાયટી કઈક અલગ જ નિખરી રહી હતી શિયાળાનો સમય હોવાને લીધે ચારે બાજુ ગ્રેનરી ઉભરીને ખીલેલી વર્ષોથી કોઈએ સાફ નહોતું કરેલું એટલે બધે જ પાંદડા અને ધૂળ જ ધૂળ હતી.
શિખા મેં જોયું છે કે આવી કોઈક સોસાયટી હોય ત્યાં બહાર ગેટ હોય અહીંયા કેમ કોઈ ગેટ નથી?
શાંતનુ આ સોસાયટી ખાસા જુના સમયથી છે અને એ ટાઈમ એવો કોઈ કોન્સ્પેપ્ટ નહોતો જેમ ગામડામાં ફળિયા હોય છે એમ જ હોતું.
મેડમ સામાન તો કાઢી લીધું છે હવે આને કયા મુકીશું?
શ્યામસુંદર વચ્ચે બોલ્યો,
શિખા જવાબમાં જણાવતા બોલી કે,
ટેન્ટ આપણે લાવ્યા છીએ ત્રણ એ લગાવી દો અહીંયા બહાર જ રોકાઈશું આપણે અને વારાફરતી એક એક ઘરમાં જઈને કવરેજ કરીશું.
જોન ગુ ઉતરતા જ જોવા માટે સોસાયટીના આગળના કમ્પાઉન્ડસમાં નીકળી પડ્યો હતો.
શિખા અને શાંતનુંએ શ્યામસુંદરની મદદ કરી ટેન્ટ લગાવી દીધા.
સમય સાંજના ૭:૦૦ વાગવાને ૨૩ મિનિટ બાકી હતી શાંતનુ એ કીધું.

ક્રમશ :