મિત્રો પ્રકરણ 3માં આપણે જોયું કે સંઘર્ષ નું મહત્વ શું છે. હવે આપણે આગળ જોઇએ ....
જીવન એ સંઘર્ષ વગર અધુરો છે. આપણ ને આપણી આજુબાજુ ની દરેક વસ્તુ સમજાવે છે કે સંઘર્ષનું કેટલું મહત્વ છે એક નાના માં નાની કીડી પણ આપણ ને કહે છે કે સંઘષૅ કરો સારુ જીવન જીવો. તે માટે હું તમને અેક પ્રંસગ કહું છું.
એક હતો હાથી મોજી લો ને તગડો ,મસ્ત મજાના ગીતો ગાય, એને તો બસ મસ્તી કરવી ખાવુંપીવું ને ઉંગવું, નાતો તેને આજની ચિંતા નાતો ચિંતા હતી કાલની, મસ્તી મા નાચતો હતો, એટલા માં ત્યાથી કીડી બેન પસાર થયા,
હાથી તો બોલી ઉઠયા, ક્યા જાઆે છો કીડી બેન ,આટલા થાકેલા, પાકેલા,
કીડી બેન બોલ્યા કામ કરુછુ વરસાદ ની ૠતુ નજીક છે તેથી અનાજ ભેગું કરુ છું. તમે પણ કરો કામ
હાથી ભાઈ તો હસ્યા અને કીધું કીડીબેન ને કાલ કોને જોયું છે,કાલ નું કાલ જોઈસું આવો મસ્ત મજા નો ડાન્સ કરીઅે તો
કીડીબેન તો બોલ્યા હા હાથી ભાઈ તમારી વાત તો સાચી પણ કાલ માટે પણ પણ આજે સંઘર્ષતો કરવો પડે ને તોપણ હાથી ભાઈ તો મઝાકમાં લઇ ફરી પોતાની મસ્તીમાં ખોવાયા.
કીડી બેન તો ચાલ્યા પોતાનું કામ કરવા, ફરી એક સંઘર્ષ કરવા ,તે ભલે નાના હતા છતા પણ તે કામ કરતા અને ઉંગતા પણ નહી આમ આમ સમય પસાર થવા લાગ્યો.
હાથી ભાઈ તો રોજ ની જેમ જ મસ્તીમાં અને મસ્તી માં અને આમ તે પડી રહે ના કોઈ કામ કરે, અને કીડી ને કામ કરતી જોવે તો પણ પોતે કોઈ કામ ન કરે..
આમને આમ સમય પસાર થવા લાગ્યો અને વરસાદ પણ શરૂઆત થઈ જ ગઈ અને પહેલા તો હાથી ભાઈ જોડે બધું જમવાનું એવું હતું તો ખુશ હતા પણ આ સમય ખૂબ વરસાદ પડ્યો જેથી હાથી ભાઈ જોડે હવે તો કંઈજ રહ્યું નહી તેતો વલખા મારવા હવે ક્યા જઈશ અેમ એટલાં માં તો પેલા કીડી બેન યાદ આવ્યા અ
એમને થયું કે જવું કે ના જવું એમની જોડે તેને બધું યાદ આવવા લાગ્યું કે કીડી બેન કહેતા હતા કે તૈયારી કરો,કામકરો પણ હું જ ના સમજ્યો અને તેમની વાત પણ ન માંની અને આજે
દિવસો જોવા પડે છે .તેથી તે કીડી ને શોધવા નીકડી પડયો અને તેને બધી બાજુએ શોધયું પણ કીડી બેન તો મળ્યા નહી, પણ તેને પ્રયત્ન ચાલું રાખ્યું અને કીડી બેન મળ્યા, તે ખૂબજ ખુશ થયો.
કીડીબેને પણ જોતા જ કહ્યું કે શું થયું હાથી ભાઈ આવા વરસાદ ક્યા ફરો છો.
હાથી ભાઈ તો કીડી બેન જોડે માફી માંગવા લાગ્ય અને કીધું મને માફ કરો કીડી બેન હું તમારી વાત ને ન સમજ્યો અને હસતો જ રહ્યો ને આરામ માં જ ફર્યો મે સંઘર્ષ કર્યો જ નહી તેથી આજે મારે આવા દિવસો જોવા પડે છે મને સમજાયું કે છે કે મોટું શરીર હોય છે કંઈ કામ નું નથી જો એના જીનન માં સંઘર્ષ ના હોય તો તે નિષ્ફળ છે. તમે મને સમજાયું કે નાના હોવા છંતા સંઘર્ષ થી જીવન કેવી રીતે જીવવું જોઈએ .
તો મિત્રો હું તમને એજ સમજાવા માગું છું કે કોઈ નાનું હોય કે મોટું પણ જે જીવનમાં સંઘર્ષ કરેછે તેજ મોટું ગણાય છે એક નાની કીડી પણ આપણ ને સંઘર્ષથી જ જીવન જીવવું તેવું આપણ ને શીખવાડી જાય છે
આભાર.. 🙏