ખતરનાક રમત Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખતરનાક રમત

નિકુંજ એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર અને ખુબ મહત્વકાંક્ષી વ્યક્તિ...ગરીબ પરિવાર માં જન્મેલો અને ઘરની સ્થિતિ ખરાબ હતી એટલે બચપણથી જ ગોરખધંધા શીખી ને ભણ્યો અને પોતાના રસ્તા માં આવતા તમામ અવરોધો ને એ કુટીલતા થી દુર કરી દેતો.. પોતાનો પરિવાર સાવ સાધારણ હોવાથી એણે પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યાં અને પોતે અનાથ છે એવું જ જાહેર કરી દિધું હતું....

કંપની માં જોબ પર લાગ્યા ને ફક્ત ચાર વર્ષ માં એ મેનેજર ની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો.. કંપની નાં અન્ય એમ્પ્લોય ના પ્રોજેકટ અને માહિતી ચોરી ને તે હંમેશા પ્રમોશન મેળવી લેતો.. ઘણા લોકો એનાથી નારાજ હતા પણ એ ખુબ ભેજાબાજ હતો એટલે આજ સુધી કોઈ એનું કંઈ બગાડી શક્યું ન હતું..અને જો કોઈ એની વિરુદ્ધ ફરિયાદ કરે તો એ કોઈ ને કોઈ કારણસર એ વ્યક્તિ ને નોકરીમાંથી કાઢાવી નાંખતો... હવે એનો ટાર્ગેટ કંપની ના શેર હોલ્ડર બનવા નો હતો પણ એના માટે એની પાસે પુષ્કળ પ્રમાણમાં પૈસા હોવા જરૂરી હતાં..એ દરરોજ એક પ્લાનિંગ પાછળ પડ્યો હતો કે કોઈ બકરો ફસાઈ અને એ તેને ખંખેરી ને રૂપિયા ભેગા કરી શકે.....

એક દિવસ નિકુંજ ના નામ નું પાર્સલ આવ્યું.. જેમાં એક બાઈક ની ચાવી અને લેટર હતો.. જેમાં લખ્યું હતું ; શું આપ બેશુમાર પૈસા કમાવા ઈચ્છો છો તો આપ રમત રમો અને માલામાલ બનો..જો આપ ઈચ્છો છો તો..આપેલા એડ્રેસ પર પહોંચી જવું.... સાંજે પાંચ વાગ્યે.. શહેરથી દૂર જૂના ખંઢેર પાસે....

નિકુંજ પોતે ખુદ બદમાશ હતો એટલે એ કોઈથી ડરતો ન હતો.. એને બસ કોઈ પણ ભોગે પૈસા કમાવા હતાં.. એટલે આપેલા એડ્રેસ પર સમયસર પહોંચી ગયો... ત્યાં એક છોકરી હતો પણ મોઢું ઢાંકીને ઊભી હતી... એણે નિકુંજ ને એક કાગળ આપ્યું જેમાં એક નકશો હતો એ નકશા મુજબ એણે રાત્રે એક વાગ્યા પહેલાં ત્યાં પહોંચી જવાનું હતું....એ પહેલાં એ છોકરી એ એનો ફોન લઈ લીધો અને બીજા કપડાં આપ્યાં છે એને પહેરી ને જવાનું હતું...એ નિકળી પડ્યો....

સતત ગાડી ચલાવવા ના કારણે એ ખૂબ થાક્યો હતો છતાં એને પૈસા ની લાલચ હિંમત આપતી હતી... એણે કપડા બદલ્યા અને આપેલી જગ્યાએ ઉભો રહ્યો... ત્યાં જ એક ફોનની રીંગ વાગી એણે આજુબાજુ જોયું ત્યાં ઝાડની ડાળી માં એક કોથળી માં ફોન હતો.. એણે ફોન લઈ રીસીવ કર્યો... હેલ્લો....

હેલ્લો મિ. નિકુંજ સ્વાગત છે તમારું તમારી સપના ની દુનિયા માં જ્યાં તમે જે મેળવવા ઇચ્છો છો એ બધું મળશે..... આગળ વધો એક કચરાપેટી પાસે બોક્સ હશે એ લો અને આગળ વધો.....એ ઝડપથી ચાલી બોક્સ સુધી પહોંચ્યો.. બોક્સ ખોલ્યું એમાં એક બંદૂક હતી... એણે ફોન પર રહેલી વ્યક્તિ ને કહ્યું કે આમાં બંદૂક છે...

એ બંદૂક લે અને આગળ જે વ્યક્તિ મળે એને ઉડાવી દેજે..જો એ વ્યક્તિ બચી ગયો તો બીજી ગોળી તારાં માથાં નાં ફુરચા કરી દેશે...એ દોડયો..અને સામે એક વ્યક્તિ હતી જેનું મોઢું કપડાં થી ઢાંકેલું હતું... એને ગોળી મારતાં જ એ ઢળી પડ્યો અને.. ફોન પર ની વ્યક્તિ ને આગળ શું કરવું એ પૂછ્યું....

ત્યાંથી ડાબી બાજુ દોડ એક ઘર હશે એમાં મોટું બેગ હશે એ તારે એ ઉંચકીને રસ્તા સુધી પહોંચાડવાનું છે....જે નીકળે એને એ બેગ પર લખેલા એડ્રેસ પર પહોંચાડવા નું કહેજે..અને એક સેલ્ફી પણ લેજે... નિકુંજ ને જે રીતે કહ્યું એમ કર્યું... હવે આગળ શું કરવાનું છે?

તે જે ઘર માંથી બેગ ઉપાડ્યું ત્યાં પાછો જા અને તને આપ્યો એ ફોન ત્યાં જ છોડી દેજે...અને ત્યાં એક ગુપ્ત રૂમ છે એ શોધી ને એ રૂમની અંદરના રસ્તે આગળ જા... નિકુંજ એટલો થાક્યો હતો કે એનામાં હવે કંઈ કરવાની શક્તિ ન હતી..પણ એણે પોતાની જાતને સમજાવી કે જો તે આજે આ કામ નહીં કરે તો એ ક્યારેય પોતાના સપનાં સાકાર નહીં કરી શકે..એ દોડયો...ઘર.. ગુપ્ત રૂમ.. ગુપ્ત રસ્તો...પણ...એ જે જગ્યાએ પહોંચ્યો હતો એ એક કબ્રસ્તાન હતું.... આમ, તો પોતે ક્યારેય કોઈ થી ડર્યો ન હતો પણ આજે એના ગાત્ર ઢીલાં પડી ગયા હતા....એ કોઈ જાળ માં ફસાઈ ગયો છે એવું એને લાગ્યું...પણ ત્યાં સુધી માં તો કબ્રસ્તાન ના ઝાડ પર રહેલાં વાગોળ એને ચોંટી ને એનું લોહી ચૂસવા લાગ્યા..એ છૂટવા માટે ખૂબ મથતો રહ્યો પણ વાગોળવા ધારદાર દાંતોએ એના શરીરને ચીરી લોહી નું એકેએક ટીપું ચુસી લીધું.એક મહત્વકાંક્ષી અને ભેજાબાજ માણસ લાલચ માં ફસાઈ જીવ ગુમાવી બેઠો...

આ રમતની શરુઆત કરનાર ખુદ નિકુંજ જ હતો.. જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ આવે એટલે એ બીજા એમ્પ્લોય ને ડરાવી ધમકાવી ને કે કોઈ છટકા માં ફસાવી એનાં પ્રોજેક્ટ છીનવી લેતો એવું જ એણે નયન સાથે કર્યું...પણ નયન પોચાં હ્રદય નો હતો એ પોતાની બેજ્જતી સહન ન કરી શક્યો અને એણે આત્મહત્યા કરી લીધી...પણ એની પત્ની જ્યોતી એ એને ન્યાય અપાવવા નું નક્કી કર્યું...એ માટે એ કંપની નાં માલિક ને મળી પરંતુ એણે જ્યોતી સાથે બળજબરી કરી.. થોડાંક રૂપિયા આપી મોં બંધ રાખવા કહ્યું હતું... જયોતી ની મદદ કોઈ કરે એમ ન હતું એટલે એણે જાતે જ એક રમત ગોઠવી જેમાં નિકુજ અને કંપની ના માલિક બંનેને સજા મળે...

એટલે એણે નિકુંજ ને પૈસા ની અને માલિક ને શરીર ની લાલચ આપી ત્યાં બોલાવ્યા હતા... નિકુંજે જેને ગોળી મારી હતી એ કંપની નો માલિક જ હતો.. જેની લાશ બેગ માં ભરી એ ઘરમાં મૂકવામાં આવી હતી.. જેની સાથે સેલ્ફી લીધી હતી એ જયોતી નો ભાઈ હતો....જો નિકુંજ આગળ રમત ન રમે તો શેઠની લાશને ઠેકાણે લગાવવા એનો જ હાથ હતો અને બંદૂક પર એની આંગળીઓ ની છાપ થી એને સહેલાઈથી ખૂની સાબિત કરી શકાય...અને જો એ રમત આગળ રમે તો.. નિકુંજ ને જે કપડાં પહેરાવ્યા હતાં એના પર એક રસાયણ છાંટવામાં આવ્યું હતું જે વાગોળને આકર્ષે અને એનું લોહી ચૂસી જાય...અને એને એક દર્દનાક મોત મળે...

નિકુંજ ના મર્યા પછી પણ એના ગાયબ થવાની ઈન્કવાયરી ન ચાલે એ માટે નિકુંજ ને માલિક નું ખૂન કરી ફરાર થયો છે એવો આરોપ લાગાવી દિધો...અને હકીકત માં નિકુંજ ને હંમેશને માટે આ દુનિયા માંથી ફરાર કરી દિધો...