પટલાણી Payal Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પટલાણી

કાળ ઝાળ ગરમી વરસી રહી હતી. પ્રવાસે જવાનું નક્કી કર્યું. વિચાર્યું કે શિમલા મનાલી જ જઈ આવી. આવી ગરમી ની થોડી ટાઢક વળશે. ઘણા સમય થી ઠંડા પ્રદેશો વિષે સર્ચ કરી રહેલી આંખો થાકી ગઈ. આંખો ને બંધ કરી ને આરામ કરવા બેઠી.
ત્યાં તો મન પ્રવાસ કરવા નીકળી ગયું. મન ને ક્યાં કોઈ સીમાઓ નડે છે!!! એ તો ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. મન ઘર ની બહાર નીકળ્યું. જોયું તો ખૂબ જ તડકો હતો. થોડે આગળ ચાલ્યું. ત્યાં તે ઊભું રહી ગયું. આ શું જોઈ રહ્યું હતું એ!!!!! આવી કાળ ઝાળ ગરમીમાં કોરા પડેલા ખેતર મા એક ખેડુત હળ હાંકી રહ્યો હતો. વિચાર આવ્યો કે શું એને તડકો નહીં લાગતો હોય?? કેટલી આગ વરસી રહી હતી!!! દુર દુર દેખાતું હતું કે જમીન માંથી વરાળ નીકળી રહી છે.
છતાં પણ આ ખેડૂત ઉઘાડા પગે હળ હાંકી રહ્યો છે!!!!! વિચાર આવ્યો કે આજે આ ખેડૂત વિષે કાંઇક લખવું છે. ને વિચારો ના ઘોડા દોડવા લાગ્યા. મન એ પોતાની કલ્પના શક્તિ અજમાવી. ને વાર્તાની શરૂઆત થઈ.
******

ચાર ચાર વર્ષ થી સતત દુકાળ પડી રહ્યો હતો. તિરાડો પડી ગયેલા ખેતરમાં ખેડૂત વરસાદ ની રાહ જોઈ ને બેઠો હતો. નજર ખાલી આકાશ તરફ માંડી હતી. એક પણ વાદળ એવું દેખાતું ન હતું કે જે વરસવા આવ્યૂ હોય. જાણે જગત નો નાથ જગત ના તાત થી રિસાઈ ગયો હતો. જમીન માંથી અન્ન પેદા કરવા વાળો જગત નો તાત ભાંગી પડ્યો હતો. ખેડૂત ની એક માત્ર આજીવીકા ભાંગી પડી. બે વર્ષ તો માંડ માંડ કરીને કાઢ્યા. પણ હવે તો ખોરાક ને પાણી બંને ખતમ થઈ ગયા હતા. પણ તોય ખેડૂતો એ એક બાચકું ઘઉં નું ઓરડા ના ખૂણા માં સંતાડી ને રાખ્યું હતું. એવી આશા એ કે મારો નાથ જ્યારે મહેરબાન થશે ને વરસાદ વરસાવસે ત્યારે આ ઘઉં ને વાવવા થાશે!!!!! પણ આવા ભયંકર દુકાળ સામે લાચાર પશુ પંખીઓ પણ ખોરાક પાણી વગર મારવા લાગ્યાં હતાં. માણસો પણ તરસ ને મારે મરવા લાગ્યાં. લીલાછમ વૃક્ષો ઠુઠા બનીને ઉભા હતા.

દુકાળ ના પેલા વર્ષે ખીમજી પટેલ એ તેની દીકરી રૂપા ના લગ્ન કર્યા. લોકો એ કહ્યું હતું કે આ વરસ નબળું ગયું છે. છોકરી ને આવતા વર્ષે પરણાવી દેજો. આવતુ વરસ થોડું સારુ થશે તો કાંઈક ખેતરમાંથી ઉપજ પણ આવશે. પણ ખીમજી પટેલ નો માન્યા. બાજુના શહેર માં રેતા એક શેઠ પાસેથી તેણે થોડાક રૂપિયા વ્યાજ પર લીધા. ને રૂપા ના લગ્ન કરાવ્યા. રૂપા ને સાસરે કઈ ખોટ ન હતી. એટલે હમેશાં દીકરી ની કાળજી રાખવા વાળા બાપ ને થયું કે સારું ઠેકાણું હાથ માંથી વયુ ના જાય.... આ વરસ નબળું ગયું છે આવતું વરસ સારુ થશે... ઉપજ સારી આવશે એટલે તરત બધાં પૈસા ચૂકવી દેશે.

રૂપા પટલાણી બનીને આવી હતી ઘર માં. કોઈ એના બાપુ ને આંગળી ચીંધે એ વાત ની તકેદારી રાખતી આ પટલાણી ઘર ને દિપાવતિ હતી. પણ ચાર ચાર વર્ષથી સતત પડતો દુકાળ સારા સારા ઘર નેય ભરખી ગયો. પરણીને આવી હતી ત્યારે ભરાવદાર શરીર વાળી અને રૂપ રૂપ ના અંબાર જેવી રૂપા આજે હાડપિંજર જેવી થઈ ગઈ હતી. પણ તોય આંખો નું તેજ જરાય ઓછું થયું ન હતું.
ઉડતી ઉડતી રૂપા ના કાન માં વાત પહોંચી. કે તેના બાપુ એ ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો છે. આ સાંભળીને તો રૂપા ભાંગી જ પડી. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એને અનુમાન આવી ગયું હતું કે કેમ એના બાપુ એ આત્મહત્યા કરી હતી. વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી ના શક્યા ને વારંવાર શેઠ ની ધમકીઓ થી કંટાળીને!!!!

રૂપા આકાશ તરફ નજર કરી બોલી, " ક્યાં છુપાઇને બેઠો છે તું??? આખી પાપી દુનિયા ને મૂકી ને આ ખેડૂત નો જ જીવ લેવા બેઠો છે તું??? આજે એક ધરતી પુત્ર એ આત્મહત્યા કરી છે. ધરતી નેય એમ થતું હશે કે હું ફાટી પડું!!!આ શેર માં ધંધા કરતો શેઠ ને એટલી એ ખબર નહી હોય કે આ ખેડૂત ની કમાણી નું એક માત્ર સાધન ખેતી છે!!!!ને એ ભાંગી પડી છે તો પૈસા ક્યાંથી લાવશે. શેઠ ના ઘર માં પડેલું બાર મહિના નું રાશન આ ખેડૂત ની જ ખૂન પસીના ની મહેનત થી આવ્યૂ છે!!!!! તારી સામે જ બધાં હથિયાર હેઠા મૂકી દેવાં પડે છે, નઈ તો પથ્થર જેવી ધરતી ને ખેડી એમાંથી અનાજ પેદા કરવા વાળા ખેડૂત ને કોણ હરાવી શકે?? "
રૂપા રડતી રહી. તેના પતિ એ માંડ માંડ સંભાળી. થોડા દિવસો પછી બાપુ નું પાણી ઢોર પતાવી રૂપા પાછી તેના સાસરે આવી. વૈશાખ અને જેઠ ના આકરા તડકા વેઠી લોકો હેરાન થઈ ગયા હતા. અષાઢ મહિનો બેઠો હતો. ખેડૂતો ને પાછી આશા બંધાણી કે આ વર્ષે મારો નાથ વરસાદ વરસાવસે. પણ એક બીક પણ હતી ક્યાંક આ વરસ પણ કોરું ના જાય.

એક દિવસ ગામનો સૌથી પૈસા વાળો શેઠ રૂપા ના ઘરે આવ્યો. પટેલ ના ફળીયામાં પગ મૂક્યો હતો એણે. ને સાથે બે ત્રણ ચમચા પણ હતા. પરપુરુષ ફળિયા માં આવ્યો એટલે પટલાણી એ લાજ કાઢી. પટેલ એ પૂછ્યું કેમ શેઠ આજે તો તમે અમારી ઘરે?? શેઠે કહ્યું કે, આ લે અનાજ અને પાણી તારા માટે લઈ આવ્યો છું. ભેગા અવેલા ચમચા ઓ એ હાથ માં રહેલી સામગ્રી નીચે મૂકી. પટેલ ને નવાઈ લાગી કે આજે કેમ આ શેઠ આટલો મહેરબાન થયો!!!!! પટેલ એ કારણ પૂછ્યું તો જવાબ આપતા શેઠે કહ્યું કે, આ બધું એ તને મફત આપી દવ પણ એક શરતે...

"કેવી શરત??"

" તારી આ પટલાણી ને એક રાત મારી ઘરે મોકલ તો આ બધું તને આપુ. " શેઠ ના ખરાબ ઈરાદા સામે આવ્યા.
એટલું સાંભળીને તો પટેલ તેનો આપો ખોઈ બેઠો. શેઠ ને મારવા તૂટી પડ્યો. ભેગા અવેલા શેઠ ના ચમચા પટેલ ને પકડી ને મારવા લાગ્યાં. ભરાવદાર શરીર દુકાળ ને લીધે નબળું પડી ગયું હતું. એટલે પટેલ એ લોકો નો સામનો કરી ના શક્યો. રૂપા એ ઘણી કોશિશ કરી તેના પતિ ને બચાવવા માટે. એટલા મા માથે ઓઢેલો સાળી નો છેડો નીચે પડી ગયો. શેઠ તો એ પટલાણી નું રૂપ જોઈ જ રહ્યો. હાડપિંજર જેવું શરીર થઈ ગયું હતું તો પણ એના ચહેરા માંથી તેજ છલકી રહ્યું હતું. ને છેવટે પતિ ને બચાવી ના શકી. તેનો પતિ મૃત્યુ પામ્યો. રૂપા તો પોતાની આંખ સામે પતિ નો જીવ જતા જોઈ જ રહી. હજી તો બાપ નાં મોત નું દુખ ભૂલી ન હતી ત્યાં તો પતિ નું મોત!!!!! આંખો પોહળી ને પોહળી જ રહી ગઈ. હ્રદય ધ્રુજી ઉઠ્યું. શેઠ ને થયું કે હવે તેનાં રસ્તા આડેથી કાંટો નિકળી ગયો. તેણે પટલાણી નો હાથ પકડયો. રૂપા તો રાતી ચોળ થઈ ગઈ. જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક તરફ તેના પતિ નો મૃતદેહ અને બીજી તરફ આ શેઠ ના ખરાબ ઈરાદા. પટલાણી એ ફળિયામાં પડેલું દાંતેડૂ ઉપાડ્યુ ને એક જ ઝાટકે શેઠ નું માથું વાઢી નાખ્યું. આ જોઇ ને એના ચમચા ઓ ત્યાંથી ડર ને મારે ભાગી ગયા. આકાશ પણ ગરજવા લાગ્યું. પવન એ પોતાની દિશા બદલી. જોશ જોશથી પવન ફૂંકાવા લાગ્યો. આકરા કિરણો વરસાવી રહેલા સૂરજ ની આડે કાળા ભમ્મર વાદળો ઘેરાવા લાગ્યા. એક વીજળી નો ચમકારો થયો ને વરસાદ ની રમઝટ બોલી ગઈ. વર્ષો થી વરસાદ ની રાહ જોઈ રહેલી ધરતી આજે ભીંજાઈ ગઈ. રૂપા ના હાથ માં રહેલા દાંતેડા માંથી લોહી ના ટીપાં ટપ... ટપ.... ટપ.... કરતા નીચે પડતાં રહ્યાં.

એક બાજુ રૂપા એ પોતાના પતિ ની ચિતા ને આગ લગાડી ને બીજી બાજુ ઓરડા માં પડેલું ઘઉં નું બાચકુ ખભે નાંખી હાલતી થઈ ખેતર બાજુ. નિર્જીવ ની જેમ પડેલા બળદિયા ને એક સોટી મારી ત્યાં તો બળદિયા ઊભા થઈ ગયા. રાયસ નાખી ને હાતી જોયડૂ . ખુલ્લાં પડેલા ખેતરમાં હળ... હળ... હળ... કરતી માંડી હાતી હાંકવા. આજે તો શક્તિ હીન બળદિયા માં પણ જાણે શક્તિ આવી ગઈ. કઠણ પાણા જેવી જમીન પણ પોચી બની ગઈ. થોડીક વાર મા તો આખું ખેતર વાવી નાખ્યું. શેઢે હાતી ઊભું રાખ્યું ને બળદિયા ને જેવા છોડયા ત્યાં તો બળદિયા એ દોટ મુકી પાણી પીવા માટે. ખેતર નાં શેઢે ઊભી હતી ખાલી એક પટલાણી .....
સાળી નો છેડોય ખભે ના રહે એવું દૂબળુ શરીર.... પેટ ને વાહોં જાણે ચોંટી ગયા હતાં. પટલાણી જમીન પર ઢળી પડી. કાળા લાંબા વાળ જમીન પર પથરાઈ ગયા. છેલ્લા શ્વાસ એ ખાલી એટલું બોલી,
"મારાં નાથ!!!! આ તો તું જ ખાલી હરાવી શકે... બાકી કોઈ ની એટલી ત્રેવડ નથી કે આ પટલાણી ને હરાવી શકે....!!!!!"


સમાપ્ત.