કોણ બનશે Storyteller ? - 2 Nikunj Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ બનશે Storyteller ? - 2

"તું તો મારો બહાદુર છોકરો ને "

(આ કહાની છે સફર કરતા એક વ્યક્તિ ની જેને કહાની લખવા નું ગમતું હતું અને લોકો ની કહાનીઓ સાંભળવાનું પણ ,એને બધાને ફોન માં વ્યસ્તરહેતા જોઈ ને એક ગમે નું આયોજન કર્યું ,જેમાં બધા પોતપોતાનાં ક્યારેય ન ભુલાય એવા કિસ્સા સંભળાવશે અને એ ગમે ને નામ આપ્યું "કોણ બનશે સ્ટોરી ટેલર ?" એણે પોતા ની કહાની સંભળાવી ,અને બીજા ને કહાની કહેવાનો આગ્રહ કરવા લાગ્યો,હવે આગળ...)

ટ્રેન વડોદરા સ્ટેશન પર ઉભી રહી , ત્યાંના ફેરિયાઓ વડોદરા ન પ્રખ્યાત વડાપાંવ લઈને ટ્રેન માં ચઢ્યા ,એને જોતા જ સામે બેસેલો નાનો છોકરા માઁ ના ખોળા માંથી નીચે ઉતરી વડાપાંવ ખાવાની જીદ્દ કરવા લાગ્યો , થોડી વાર તો એની મમ્મી એને સમજવા લાગી ,

"આમ બહાર નું નઈ ખવાઈ ,માંદા પડી જવાઈ , આ નઈ સારું આવે ,હું તને ઘરે જઈને બનાવી આપીશ ."

એમનાં લાખ પ્રત્યનો પછી પણ તે બાળક ન માન્યું અને રડવા લાગ્યું ,હવે આ દુનિયાં માં એક પણ માઁ એનાં છોકરાઓને ક્યારે રડતાં જોઈ નથી શકતી એ નિયમ છે આ જગત નો ,ફેરિયા એ વડાપાંવ એની માતા ના હાથ માં આપ્યા,આખરે તેમણે છોકરાને પૈસા આપ્યાં,

"લે ,આ પૈસા કાકા ને આપી આવ "

છોકરો બોવ ખુશ થયો એનો ચહેરો ખિલી ઉઠ્યો ,નાના નાના પગલાં પાડી દોડતો દોડતો એની માઁ પાસે આવતો હતો ,ઘ્યાન એનું વડાપાંવ માં હોવા થી તે દોડતા-દોડતાં પડી ગયો ,અને રડવા લાગ્યો , હવે બધા લોકો નું ધ્યાન એની તરફ થઈ ગયું , એની મમ્મી એ એને ખોળા માં લઇ ચૂપ કરવાં લાગી .

"ચૂપ થઈ જા ,કશુ નથી થયું ,કીડી મરી ગયી " બોલતા બોલતા એનાં પગ ને પંપાળવા લાગી ,(જયારે પણ ઇન્ડિયા માં કોઈ પણ બાળક પડે એટલે કીડી નું અવસાન થાય જ ..એવું મેં પણ માની લીધું કારણકે મમ્મી કંઈ પણ કહે એ સાચું બીજું બધું ખોટું )

"અરે ..ચૂપ થઈ જા તું તો મારો બહાદુર છોકરો ને ....છોકરા ઓ રડે થોડી... હસો-હસો.."

આ વાંક્યો કાન પર પડતાં જ મને મારું ભૂતકાળ યાદ આવી ગયું ,મને પણ મારી મમ્મી એમ કહેતી હતી ,

અને હું પણ મારી કહાની કહેવા માટે બોલી ઉઠ્યો .

"હું બનીશ સ્ટોરી ટેલર "

મારા એ વાક્ય એ મારી આસપાસ બેઠાં લોકો નું ધ્યાન ખેંચ્યું ,સામે બેઠો વ્યક્તિ બોલ્યો ,

"હા , હા , હવે તમે બોલો તમારી વારી .."

"આ કિસ્સો મારા ફ્રેન્ડ નો નિખીલ છે,એ પણ આવી ટ્રેન માં સફર કરી પોતાના ઘરે જતો હતો ,કૉલેજ ની એક્ષામ પુરી થઈ ચુકી હતી ,ટ્રેન પણ ખાલી જેવી જતી ,એ બારી પાસે બેસી જૂના ગીતો સાંભળતો હતો , ધીમે ધીમે રાત થવા લાગી આકાશ કાળું થવા લાગ્યું હતું અને વીજળી પણ ચમકતી હતી ,જાણે કંઈ થવાનું હોય તેવો આભાસ નિખીલ ને થતો હતો , થોડી વાર રહી પોતાની ધૂન માં ગીત ગુનગુનાવા લાગ્યો .

"ભીગી ભીગી રાતો મે , મીઠી મીઠી બાતોં મે,એસી બરસાતો મેં ....કેસા લગતા હૈ ?"

એટલા માં તેની નજર સામે થી આવતાં એક વ્યક્તિ પર પડી , ઉંમર માં તે 60 ની આસપાસ નો લાગતો હતો,તે જગ્યા શોધતો શોધતો નિખીલ ની બાજુ માં આવી ને બેસી ગયો , થોડી વાર રહી નિખીલ ને આમ જૂનાં ગીતો ગાતાં જોઈ તેણે નિખીલ ને કહ્યું .

"વા ... જૂનાં ગીતો ...એની તો વાત જ કંઈક અલગ હતી "

એમ કરી તે નિખીલ સાથે વાતો કરવા લાગ્યો અને નિખીલ એ એરફૉને નો એક છેડો એમણે સાંભળવા લાગ્યો હવે તે બંને ગીતો સાંભળવા લાગ્યાં , તે વ્યક્તિ આવતાં ગીતો ના મૂવી ના નામ , હિરો - હિરોઈન ના નામ અને તેમનાં વિશે જણાવા લાગ્યો ,નિખીલ પણ ખૂબ શાંતિ થી એ સાંભળતો હતો .

વાતો માં ખોવાઈ ગયેલા નિખીલ ને જરા પણ ભાન ન થયું કે એ વ્યક્તિ એની નજીક આવી રહ્યો હતો , વ્યક્તિ એ નિખીલને વાત માં ફસાવી ધીમે ધીમે એનો હાથ નિખીલના પગ તરફ લઇ જવા લાગ્યો અને સહલાવા લાગ્યો ,નિખીલ ને હવે તેમનો વર્તાવ અજીબ લાગવા લાગ્યો તેને પોતા હાથ થી એમનો હાથ પોતા ના પગ પર થી હટાવ્યો , થોડીવાર રહી ફરી તેમને નિખીલના પગ પર હાથ મુક્યો અને દબાવવા લાગ્યો ફરી વાર નિખીલ એ તેમનો હાથ ખસેડી ઉપર થી પોતાની બેગ ઉતારી પોતાની બાજુ માં મૂકી દીધી , છતાં તે વ્યક્તિ એ વાતો કરતા કરતા પોતાનો હાથ આગળ વધાવ્યો .

નિખીલ એ હાથ ફરી ખસેડયો અને વ્યક્તિ આગળ જોવા લાગ્યો ,નિખીલ બોલવા માંગતો હતો પણ આસપાસ બેઠા લોકો ના લીધે કઇ બોલી ના શક્યો અને સહેતો રહ્યો , સ્ટેશન આવતા વ્યક્તિ એની આંખો માં જોઈ ત્યાં જતો રહ્યો .

નિખીલ પણ પોતા ના ઘરે જતો રહ્યો અને આખા રસ્તે નિરાશ રહી વિચારવા લાગ્યો "આ થયું શું ?અને મારા સાથે જ કેમ ?"

ઘર પોહોચતાં જ ચેહરા પર મુસ્કાન લઇ બધા ને મળ્યો ,રાતે સૂતી વખતે ફરી વિચારો આંખ ની સામે આવા લાગ્યા ,આંખ પણ ભીની થઈ ગઈ હતી પણ આંસુ ને બહાર આવાની પરવાનગી આંખો આપતી ન હતી,જાણે કંઈક એને રોકી રહ્યું હતું ,કારણ કદાચ એ જ વાક્યો હશે જે નાનપણ માં બધી માઁ એમનાં છોકરાઓ ને કહેતી હોય છે .

"તું તો મારો બહાદુર છોકરો ને ....છોકરા ઓ રડે થોડી"

ટ્રેન માં બેઠાં બધા લોકો સ્તભં થઈ ગયાં , હું પણ એ શાંત માં આટલું બોલી ખોવાઈ ગયો ,કારણકે નિખીલ તો બસ એક બહાનું હતું મારી અંદર વર્ષો થી દબાયેલી ખરાબ યાદો ને બહાર કાઢવાનું ..જે આજ સુધી કોઈને કહી ના શક્યો હતો .

ત્યાં બેઠાં લોકો માંથી એક વ્યક્તિ બોલ્યો

"હવે ખબર પડી કે છોકરાઓ સાથે પણ આવું લોકો કરી શકે ...સૉરી લોકો નઈ હેવાન ...છોકરો હોવા છતાં નિખીલ ઈજ્ત ના શરમે સામનો ન કરી શક્યો તો છોકરીઓ પર શું વિતતી હશે ?,હવે હું તો મારા છોકરા ઓ ને કહીશ ,
છોકરા ઓ પણ રડે ,પરંતુ આંસુ લૂંછી ને મળતી હિંમત થી મુસીબત નો સામનો પણ કરે "

સંન્નાટો તોડતા મેં કહ્યું "હવે કોણ બનશે સ્ટોરી ટેલર ?"

{"ભીગી ભીગી રાતો મે , મીઠી મીઠી બાતોં મે,એસી બરસાતો મેં ....કેસા લગતા હૈ ?"

ગાયક ; કિશોર કુમાર અને લતા મંગેશકર

મૂવી :અજનબી (1974)}