Trupti - 1 books and stories free download online pdf in Gujarati

તૃપ્તિ - 1

• પ્રસ્તાવના •

આ કહાની ના પાત્રો ના નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે..

કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી જેના જીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું..

કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે..

કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે..
અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની...
---------------------------------------------------------
"મીરાં જલ્દી કર અભિ ગાડી લઇ આવી ચુક્યો છે.. તારું દર વખતે આવુ જ હોય છે. કોઈ ને કોઈ કારણ થી બસ મોડું કરીને જ રહેવાનું..

અરે ધ્રુવ હું બસ આ મારાં ફોન નું ચાર્જર શોધી રહી હતી બાકી તો હું ઓન ટાઈમ જ હોઉં છું.

ત્યાં જ અભિ નો અવાજ આવે છે. તમે બંને આવવાના છો કે હું એકલો જ રાધનપુર ગામડાની મોજ માણવા જતો રહુ. અને ધ્રુવ તું મીરાં ને લેવા આવ્યો હતો કે વાતો ના ગપ્પા મારવા. મેં તને પહેલા જ કીધું હતુ કે થોડો જલ્દી જાજે મીરાં હંમેશા મોડું જ કરે છે..

અભિ ગુસ્સો ના કરીશ અમે રેડી જ છે ચાલ હવે તારા લીધે મોડું થઇ જશે. એક તો આ ભાગદોડ ની જિંદગી માંથી માંડ મમ્મી એ તારા ગામ આવાની પરમિશન આપી છે. તને તો ખબર ને મને ગામડા ની મોજ લેવાની કેવી ઈચ્છા છે હવે મૂડ ના બગાડ.. બાકી તને તો ખબર ને મીરાં નો ગુસ્સો કેવો છે.. કેમ અભિ બરાબર ને..

અભિ નો ગુસ્સો શાંત કરતા ધ્રુવ તેને પાણી ની બોટલ આપી હાથ પકડી ખેંચી ને ઝડપ થી પગથિયાં ઉતરી ત્રણેય દોસ્ત ગાડી માં બેસી મ્યુઝિક ઓન કરી રાઘનપુર જવા નીકળી પડે છે...

બે કલાક જેવો સમય વીતી ચુક્યો છે રાઘનપુર અને આ ટોળી વચ્ચે બસ થોડું જ અંતર છે..

રોક... રોક..... રોક... અભિ મીરાં ખુબ ઉતાવળ થી બોલી.

શું છે મીરાં હવે તારે.. બસ જો પંદર મિનિટ માં ગામ નો ગેટ આવી જશે. તારે જે કામ હોય તે ત્યાં જ હોં.

અરે જો પેલા બોર વેચવાવાળી. મારે એ લેવા છે. પછી જ આપણે આગળ જઇશુ. નહીંતર તમે જાવો હું આવતી રહીશ..

મીરાં ની વાત માની અભિ ગાડી રોકે છે.મીરાં બહાર જાય છે સામે જ એક લારી માં બોર આંબલી અને આમળા ની સરસ ગોઠવણી કરેલી છે. બાજુ માં એક બકરી નું બચ્ચું રમી રહ્યું છે. એક સુંદર છોકરી બાજુ માં રહેલ બચ્ચા ને કંઈક આપી રહી છે. મીરાં ત્યાં જઈ બોર આપવાનું કહે છે. પેલી છોકરી વડલા ના પાન માં બોર આપે છે. મીરાં એ આ પહેલા આ રીતે કોઈ વસ્તુ ની પેકીંગ જોયું નહોતું તેથી આશ્ચર્ય થી જુએ છે..

છોકરી મીરાં ના હાથ માં પડીકું આપે છે પણ ઉતાવળમાં મીરાં પૈસા ગાડી માં જ ભૂલી જાય છે તે ઝડપથી ગાડી તરફ દોડે છે અને પર્સ માંથી પૈસા લઇ લારી તરફ જવા માટે એ બાજુ જુએ છે ત્યાં જ આંખ ફાટી રહી જાય છે..

લારી ની જગ્યા એ ના તો લારી છે ના છોકરી છે ના બકરી નું બચ્ચું.. કઈ જ નથી.. મીરાં તો બસ હજુ વિચારે જ છે કે ક્યાં ગઈ આ.. અને એટલી જલ્દી બધું જ સમેટી કેમ લીધું.. હવે પૈસા નું શું કરવું??

ત્યાં જ અભિ બહાર આવે છે.. શું છે મીરાં તે તો હદ કરી યાર મંઝિલ પર પહોંચતા પહેલા જ આટલા નાટક છે તો આગળ શું કરીશ..

મીરાં અભિ ને તે બધું કહે છે પણ અભિ વાત ને ટાળી દે છે કે ગઈ હશે કોઈ કામથી. એને પૈસાની પરવાહ નથી તો તારે શું છે ચાલ પૈસા ની બચત થઇ બીજું શું ..

મીરાં પણ અભિ ની વાત માની ગાડી માં બેસી બોર નું પડીકું ખોલે છે પણ પડીકામાં બોર ને બદલે વડલા ની વડવાઈ નો ટુકડો નીકળે છે.

મીરાં ધ્રુવ ને વાત કરે છે પણ ધ્રુવ અને અભિ બંને કહે છે તારી જ ભૂલ હશે પ્લાસ્ટિક બેગ નથી સાચવતી તો આ પાન માં બોર કેમ સાચવી શકે.. અને બંને મીરાં પર હસે છે..

મીરાં પણ તેની વાત માં આવી જાય છે અને વાત ને સ્વીકારી લે છે..

******************************************
શરૂવાત માં જ એવો અનુભવ.. તો રાઘનપુર માં જઈને શુ થશે ???

ત્રણેય મિત્રો માટે કોઈ મુસીબત રાહ જોઈ રહી છે ???

આપનો પ્રતિભાવ જરૂર થી આપજો..
****વધુ આવતા અંકે ****


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED