my last post
મેં શબ્દ તુમ અર્થ તુમ બિન મેં વ્યર્થ
ભૂલ શુ હતી મારી જેની એટલી મોટી સજા મને મળી
તમને પ્રેમ કર્યો તો હતો એ કે આખી જિંદગી સાથે રહેવું હતું એ કેમ કેમ કેમ
જો જીવનભર સાથ નિભાવી નથી શકતા તો બે કદમ સાથે ચાલ્યા કેમ એકલા જીવવા ની આદત પડી ગઈ હતી તો સાથે રહેવા ના સપના દેખાડ્યા કેમ મારો પ્રેમ ત્યારે પણ શુદ્ધ હતો આજે પણ છે ને કાલે પણ રહેશે બસ મારા છેલ્લા શ્વાસ સુંધી માં સત્ય ખબર પડે તો નશ્ચિત થઈને આ દેહ છોડી શકાય બસ એજ દુવા ભગવાન ને આ જન્મ ના મળી શક્યા આવતા જન્મ જરૂર મળીશું
પ્રેમ શુ હોય એતો મને નથી ખબર બસ એક આદત છે એમના સાથ ની નવ વર્ષ બોવ લાંબો સમય ગાળો છે નઈ પણ જો મનગમતા જીવનસાથી નો સાથ હોય તો આખી જિંદગી પણ ઓછી પડે પણ જ્યારે એ સાથ છૂટે ત્યારે એક પળ પણ સદીઓ જેવી લાગે સપના કેટલી યાદો કઈ કેટલુંય કેમ કરી ને ભૂલી શકાય ને ના હું તો નઈ ભૂલી શકું આ જન્મ માં તો ક્યારેય નઈ ખબર નઈ લોકો વર્ષો એક રિલેશન માં રહિયા પછી આમ ઇજિલી કઈ રીતે આગળ વધી જતાં હશે ને એક બીજા ને ખરાબ કહી ને પોતાને સારા સાબિત કરતા હશે મારા થી તો નહીજ થાય
સોસીયલ મીડિયા પર પોસ્ટ કરી રડી ને લાલ થઈ ગયેલી આંખો માં હવે તો આંસુ પણ નથી આવતા બસ અનેક સવાલ હતા કેમ શુ ખામી રહી ગઈ હશે મારા પ્રેમ માં ક્યાં ઓછો પડ્યો જેના વગર જીવન જીવવાનું વિચારી પણ ના શકાય એને માટે આજે મોત વહાલું કરવું પડે છે જ્યાં સાત જન્મ સાથે રહેવા ના વચન લીધા હતા એ સાથ આમ અધવચ્ચે છૂટી ગયો સંબંધ નિભાવવા માં હું ક્યાં ચૂકી ગઈ શુ મારા માંજ ખામી હશે બધા વિચાર ખંખેરી એ ઉઠી હવે કદાચ આના સિવાય કોઈ રસ્તો નથી આ દર્દ માંથી છૂટવા માટે એક બ્લેડ લીધી હાથ માં ને હિંમત ભેગી કરી ને મારી દીધી બીજા હાથ પર બસ થોડી વાર દર્દ થશે પછી બધા દર્દ બધી તકલીફ થઈ છુટકારો મરવું તો નહોતું પણ એના વગર નું આ જીવન પણ શુ કામનું કેવું નઈ જેને કાલ હું ઓળખતી પણ નહોતી એજ માણસ વગર આજે મારુ કોઈજ અસ્તિત્વ નથી ધીરે ધીરે મારો શ્વાસ છૂટતો જતો તો ને હું ભૂતકાળ માં પાછળ જતી તી પહેલી વાર એમને જોયા ત્યારે ક્યાં ખબર હતી કે હું એના પાછળ આ હદે પાગલ થઈશ કે આજે એના વગર જિંદગી જીવવા કરતા મોત વધારે વહાલું લાગશે પાગલ બહુ યાદ આવે છે તારી શુબ જન્મ માં ક્યારેય સાથે નહીં રહી શકીએ
બોવ લાંબુ થઈ ગયું નઈ પહેલી વાર લખવા નો પ્રયત્ન કર્યો છે કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો આમતો લખવા નો શોખ તો નથી બસ મન થઇ ગયું મારી વ્યથા કોઈ ને કહેવા નું પણ આજ ની દુનિયા માં ક્યાં કોઈ પાસે ટાઈમ છે જીવતો માણસ સળગતો રહે ને મરેલા ને કાંધ દેવા પડાપડી થાય જો આગળ વાત સાંભળવી ગમે તો અચૂક કહેજો છેલ્લે મને બહુજ ગમતી લાઈન .......
કોઈ પ્રેમ થી જરા ફૂંક મારે તોય બુઝાઈ જઈએ...
બાકી તો કેટલાય વવાઝોડા અહીં હાંફી ગયાં ..!!
- સપના