નામ - 2 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નામ - 2

નામ 2

આગળના ભાગમાં જોયુંકે જશોદા કાલની વાતથી ધણી દુઃખી હતી. હવે આગળ

જશોદા પોતાની દરેક વાત ડાયરીમાં લખતી હતી. એ આજે હાર્દિકના હાથમાં આવી એમ તો હાર્દિક મમ્મીની ડાયરી કયારે પણ વાંચતો ન હતો. પણ આજે હાર્દિકને શું થયું કે ડાયરી વાંચવા લાગ્યો અને એને કાલની વાતની ખબર પડી. હાર્દિક પોતાના રુમમાં જાય છે.

જશોદા ઘરની બહાર ગાર્ડનમાં ચા પીતી મૅગેઝિન વાંચે છે. મૅગેઝિનમાં સરસ લેખ વાંચતી હતી એ લેખમાં એક સ્ત્રી ના સંધર્ષ ની વાત હતી કંઈ રીતે આવી અધરી પરિસ્થિતિ પછી પણ ડૉકટર બને છે. અને પછી પોતાના જીવનનું મુલ્યાંકન કરે છે હું પોતે તો મારી કોઈ પહેચાન બનાવી જ નથી. જશોદા નામથી તો મને કોઈ જાણતું જ નથી. વિચારોમાં ખોવાયેલી હોય છે ત્યારે હાર્દિક આવે છે.

" મમ્મી "

" શું થયું "

" મમ્મી જો હું ગીત ગાવા છું "

" કેમ ?
તને તો ખાલી ડાન્સ જ આવડે છે "

" ના મમ્મી
તમારો છોકરો સંગીત પણ જાણે છે"

" ઓહૉ
તો કયું ગીત ગાશો? "

" તારે જમીન પર "
" देखो इन्हें ये हैं ओस की बूँदें
पत्तों की गोद में आसमां से कूदें
अंगड़ाई लें फिर करवट बदल कर
नाज़ुक से मोती हंस दें फिसल कर
खो ना जाएँ ये.. तारे ज़मीं पर

ये तो है सर्दी में धूप की किरणें
उतरें जो आँगन को सुनहरा सा करने
मन के अंधेरों को रोशन सा कर दें
ठिठुरती हथेली की रंगत बदल दें
खो ना जाएँ ये.. तारे ज़मीं पर

जैसे आँखों की डिबिया में निंदिया
और निंदिया में मीठा सा सपना
और सपने में मिल जाए फरिश्ता सा कोई
जैसे रंगों भरी पिचकारी
जैसे तितलियाँ फूलों की क्यारी
जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई
.......
.......
जैसे झील में लहराए चंदा
जैसे भीड़ में अपने का कंधा
जैसे मनमौजी नदिया
झाग उड़ाए कुछ कहे
जैसे बैठे बैठे मीठी सी झपकी
जैसे प्यार की धीमी सी थपकी
जैसे कानों में सरगम
हरदम बजती ही रहे
[हो..] जैसे बरखा उडाती है निंदिया..
खो ना जाएँ ये..खो ना जाएँ ये.. "

જશોદાને ખબર પડી ગઈ હતી કે હાર્દિક પોતે ગીત નથી ગાતો પણ સ્પીકર લગાવ્યું છે પણ જશોદા તેને અટકાવ્યા વગર ગીત ચાલુ રાખ્યું. એ ગીત જશોદાને કંઈ કહી રહયું હતું.
અને હાર્દિકના ગીત પછી જશોદાએ પણ ગીત ગાયું.

" પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં "

હાર્દિકે સંતાઈને જશોદાનો ગીત ગાતો વિડીયો બનાવતો હતો. હાર્દિકે એ વીડીયો યુટ્યુબ પર અપલોડ કરી દીધો. અને એક મેગા કોમ્પિટિશનમાં પણ મોકલી આપ્યો.

બીજા દિવસે એના વિડીયો પર એક લાખ લાઈક અને દસ હજાર કૉમેન્ટ આવ્યા. હાર્દિક આ વાત હવે મમ્મીને જણાવે છે.

" મમ્મી જો તમારો વિડીયો "

" કેવો વિડીયો
અરે આ તો મારો જ..
કયારે વિડીયો બનાવી પણ દીધો? "

" મમ્મી જોવ તો એક લાખ લાઈકસ મળી છે. "

"હા "

બે દિવસ પછી કોમ્પિટિશનનું પરિણામ આવ્યું. એ મેગા કોમ્પિટિશનમાં જશોદા પ્રથમ નંબર આવ્યો. અને હવે આગળ તેને જીલ્લા લેવલે પર્ફોર્મન્સ આપવાનું હતું. જશોદા આ વાતથી ધણી ખુશ હતી. ઘરમાં પણ જશોદાનાં જીલ્લા લેવલે પફોર્ર્મન્સ આપવાથી બધા ખુબ જ ખુશ હતાં. હાર્દિક પણ ખુબ જ ખુશ હતો. જશોદા થોડા દિવસો પેહલા એ વાતથી ધણી દુઃખી હતીકે મહેશ તેને કોઈ પણ દિવસ પોતાની ઑફિસના કોઈ પણ ફંક્શનમાં લઈ જતો ન હતો. આ વાતથી જશોદા ને કયારે પણ ખોટું લાગ્યું ન હતું પણ એક દિવસ એ ચા આપવા જતી હતી ત્યારે એને કોઈ સાથે વાત કરતાં સાંભળ્યું કે
" મહેશ કાલે મારા ઘરે મારાં છોકરાની જન્મદિવસની પાર્ટી છે.
તો તને આમંત્રણ આપું છે. "

" હા ચોક્કસ "

" સહપરિવાર આવજો "

" છોકરાઓની તો કોલેજ ચાલુ છે અને મમ્મી તો પાર્ટીમાં આવતી નથી "

" ભાભીને લઈ આવજો "

" ના જશોદા તો બીમાર છે. "

" શું થયું "

" બસ એને તાવ છે "

" ઑકે
સારું પણ તું આવજે "

" હા "

પછી મહેશ પોતાની સાથે વાત કરતાં ઘરની ખાલી રસોઈ સુધી જાણનારીને હું કેમ લ્ઈ જામ? હાઉસ વાઈફ તો ઘરે જ રહેવું જોઈએ.

બસ જશોદા આ વાતથી ધણી દુઃખી હતી અને ઊપરથી મહેશે ખોટું કીધું હતું કે હું બીમાર છું ત્યારે જ જશોદા પોતાના કરિયર વિશે સવાલ થયો. હાર્દિકને જશોદાના ગીત ગાવાનો શોખ પણ એની ડાયરીમાંથી જ મળ્યો.

થોડા દિવસ પછી જિલ્લામાં લેવલે ની સંગીત સ્પર્ધા થાય છે અને એમાં પણ જશોદા પ્રથમ આવે છે. હવે એને આગળ રાજ્ય લેવલે પફોર્ર્મન્સ આપવાનું હતું પણ જશોદા એ માટે તૈયાર ન હતી કેમકે હાર્દિકે કોલેજની એક ઇવેન્ટ માટે દિલ્લી જવાનું હતું. કેમકે દરેક ઈવેન્ટ માટે હાર્દિક મમ્મીને મદદ કરતો હતો.

હવે શું હાર્દિક વગર જશોદા આગળની સ્પર્ધામાં જશે?
શું જશોદા ની યાત્રા અહીં જ પતી જશે?

જાણવા માટે વાંચતા રહો નામનો આગળનો ભાગ