Kashmkash - 2 books and stories free download online pdf in Gujarati

કશ્મકશ... - 2

કશ્મકશ.. (ભાગ - ૨ )

પવન અને પારિજાતનું લગ્નજીવન હવે ખરા અર્થમાં શરૂ થયું. મિત્ર તરીકે ખુબ સાથ માણ્યો હવે પતિ પત્ની નાં સંબંધોની શરુઆત થઈ રહી હતી. વિશ્વાસ એકબીજા પર આંખો મીંચીને કરી શકાય, દિલની કોઈ પણ વાત ન છુપાવતા બિન્દાસ કરી શકાય, મૌન આંખોની ભાષા વાંચી શકાય, કહેતા પહેલાં જ સમજી જવાય, એકબીજાની ઈજ્જત પ્રાણપ્યારી હોવી જોઇએ, દરેક બાબતમાં બંને વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ તો પ્રેમ આપોઆપ પ્રવેશ કરી લે.

પારિજાતની મ્હેક પ્રસરાવતો પવન મનાલીની વાદીઓમાં લઇ ગયો. વાદીઓની સુંદરતામાં ખોવાઈ ગયા બંને. બરફથી આચ્છદીત શિખરો, સૂરજના કિરણોથી જુદા જુદા રંગમાં પરાવૃતિત થતાં. પાઈનનાં વૃક્ષોની લાઈનબંધ હારમાળા, સહેલાણીઓનાં ટોળાં બરફનાં ગોળા એકબીજા પર નાખવાની રમત કરતાં.

પારિજાતે પણ બરફનો ઢગલો કરીને પવન પર બરફનાં ગોળા મારીને,ખુબ ચિડવ્યો. પવન નાં નાં કરતો રહ્યો, પારિજાત એમ માને કંઈ !! પવનને તો બસ એનો હાથ પકડીને ફરવું હતું. ક્યારેય હાથમાંથી તારો હાથ ન છ્ટે પરી. પવનની પકડ હાથ પર વધતી જતી.

પારિજાતની મ્હેક એના દિલની, શબ્દોની, પવનને બહેકાવા પૂરતી હતી.પારિજાતના દિલની સુવાસ, શબ્દોની મધુરતા પવનને બહેકાવા પૂરતી હતી. પવનનો પ્રેમ ગગનને ચૂમતો, મંદ મંદ શીતળતા પારિજાત પર વહાવતો, વ્હાલ વરસાવતો, પ્રેમથી ચૂમતો, આલિંગનમાં સમાવતો, પવન આજે પૂરો બહેક્યો હતો. પારિજાત જોડે મનમુકીને મજા માણવી હતી, એનાં પ્રેમનાં રંગમાં રંગી નાખવી હતી. પ્રેમનો રંગ ગહેરો બનાવવો હતો.

પારિજાત જેનું નામ, કસ્તુરી સમ મ્હેક, હરણી જેવી દોડ, હાથ છોડાવીને ભાગી પવનનો. પવન પીછો કરતો રહ્યો પણ હાથમાં આવે તો ને.. સાથ છૂટતો જતો હતો એનાથી બેખબર બંને કસમોની હજી આપલે કરતાં હતાં.

ત્યાં બરફમાં ખીણનો ખ્યાલ ન રહ્યો અને પારિજાત એમાં ગરકાવ થઈ ગઇ. પવનની મદદ માટેની બૂમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા, મહામહેનતે બહાર કાઢીને હોસ્પિટલ લઇ ગયા.

બરફમાં આટલીવાર રહેવાથી બેભાન થઈ ગઇ. ડોક્ટરના લાખ પ્રયત્ન છતાં ભાન આવતું નહતું. ઘરથી દૂર, આસપાસ કોઈ સ્વજન નહિ, કોઈની હુંફ નહિ. ઘરે કેવી રીતે જણાવું ? શું કહીશ ? એકલો એકલો તડપતો રહ્યો રાતભર, શુભ સમાચારની રાહમાં.

બંધ આંખે, પ્રિયજનનો દર્દભર્યો અવાઝ સંભળાતો હોય એવું લાગ્યું. કોઈ બૂમો પાડી રહ્યું હતું જલદી આવો, મદદ કરો, કોઈ છે, ચિસો પાડીને મદદ માટે બોલાવી રહ્યું હતું. ત્યાં તો હોસ્પિટલમાંથી સ્ટ્રેચર લઇને વોર્ડબોય દોડ્યા દરદીને લેવા. તાત્કાલિક ઇમરજન્સીમાં સારવાર અર્થે લઈ ગયા.

ક્ષણવારમાં બની ગયું, હજી ત્યાં જઇને જોવે એ પહેલાં વિખેરાઈ ગયું હતું. અવાઝ તો પ્રિયજનનો હતો એમ બબડતો રૂમમાં પાછો પારિજાત પાસે ગયો. હવે તેને ભાનમાં આવ્યાની રાહ જોવા સિવાય છૂટકો નહતો.

નર્સ રૂમમાં આવીને પારિજાતને ચેક કરી, ટ્યુબ વડે પ્રવાહી આપ્યું. રૂમમાં બીજો બેડ રહી શકશે કે કેમ ? તેનો ક્યાસ કાઢતી ઊભી હતી ત્યાં તો પવને પૂછ્યું શું કોઈ સમસ્યા આવી છે ?

નર્સે પરિસ્થિતી જણાવી કે બીજા બિલ્ડિંગમાં બરફનાં તોફાનને કારણે દરદીને લઇ જઇ શકાશે નહિ તો શું તમારા રૂમમાં બીજા પેશન્ટને રાખી શકીએ છે ?

દરદીને રૂમમાં લઇ આવ્યા, તેની સારવાર કરી રહ્યા હતા ત્યાંતો દર્દીનાં સગાં દોડતાં રૂમમાં આવ્યા અને પવનનો આભાર માનવા માટે જેવા હેલો મિસ્ટર.. શબ્દો બોલાયા ત્યાં તો પવન એક ઝોકાની જેમ એના સામે આવ્યો, ચાર આંખો એક થઇને સ્થિર થઇ. જોતાંજ રહી ગયા એકબીજાને, કેટલાં વર્ષોના બિછડેલા કેવા સંજોગોમાં મળ્યા ?

🤝 સાથ તારો માંગ્યો,
કુદરતને મંજૂર નહોતો,
ફરી કસોટીના એરણ,
કુદરતનાં સર્વ ખેલ.🤝


""અમી""

ક્રમશ: ....







બીજા રસપ્રદ વિકલ્પો