જેગ્વાર - 2 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેગ્વાર - 2

part 2

જે પળ વાર એકબીજાથી દૂર નહત થવા માંગતા આજે એકબીજાના દુશ્મન બની બેઠા હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સૌમ્યા ની આંખો નો તો કલર બદલી ગયો હતો સફેદ ડોળા ની જગ્યા એ કાળાં ને, કાળી કીકી જગ્યાએ સફેદ થઈ ગઈ હતી...બિહામણો ડરામણો ચહેરો જે ખૂબ સુરતી ની મિસાલ હતી તે.... અચાનક શરીરના ફેરફાર કંઈક અલગ જ વર્તન માં ફેરવાઇ ગયું હતું.
અધુરી ભૂખને સંતોષવા જાણે વરસોથી અધીરા બન્યા હોય એવી નજરોથી એકબીજા તાકી તાકી રહ્યા હતા. વાતાવરણ અચાનક પલટો મારીને વાવાઝોડામાં ફેરવાઈ જાય એમ આખી હોટલ નું વાતાવરણ ફરી ગયું હતું. કોઈ દિવસ જોયા ના હોય એવા બિહામણાં ને ડરાવના સ્વરૂપોને આજે રુદ્ર જોઈ રહ્યો હતો. આ દ્રશ્યો જોતા તો હાલ બેહાલ થઇ ગયેલા હતા શું કરવું કંઈ સમજાતું ન હતું. બહુ ગડમથલ બાદ પોલીસને ફોન જોડ્યો. ફોનમાં પોલીસની એડ્રેસ આપી વિગતવાર વાત જણાવી અને જેમ બને તેમ જલ્દી આવવા પ્રયત્ન કરવાની કોશિશ કરજો એમ વાત કરી.
દુનિયામાં સર્વશ્રેષ્ઠ અને ખૂબસૂરત દેખાતી સુવર્ણા આજે એકદમ ડરાવની અને ચંડાલ જેવી લાગી રહી હતી...
આ બધું જોતાં રુદ્ર અને અચાનક જ એક ઝોમ્બી ની જોયેલી ફિલ્મની યાદ આવી ગઈ.
તે બાથરૂમના બારણા ની તિરાડમાંથી આ બધાને જોઈ રહ્યો હતો.
રુદ્ર ને પ્રથમ વાર જોયેલી સુવર્ણા ની યાદ આવી જાય છે.

મલ્હાર ના જન્મદિવસ ની ઉજવણી એક હોટલમાં કરી રહ્યા હતા. ત્યાં સૌમ્યા આવી હતી અને એ પણ વગર આમંત્રણે જ સુવર્ણા ને લઇને આવી હતી. કેમકે સૌમ્યા ની બેસ્ટ ફ્રેન્ડ હતી સુવર્ણા.

સુવર્ણાની પ્રથમ વખત જોઈને જ રુદ્ર સ્તબ્ધ થઈ ગયો હતો. અણિયાળી આંખો ગુલાબ ની પાંખડી જેવા હોઠ અને નાકની નીચે અને હોઠની ઉપર જ એક નાનુ તલ તેની ખુબસુરતી માં વધારો કરી રહ્યો હતો.જેમ પ્રેમ નામનું પક્ષી માળો શોધતુ હોય અને મળી જાય તો મળ્યા અહેસાસ થતો હતો.
સુવર્ણા ની હાલત પણ કંઇક એવી જ હતી રુદ્ર અને જોતા જ એ સ્તબ્ધ થઈ ગઈ હતી અને જાણે ફ્યુચર નો ભરથાર જોતી હોય એવું પહેલી નજર જ લાગવા માંડ્યું હતું પણ પોતાની પરિસ્થિતિ અને હાલાત ને જોઇ ને એને સંવેદનાઓને સંકેલી લીધી હતી. પણ તેની આંખો જાણે બધું જ કરી દેતી હોય એમ લાગી રહ્યું હતું

પ્રેમ ના માર્ગ પર આવતો કોઈપણ દરવાજા હંમેશા બંધ રહી શકતા નથી તે હંમેશા છેટે જ રહે છે.તેમના માર્ગનો મુસાફર કોઈ દ્વારથી થોભાતો નથી

એ સપનાના વાવેતર નાં બીજને રોપવા માંગતી નહોતી. એને પ્રેમ મળવો એ અશક્ય જ લાગી રહ્યું હતું. પહેલેથી જ એણે એના મનને જાણે પાણી નાં બંધને જેમ બાંધી રાખ્યો હતો
પણ કહેવાય છે ને કે પાણીને અને પ્રકાશિત કિરણ ને કોઈ બંધ નથી નડતો એમ સુવર્ણા ના હૃદયમાં પણ બીજના અંકુરો ફૂટી રહ્યા હતા લાગણીઓને ક્યાં જરૂર હોય છે કોઈ બખ્તરની
બખ્તર ની જરૂર તો યોદ્ધાઓને હોય છે. લાગણીઓની કોઈ દરવાજા નથી નડતા. અને સંવેદનાઓને કોઈ તાળા નથી મળતા.
આંખોના ગગનમાં પ્રેમના સિતારા છે.
જીગર કેરી આલમમાં પ્રેમના મિનારા છે.
દુનિયા ભલે કહે નદીના બે કિનારા છે.
અને
ના મિલનના અનોખા ઈશારા છે.

આખરે ન ચાહવા છતાંય હે ચાહત કરી બેઠી હતી રુદ્ર જોડે

બધાં જ પુરાણોમાં પ્રેમ એક એવું પ્રકરણ છે જેની ચર્ચા નો આનંદ માણવો બધાને ગમતો હોય છે. આશ્વર્યએ વાતનો છે કે પ્રેમ એવું તો પણ પ્રદૂષણ નથી કે જેની આટલી નિંદા હોય તો પ્રેમ કોઈ એવો તો મહારોગ નથી કે જેનાથી આટલા ડરવાનું હોય પ્રેમ એવું તો કોઈ પાપ નથી કે જેની આટલી આભડછેટ હોય
બાથરૂમ ના દરવાજા અને જોરજોરથી ઠોકવા નો અવાજ આવવા થી રુદ્ર બાથરૂમ ના દરવાજા ને ફીટ રાખવા માટે વસ્તુ શોધવા લાગ્યો. આ બધું જોઈ એના મનને સમજાવવા લાગ્યો ગમે તે થઈ જાય સુવર્ણા, સૌમ્યા અને મલ્હારને બચાવી જ લેશે. શારીરિક શક્તિ કરતા મનની શક્તિ અધિક હોય છે.
એ પોલીસ ને ફરી કોલ કરીને પૂછે છે કેટલી વાર લાગશે....? તમે જલ્દી આવો પ્લીઝ પ્લીઝ એવા વિનંતી ભર્યા શબ્દો કહે છે.
અને ઇન્સ્પેક્ટરની જોવા લાગે છે....

ક્રમશ :