પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 1


"હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું.

"અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું.

"તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું!

"અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી.

"મૂડ ના હોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ.

"શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું.

"કઈ નહિ... એટલે એકચુઅલી હું એકલી જ ધાબે છું..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ સુજિતે કહેવા માંડ્યું - "ઓ પાગલ, ખબર પડે છે તને કઈ?! આ તાપ કેવો છે?! નીચે જા ફટાફટ!" એનાં અવાજમાં ગુસ્સો તો હતો પણ નારાજગી થોડી વધારે એટલી વધારે કે એણે કોલ કટ કરી દિધો.

અચ્છા, એટલે જ મેડમ એ ખાધું નહિ. ખાય પણ કેવી રીતે ખાવાના ટાઈમ પર જ તો મેં કોલ કરી દિધો. બિચ્ચારી આવા તાપમાં ધાબે હતી.

એ પછી તો લગભગ ત્રણ કોલ સાવિત્રીના આવી ગયા, પણ સૂજીતે કોલ રીસિવ જ ના કર્યો.

🔵🔵🔵🔵🔵

"કેમ સાહેબ, હવે તો કોલ પણ નહિ કરતાં ને... બીજા કોઈ..." એ વાત પૂરી કરે એ પહેલાં જ સુજીત બોલ્યો - "અરે યાર! વાત કરવાનાં ચક્કરમાં તું ખાતી નહીં અને તાપ વેઠે છે એ જુદું!"

"અરે યાર..." સાવિત્રી આગળ બોલે એ પહેલાં જ સૂજીતે કહ્યું - "પછી ભાભી કહેશે કે મારી બહેન તમારી લીધે બીમાર પડી એમ!"

"ઓહ! તો કારણ બસ એટલું જ છે?!" સાવિત્રીએ સિરિયસ થતાં પૂછ્યું.

"ના... કારણ એટલું જ નહિ. જો તું જસ્ટ વાત કરવા આટલુ બધુ સહન ના કર... મને એ નહિ ગમતું." સુજીતે કહ્યું.

"ઓકે બાબા! સોરી, હવે એવું કઈ નહિ કરું!" સાવિત્રીએ માફી માંગી.

"હા અને શું બોલેલી તું... બીજું કોઈ?! શું મતલબ છે તારો?!" સાવિત્રી આશ્ચર્યમાં હતી કે હજી સુજીતને એ શબ્દો યાદ હતા! એ એનાં એક એક શબ્દને કેટલા ધ્યાનથી સાંભળે છે!

"અરે એ તો... એ તો તું કોલ ના કર તો મને તો એવું જ લાગે ને?!" જવાબ આપવાને બદલે સાવિત્રીએ સામે દલીલ કરી.

"હા હવે. તને તો કેવી રીતે હશે વિશ્વાસ મારી પર... યુ નો વૉટ! આપને વાત જ ના કરવી જોઈએ!" સૂજિતે કોલ કટ કરી દિધો, સાવિત્રીને આવી આશા તો બિલકુલ નહોતી.

"પ્લીઝ કોલ રિસિવ કર ને... સી આઈ એમ ક્રાઇંગ..." સાવિત્રીનો ટેક્સ્ટ મેસેજ વાંચ્યો તો સુજીત કોલ કર્યા વિના રહી જ ના શક્યો.

"હેલ્લો!" એણે કોલ માં કહ્યું.

સામે તરફથી થોડી ખામોશી બાદ એક રડમસ અવાજ આવ્યો.

"સોરી કહું તો છું, યાર! હવે માફ પણ તો કરી દે!" સાવિત્રી ખરેખર રડી રહી હતી!

જે એની માટે જમવાનું ભૂલી જાય, ઉનાળાનો આટલો ગરમ તાપ સહન કરે, એ એનાં માટે આજે રડી પણ રહી હતી.

"જો, જો પહેલાં તો તું રડવાનું બંધ કર!" સુજીત બોલ્યો તો એની આંખો પણ વહેવા લાગી.

"કોશિશ તો કરું જ છું, પણ આંસુઓ રુકાતા જ નહિ!" એણે રડતાં રડતાં જ કહ્યું.

"શું વાત છે? બીજી કઈ વાતથી નારાજ છે તું?!" સુજીતે પણ રડતાં રડતાં જ પૂછ્યું.

"કઈ નહિ... તમારી તો કોઈ જ ભૂલ નહીં!" સાવિત્રી વાત બદલવા માંગતી હતી, પણ એ ભૂલી ગઈ કે સામે જે વ્યક્તિ હતી એ એનાં દિલની બહુ જ કરીબ હતી!

"ના. બીજી કોઈ વાત હોત તો તું આટલુ તો ના જ રડું!" સુજીતે કહ્યું.

"જો તને મારી કસમ! પ્લીઝ કહી દે ને!" સુજીતે ઉમેર્યું.

"મારી જિંદગી માં મને કોઈએ આટલું નહિ રડાવી જેટલું આજે તેં રડાવી છે!" સાવિત્રીએ આંસુઓ લૂછતાં કહ્યું તો સુજીત માટે તો આ કોઈ ધમકાથી કમ નહોતું!

"શું મતલબ?! પણ મેં એવું તે શું કરી દીધું છે?!" સુજીત બેસહારા હોય એવું ફિલ કરી રહ્યો હતો. જાણે કે કોઈ સાથે ચાલનાર અચાનક જ કોઈ અજનબી ના નીકળી જાય, આજે એણે એવું લાગી રહ્યું હતું!

વધુ આવતા અંકે...

એપિસોડ 2ની એક ઝલક: "હું ના જમુ તો શું?!" સાવિત્રી એ પૂછ્યું.

"બસ, હું પણ નહિ જમું. ધેટ્સ ઇટ!" સુજીતે કહી દીધું.

"ઓ!" સાવિત્રી બોલી.

"શું તું પણ મને..." સાવિત્રી થી આગળ બોલવાની હિમ્મત ના થઈ!