અમંગળ લગ્ન - 2 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમંગળ લગ્ન - 2


(વેદિકા આદિત્ય પાસે ગઈ અને તેનો હાથ પકડીને બોલી)

વેદિકા : આદિત્ય! આ બાળક તારું નથી, પણ તારાં ભાઇનું તો છે ને! આ સમાજ મારાં બાળકને ક્યારેય સ્વીકારશે નહીં. Please તું આ બાળકને તારું નામ આપી દે અને મારી સાથે લગ્ન કરી લે.

(આદિત્ય વેદિકાનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવીને બોલ્યો)

આદિત્ય : પણ હું મીરાંને પ્રેમ કરું છું અને આજે અમારા લગ્ન થવાનાં છે.

વેદિકા : આદિત્ય! મીરાંને બીજો કોઈ સારો છોકરો મળી જશે.

(વેદિકા રઘુવીરસિંહ પાસે જઈને બોલી)

વેદિકા : Please! તમે આદિત્યને સમજાવો ને. તમને કબીરની છેલ્લી નિશાની મળી જશે.

(રઘુવીરસિંહે મનમાં વિચાર કર્યો કે જો આદિત્ય વેદિકા સાથે લગ્ન કરી લે તો મને મારાં કબીરની છેલ્લી નિશાની મળી જશે, મારી મૂડીનું વ્યાજ મળી જશે. એમ પણ આ મીરાં મારી સગી દીકરી નથી. એનાં લગ્ન બીજા કોઈક સાથે કરાવી દઇશ.)

રઘુવીરસિંહ : આદિત્ય! તું વેદિકા સાથે લગ્ન કરી લે. મીરાં ખૂબ સારી છોકરી છે. તે મારી દીકરી છે. હું કોઈ સારો છોકરો શોધીને તેની સાથે મીરાંના લગ્ન કરાવી દઇશ.

આદિત્ય : પપ્પા! તમે આ શું બોલો છો? હું મીરાંને પ્રેમ કરું છું અને હું તેને નહીં છોડી શકું.

મીરાં : અને પપ્પા! વેદિકાની પરિસ્થિતિ ખરાબ છે તો તેની સજા અમને શા માટે?

રઘુવીરસિંહ : હું તમારાંથી ઉંમર અને અનુભવમાં મોટો છું. હું જે કહું છું તે સમજી વિચારીને જ કહું છું.

આદિત્ય : ના પપ્પા! આ શક્ય નથી.

(વેદિકા ગુસ્સામાં આવી ગઈ. તે તેનાં હાથમાં ચાકુ લઈને બોલી.)

વેદિકા : જો આદિત્ય! તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આપઘાત કરી લઇશ.

આદિત્ય : વેદિકા! ચાકુ દૂર ફેંકી દે, તને લાગી જશે.

વેદિકા : ના. પહેલાં તું મારી સાથે લગ્ન કરવાની હા બોલ.

આદિત્ય : હા! હું તારી સાથે લગ્ન કરીશ. તું ચાકુ ફેંકી દે.

(આ સાંભળી મીરાં આશ્વર્ય માં મૂકાઈ ગઈ.)

મીરાં : આદિત્ય! તું આવું ન કરી શકે. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું તારાં વગર મરી જઇશ.

(આદિત્ય મીરાં પાસે જઈને તેનો હાથ પકડીને બોલ્યો)

આદિત્ય : મીરાં! મારે વેદિકા સાથે લગ્ન કરવાં જ પડશે. તને બીજો કોઈ સારો છોકરો મળી જશે. હું તને ક્યારેય નહીં ભૂલી શકું. એમ પણ કહેવાય છે કે તમે જેને પ્રેમ કરો છો તે પાત્ર તમને મળતું નથી.

(આટલું બોલીને આદિત્ય ભીની આંખે ત્યાંથી નીકળી ગયો. મીરાં રઘુવીરસિંહ પાસે જઈને બોલી)

મીરાં : પપ્પા! તમે મને દીકરી માની છે. તમે મારી સાથે આવો અન્યાય કેમ કરી શકો?

(રઘુવીરસિંહ કંઇ પણ બોલ્યાં વગર નીચું મોઢું કરીને ત્યાંથી નીકળી ગયાં. મીરાં તેમની પાછળ જવા લાગી. મીરાં હજુ થોડી જ આગળ વધી હતી ત્યાં વેદિકાએ તેને ધક્કો માર્યો. ધક્કો લાગવાથી મીરાં દિવાલ સાથે અથડાઈ. તેનાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તે બેભાન થઈ ગઈ. વેદિકાએ ઝડપથી મીરાંના કપડાં પહેરી લીધા અને માથે ઘુંઘટ ઢાળી દીધું. પછી તે મીરાંને રૂમમાં બંધ કરીને લગ્ન મંડપમાં ચાલી ગઈ અને આદિત્યની બાજુમાં બેસી ગઇ.)

આદિત્ય : મીરાં ક્યાં છે?

વેદિકા : મેં તેને પ્રેમથી સમજાવી અને સમજી ગઇ. તેણે કહ્યુ કે તે આપણાથી દૂર ચાલી જશે.

આદિત્ય : સારું.

(એક એક કરીને લગ્નની બધી વિધિઓ પૂરી થઈ ગઈ અને આદિત્ય અને વેદિકાનાં લગ્ન થઈ ગયાં.)

પાંચ વર્ષ પછી

આદિત્ય હવે વેદિકાને ખૂબ પ્રેમ કરતો હતો. સમયની સાથે તે મીરાંને ભૂલી ગયો હતો. કબીર અને વેદિકાનો એક નાનો છોકરો હતો. કબીરનું મૃત્યુ થયું હતું એટલે તેનાં પપ્પા હવે આદિત્ય હતાં. તેમનાં છોકરાનું નામ વેદિત્ય હતું. તે ખૂબ તોફાની અને નટખટ હતો. રઘુવીરસિંહની તબિયત ખરાબ રહેતી હોવાથી આદિત્ય અને વેદિકા તેમની સાથે ગામમાં જ રહેતાં હતાં.

તેઓ વેદિત્ય માટે નર્સરી(બાલમંદિર) શોધી રહ્યાં હતાં. આદિત્યનાં એક મિત્ર રવિએ તેમને એક નર્સરી વિશે જણાવ્યું હતું. તેઓએ વેદિત્યને ત્યાં ભણવા મૂક્યો. વેદિત્યને ત્યાંના એક જિજ્ઞાસા નામનાં શિક્ષક સાથે રહેવું ખૂબ ગમતું. તે પણ વેદિત્યને ખૂબ વહાલ કરતાં. જિજ્ઞાસા વેદિત્યનું ખૂબ ધ્યાન રાખતી. એટલે આદિત્ય અને વેદિકા તેનાં પર ખૂબ વિશ્વાસ કરતાં. તેઓ ક્યાંય બહાર જતાં તો વેદિત્યને જિજ્ઞાસા પાસે મૂકી જતાં.

એક વખત આદિત્ય અને વેદિકા સાંજે વેદિત્યને લેવાં સ્કૂલે ગયાં. ત્યાં પૂછપરછ કરી તો વેદિત્ય અને જિજ્ઞાસા ત્યાં ન હતાં. તેમણે જિજ્ઞાસાને પણ ફોન કર્યો. જિજ્ઞાસા પણ તેમનો ફોન ઉપાડતી નહોતી. તેમને ખૂબ ચિંતા થવા લાગી. તેઓએ જિજ્ઞાસાનાં ઘરે જઈને તપાસ કરી તો જિજ્ઞાસાનાં ઘરે તાળું મારેલું હતું. તેઓ ત્યાંથી નીકળતાં જ હતાં કે આદિત્યનો ફોન રણક્યો. આદિત્યએ ફોન ઉપાડયો.

(ફોનમાંથી કોઈ સ્ત્રી ગુસ્સામાં બોલી.)

સ્ત્રી : આદિત્ય! તારાં છોકરાંને છેલ્લી વખત જોવો હોય તો ગામની પાછળનાં જંગલમાં આવી જા.

આદિત્ય : કોણ છો તમે?

સ્ત્રી : હું કોણ છું એ તો તને અહીંયા આવીને જ ખબર પડશે. બીજી એક વાત, પોલીસને જાણ કરવાની ભૂલ કરતો નહીં; નહીંતર તારાં છોકરાનાં જીવથી હાથ ધોઈ બેસીશ અને હા, વેદિકાને સાથે લાવવાનું ભૂલતો નહીં.

(આટલું બોલીને તે સ્ત્રીએ જોરથી હસીને ફોન મૂકી દીધો.)

વેદિકા : આદિત્ય! કોણ હતું?

આદિત્ય : ખબર નહીં! પણ એણે કહ્યું કે વેદિત્યને છેલ્લી વખત જોવો હોય તો ગામની પાછળનાં જંગલમાં જવાનું છે."

વેદિકા : તો‌ ચાલ જલ્દી.

કોણ હશે તે સ્ત્રી? શું આદિત્ય અને વેદિકા વેદિત્યને બચાવી શકશે? શું વળાંક આવશે તેમનાં જીવનમાં? જાણવા માટે વાંચો... અમંગળ લગ્ન ભાગ-3