અંત - ભાગ -૧ (એક ગ્રામ્યકથા) Chavda Girimalsinh Giri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત - ભાગ -૧ (એક ગ્રામ્યકથા)

વહેલી સવારે હાથથી દળવાની ઘંટીઓનો લયબદ્ધ અવાજ અને એ સંગીતથી દિવસ ઊગી રહ્યો હતો..દળવા બેઠેલી બહેનોના કંઠમાંથી પ્રવાહિત થતો સુર વાતાવરણને અનેરી તાજગી બક્ષી રહ્યો હતો.કેટલાંક ઘરોમાં વલોણાની છાશના છમકારાના તાલબદ્ધ લયને વલોણું વલોવતી સ્ત્રી વલોણાનું નેતરૂં ખેંચી રેલાવતાં હતી.

સુરજ સાથે પહેલા ઊગી નીકળેલી ઝાકળથી અને પનિહારીઓના પગથી જાણે આખો રસ્તો જાગી ગયો હતો.ખતરે જતા બળદના ઘૂઘરના અવાજથી જાણે આખોય રસ્તો ખનન.. ખનન... બોલી રહ્યો હતો.ગામના લોકો પોતાના કામ ની માયાજાળ માથે લઈ ચાલવા પોત પોતાના રસ્તે ચાલવા લાગ્યા હતા.

ગામડાંની સવાર વહેલી ઊગે છે. સવાર ઉગતાની સાથે ગામને પાદરે જતી ગાયો,ભેંસો,અને રબારી લોકો ની છુટેલી વાડ પણ ચાલી નીકળતી.ત્યાં ગાયના વાછરડાનો ભાંભરવાનો અવાજ કર્ણરમ્ય બનાવી દે છે.

સમય અને પાણીને અભાવે ચાર દિવસ નાહ્યા વગરનાં કામગરાં લોકોના પરસેવાથી ભીંજાએલાં શરીર અને કપડાંની ગંધ જ્યારે ગ્રામ્ય વાતાવરણમાં ભળી રહી હતી. મહેનતના પસીને પલડેલા કપડાં ની સુગંધથી વાતાવરણ કૈક અલગ જામ્યું હતું.

રાદલપુરની ચારે દિશા વૃક્ષોથી ઘેરાયેલી હતી. ઉત્તર દિશાઓ તરફ ખેતરો અને દક્ષિણ દિશામાં ગામના લોકોએ વસવાટ કરેલો હતો.ગામ ની શોભા બધી જ્ઞાતિ દ્વારા શોભતી હતી.

કુંભલ ગામ ની સવાર પણ કંઈક આવીજ જ હતી. ગામમાં દરબારો નો ઠાઠ વધુ એવામાં અમર બાપુના ઠાઠની વાત ગામે ગામે થતી. અમર બાપુ ના બાપુ વજુભા વારસારૂપે ઘણું મૂકી જતા રહ્યા હતા.પણ દારૂની લતે ઘણું ગમાવું પડ્યું.અને મા બાપુ નાના હતા ત્યારે જ ધામમાં જતા રહ્યા હતા.જીવન ની કેડીએ સાથે ચાલવા કુંવરબા એ હાથ ઝાલ્યો હતો.સાથે નવલ અને ચંદ્રેશ કરી ને બે દીકરા હતા.

સવારનો સમય અને અમર બાપુ ઓસરીમાં ઢોલયો ઢાળી હુક્કો સટ લેતા બોલ્યા : 'નવલ જરા તમાકુ નું પડીકું ઓરું કર.. આ તારી મા ને ક્યાર નું કીધું પણ દેતી જ નથી.'

એ 'હા.. બાપુ.... 'આપું છું. કરતો પહાડ જેવો અવાજ આવ્યો.'

લ્યો બાપુ.. બાપુ આ આપણે આવડું મોટું ખેતર રાયખું પણ કાઈ વાવતા કા નય..

બેટા નવલ એમાં એવું છે ને કે.. તમાકુ ચલમમાં ભરતા ભરતા બોલ્યા.. 'હું જ્યારે નાનો હતો ત્યારે બાપદાદા ઘણું મૂકી ને જતા રહ્યા ને મારા બાપ દારૂ ની લતમાં અડધું વેચી માર્યું ને લેણું ઉભું કર્યું પણ મેં એક એક પાય ભરી ને ફરી પાછુ નવે હરથી વસાવ્યું..'

'પણ બાપુ તમેય કાઈ દારૂ ક્યાં ઓછો પિવો છો'. આંખોની કિકી મિચતા બોલ્યો. આતો હું અને ચંદુ રહ્યા તો ઘણું ખરું કામ કરી આપ્યે છીએ.

ચંદુ ને માઁની બીમારીની તમેને ખબર હે.. તોયે સમય જતાં માઁનો ઈલાજ મારે કરવો છે.. ભાઈ ની ક્યારેક આવી ને હામે આવતી માનિસક બીમારી ની પણ આપણે ભાળ છે તોયે આવું કરવાનું.

નવલ ને મનમાં ને મનમાં ચિંતા થતી કે બાપુ કૈક થશે તો મારું અને ભાઈ ને માઁની હાલત મારાથી નહિ જોય શકાય..

અને બોલ્યો 'ભલે બાપુ ત્યારે હું જાવ છું ખતરે વરસાદ માથે આવવાનો છે..ખેડી ને વાવી દેહુ ને જે થશે તે ઘર માં ખાવા થશે.'

વરસાદની વાદળી વરસવા માટે તરસી રહી હતી. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો અને ધરતી ને ભીની કરવા મન મોકરું કરી ને વરસાવા લાગ્યો. માટી ની ભીની ધૂળ સુગંધથી આખું ગામ ફોરમી રહ્યું હતું.તળાવ,નદી પોતાના ખોળા ખોલી ને મનભરી ને વરસાદ ને ઝીલી રહ્યા હતા.

એ ચંદુ.. 'ઘર માં ગર માંદો પડી દીકરા,તું સમજ તો કેમ નથી. ' કુંવરબા ચંદુ મનાવી મનાવીને થાક્યા ને છેલ્લે ચંદુ ઘરમાં પ્રેવેશ્યો. ને માઁ.. માઁ.. કરતો બોલ્યો.
'માઁ હું મોટો ક્યારે થઈશ.'

ચંદુ ની માનસિક સ્થિતિ સારી ન હોવાને એટલે નાના બાળક જેવું વર્તન કરતો.

'માલો દીકરો મોટો જ છે'.. કોએ કીધું નાનો છે કરી મનાવી રહી હતી.. અને હવે નવલ ભાઈ જોડે જા કહી કુંવરબા ઘરના કામ માં લાગ્યા..

એ માઁ.. એ માઁ... કરતો કરુણ અવાજ આવ્યો.

નવલ ને વારે ઘડીએ માઁ ની ચિંતા રહેતી ને વારે ઘડીએ માઁ ને પૂછતો રહતો 'માઁ તું મને છોડી ને કયાંક જતી તો નય રે ને, હું તારું ધ્યાન રાખી તો પણ તારું ધ્યાન રાખ.

'નવલ મને કંઈ નય થાય હું અયાજ તમારી પાસે જ રહીશ..ચાલ હવે વાટ પકડો ને ખતરે જય જોય આવો કે ખતરે વાવણી થઈ જાશે તો ઓણ માંડવી વાવી દેહુ.'

વરસાદ ને કારણે રસ્તામાં ગરો,કીચડ ભરાયા હતા. ગામથી વાડી નો રસ્તો પાણી અને કીચડ અને ગારામાં ગરકાવ થઈ ગયો હતો.નવલ ને રસ્તાની જાણ થતાં પથ્થરની બનાવેલી પારે-પારે ચાલવા લાગ્યો.

જલ્દી ખતરે પોહચું એવો વિચાર અને ઘરની ચિંતા ને આગળ રાખી વાટ કાપી રહ્યો હતો..

ક્રમશ:

ગિરિમાલસિંહ ચાવડા 'ગિરિ'