The Brown Beauty - 1 Mehta Nidhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

The Brown Beauty - 1

    
    ' બ્રાઉન્ બ્યુટી ' નામ કદાચ થોડું અજુગતુ લાગશે આપને પણ સાદી ભાષા માં કઉ તો' ઘઉ વર્ણી . જ્યારે બ્યુટી ની જ વાત આવે ત્યારે પ્રથમ દ્રષ્ટિ એ તો આપણા સૌ ની નજર  દેખાવ પર જ  સ્થીર થાઈ , આંતરિક સુંદરતા ને મન ની બ્યુટી ને એ માત્ર શબ્દો પૂરતી પર્યાપ્ત છે.શ્વેત વર્ણ ને અહીં સુંદરતા નું પ્રતીક માનીએ છીએ.બસ માત્ર ગોરી ચામડી ના  હોવું પર્યાપ્ત છે ને જીવન જીવવા માટે ? મારી આ રચના આ જ વિચાર ને કટાક્ષ કરે છે. આશા છે કે આપ સૌને ને આ રચના પસંદ આવશે .

              સવારે  જાગી ને બ્રશ પણ હાથ માં લીધા વગર સૌથી પહેલા સોફા પર આવી ને પપ્પાને ગળે વળગી ને એમને હેરાન ના કરું ને ત્યાં સુધી મારા દિવસ ની શરૂઆત ના થાય. હજુ તો માંડ માંડ આમ તેમ આંખો ભાન માં પણ ના આવી હોય , મસ્તી મા જ આમ તેમ ડાફોલિયા મારતી હોઈ ત્યાં મમ્મી ની બુમાં બુમ શરૂ થઈ જાય આ છોકરી તમારી હવે  નાની નથી તે આમ તેને હજુ લાડ લડાવો છો કોઈ જવાબદારીઓ લેવી નથી બસ આખો દીવસ તોફાન મસ્તી ને મારુ તો કઈ સાંભળતી જ નથી . આમ કેટલો સમય ચાલશે 24 વર્ષ પૂર્ણ થઈ ને 25 મુ બેઠી જશે એ મહિના માં ને હજુ તો મેડમ  નખરા માંથી બાઝ નાથી આવતા.

               જોવો પપ્પા આ તમારા ધર્મપત્ની ને સમજાવો ને કે આમ મને તાના ના આપે 😜 એમને જલન થાઈ છે જોયું  , તમે આમ તમારી બેસ્ટ ફ્રેન્ડ ને તમે  ટાઇમ આપો ને તો , મેં મસ્તી કરતા કરતા કહ્યું..હવે ડાર્લિંગ તું છે જ આટલી પ્યારી કે કોઈ ને  પણ તારાથી  જલન થાઈ એમાં તારી મમ્મી નો.પણ  વાંક નથી કંઈ નહીં આપણી ગોષ્ઠિ અહીં સ્થગિત  કરીએ  નહીંતર હમણાં આપના ધર ના શિવગામી દેવી આવી ને  એમનો હુકમ ફરમાવી જશે અને તને તો ખબર જ છે કે તારા માતૃશ્રી નો હુકમ જ એમનું શાસન છે તો રાજકુમારી સા તમે પણ હવે તમારા બાથરુમ તરફ  પ્રસ્થાન કરો પપ્પા એ પણ હસતા હસતા કહ્યું .જી મહારાજ જેસી આપકી ઇચ્છા કહી ને હું ગઈ . બસ આ અમારું રોજ નું રૂટીન જ્યાં સુધી આમ પપ્પા ને મમ્મી ને ખીજવું નહી ત્યાં સુધી તો આમ મન ને આનંદ ના મળે. 

                હું ફટાફટ  તૈયાર થઈ  ને હજુ બાર આવી ને ડાઈનીંગ ટેબલ પર બેથી  ને નાસ્તા માટે મારી પ્લેટ ઉંચી કરી ને નાસ્તો લીધો 
ત્યાં પપ્પા પર કોઈ અંકલ નો ફોન આવ્યો કે તમારી દિકરી માટે મેં એક બાયોડેટા મોકલ્યો છે છોકરો સારો છે જોવામાં કઇ ખોટું નથી.

              એક વાર છોકરા વાળા ને ઘરે બોલાવી લઈએ ને જોઈ લો જો ,આપણે અત્યારે ને અત્યારે જ ક્યાં હા પાડવી છે ના ગમેં તો કઇ નઇ બસ આજ વાક્ય કોઈ પણ વચેતીયા મતલબ કે આમ દેખાડવા વાળા બોલે જ આ એમની વર્ષો જુની ટેગ લાઈન .બસ ને ફોન હજુ મુક્યો નથી ને મારા માતાજી તો હર્ષ ઘેલા , સાંભળો  આજે જ બોલાવી લઈએ આ તમારી નોટંકી પણ આજે ઘરે છે મમ્મી બોલ્યાં .

              મારું મો પડી ગયું થોડું મેં મો બગડતા મમ્મી સામે જોઈ ને કીધું તને શાંતિ નથી નઇ હું આમ ચાર પાંચ વર્ષ અહીં જ રેવાની છું સાંભળી લે તને હેરાન કરવા .હજુ ચાર પાંચ વર્ષ મરવું છે મારે આ વાવાઝોડા ને રાખું તો મારું ઘર ખેદાન મેદાન ના થઇ જાય મમ્મી એ વળતો જવાબ આપ્યો. મહારાજ આપકે હોતે હુએ મહારાણી મેરે પે હરગીઝ હુકમ્ નહીં ચાલા સકતી કુછ તો બોલીએ મહારાજ મેં પપ્પા સામે જોઈએ ને કહ્યુ. ને પપ્પા એ બોવ વ્હાલ થી માથાં પર હાથ મુક્ત કહ્યુ .

પપ્પા  : દીકરા હોવે તું મોટી થઈ થોડું સમજ આમ જીદ કેમ કરે છે

હું.     : પણ પપ્પા મને હમણાં નથી લગ્ન કરવા મને મારા સ્વપ્ન પુરા કરવા છે હજુ તમારી ને મમ્મી જોડે ફરવું છે મન મૂકી ને મસ્તી કરવી છે.

પપ્પા : હા પણ કોઈ ક્યાં તને હજુ પરણાવી દીધી ખાલી જોતો ખરી 

હું. : સારું બીજુ શુ પણ ખાલી જોઇશ જ હા બાકી મારો કોઈ ઈરાદો નથી હજુ આ મારા શિવગામી દેવી ને  હેરાન કરવાના છે. હસતા હસતા હું બોલી.

મમ્મી : નારે ના મારે તો તને આજે થઈ તો કાલ નથી કરવી આ તોફાન ને હવે મારાથી સાંભળવું શક્ય નથી મમ્મી એ પણ વાત માં પોતાનો સુર પુરાવ્યો .

હું  : એ મારી મમ્મી આમ જોને હજુ હું તો સાવ નાદાન બાળક છું આ ભોળા ચહેરા પર તને સેજ પણ તરસ નથી આવતો હે.? કેટલી ડાહી છો તું  પ્લીઝ ને આમના કર ને .

મમ્મી :  બેટા આ નખરા નો મારા પર કોઈ જ અસર થવાનો નથી સમજી તું અને નાદાન શેતાન ની ગુરૂ છે તું એટલે મને તો આમ ભોળવીને ને તારી બાટલી માં ઉતારી  દઈશ એ શક્ય જ નથી હું કઈ તારા પપપ્પા નથી કે તારા આ કાલા ઘેલા શબ્દોમાં આવી જઈશ .

પપ્પા : હોવે તમારા બંને ની તુતું મેમે બંધ થઇ હોય તો હું ઓફિસ જાઉં 

મમ્મી : હા હા તમ તમારે જાવ નીકળો ને બપોરે જલ્દી આવી જજો ને છોકરા વાળા ને પાંચ વાગ્યા નો ટાઈમ આપી દેજો , આવો ત્યારે કંઈક ચેવડો પેંડા ને એ લેતા આવજો .

પપ્પા : ભલે ત્યારે લેતો આવીશ કઇ પપ્પા ગયા.

હું ( મનમાં) : દીકરા આજે તારા કોઈ જ તુક્કા કામ નથી કરતા કોઈ શસ્ત્ર કામ ના આવ્યું  ને મારા શાંતિ ના દૂત મારા પપ્પા પણ આજે તો મહારાણી ના પક્ષ માં છે આજે તો હવે તારે આ લડાઈ માં ઉતરવું જ પડશે ભગવાના બધા રસ્તા બંધ છે. કઇ નઇ.જોઈ લેશું એ વળી કઇ ખેત ની મૂળી .હે 

મમ્મી : ઓ મહોતમમાં ઉભા થાવ હવે ને જા હોલ માં જઇ બધુ સરખું મૂકી દે નાના છોકરા ની જેમ બધું ફેલાવી  ને રાખ્યું છે .

હું : અરે માતા જી એ જ તો કહું છું કે મારી હરકત પર થી પણ તું નથી સમજતી કે હું હજુ નાંની છું.

મમ્મી : હવે માર ખાઈશ તું .

હું :  શું યાર તું પણ મને એમ કે પેલા લોકો ને તારે ચેવડો પેંડા શુ કામ ખવરાવા છે ખાલી પાણી આપવાનું બસ વાત થઈ પુરી.

મમ્મી : તું તારું આ ચબડ ચબડ બંધ કરીશ હે મને હજુ સો કામ છે 

હું : હા તો ટાઈમ પાસ શુ કરે કર ને મેં.પણ ચિલ્વતાં કિધું ( મનમાં : આ મારી મમ્મી નઇ સુધરે ને મારી વાત તો આ ભવ માં નહીં માને યાર કોઈ આમ સાવ અજાણ્યા ને કઇ પેંડા ખવડાવે હે આ કાઈ મારી સગાઈ ને પાર્ટી છે હે ભગવાન આ મારી મમ્મીને તો મારા પપ્પા જ સાંભળી શકે બાકી અપડું કામ નહીં આ કઇ નહિ ચલો નેહા મેડમ હવે પોતાના રૂમ માં જઇએ નહીંતર આ મારી માવડી મને જપ નહિ લેવા દે.) 

           હું તો ચાલી આ મારા રૂમ માં કહી ને હું ટેબલ પરથી ઉભી થઇ .આગળ કહી કહું એ પહેલાં મારુ થોડુ ઇન્ટ્રો આપી દવ બાકી તો આગળ આગળ જેમ વાંચશો એમ મારા વિશે ખ્યાલ આવશે .
મારુ નામ નેહા મહેતા , કિશોરભાઈ ને પરુલબેન ની એક ની એક દીકરી .પપ્પા મારા બેંક માં છે ને મમ્મી મારી હોમ મિનિસ્ટર .અને આપણે  આ ઘર ની એક લોતી શહેઝાદી .હજુ 23 વર્ષ નો સફર ખેડયો છે ને ચોવીસ મુ ચાલે છે, એ તો શું મારી મમ્મી ને મને જલ્દી થી પરણાવી છે એટલે બોલી દીધુ કે  25 મુ બેઠસે . સો ડોન્ટ માઈન્ડ ઇટ પ્લીઝ અરે છોકરી ઓને એની ઉંમર ના વધરાય ખબર છે ને .સ્ટડી ની વાત કરું તો બેચલર પતાવી ફેશન ડિઝાઇન નો કોર્સ કરેલો છે ને એમ.બી.એ કરવાનું ભૂત વળગ્યું તું તો હમણાં એ જોઈન કર્યું છે બાકી સુરત માં એક પ્રેઇવેટ કંપની માં જોબ પણ કરતી હતી પણ આ કોરોના ના લીધે બધું બોરીયા બીસ્ત્રા પેક કરીને આવી ગઈ જોબ મુકી ને જૂનાગઢ પાપા મમ્મી ને હેરાન કરવા ને બસ આ છેલ્લા માર્ચ થી એજ કરું છું.તોફાન મસ્તી ને હંગામા .આમ તો બોવ શાંત છું બોવ બધા  ફ્રેન્ડસ પણ નથી હા જોકે મને પર્સનલી બોવ ભળવુ ના ગમે લોકો જોડે .પણ બુકસ વાંચવાનનો ને કવિતા લખવાનો અલગ જ શોખ છે.બાકી નું પછી હવે આગળ વધીએ.


                હું આવી ને મારા બેડ પર બેઠી , ફોન હાથ માં લઇ આમ તેમ વોટ્સએપ ને ઇંસ્ટાગ્રામ જોયું ને વિચારો માં ચડી ગઈ. જોકે મેં હજુ સુધી કોઈ છોકરા જોયા નથી આ પહેલી વાર જ હતું , એટલે આમ બાર થી કેતી ફરતીતી  કે જોઈ લઈશ બધુ પણ અંદર થી એક બેચેની ને ડર પણ હતો , નેહા શુ થશે હે યાર બીક લાગે છે મન માં ને મન માં બબડી હું.

                જ્યારે પણ આ લગ્ન ની વાત આવે કે જોવાની વાત આવે ત્યારે શું આમ દીકરી ને સજાવી ને એક ઢીંગલી બનાવી ને , ને પ્રસ્તુત કરવામાં આવે છે ,અને છોકરા વાળા તો જાણે કોઈ સ્ટેચ્યૂ ના એકસીબીશન માં ન આવ્યા હોઈ એમ માનતા હશે મનમાં .અરે 
જુવો આ મારો પોતાના  વિચારો છે , બાકી લોકો ની મને નથી ખબર 

               જ્યારે તમારાં સમક્ષ કોઈ નવી વાનગી મુકવામાં આવે માની લો.કે કોઈ મેક્સિકન કે ઇટકીયન વાનગી  મસ્ત સજાવી ને મુકવામાં આવેલી હોઈ છે કે આમ જોઈ ને જ એક આકર્ષણ ઉભું થાઈ  અને જમવાનું મન થઇ જાય, પણ જ્યારે એ સ્વાદ  આપણને પસંદ ના પડે ને ત્યારે એ જ વાનગી ને ફેંકી દેવાનું મન થાઈ , પણ જો એ જ જગ્યાએ સીધી સાદી ગુજરાતી થાળી હોઈ તો એટલું આકર્ષણ નહીં થાઈ પણ સાહેબ એટલું તો ખબર છે કે ફેકવાનું મન પણ નહીં થાય.એ એક સંતુષ્ટિ આપશે જયારે પેલું માત્ર આકર્ષણ થી તમને લલચાવસે. આઇ થિંક સો તમને થોડો ધણો ખ્યાલ આવ્યો હશે મારી વાત નો..

               મારી નજર આમ ઘડિયાળ ના કાંટા પર જ હતી એક વાગ્યો બે વાગ્યા ,ત્રણ હવે ચાર ત્યાં તો મમ્મી ની બમ આવી એલી ચાર વાગ્યા હવે તું તૈયાર થઈ જા મહેમાન આવતા જ હશે , આ વાત સાંભળી ને જ હું આમ ઝબકી ગઈ ,મને શું ખબર હતી કે જે વાત ને મેં એમ જ મસ્તી માં કાઢવાનુ વિચારેલું એ મારા જીવન ના પાસા જ ઉલટ સુલત કરી દેશે . 
     
             શું થયું એ પાંચ વાગ્યા પછી? મને તો ખબર જ છે પણ તમને આગળ ના ભાગ માં જણાવીશ. તો જાણીએ આગળ ના ભાગ માં મારી જ કહાની નો એક દિલચપ્સ હિસ્સો .

                


                               

રેટ કરો અને રિવ્યુ આપો

Mehul Katariya

Mehul Katariya 7 માસ પહેલા

Mehta Nidhi

Mehta Nidhi 8 માસ પહેલા

Kunal Bhatt

Kunal Bhatt 8 માસ પહેલા

jigna bhatt

jigna bhatt 8 માસ પહેલા