મૃગજળ. ભાગ - ૬ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ. ભાગ - ૬

મે તો એકદમ હેબતાઈ ગયો કે કોઈ મને આમ કઈ રીતે કહી શકે છે,તે પણ એક છોકરી. મારા દિમાગ ના બધાં તાર હલી ગયા. મને નહોતી ખબર કે મારી કરેલી મઝાક મને જ ભારી પડશે. ત્યારબાદ એનો કોઈ મેસેજ આવ્યો નહિ.

મારા મન ને શાંતિ ન મળતાં મે આં મેસેજ રાહુલભાઇ ઉપર ફોરવર્ડ કર્યો, અને લખ્યું કે કિન્નરી મને આમ કહે છે.

રાહુલ ભાઈ નો મેસેજ આવ્યો કે હવે ખબર પડી કે એ પણ એક સાઈકો જ છે. હવે એના થી દુર રેહજે, તને આવું કહે એવી છોકરી આપણ ને ન જોઈએ.

રાહુલભાઈ એ મને ઘણો સમજાવ્યો પણ મારું માનતું ન હતું. મને એની આદત પડી ગઈ હતી જે સરળતાથી જાય એમ ન હતી.

મને એણે પહેલાં એક વાત કહી હતી જે મારા દિમાગ માં એકાએક આવી ગઈ. એને મને કહ્યું હતું કે હું મમ્મી પપ્પા સાથે પાવાગઢ જવાની છું.

મે એને ઘણા મેસેજ કર્યા પણ એના તરફ થી કોઈ જવાબ આવ્યો નહિ, એ દુઃખ માં ને દુઃખ મે ઘણા બધા દુખભર્યા ગીતો સાંભળી નાખ્યાં.

પછી મે ભગવાન ને યાદ કરીને કહ્યું કે જો અમારું પહેલાં ની જેમ રાબેતા મુજબ ચાલુ થઈ જાય તો હું મારી મનપસંદ ખાવાની વસ્તુ સવા મહિના સુધી નહિ ખાઉં. આવી માનતા મે મન માં ને મન માં રાખી લીધી.

બીજા દિવસે સાંજે મારા ઉપર કિન્નરી નો મેસેજ આવ્યો " હું ઘરે પહોંચી ગઈ છું,"

" મારા થી નારાજ છો ? મે પૂછ્યું.
"ના," એનો જવાબી મેસેજ આવ્યો.
" તો પછી મારા મેસેજો નો જવાબ કેમ ના આપ્યો ? મે પૂછ્યું.

"અરે પપ્પા સાથે હતા પછી કઈ રીતે જવાબ આપુ. તમને ખબર તો મારા પપ્પા કેટલા અઘરા છે. એમને ખબર પડી જાય તો," એનો મેસેજ આવ્યો.
"બરાબર", મે મેસેજ કર્યો.

બધું પાછું પહેલાની જેમ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું, ફોન અને મેસેજ આવવાનાં ફરી ચાલુ થઈ ગયા હતા.

બીજા દિવસે મારી અને કિન્નરી ની મેસેજ માં વાત થઈ રહી હતી.

"કાલ થી ચોખા ખાવાના બંધ," મે લખ્યું.
"કેમ ? " એણે પુછ્યું.
"મે બાધા રાખી હતી કે આપણું પહેલાની જેમ રાબેતા મુજબ ચાલુ થઈ જાય તો હું સવા મહિના સુધી ચોખા નહિ ખાઉં," મે લખ્યું.
" કઈ વાંધો નહિ કાલ થી હું પણ ચોખા નહિ ખાઉં," એનો મેસેજ આવ્યો.
" પહેલાં મને ચોખા ખાવા નહોતાં ગમતા પણ તમે કીધુ કે તમને બહું ગમે છે તો મને પણ ગમવા લાગ્યા છે," એનો મેસેજ આવ્યો.


હેરાનગતિ


કિન્નરી નો મારા ઉપર સાંજે મેસેજ આવ્યો.

"જોવ ને યાર આ કેવી વાત કરે છે," કિન્નરી નો મેસેજ આવ્યો.
"કેમ શું થયું ?" મે તરત જ મેસેજ કર્યો.
"અમારા રિલેટિવ માં એક છોકરો છે જે કેટલા દિવસ થી મારી પાછળ પડ્યો છે. મે એને કઈ ભાવ ન આપ્યો તો હવે મને કહે છે કે જો તું ભાવ નથી આપતી ને તો હવે હું તારી બહેન ને પતાવિશ. મને એટલો ગુસ્સો આવે છે ને એના ઉપર, હવે શું કહું તમને," એનો મેસેજ આવ્યો.
" એ કોણ છે ? એનું નામ કે તું મને અને એનો નંબર હોય તો આપ હું વાત કરું એની સાથે, એને હમણાં જ સીધો ડોડ બનાવી દઉં," મે મેસેજ કર્યો.
" તમે ટેન્શન ના લો એ તો હું મારી રીતે મેનેજ કરી લઈશ. મને ધમકાવવા વાળો એ કોણ અને હું કોઈના થી બિવ એવી નથી," એનો મેસેજ આવ્યો.
"હા એ તો મને ખબર છે કે તું કોઈના થી બિવે એવી નથી, તો પણ એ વ્યક્તિ કઈ વધારે મગજમારી કરે તો મને જરૂર કહેજે, આગળ હું જોઈ લઈશ," મે મેસેજ કર્યો.

"એક વાત પૂછું," મે મેસેજ કર્યો.
"હા પૂછો ને," એનો મેસેજ આવ્યો.
"તારું મારી પહેલાં એના જોડે તો સેટિંગ નહોતું ને," મે ગંભીર મેસેજ કર્યો.
" મારું કોઈની સાથે કઈ જ લફરું નથી, તમારા સમ ખાઉં છું," એનો મેસેજ આવ્યો.
"સોરી, ખોટું ના લગાડતી," મે મેસેજ કર્યો.
" મે તમારી વાત નું કોઈ દિવસ ખોટું નથી લગાડતી," એનો મેસેજ આવ્યો.
" છોડો એની વાત એના લીધે આપડે આપણો મૂડ શું કામ બગાડવાનો. જોબ ઉપર થી આવી ગયા તમે ?" એનો મેસેજ આવ્યો.
"હા હું તો ક્યારનો આવી ગયો, તું ક્યાં છે ? " મે મેસેજ કર્યો.
" હમણાં જ ટ્રેન માંથી ઉતરી અને હવે ઘરે જાઉં છું," એનો મેસેજ આવ્યો.
" ઠીક છે, રાત્રે આપણે પરવારીને વાત કરીશું, ઓકે," મે મેસેજ કર્યો.
" હા રાત્રે મેસેજ માં વાત કરીશું, બાય, ટેક કેર," એનો મેસેજ આવ્યો.
"ઓકે, બાય, ટેક કેર," મે અંતિમ મેસેજ કર્યો.


રોબોટ


રવિવારે મારે જોબ પર રજા રહેતી હતી અને કિન્નરી ની પણ રવિવારે જ રાજા રહેતી હતી.

રવિવાર ના દિવસે કિન્નરી ના ઘરે કોઇ ન હોવાથી એને મને ફોન કર્યો.

હું મારા ધાબા ઉપર બેઠો હતો એટલા માં કિન્નરી નો ફોન આવ્યો.

"હેલો, શું કરો છો ? એણે પૂછ્યું.
"એક પાગલ છોકરી સાથે ફોન પર વાત કરું છું," મે મઝાક માં કહ્યું.
"એવું," એને પણ હસતાં હસતાં કહ્યું.
"તું શું કરે છે ?" મેં પૂછ્યું.
"બદામ ફોડીને ખાઉં છું," એણે કહ્યું.
"એકલા એકલા," મે કહ્યું.
"આવી જાઓ, કોણે ના પાડી છે," એણે કહ્યું.
"આજે રવિવારે તે ફોન કર્યો ? ઘરે કોઈ નથી કે શું ?" મે પૂછ્યું.
" ખાલી હું અને મમ્મી જ ઘરે છીએ, મમ્મી ઘરમાં કામ કરે છે અને હું વાળા માં છું," એને કહ્યું.
"ઓહ, એટલે સાસુ માં કામ માં છે એ મોકાનો ફાયદો ઉઠાવીને તે મને ફોન કરી લીધો," મે હસતાં હસતાં કહ્યું.
"હા એ તો એવું જ ને," એણે કહ્યું.
"મારી સાથે વાત કર્યા વગર તારા થી રહેવાયું નહિ એટલે જ તે ફોન કર્યો ને ? મે પૂછ્યું.
"હા, એટલે જ તો મે સામે થી ફોન કર્યો તમને," એને કહ્યું

" યાર જો તું મને ના મળી તો શું થશે?," મે ગંભીરતાથી પૂછ્યું.
"તમે કેવી નકારાત્મક વાત કરો છો. એવું કઈ પણ નહિ થઈ. આપણે હંમેશાં સાથે જ રહીશું," એણે કહ્યું.

"જો તું મને નહિ મળે તો મારી જિંદગી રોબોટ જેવી થઈ જશે. જે જીવતો તો હશે પણ એના માં કોઈ અરમાન બાકી નહિ રહે અને જો મને ના મળી તો હું કોઇની સાથે લગ્ન પણ નહિ કરું. મારી માશી ની નાની છોકરી છે જે મને બહુ પ્રિય છે એને હું ગોદ લઈ લઈશ અને એના સહારે જ જીવન વીતાવીશ," મે લાગણીશીલ થતાં કહ્યું.

સામેથી કોઈ પણ પ્રત્યુત્તર આવ્યો નહિ પણ મંદ મંદ રડવાના સિસકારા સીધા સંભળાઈ રહ્યાં હતાં.

" તું રડી રહી છે ?" મે પૂછ્યું.

તો પણ સામે થી કોઈ જવાબ ન આવ્યો.

" પાગલ, રડવાનો કોન્ટ્રાક્ટ તો મે લીધો છે પછી તું શું કામ રડે છે. એ બધું તું મને આપી દે, તારા ચેહરા ઉપર માત્ર હસી જ સારી લાગે છે. ચાલ હવે હસ નહિ તો ફોન મૂકી દઈશ," મે કહ્યું.
" બો સારું, અને ધમકી ના આપો અત્યારના," એણે મોઢું ફૂલાવતા કહ્યું.
" એવું થવાનું તો નથી પણ કદાચ આપણે એક ન થઈ શકીએ તો પણ તમે મારા માટે હંમેશા ખાસ રહેશો અને હું તમને કોઈ દિવસ નહિ ભૂલું," એણે કહ્યું.

એટલામાં મમ્મીએ મને બૂમ મારી ચા પીવા માટે નીચે બોલાવ્યો.

" મમ્મી એ ચા પીવા માટે બોલાવ્યો છે માટે જવું પડશે. આપણે પછી વાત કરીશું," મે કહ્યું.

" જાવ ચા પી લો આપણે પછી વાત કરીશું,બાય," એણે કહ્યું.
"બાય," એમ કહી મે ફોન મૂકી દીધો.