"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું.
"કંઈ પણ તો નહિ, હું એણે એ રીતે નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું.
"હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ઉદાસ અને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું.
"અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું.
"તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા.
સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી.
"ધરા તો મારી બીજી પત્ની..." સૌની વચ્ચે જ જ્યારે બધા બહાર પ્રાંગણમાં બેઠા હતા ત્યારે રિતિકે એની સાળીને કહ્યું.
ઋષભ એ પહેલા એના ભાઈ તરફ અને બીજીવાર ધરા તરફ જોયું અને નીચે જોઈ ગયો. એટલામાં જ એની ભાભી પણ આવી એણે ઋષભ માટે કહ્યું કે ઋષભ તો મારો બીજો પતિ એમ!!! તો બધા જ હસવા લાગ્યા.
"ના... હો ઋષભ તો પ્રેરણા નો છે..." એમ કહીને પ્રેરણાના ભાઈ અને ઋષભ ના જીજુ એ એ બંને ની મજાક ઉડાવી.
આ પછી ધરાએ ઋષભ તરફ ધારદાર નજરોથી જોયું તો ઋષભ નીચું જોઈ ગયો.
એટલામાં ચા આપવા માટે ઘરમાંથી મમ્મીની બૂમ આવી તો કામગરી ધરા ફટાફટ ચા લાવીને આવી. બધાને આપતા આપતા જ્યારે ઋષભનો વારો આવ્યો તો એના પગમાં જોરથી એનો પગ મૂકીને દબાવ્યો. બિચ્ચારો ઋષભ તો દર્દથી બૂમ પણ ના પાડી શકે! જો પાડે તો સૌને રિઝન આપવું પડે! આ દુઃખને પણ ભૂલી એણે એની તરફ એક સ્માઈલ આપી.
"એ ચાલોને સૌ ફરવા જઈએ!" ઋષભ ની બહેન રૂપાએ પ્લાન બનાવ્યો! સૌ એ ગામના પહાડ પર જવાનો પ્લાન બનાવ્યો.
સૌ ત્યાં જવા તૈયાર થયા.
પગમાં આપેલ પ્યારના દર્દથી ઋષભ થોડો લંગડાતો ચાલતો હતો તો પ્રેરણા એની પાસે આવી અને કહેવા લાગી, "શું થયું તને આમ અચાનક?!"
એણે પગમાં જોયું તો પગમાં સોજો હતો એના મોંમાં થી "હાય હાય!" નીકળી ગયું.
"ધ્યાન રાખને, પાગલ?! ક્યાંથી વગાડ્યું?!" એણે સાવ ચિંતાતુર થતાં કહ્યું. એણે એ ખબર નહોતી કે એની આ હરકત બાજુમાં જ આવી ગયેલી ધરા પણ જોઈ ગઈ હતી.
એણે કંઈ પણ કહ્યા કે કર્યા વિના બસ આગળ ચાલી જવાનું જ વિચાર્યું અને એણે આગળ ચાલવા માંડ્યું.
ઋષભ સાવ ભૂલી જ ગયો હતો કે એના પગમાં ઇજા છે એ તો બેફામ થઈને એની પાછળ પાછળ એની પાસે આવી ગયો અને એની ઠીક પછી જ પ્રેરણા પણ આવી ગઈ.
"લોકો સાચું જ કહે છે!" એણે એના આંસુઓને રોકતા અને બને એટલા સ્વસ્થ થતાં કહ્યું.
આવતા અંકે ફિનિશ...
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)ની એક ઝલક: "પડી જાઉં હું આ પહાડ પરથી?! બધાની બધી જ તકલીફો દૂર થઈ જાય!" ઋષભ એ એક નિ:શ્વાસ સાથે કહ્યું. બધાથી જુદા એ ત્રણ અલગ હતા.
"હા... મને ધક્કો માર્યા પછી!!!" બંને એક સામટા જ બોલી ઉઠ્યા!!!
ઋષભ એ એક નજર ધરા તરફ જોયું તો એ તો બસ પ્રેરણાને જ જોઈ રહી હતી! એ વધારે અપસેટ થઈ ગઈ! શું પ્રેરણા પણ ૠષભને ચાહતી હતી?! શું એનો લવ કોઈ લઈ જશે?! એણે વધારે વિચારવાના લીધે માથું દુઃખવા લાગ્યું! એણે એના હાથને માથે મૂકી દબાવ્યું!
"અરે ના વિચારને પણ આટલું બધુ, પાગલ!" ઋષભ એનું દુઃખ કડી ગયો હતો!
"ના... વિચાર!" કહીને એણે એની તરફ એક ધારદાર નજર કરી!