આ વાર્તા કાલ્પનિક છે, આ વાર્તા ના બધા રાઇટ્સ તેના લેખક પાસે છે. આ વાર્તા લેખક ની કલ્પના છે જો પાત્રો ના નામ કે ઘટના કે બીજું બધું કોઈ ની જડે થી મેલ ખાય તો તે સંયોગ છે.
********************************************
આ વાર્તા છે એક ગામ ની જેમાં રહ્સ્ય મય રીતે લોકો નું મૃત્યુ થાય છે, શું છે તેનું રહ્સ્ય તે જાણવા માટે થઈ જાવ તૈયાર એક રહસ્યમય અને હોરર ના સફર મા ચાલવા માટે.
ફૉન નંબર
By
Dev .M. Thakkar
રાતનો સમય હતો. એક દુકાન પર બે મિત્રો ઉભા હતા, તે માણસોની ઉંમર 45 થી 50 વર્ષની હતી. તે બંને ઉભા ઉભા પાન ખાઇ રહ્યા હતા.
"તમે ખૂબ, ખૂબ સરસ પાન બનાવો છો", એક મીત્ર એ કહ્યું.
"હા, હા એટલે તો તમે બંને અહીં રોજ આવો છો" દુકાનદાર બોલ્યા.
"હા, પણ હવે ખુબ સમય થઈ ગયો છે, એટલે ઘરે જવું પડશે"
"ઠીક છે"
પછી બંને માણસો ત્યાંથી ગયા , તે રસ્તો ખૂબ જ અંધકારમય હતો અને તે સમયે ત્યાં કોઈ નહોતું, તે રાત ના 1 વાગ્યા હોઈ શકે છે. પછી એક મિત્ર નો ફોન આવ્યો, તે વ્યક્તિએ ફોન માં નંબર જોયો તે નંબર પોતાનો હતો,
"ઓહ આ જુઓ, આ તો મારો નંબર છે?"
"ઓહ, હા પણ તે કેવી રીતે શક્ય છે કે તમારા નંબર થી તમને ફોન આવે"
"હમ્મ ચાલો, તો પછી જોઈએ કોણ વાત કરે છે"
પછી તે માણસે કોલ ઉપાડ્યો,
"હેલો ,હેલો"
પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં,
"કોઈ જવાબ નથી આપતું", તે મિત્ર એ બીજા મિત્ર ને કહ્યું
"હોઈ શકે ત્યાં એક ભૂલ હશે"
"બરાબર"
તેઓ વાત કરતા કરતા ગામ તરફ વધ્યા, તે રસ્તો ખૂબ જ અંધકારમય હતો. તે બંનેએ સાંભળ્યું કે કોઈ તેમને પાછળથી બોલાવે છે. તે બંનેએ પાછળ જોયું પણ ત્યાં કોઈ નહોતું પણ તેઓએ એક સફેદ સાડી માં એક મહિલા જોઈ જે ખૂબ દૂરથી આવી રહી હતી અને તે જ દિશામાં આવી રહી હતી જ્યાં તે બંને જણા ઉભા હતા. બંનેએ તે સ્ત્રીને જોઇ પરંતુ તે બંનેએ તે સ્ત્રી ઉપર ધ્યાન ના આપ્યું. અને તેઓ તેમના માર્ગ પર આગળ વધ્યા, પરંતુ રસ્તા માં એક ઝાડમાં હતું, ઝાડમાં તે સ્ત્રી ઊભી હતી.
તે સ્ત્રી એ બને મિત્રો ને મારી નાખ્યાં અને તેમની લાશ ઝાs ઉપર લટકાવી દીધી. ખરેખર તે સ્ત્રી એક ચુડેલ હતી.
બીજા દિવસે સવારે બધા ગામલોકો એક જગ્યાએ એકઠા થયા હતા જ્યાં તે વૃક્ષ હતું, તે બધાએ બે મૃતદેહો જોયા જે ઝાડ પર લટકાવવામાં આવ્યા હતા. તે તેજ બે શખ્સના મૃતદેહ હતા, બધા ગામ લોકો મૃતદેહો વિશે ચર્ચા કરી રહ્યા હતા.
પંચાયત ત્યાં પહોંચી હતી, બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. બને મિત્રો ની પત્ની અને બાળકો બંને રડતાં હતાં. જ્યારે તે મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યા હતા, ત્યારે એક ના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીચે પડે છે, પંચાયત તે ચિઠ્ઠી લે છે અને અને વાંચવાનું શરૂ કરે છે.
'હું પાછો આવી ગયો છું, હું તમને બધાને એક પછી એક મારી નાખીશ, હું મારો બદલો લઈશ અને તે દિવસે તમે બધા પછતાસો'
આ સાંભળ્યા પછી બધા ગ્રામજનોને કંઈક વાત યાદ આવવા લાગી,
"સોહિલ", પંચાયતના એક માણસે કહ્યું.
બધા ગામલોકો વિચારવા લાગ્યા, હવે બધાએ સોહિલ ને ઓળખી લીધો હતો.
ક્રમશ....
કોણ છે સોહિલ???
મૃત્યુ થવાનું કારણ???
અને મૃત્યુ પહેલા પોતાનાં નંબર થી ફોન આવવો?
રહસ્ય જાણવા માટે બન્યાં રહો ફોન નંબર માં.
મને યોગ્ય રેટિંગ જરૂર થી આપજો જેથી મને લખવાં માં મજા આવે અને મારું માનો બળ પણ મજબૂત થાય.