આશાની મશાલ Bharat Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશાની મશાલ


“આશાની મશાલ” ઉપર જુદાં જુદાં લોકો કઇંક ને કઇંક બોલી રહ્યા હતા. આ જોઈને મને પણ લાગ્યું કે ચાલોને આપણે પણ કઇંક એવું લખીએ કે જેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધે.

હું છું ભરત પ્રજાપતિ અને હું એક વાત કહેવા માંગુ છું કે આત્મવિશ્વાસ કોને કહેવાય.

વાતની શરૂઆત કરતાં પહેલા એક મહાન લેખકે કહેલ એક વાક્ય કહેવા માંગુ છે કે;


“આ સમય પણ જતો રહેશે.”


વાત છે એક નાનકડા ગામની… ગામની સુંદરતા મનમોહક હતી, રળિયામણું વાતાવરણ હતું. પરસ્પર ભાઈચારો રાખે એવું નાનકડું ગામ હતું.

ગામમાં રહેલા વાલજીકાકા નો દીકરો ફર્સ્ટ ક્લાસ ગ્રેજયુએટ થઈને વિલાયતથી પાછો આવ્યા ને ચાર દિવસ થયા. એનું નામ અવિનાસ. અવિનાસ ત્રણ વર્ષ પછી પાછો ગામડે આવેલ. અને એનામાં ગામ માં થી વિદેશ માં જનાર અવિનાસ સૌપ્રથમ હતો. એટલે ગામ ના લોકો પણ તેને મળવા અને વિદેશ કેવું હોય એ જાણવાની આતુરતાથી વાલજીકાકા ના ઘરે આવ્યા જ કરતાં હતા.

અને અવિનાસ ફોરેન ની વાતો કરતાં થાકતો નહતો. ત્યાં રહેલા જુદા - જુદા રીતિ-રિવાજો , ત્યાની ઊંચી ઊંચી બિલ્ડીંગો , ત્યાનું શિક્ષણ , ત્યાં રહેલી ચોખ્ખાઈ તેમજ લોકો ની રહેવાની અને હરવા-ફરવાની ટેવ.... વગેરે વગેરે....

બે દિવસ થઈ ગયા અવિનાસ ને આવ્યાને અને તેને શરીર માં અશક્તિ જેવુ જણાવવા લાગ્યું તેથી હવે એ આરામ જ કરી રહ્યો છે અને ગામ ના લોકો પણ આવતા નથી. એમણે વિચાર્યું કે, “ જ્યારે અવિનાશ ની તબિયત ઠીક થઈ જશે ત્યારે જઈશું. ”

પરંતુ અવિનાશ ની તબિયત ફક્ત એક જ દિવસ માં જ ખુબજ નબળી પડી ગયી. તેને શ્વાસ લેવામાં તકલીફ પાડવા લાગી તેમજ આખા શરીર માં અંગ તૂટી રહ્યા હોય એવી પીડા થવા લાગી. અને એટલા માં જ રેડિયો પર સમાચાર ચાલુ થયા અને સમાચાર માં બોલનાર મહિલા ખુબજ ઘંભીર અવાજ સાથે બોલી કે, “ જીવલેણ મહામારી એવી ‘નોબલ કોરોના વાઇરસ : કોવિડ - 19’ દેશ માં વીજળી વેગે ફેલાઈ રહ્યો છે. તેથી ઘરે રહેવું, માસ્ક પહેરવું, સેનેટાઈજ કર્યા વગર હાથ મોં.. આંખ કે નાક ઉપર ન અડકે એવી કાળજી રાખવી. અને આ બીમારી ના લક્ષણો માંથી સર્વ પ્રથમ અને સમાન્ય લક્ષણ એ છે કે જે-તે કોરોના ગ્રસ્ત વ્યક્તિને શરદી.. ઉધરસ.. ગાળામાં બળતરા.. તાવ આવી જાય છે. અને મહત્વ નું અને ગંભીર લક્ષણ એ છે કે, જે વ્યક્તિને કોરોના થયો હોય એને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. ” અને આગળ વાત વધારતા એ મહિલા બોલી કે, “ આ મહામારી એ કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્ક માં આવવાથી ફેલાય છે તો લોકો ના ઘરે જવવાનું ટાળો .. કામ વગર બહાર જવું નહીં.. અને માસ્ક તેમજ સેનેટાઈજર ફરજિયાત પણે ઉપયોગ કરવો. ”

રેડિઓ ઉપર આ સમાચાર સાંભળીને અવિનાસના પપ્પા વાલજીકાકા અને તેની મમ્મી રમીલાબેન બંને ચિંતામાં આવી ગયા અને અવિનસની મમ્મી તો રડવા લાગી.

તે પછી વાલજીકાકા અવિનાસ ને લઈને દવાખાને લઈને ગયા. ડોકટોરોએ કહ્યું કે, “ પરિસ્થિતી ગંભીર હોવાથી અવિનાસ ને ઓક્સિજન ઉપર રાખવો પડશે. અને પછી કોરોનાનો રિપોર્ટ કરવો પડશે. તે પછી યોગ્ય સારવાર આપી શકાય. અને પૈસાની વ્યવસ્થા પણ કરી રાખજો. ”
અવિનાસ ને બે દિવસ ઓક્સિજન ઉપર રાખ્યો અને સાથે સાથે કોરોના ની રિપોર્ટ પણ કઢાવવા માટે આપી અને બીજા દિવસે કોરોનાનો પોજિટિવ રિપોર્ટ આવ્યો.

ડોક્ટરે જણાવ્યુ કે, “ કોરોના પોજિટિવ આવ્યો છે એટલે કરીને દર્દીને બીજી મોટી હોસ્પીટલમાં દાખલ કરવો પડશે. કોરોના માટે જરૂરી સારવાર આ હોસ્પિટલ માંથી મળવી શક્ય નથી. તેથી કરીને અમે અહિયાથી તમને ડિસ્ચાર્જ કરીએ છીએ. ”

( વાસ્તવ માં કોરોના વાઇરસ નવો નવો ઈંડિયામાં દાખલ થયો છે એટલે એની સારવાર માટે જરૂરી સાધન તેમજ મશીનો હજી નાની હોસ્પિટલોએ વસાવ્યા નહતા. )

વાલજીકાકા અવિનાસ ને લઈને અમદાવાદની પ્રખ્યાત અને ઊંચી હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાનું ફી ધોરણ ખૂબ જ વધારે હતું અને જે વાલજીકાકા ભરી શકે તેમ સક્ષમ નહતા. અવિનાસ ના વિદેશના ભણતર ની ફી પણ સરકારની સ્કોલેરશિપ દ્વારા ભરાઈ હતી.

વાલજીકાકાએ તેમના ગામના બધાજ માણસોને ફોને કરીને પૈસા ની વ્યવસ્થા કરવાનું કીધું પરંતુ કોઈએ મદદ કરી નહતી. કારણકે રકમ જ એવી મોટી હતી કે મદદ કરવા માટે કોઈ તૈયાર જ ના થયું. અને બધાને એમ જ લાગતું હતું કે, “ અવિનાસ હવે મારી જસે અને જે માણસ બચી ના શકે એવ માણસ પાછળ પૈસા ખરચવાનો કોઈ ઉદ્દેસ જ નથી. અને અવિનાસ મરી ગયો તો પછી પૈસા ની થતી રકમ કોણ ચૂકવી આપશે?.. આવા વિચારો કરીને કોઈએ વાલજીકાકા ની મદદ કરી નહીં.”

ઉપરાંત વાલજીકાકા પાસે પૂરતી જમીન પણ હતી નહીં જે વેચીને પૈસા ભેગા કરીને અવિનાસ ની સારવાર કરવી શકે. જમીન વેચીને માંડ - માંડ બે લાખ રૂપિયા ની વ્યવસ્થા થઈ શકે પરંતુ હોસ્પિટલ માં ડોકટોરે ઓછામાં ઓછો 4 થી 5 લાખ ખર્ચો થશે એમ કહેલું અને આટલા ઓછા સમય માં જમીન વેચવાનું કામ પણ અશક્ય હતું અને ઉતાવળ માં વેચવા જઈએ તો ધાર્યા પૈસા મળે તેમ નહતા.

તેમ છતાં પણ વાલજીકાકા એ ડોક્ટરને કહ્યું કે, “ તમે ઈલાજ કરવાનું ચાલુ કરી દો હું થોડી વારમાં જ પૈસા જમા કરવી દઉં છું. ”
ડોકટોરો અવિનાસ ની સારવાર શરૂ કરવાનું કામ ચાલુ કરી દીધું અને એ પહેલા થોડી જરૂરી વિગતો ફીલ – અપ કરાવી.

રમીલાબેને વાલજીકાકા ને કહ્યું કે, “ તમે ડોક્ટરને કહી તો દીધું છે પણ એ વિચાર્યું છે કે તમે આટલા પૈસા ક્યાંથી લાવશો..? ”

વાલજીકાકા બોલ્યા કે, -


“ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજો જરૂરથી ખોલી આપે છે.”


આટલું બોલીને વાલજીકાકા હોસ્પિટલની બહાર જઈને ઓસિયાળા ( ઉદાસ ) થઈને બેસી ગયાં. અને એમાંની આંખો માંથી અશ્રુઓ ની ધારા વહેવાની પણ શરૂ થઈ ગયી હતી. તેમને તમની પત્નીને તો સમજાવી દીધું હતું કે ગમે તેમ કરીને પૈસા ની વ્યવસ્થા થઈ જશે. પરંતુ એમને પણ આશા નહતી કે પૈસા ની વ્યવસ્થા થશે. પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરાવી અને ક્યાંથી કરવી એની ચિંતામાં ને ચિંતામાં તે નીચે જોઈને રડવા લાગ્યાં.

એટલામાં એક આધેડ ઉંમર નો અને એકદમ તંદુરસ્ત કાયા ધરાવતો એક વ્યક્તિ હોસ્પિટલની બહારથી ચાલતો ચાલતો જતો હતો અને એમને વાલજીકાકા ને રડતાં જોઈને પૂછ્યું કે, “ ભાઈ શું થયું છે..? કેમ રડી રહ્યા છો..? ”

વાલજીકાકા એ બધી વાત એ વ્યક્તિ ને કરી... અને બધી વાત કે કઈ રીતે એનો દીકરો વિદેશ માંથી પાછો આવ્યો એ વખતે પ્લેન માં એને કોરોના થઈ ગયો હતો અને જેની જાણ ચાર દિવસ પછી થઈ અને હવે એની સારવાર કરવા માટે ડોક્ટર કહે છે કે ઓછામાં ઓછો ખર્ચ ચાર થી પાંચ લાખ જેવો તો થશે જ. ”

અને વાલજીકાકા એ એ પણ કહ્યું કે, “ અમારા ગામમાં રહેલા માણસો પણ મારી મદદ કરવા માટે તૈયાર થતાં નથી અને મારા સગા વહાલા ના ઘર માં પણ પૈસાની કટોકટી ચાલી રહયી છે. મારી પાસે રહેલી જમીન ની કિંમત પણ વધારે ઉપજતી નથી. હું અત્યારે બધી બાજુ થી અસહાય છું. હવે તો ખાલી પ્રભુ જ કોઈ ચમત્કાર કરી શકે એમ છે.

આ બધી વાત પેલા વ્યક્તિએ ખુબજ ગંભીરતાથી સાંભળી અને કહ્યું કે, “ તમે ચિંતા ના કરો.. હું છું ને..? આ હોસ્પિટલ માં રહેલ ડોક્ટર મારા સગા દીકરા જેવો જ છે. ”

પછી ડોશાએ તેના સાથે ભૂતકાળ બનેલી ઘટના જણાવતા કહ્યું કે, “ મારૂ નામ ચંદ્રકાંત છે. જ્યારે મારી નવા નવા લગ્ન થયા હતા ત્યારે.. હું, મારી પત્ની અને મારો એક વર્ષનો દીકરો બસ માં મુસાફરી કરી રહ્યા હતાં અને ત્યારેજ બસનો ભયાનક એક્સિડેંટ થયા અને જેમાં 6 (છ) લોકો મૃત્યુ પામ્યા અને વીસ થી વધુ મુસાફરો ઘાયલ થયાં. મૃત્યુ પામેલા વ્યક્તિઓ માંથી એક મારી પત્ની અને એક મારો દીકરો હતો’. અને એ પછી મે બીજા લગ્ન પણ કર્યા નહીં.

પછી ઘણાં મહિનાઓ વીતી ગયાં અને એક દિવસ હું કાર લઈને ઓફિસે જઈ રહ્યો હતો ત્યાં રસ્તા વચ્ચે મારી ગાડી ખરાબ થયેલી તો એ ગાડી ગેરેજ લઈને ગયેલો હું. ત્યાં ગેરેજ ની બાજુ મે માં એક નાનું લગભગ 3 વર્ષ નું બાળક જોયું અને એ ખુબજ રડતું હતું .. તો મે ગેરેજ ના કારીગરને કહ્યું કે, ‘ પહેલા તમારા આ બાળકને ચૂપ કરાવો પછી કામ કરી લેજો. બિચારું એ ક્યારનું રડે છે. ’

ત્યારે તે કારીગરે કહ્યું કે, ‘આ બાળકને કોઈ રાત્રે અહિયાં છોડીને જતું રહ્યું છે. આ બાળક મારુ નથી. અને હું હમણાં જ આ બાળકને અનાથ આશ્રમ માં મૂકવા માટે રવાના થતો જ હતો કે તમે આવી ગયાં તો વિચાર્યું કે તમારું કામ પતાવીને જાઉં.’ આટલું બોલીને એ ભાઈ તો પોતાનું કામ ફરીથી કરવા લાગ્યો.

પછી મને વિચાર આવ્યો કે; મારે પણ કોઈ દીકરો નથી તો શું કામ હું આ બાળક ને મારા ઘરે ના લઈ જઈ શકું..? અને આ વિચારીને મે એ બાળક ને મારા ઘરે લઈને આવ્યો એને ભણાવ્યો – ગણાવ્યો અને ડોક્ટર બનાવ્યો. એને આજ સુધી મે સાચી વાત કહયી નથી અને ના કોઈ દિવસ કહીશ. હું આનામાં મારા દીકરાનું જ મોઢું જોવું છું અને વિચારું છું કે, જો મારો દીકરો આજે જીવતો હોત તો આના જેવોજ હોસિયર અને ખ્યાતનામ વ્યક્તિ જરૂર બનતો.

મારા દીકરા ના બદલે મે આનું પાલન પોસાણ કર્યું અને આજે તમે અસહાય છો તો એ વિચારીને તમારી મદદ કરું છું કે, મારી પત્ની આજે જે પણ જગ્યા એ હોય ખુશ રહે. એક જાન ના બદલામાં બીજી જાન બચાવવાનો વિચાર કરીને તમારી મદદ કરું છું. ”

અને પછી ચંદ્રકાંતલાલે એના દીકરાને કહીને અવિનાસ ની સારવાર વિના મૂલ્યે કરાવી. અને આજે એ વાત ને એક વર્ષ થઈ ગયું છે અને અવિનાસ અને તેનો પરિવાર સુખીથી સિટિ માં રહે છે. તેમજ કોરોના ના કારણે અત્યારે અવિનાસ ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહ્યો છે. અને એનો પગાર આજે મહિને 65 હજાર છે. અને એમાંના ગામમાં રહેતા બે બીજા વ્યક્તિઓને પણ કોરોના થયો હતો જેમની સારવાર માટે ના 70% પૈસા ની મદદ અવિનાસે કરી એ પણ પૈસા એના ઑફિસ ના મેનેજર પાસેથી વ્યાજેથી ઉધાર લઈને. અવિનાસ નું એમ માનવું છે કે, “ જો એક માણસ જ બીજા માણસ માટે મદદ ના કરે તો એવો માણસ એ અજાન એટલે કે જાન વગર ના એક પત્થર જેવો જ કહેવાય. ”

કોરોના જેવી મહામારી માં લોકોની પાસે રહીને મદદ ના કરી શકીએ તો કંઈ નહીં પરંતુ આત્મવિશ્વાસ.. હિંમત અને જેટલી બની શકે એટલી આર્થિક મદદ તો કરી જ શકાય.

આ વાર્તા ઉપર થી બે બોધ ( પાઠ ) શીખવા મળે છે.

બોધ 1 :-
પરિસ્થિત ગમે તેટલી કઠિન હોય પરંતુ કોઈ દિવસ આત્મવિશ્વાસ અને ભગવાન ઉપર થી વિશ્વાસ ડગાવાવો જોઈએ નહીં.

બોધ 2 :-

એક માણસને બીજા માણસ માટે પરસ્પર ભાઈચારો તેમજ નિસ્વાર્થ ભાવે મદદ કરવાની વૃતિ રાખવી પડે. મુસીબત માં રહેલ માણસ ને આપણે ઓળખાતા ના હોઈએ તો પણ એની વાત સાંભળીને આપણાથી જેટલી બને એતલી મદદ કરવી જોઈએ.
કોઈ માણસ આપણી મદદ ના કરે તો પણ જરૂરત ના સમયે એને મદદ કરવા માટે ભૂતકાળની ઘટના યાદ કરીને બેસી ના રહેવાય.


**''**''**


વાર્તાની શરૂઆત માં મે એક વાક્ય કહ્યું હતું અને એ વાક્ય સૌએ પોતાના જીવન માં યાદ રાખવું જ જોઈએ.


“આ સમય પણ જતો રહેશે.”


આ વાક્યમાં સુખ અને દુઃખ બંન્ને નો સમાવેશ થાય છે. જો આપણે મુસીબત માં હોઈએ ત્યારે વિચારવાનું કે, ‘આ સમય પણ જતો રહેશે.’ એટલે વધારે દુઃખ ના થાય એની જગ્યાએ સુખનો આનંદ થાય.

અને જો આપણે સુખ માં હોય તો પણ આ વાક્ય યાદ કરવાનું કે, ‘આ સમય પણ જતો રહેશે.’ આવું યાદ કરવાથી સુખ માંથી દુઃખ આવે ત્યારે અઘરું ના લાગે દુઃખ ને સહન કરવું. તે ઉપરાંત આ વાક્ય યાદ કરતાં એ પણ વિચાર આવે કે, “ જો આજે આપણે સુખી અને સમૃદ્ધ છીએ તો આજે આપણે કોઇની મદદ કરીશું તો દુઃખ ના સમય માં આપણી પણ મદદ કોઈ કરશે. ”





**"**સમાપ્ત**"**


લેખક : ભરત પ્રજાપતિ


🙏🏻 વાંચવા માટે ખૂબ ખૂબ આભાર 🙏🏻