જિંદગીનો સંઘર્ષ - ભાગ 2 Juli Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

જિંદગીનો સંઘર્ષ - ભાગ 2

એક નાનકડો દરવાજો જે ખોલતાં જ ' ચીયયયયર....' અવાજ આવ્યો. તેમાંથી એક નાનો હાર કાઢ્યો ને પોતાના ગળામાં પહેર્યો.

" મમ્મી હું તૈયાર થઈ ગઈ છું. " યુવાન છોકરી જ્યારે તૈયાર થાય ત્યારે ખૂબ જ સુંદર લાગે..ને તેનો અવાજ પણ મીઠો હોય...

" હા , હું પણ. " કહેતાં ઘરને બંધ કર્યું. લાગતું હતું કે તેઓ કોઈક પ્રસંગમાં જતાં હતાં. રીક્ષામાં બેસી બંને વાડીએ પહોંચ્યા.

લગ્નમાં મહેમાનોની ભીડ હોય તથા મોટી ઉંમરના વડીલો પોતાના છોકરાં- છોકરીઓ માટે પાત્ર શોધવા જ બેઠાં હોય તેવું લાગે.

" હેલો કેમ છો માસી? " પેલીએ નમ્રતાથી પૂછ્યું.

" મજામાં તું કેમ છે ધૂલી ? " જવાબ તો આપ્યો પણ જાણે પરાણે બોલતાં હોય તેવું સ્વેતાને લાગ્યું.

" મજામાં " ધૂલીએ પ્રત્યુત્તર આપ્યો.

" ધૂલી ચાલ ત્યાં માંડવા પાસે બેસીએ. " ધૂલીની માઁ એ કહ્યું.

બન્ને જણ ત્યાં બેઠાં જ્યાં આસપાસ પરિવારજનો હતા.

" હાય મનાલી. " ધૂલીએ તેની કાકીની છોકરીને પૂછ્યું. કારણ કે તેના લગ્ન હતા. તે માંડવાની વિધિમાં બેઠી હતી ને ધૂલી તેની બાજુની ખુરશીમાં બેઠી. મનાલીએ ' હા ' માં માથું ધુણાવ્યું. ધૂલીને થયું કે સારું એણે જવાબ તો આપ્યો નકર આજ સુધી કોઈ દિવસ સારી રીતે વાત પણ નથી કરી.

માંડવાની વિધિમાં થોડી વાર રહીને અગ્નિકુંડમાં ઘરની નિયાણીને એક દીપ પ્રગટવાનું હોય. કાકીએ આજુબાજુ જોયું તો કોઈ છોકરી ન હતી .. ધૂલી તો બઠી હતી પરંતુ તેને ન કીધું. ત્યાં બાજુથી પસાર થતી બીજી છોકરીને કહ્યું, " બેટા અહીં આવ "

પેલીએ વિધિ પૂર્ણ કરી.બીજી તરફ જોતાં ધૂલીની આંખમાંથી આંસું આવ્યા.ધૂલીને મનમાં વિચારો ઘૂમવા લાગ્યા. તે વિચારોમાં ડૂબી ગઈ.

" આજે તું ખૂબ જ સુંદર લાગે છે ધૂલી." એક 22 વર્ષનો છોકરો આવી ધૂલીના હાથમાંથી ઝાડું લઇ બાજુમાં મૂકી ધૂલીને ઉચકી લીધી.

"અરે આકાશ નીચે ઉતારો મને. મમ્મી આવી જશે અને કામ પણ બાકી છે." કહેતાં આજુબાજુ જોવા લાગી.આકાશે તેને નીચે ઉતારી અને બહાર ચાલ્યો ગયો.
( મારી સાથે આવું શું કામ થાય છે ?? કારણ કે મારા ડિવોર્સ થયા છે એટલે ?? શું ડિવોર્સ થયા એમાં હું અછૂત થઈ ગઈ ??? નાયિકા સ્વ- સાથે મથામણ કરતી હતી.)

" ધૂલી ચાલ વાળ સરખા કરી લઈએ. પછી મોડું થઈ જશે." અચાનક એક અવાજ આવ્યો ધૂલી ભાનમાં આવી.

" હા, મમ્મી " કહી બન્ને ત્યાં વાડીના રૂમમાં ફ્રેશ થવા ગયા.મનાલી પણ ફેરાની રસમ માટે તૈયાર થવા ગઈ.

લગ્નની પુરી વિધિ પૂર્ણકરી બધા પરત ફર્યા.

*
રોજ રાત્રે અને જ્યારે સમય મળે ત્યારે ધૂલી અને ચેતું વાતો કરતા.પોતાના મનની દરેક વાત એકબીજા સામે મુકતા અને સમજતાં સાથે તેનો સાથ પણ આપતા.

" આજે મજા આવી ધૂલી લગ્નમાં ?? " ચેતુનો મેસેજ આવ્યો.

" હા પણ બહુ ગમ્યું નહીં . "

" કેમ ?

" તમને તો ખબર છે મારું પાસ્ટ શું છે .... તેના કારણે આજે કાકીએ મને લગ્નમાં માંડવામાં વિધિ કરવા ન આપી . " ઉદાસ થતી બોલી.

" યાર તું મન પર ન લે . બધું બરાબર થઈ જશે. "

" શું મારા ડિવોર્સથયા એમાં હું અછૂત થઈ ગઈ ???

" ના "

" તમને ખબર છે ડિવોર્સ પછી કેટલા જણએ મને બોલવાનું મૂકી દીધું. શું ડિવોર્સવાળી છોકરી ખરાબ હોય ? મારો શું વાંકહતો એમાં ? કોઈને શોખ થોડી હોય પોતાનો ઘર તોડવાનો.. કાંઈ કારણ હોય તો જ છોડવું પડે ને ?? " કહેતાં ધ્રૂસકે રડવા લાગી....

" એક વાત કહું ? "

" હા કહો ..."

" હું તને બહુ પસંદ કરું છું. તું મારાથી લગ્ન કરીશ ? "......

( આગળનું જાણવા વાંચતા રહેજો જિંદગીનો સંઘર્ષ ભાગ - 1👍 )