A new beginning books and stories free download online pdf in Gujarati

નવી શરુઆત


લગ્ન કર્યા બાદ સ્ત્રીના એક નવા જીવનની શરુઆત થાય છે. અને એમાં એક સ્ત્રી પોતાની જાતને કેવી રીતે Adjust કરે છે એ વિશે મેઁ અહીંયા જણાવવાની કોશિશ કરી છે..

Adjustment શબ્દ આવેને ત્યારે તો બસ એક સ્ત્રીનો જ વિચાર મારા મનમાં આવે છે કેમ કે , એના જેટલું Adjust કરવાની તાકાત શાયદ બીજા કોઈનામાં છે જ નહિ..

તમે એક પુરુષને પૂછી જુઓ કે તમારી જે Lifestyle છે, તમે જ્યાં બાળપણ વિતાવ્યું છે , જ્યાં તમારું Family છે શું આ બધું જ છોડીને તમે એક નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છો?? Obviously એ નાજ કહેશે.

પોતાના જીવ કરતા પણ વ્હાલા માં બાપને , પોતાની જીવનશૈલિને , જ્યાં બાળપણ વીત્યું હોય એ ઘરને , મિત્રો , ભાઈ - બહેન વગેરે.... આ બધું જ છોડીને એક નવા જીવનની શરૂઆત કરવાની , એક નવા ઘરે જવાનું આ બધું જેટલું દેખાય છે એટલું કાંઈ સહેલું નથી અને આ સ્ત્રીનો બીજો જન્મ થયો છે એવું જ કહેવાય.. કેમ કે , બધું જ નવેસરથી કરવાનું હોય છે. સાસરીમાં પોતાનું એક સારુ નામ બનાવવાનું , પરિવારનું ધ્યાન રાખવાનું , પોતાના અધૂરા રહી ગયેલા Dreams પાછળ મેહનત કરવાની બધું જ.... વળી , કેટલીક સ્ત્રીઓ તો પોતાના પતિના સપનાઓની પાછળ એવી ખોવાઈ જતી હોય છે કે ભૂલી જ જાય છે કે એના પણ કેટલાક Dreams હતા...

ખરી વાત તો હવે જ આવે છે કેમ કે સ્ત્રી એના નવા પરિવારથી , ત્યાંના લોકોની જીવવાની જે રીત છે એનાથી અંજાણ હોય છે છતાંય પોતાની જાતને એવી રીતે એ પરિવારમાં ભેળવી દે છે કે જાણે એવું જ લાગે કે ઘણા વર્ષોથી સાથે રહેતી હોય. અને આવાની અંદર જો ત્યાં કોઈ સ્ત્રીને સમજવાવાળું ના હોય , એણે Respect ના મળતી હોય તો જરાક વિચારો કે એક નારી ઉપર શું વીતતી હશે??

દુનિયાની 50 % સ્ત્રીઓનું જીવન બાળપણથી જુવાની સુધી ભણતરમાં પછી લગ્નમાં ને પછી સંતાનોની પાછળ જ વીતી જતું હોય છે. આ બધું કરવું એક સ્ત્રીનું કર્તવ્ય છે હું એમ નથી કહેતી કે આ બધું ના કરવું જોઈએ પરંતુ એમને પોતાના જીવનમાં કંઈક કરવાનો Chance જ નથી મળતો અને જો મળે તો પણ કેટલીક વાર પરિવારનો Support ના હોવાને લીધે , એકલતાને લીધે સ્ત્રીઓ પાછી પડતી હોય છે..

આમ તો એવું કહેવામાં આવે છે કે પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પરંતુ મારા ખ્યાલથી એક સ્ત્રીની સફળતા માટે પુરુષે પણ એટલો જ એનો સાથ આપવો જોઈએ કે જેટલો સ્ત્રી આપે છે.. લગ્નજીવનમાં એકબીજાની સાથે મિત્ર બનીને રહેવું , એકબીજાના વિચારોને સમજવા આ બધું ખુબ જ જરૂરી છે કેમ કે અમે Husband Wife છીએ એવું જ વિચારીને જો જીવશો તો તમે ક્યારેય એકબીજાને નહિ સમજી શકો કારણ કે ત્યાં એક Limit આવી જાય છે એક બંધન આવી જાય છે.. અને જીવનમાં આગળ જવા માટે એક સારા મિત્ર બનવું જરૂરી છે.

કેટલાક પતિને પરિવાર કે બારના લોકોની સામે પત્નીની મદદ કરવામાં શરમ આવતી હોય છે પરંતુ એમાં શરમ શાની?? શું તમે કોઈ પારકી સ્ત્રીને મદદ કરી રહ્યા છો?? આતો તમારી જીવનસંગીની છે તમારી અર્ધાંગિની તમારું અડધું અંગ છે. પત્ની તો ક્યારેય નહિ કહે કે મારે મદદની જરૂર છે પણ અહીંયા વાત છે સમજદારીની , એના વગર બોલ્યે એણે જાણવાની.

ટૂંકમાં મારે બસ એટલું જ કહેવું છે કે સપના પૂરા કરવાની ક્યારેય કોઈ ઉંમર નથી હોતી...એક પત્ની , એક માં બન્યા પછી પણ સપના પૂરા થઈ શકે છે. એટલે દરેક સ્ત્રીને એક જ વિનંતી છે કે ક્યારેય એવું ના વિચારતા કે લગ્ન થઈ ગયા એટલે હવે Career finish..અને હા , આ બધાની વચ્ચે એક પતિનો સંગાથ અને વિશ્વાસ જ છે કે જે પત્ની ને સફળ બનાવી શકે છે અને એના Dreams સુધી પહોંચાડી શકે છે.


પટેલ અંજલિ ✍️









બીજા રસપ્રદ વિકલ્પો