સુલોચના માણસો ની જાણકાર અને ઉંમર માં મોટી હતી , તે ખેવના ની મનોદશા સમજી સકતી હતી કે ખેવના સ્વાભિમાની છોકરી છે , માટે તેને કોઈ નુ બોલવું નહિ ગમે..
તેને ખેવના ને કહ્યું, " બેટા મારી સંસ્થા માં તું થી સકે છે, અને ત્યાંથી નજીક એક મારા ઓળખાણ ની શાળા પણ છે , તું ભણેલી હોઈ તો ત્યાં કામ મળી જશે ,અને સંસ્થા માં પણ હવે મારી ઉંમર થતી જઈ છે, તું મને મદદ કરજે.
ખેવના એ તેમને ' હા ' કહ્યું
પછી હોસ્પિટલ માંથી ડીસચાર્જ મળતા ની સાથે સુલોચના ટકેવના ને પોતાની સાથે સંસ્થા લઇ ગઈ , તેને મકોનો બતાવ્યા અને બધા વિશે થોડું જણાવ્યું, એટલા માં ત્યાં વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માં રહેતા લોકો આવ્યા ,તે બધા સાથે સુલોચના એ ખેવના ની ઓળખાણ કરાવી, તે બધા તેની સાથે ખૂબ સારી રીતે થોડી વાતો કરી ને રૂમ સુધી લઈ ગયા. રૂમ સુધી ખેવના ને પહોંચાડી સુલોચના એ કહ્યું," બેટા , આ બધા ને તારા પરિવાર જેવા જ સમજજે, અને કઈ પણ જરૂરિયાત હોય તો તરત મને કે કોઈ પણ ને કહજે, બધા તારી મદદ કરશે.
ખેવના એ રૂમ માં ચારે બાજુ જોયું,તેમાં એક અલ્મારી, એક પલંગ અને એક ટેબલ - ખુરશી હતા, ખેવના પલંગ પર બેઠી અને તેની મન ફરી અતીત ને યાદ કરવા માં લાગી ગયું, ચારે બાજુ થી તેને જાણે પેલી બધી વાતો હજી તેના મન ના ગુંજતી હોય તેમ લાગતું હતું, તેના શરીર અને મુખ પર પરસેવો વળી ગયો, થોડું વાર માં તેને વાસ્તવિકતા નુ ભાન થતાં , તેં બાથરૂમ માં નાહવા માટે ગઈ.
સામે બીજી બાજુ તેને મમ્મી પપ્પા ને આ વાત ની જાણ થઈ , તેમની તો ખેવના એક ની એક જ પુત્રી હતી,તેઓ તેને ખૂબ શોધતા હતા..પોલીસ માં ફરિયાદ પણ નોંધાવી,પણ ખેવના નો હજી પતો લાગ્યો ન્હોતો..
થોડી વાર માં સુલોચના તેના રૂમ માં આવી અને જમવાનું ટાઈમ અને તે જગ્યા બતાવવા પોતાની સાથે આવવા કહ્યું.રસ્તા માં ચાલતા ચાલતા સુલોચના કહ્યું, " બેટા, મે તને એક શાળા માં શિક્ષિકા ની જગ્યા માટે વાત કરી હતી ને તે થઈ ગયું છે.કાલે તું સવારે તૈયાર રહેજે , હું તને ત્યાં લઇ જઇશ...
સવારે ખેવના ખ્યા ટાઈમ પર તૈયાર થઈ, સુલોચના સાથે એ શાળા એ પહોચી, તે સંસ્થા થી બસ દા મિનિટ ની ચલાવાની દુરી પર જ હતી...ત્યાં તેને બધા માર્કશીટ બતાવ્યા અને તેને ધોરણ 8,9,10 માં ગુજરાતી સિક્ષિકા તરીકે લેવા માં આવી, અને સારા પગાર પણ આપવાનું નક્કી થયું.
હવે ખેવના ના જીવ માં થોડો જીવ આવ્યો, કે તે હવે પોતાના પર જીવશે, તેને કોઈ પર બોજ નાઈ બનવું પડે તેને કોઈ મેણાં નહિ સંભળાવે..
બીજી બાજુ આ તરફ પોલીસે ખેવના ના માં બાપ ને એક જગ્યા એ બોલાવ્યા અને એક છોકરી ની મૃત દેહ બતાવી એ ખેવના છે કે નહિ એમ ઓળખવા કહ્યું, ખેવના ના માં બાપ એ તેનો ચેહરો ખોલ્યો , પણ એકસીડન્ટ ખૂબ ભારે થયું હોવાથી મોઢું ઓળખી સકાય તેમ નહોતું...પણ તેના હાથ માં ની વિટી એ ખેવના મે સગાઈ માં પહેરાવેલી વીંટી જેવી જ હતી, અને શરીર નો વાંધો અને ઉંમર ખેવના જેવડી જ હતી, માટે તેમને આ મૃતદેહ ખેવના નો જ છો, એમ પોલીસ ને કહ્યું.
અને તેના માતા - પિતા એ ખૂબ દુખ સાથે રડતા રડતા તેના અગ્નિસંસ્કાર કર્યા...ખેવના તેના પિતા ની ખૂબ લાડકી હતી, ઘર ની હાલત તંગ હોઈ તો પણ નાનપણ થી ખેવના એ જે માંગ્યું એ તેના પિતા એ તેના માટે લાવ્યું હતું, ખેવના તેની નાની આંગળી થી પિતા નો હાથ પકડી આવડી થઈ હતી, આ બધા દ્ર્શ્યો જ તેમની આંખ સામે ફરતા હતા...
પણ રડતી આખો એ તેમને ખેવના માં અસ્થી ને પધરાવ્યા....પણ તેમને હજી આ વાત પર વિશ્વાસ બેસતો નહોતો...