Successfully changing lives books and stories free download online pdf in Gujarati

સફળતાથી બદલાતી જિંદગી

રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર જવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો સોજી ગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે...
આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ..
કાલે સવારે તેના લગ્ન હતા, ખૂબ સારી રીતે લગ્ન વિધિ પત્યા પછી તેની વિદાય થઈ અને તે પોતાને સાસરે ગઈ....ખેવના દેખાવે ખૂબ સુંદર હતી, માટે માતા - પિતા ગરીબ હોવા છતાં એક સારા ઘર જે દૂર થી હવેલી જેવું દેખાતું હતું , ત્યાં થયા હતા.
અહી પહોંચતા તેને તેના પતિ ના રૂમ માં બેસાડી, તેના પતિ પોતાના મિત્રો સાથે એક હોટેલ માં હતા...અને આજે ખુશી ના દિવસ માં મિત્રો સાથે દારૂ પી રહ્યા હતા...થોડી વાર પછી આજ ની રાત પોતાની પત્ની સાથે રહેવા તે કાર લઇ ને નીકળ્યો, પણ રસ્તા માં તેનું એક ટ્રક સાથે એક્સિડન્ટ થયો, અને ત્યાં જ તે મૃત્યુ પામ્યો....રાતે મોડે તેના પતિ ની લાશ આવી ...અગ્નિસંસ્કાર થતાં, તેના ઘર ના લોકો તેને મનહુસ કહેવા લાગ્યા અને ઘર છોડી પોતાના બાપ ના ઘરે જવા કહ્યું, તેને ના પાડતા તેની સાસુ રોતા તેને કહેવા લાગ્યા" તારા પગલાં અમારા ઘર માં પડ્યા ને તું અમારા દીકરા ને ખાઈ ગઈ,જો હવે તું ઘર માં રઈસ તો ખબર નાઈ સુ અનર્થ થશે, માટે તું જતી રે..."
ખેવના એ ઘર થી બહાર ફેંકી દેવાઈ પણ પોતાના માં બાપ ના ઘરે જઈ સકાય તેમ નહોતું..તેની પિતા ની કમાણી થી માંડ તેનું ઘર ચાલતું હતું...તે વધારે તેમના પર બોજ બનવા માંગતી નહોતી...માટે બપોર થી તે આમ જ સહેર નાં રસ્તા પર ચાલ્યે જતી હતી...
આમ જ ચાલતા ચાલતા તે રસ્તા પર બેહોશ થઈ ગઈ .
તેને આખો ખોલી તે એક હોસ્પિટલ માં હતી, તેની બાજુ માં એક આન્ટી જેમની ઉંમર 50 જેટલી જાણતી હતી, ખેવના એ આંખ ખોલતા જ તેમને તેના માથા પર પ્રેમ થી હાથ ફેરવ્યો અને કહ્યું" બેટા, તું મને રસ્તા પર બેહોશ હાલત માં મળી હતી, મે તને જગાવવા બહુ પ્રયત્ન કર્યાં પણ તું બહુ સકતી વિનાની લાગે છે, લે આ જ્યુસ પી લે પછી આપણે વાત કરીએ....
ખેવના એ જ્યૂસ તો પી લીધું પણ સુ કહેવું એ વિચારવા લાગી....પછી આ આન્ટી એ ફરી કહ્યું, બેટા મારું નામ સુલોચના છે,હવે તું કહે સુ થયું, તારી આવી હાલત કેમ છે?"
ખેવના એ કહ્યું , મારા 2 દિવસ પહેલાં લગ્ન થયા હતા, પણ હું અભગ્ની મારા પતિ ની તે જ રાતે મોત થઈ ગઈ, અને મને મન્હુસ કહી સાસરે થી કાઢી મૂકી.
સુલોચના એ કહ્યું,"બેટા , તો તારા મમ્મી પપ્પા એમનો નંબર છે તારા પાસે તો હું એમને ફોન કરું" થોડું વાર વિચર્યા પછી ખેવના એ કહ્યું" આન્ટી મારા મમ્મી પપ્પા હું તેમના પર બોજ બનવા નથી માંગતી, અમારે ગામડે આવી સ્ત્રીઓ ને બઉ બધા તાના કસે છે, હું તો સાંભળી લઈશ, પણ મારા માં બાપ ને પણ આવું સાંભળવું પડશે, એના કરતાં હું તેમને હવે ના મળું એ જ સારૂ રહેશે...

____________________*________________________

જો કઈ ખોટું લખ્યું હોઈ તો દિલ થી માફી માંગી છું

બીજા રસપ્રદ વિકલ્પો