અત્યાર સુધી :
હું પામી ગયો કે હવે બધાને પૈસા ચૂકવી દેવામાં આવશે, પણ ત્યાં તો શેઠે જણાવ્યું, "આજે હું કોર્ટમાં મારી જાતને દેવળીયા તરીકે જાહેર કરવાનો છું અને આવતી કાલથી આ કંપની બંધ કરવામાં આવે છે."
આનંદ આ તું શું કહી રહ્યો છે..? તને ભાન પણ છે કે નહીં..?
આમ કેવી રીતે બની શકે..? આ નિર્ણય લેવા પહેલા એક વાર તે તારા પિતાજી ને પૂછ્યું હતું..? અને અચાનક એવું તે શું બન્યું કે તમે તમારી જાતને નાદાર જાહેર કરી રહ્યા છો..? અને પૈસા હોવા છતાં પણ તમે લોકોને પૈસા નથી આપી રહ્યા...!! આ અનીતિ કહેવાય. " આ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો અને મે પ્રશ્નો ની વર્ષા કરી દીધી.
-------------------------------------------
આગળ : મારે કોઈને પૂછવાનું આવતું જ નથી. આ બિઝનેસ મારો છે હવે, હું સંભાળું છું. " મારા મિત્ર એવા મેનેજર સાહેબ બોલ્યા.
" મિત્ર..! આ કેવી રીતે બિઝનેસ સંભાળ્યો કેવાય..? તું બોલી રહ્યો છે કે હવે કાલ થી બધું કામ સંકેલી કેવું છે... બિઝનેસ બંધ કરી દેવો છે... પોતાની જાતને દેવાળિયો સાબિત કરવો છે. " મે પ્રતિપ્રશ્ન કર્યો.
હા, મારે મારી જાત ને દેવાળિયા તરીકે જાહેર કરવાની છે. અને બધુંય સંકેલી ને જ હું બિઝનેસ ને સાંભળી રહ્યો છું.
આમ આટલી મોટી રકમ આપવા જઈએ તો પછી હકીકત મા પણ દેવામાં જ ઊતરવું પડે.
અત્યારે સુધી આપણે બિઝનેસમાં અદ્વિતિય નફો એકત્રીત કરેલો છે. આપણી કંપની માટે 10 - 15 લાખ જેટલી રકમ પણ ચૂકવવી રમત ની વાત કહેવાય અને આનંદ તું કહી રહ્યો છે કે તારે નાદાર જાહેર થવું છે.. તારી પાસે ચૂકવવા માટે પૈસા નથી..?? " પાછો મારા દ્વારા પ્રશ્ન કરાયો.
હું મન માં "- મનુષ્ય પૈસા પાછળ કેટલો ગાંડો થઈ ગયો છે. જ્યારે જુવાન હોય ત્યારે સમગ્ર જીવન પૈસા મેળવવા માટે વલખાં મારતો રહે છે અને જ્યારે પૈસા આવે ત્યારે તેનું જીવન જ પૂર્ણ થઈ ગયેલું દેખાતું હોય છે. ભૂતકાળ માં કરેલી અગણિત ભૂલો અને પાપ નો ભાર યાદ આવતો હોય અને પછી એનો પ્રાયશ્ચિત્ત કરવા માટે ભક્તિ અને ભજન કરતો હોય છે અને પોતાની જાતને છેતરવા માટે કહે છે કે, ' એ પુણ્ય ના રસ્તા પર હંમેશા ચાલતો રહ્યો છે. '
પરંતુ સત્ય તો એ છે કે, ' એ બસ એની ભૂલો અને પાપો નો ભાર ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. "
દેખ આનંદ હું એક જોબર તરીકે નહીં પરંતું આજે એક મિત્ર તરીકે સલાહ આપવા માગું છું કે, " અનીતિ ના રસ્તા પર ચાલવાથી આજ સુધી કોઈને પણ લાભ થયો નથી અને થશે પણ નહીં કોઈ દિવસ. અને બીજી વાત આવું કરવાથી ઈજ્જત ના પણ બે આના થાય. " મે મારા મિત્રને સમજાવતા કહ્યું.
હું પણ આજે એક મેનેજર કે શેઠ તરીકે નહિ પરંતુ એક મિત્ર તરીકે તને સલાહ આપવા માંગુ છું કે, " નીતિ નું પૂછડું પકડી રાખવાથી બિઝનેસ કરી ના શકાય. અનીતિ ના માર્ગ ઉપર ચાલવાથી જ ભલું થાય છે દોસ્ત. " તું નથી ઈચ્છતો કે મારું ભલું થાય..?
હું તારું ભલું ઈચ્છું છું એટલે જ તને કહી રહ્યો છું કે, " આવું કરવાથી તારા પિતાજી દ્વારા બનાવેલ માન.. મોભો.. સમ્માન ખોઈ બેસીશ. આવું કરવાથી તું કઈ રીતે વિચારી શકો કે તારું ભલું થશે..?
સટ - અપ...!! મારે અત્યારે દલીલો કરવાનો સમય નથી. તમે ઓફિસની બહાર જઈને સૌને જણાવી દો કે હવે કાલ થી ઑફિસ નું કામ - કાજ સંકેલી જાય છે. તેથી કોઈએ અહિયાં કાલે સવારે થી અહીંયા આવવું નહીં અને બીજું કામ જાતે જ શોધી લેવું. અને આ મહિનો પણ શરૂ થયાને પણ સાત દિવસ જ થયા છે. એટલે સ્વાભાવિક છે આ મહિના નો પગાર પણ આપવામાં આવશે નહીં.
જો આનંદ.. આ બધી વાત મારે કર્મચારીઓ ને જણાવવાની ના હોય. તારે જ કહવું પડે. મેનેજર હું નહીં પણ તું છે. તારે જ કહેવું પડશે - હું નથી કહેવાનો કંઇપણ. " આમ કહીને હું તો ઑફિસ નો દરવાજો ખોલીને બહાર જતો રહ્યો.
હું જેવો બહાર ગયો કે તરતજ દસ મિનિટ મા આનંદ આવ્યો અને સ્ટાફને એકત્રીત કરીને કહ્યું કે, " હું દેવામાં પડી ગયો છું જેના કારણે કાલથી કંપની ને બંધ જાહેર કરવામાં આવી રહી છે. "
આ સાંભળી ને બધા આશ્ચર્ય પામી ગયા અને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને એમનાં પ્રશ્નો પૈકી સૌથી વધુ સંભળાઈ રહેલા પ્રશ્નો એ હતા કે;
' હવે કાલ થી નવું કામ શોધવું પડશે અને કામ ક્યારે મળશે અને કેવું મળશે..? તેમજ એનું પગારધોરણ કેવું હશે..? ' આવા પ્રકારના પ્રશ્નો સંભળાઈ રહ્યા હતા.
એટલા માં મારી બાજુ ના ડેસ્ક પર બેસતાં જીગર ભાઈ આવ્યા અને કહ્યું કે, " તો પછી હવે ન્યૂ જોબ શોધવાનું કામ રહ્યું એમ ને..? "
હા.. એક કામ ગયું ને બીજું જોબ શોધવાનું કામ આવ્યું. હવે ક્યારે નવું કામ મળશે એની ચિંતા તો મને પણ થાય છે. તમે ક્યારથી કામ શોધવા ની શરૂઆત કરવાના છો..? હું તો આજ રાત્રે જ ફ્રેન્ડ સર્કલ મા કૉલ કરી પૂછી જોવું અને ક્યાંક જગ્યા હોય તો ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે જતો આવું જેથી જલદી થી જલદી પાછું કામ શરૂ થઈ જાય. " મે જીગર ભાઈ ને કહ્યું.
હું તો હવે 15 - 20 દિવસ ગામડે જઇને આવું અને તેથી કરીને માઈન્ડ પણ ફ્રેશ થઈ જાય. તેમજ આપણા ગામ માં રહેલા મારા દાદા ના ખાસ મિત્ર એવા રમણીકલાલ એમનો કારોબાર પણ મુંબઈ જેવી સિટી મા એમનો કાપડ નો ઉદ્યોગ ભારે ઠાઠ માઠ થી ચાલે છે.. પરંતુ એમને સિટી નું વાતાવરણ યોગ્ય ના લાગ્યું તેથી એમના ત્રણ દીકરાઓ માંથી મોટા બે દીકરા મુંબઈ રહીને તેમનો બિઝનેસ સંભાળે છે. અને સૌથી નાનો છોકરો તેમની સાથે ગામમાં જ રહે છે. તો હું વિચારું છું કે, ' ત્યાં મેળ પડી જાય તો મુંબઈ મા જ સેટ થઈ જવું છે. ' એટલે માઈન્ડ ફ્રેશ પણ થઈ જાય અને સાથે સાથે કામ નો પણ સેટિંગ થઈ જાય... આ બંને કારણ થી ગામે જવાની ઈચ્છા છે. તું કહે તો તારી પણ વાત કરું..? " જીગર બોલ્યો.
સહી હૈ યાર...!! પરંતુ મારે કાપડ ના કામમાં નહીં પણ કલમ ના કામમાં રસ છે. જે કામ માં ફાવટ આવી ગઈ હોય એજ કામ મળી જાય તો કામ કરવું સહેલું રહે અને કમાઈ પણ સારી એવી થઈ જાય. અને હા જીગર ભાઈ તમારા ફ્રેન્ડ સર્કલ માં પણ પૂછી લેજો કે મારા લાયક કામ હોય તો મને જણાવજો.
હા...! મારા ધ્યાનમાં છે તો ખરી જોબ માટે બેસ્ટ પ્લેસ પરંતુ ત્યાંના ચેરમેન શ્રી રાજેન્દ્ર શાહ એમનો સ્વભાવ થોડો અકડું છે અને એમને સમય નું ખુબજ માન છે. જો કામ સમયસર ના થાય તો અપમાન જનક બે શબ્દો કહેતાં થોડું પણ વિચારતા નથી. ઉપરાંત જો કામ સમયસર અને નિષ્ઠાથી કરવામાં આવે તો સ્ટાફ વચ્ચે તમારી પ્રશંસા પણ કરે છે એમાં પણ કોઈજ શંકા નથી. અને તેમનું કામ પણ આપણી કંપની કરતા ખુબજ બહોળા પ્રમાણમાં વિસ્તરેલું છે. અને શરૂઆત મા હું પણ ત્યાંજ જોબ કરતો હતો પરંતુ ત્યાંના ચેરમેન નો સ્વભાવ મને અનુકૂળ ના આવ્યો એટલે મે ત્યાંની જોબ છોડી દીધી અને અહીંયા આવી ગયો.
સારું તો પછી મને એડ્રેસ અને તેમના મેનેજેન્ટ ડિપાર્ટમેન્ટ નો ફોન નંબર વોટ્સએપ કરી દેજો.. જેથી કરીને હું કાલે સવારે જ ત્યાં જઈને ઈન્ટરવ્યુ આપી ને આવું. બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યૂ વર્ક.
તને પણ શુભકામના તારા કાલ ના ઈન્ટરવ્યુ માટે. બાય...!! ઔર મિલતે હૈ ફિર કિસી દિન જબ વક્ત મિલ જાયે તબ.
મતલબ કે તમે કાલ થી જ ગામ તરફ જઈ રહ્યા છો કે શું..?
હા, જેટલું બને એમ જલદી જવું છે. જેથી કરીને ત્યાં કોઈ કામ શોધી લઉ ફટાફટ. એટલે કહ્યું કે સમય મળે ત્યારે મળી લઈશું.
હા તો પછી મળીશું... પણ એક વાત યાદ જરૂર યાદ રાખજે.
" યાર હૈ હમ યાર હી રહેંગે,
દૂર રેહ કર ભી દીલ મે પાસ રહેંગે. "
અને પછી અમે બધાં છૂટા પડ્યા અને હું ઘરે જઈને જમીને સૂઈ ગયો.. અને આ વાત હજી સુધી મોમ & ડેડ ને કહી નહતી.
સવાર પડી અને સવાર ના સવા સાત વાગે એકાઉન્ટન્ટ શ્રીધર નો કોલ આવ્યો અને કહ્યું કે, " મારા મિત્ર આનંદ ઉપર ગુજરાત ની બે મોટી અને ખ્યાતનામ ન્યૂઝ - પેપર ની કંપની એ કેસ કર્યો છે. જેથી કરી ઑફિસ ના સ્ટાફ મા ઉપલી પદવી ઉપર રહેલાં કર્મચારીઓને તાત્કાલિક આજે ઑફિસ મા આનંદ સરએ બોલાવ્યાં છે. "
ક્રમશઃ