વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪ Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪

વણનોંધાયેલ ગુન્હો ભાગ-૪

ઇશ્વરપ્રસાદના આ કુલ નવ સંતાનો પૈકી મોટી દિકરી તેના જન્મનાં પાંચેક વર્ષમાં જ ગંભીર બિમારીને કારણે મૃત્યુ પામેલી. અને બાકીની ત્રણ દિકરીઓના વિવાહ તેમના સમાજના ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથે વાજતે-ગાજતે સમાજના રીતિરિવાજો મુજબ કરાવી દીધેલા. અને પાંચ દિકરાઓનાં પણ લગ્ન સમાજના પ્રતિષ્ઠીત અને સધ્ધર કુંટુંબોની દિકરીઓ સાથે કરાવેલા. આમ, ઇશ્વરપ્રસાદે પોતાના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય તેમની હયાતીમાં જ ગોઠવી આપેલું. દરેક સંતાનોને સારી અને ઉચ્ચ શિક્ષણ આપેલ હોઇ. તેઓ પોતાના ધંધા-વ્યવસાયમાં સેટ થઇ ગયેલા. તે પૈકી તેમના એક દિકરા નામે જીવણભાઇ પોતે જાતે વ્યવસાયે વકિલ થયાં. જીવણભાઇનો જન્મ ૧૯૨૨ ના અરસામાં થયેલો. તેઓ જન્મથી જ ખુબ જ હોશિયાર અને ચતુરાઇ વાળા હતાં અને તેમણે પોતાની વકિલાતની ડિગ્રી પણ ઇન્ડિયાની સારામાં સારી યુનિવર્સીટીમાંથી મેળવેલ. તદ્ઉપરાંત તેઓનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પણ ખુબ જ સારૂ હોઇ તેઓ તેમના વ્યવસાયમાં ખુબ જ પ્રગતિ કરી રહ્યા હતાં. તેમણે તેમના વ્યવસાય શરૂ કર્યાના દસેક વ્રષમાં જ ખુબ જ નામના મેળવી લીધેલી. સ્ટેટના મોટા-મોટા ઉધ્યોગપતિઓ, સરકારી ઓફિસરો, પોલિટીકલ વ્યક્તિઓ વિગેરે તેમના અસીલ હતાં અને ખુબ જ કમાણી કરવા લાગ્યા. તેમની વકાલતની પ્રેક્ટિસ ધીમે-ધીમે પ્રખ્યાત થવા લાગી. સ્ટુડન્ટસ તેમની આર્ગુમેન્ટસ્ અને ક્રેસ એક્ઝામિનેશન જોવા અને શિખવા માટે આવવા લાગ્યા. તેમની ઓફિસમાં કામ શિખવા માટે જાણે જુનિયર વકિલો તરવરી રહ્યા હતાં. તેમના વ્યવસાયમાં તેમણે ઘણી પ્રગતિ કરેલી.

જીવણભાઇના સાંસારિક જીવનની વાત કરીએ તો તેમના લગ્ન નાના શહેરની એક કન્યા સાથે થયેલ. જે બહુ ભણેલી ન હતી પરંતું ઘર સારી રીતે ચલાવી શકે તેમ હતી. અને તેમના સપોર્ટથી જ જીવણભાઇ તેમના વ્યવસાયમાં સિધ્ધિઓ મેળવી શકેલા.જીવણભાઇને સંતાનમાં કુલ ચાર સંતાનો. ત્રણ દિકરા અને એક દિકરી. ત્રણ દિકરા પૈકી બે દિકરા ભણતરમાં ઠીક-ઠાક હતા જ્યારે એક દિકરો ભણવામાં હોંશિયાર હતો. ડોક્ટર બનવા માંગતો હતો. પરંતું વ્યવસાયમાં સિધ્ધિ, સાંસારિક જીવન અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી માતા-પિતા એ દિકરાના ભણતરમાં પૂરતું ધ્યાન આપી ન શકતા એ દિકરો ડોક્ટર બની ન શક્યો. પર.તું ડોક્ટર જેટલું જ દવાઓનું જ્ઞાન મેળવવાની ઇચ્છા ધરાવતો હોઇ, તે દિકરાએ ડોક્ટરી અંગેનું પૂરેપૂરૂ નોલેજ મેળવી લીધેલું. દવાઓ કેવી રીતે બનાવી શકાય તેની પણ આવડત કેળવી લીધેલી. એ દિકરાનું નામ “દિનેશભાઇ”. જીવણભાઇના અન્ય સંતાનોની વાત કરીએ તો એક દિકરાનું નામ જીગ્નેશ અને બીજા એટલે કે સૌથી નાનાનું નામ રમેશ. રમેશને ભણવામાં બહુ ખાસ રૂચિ ન હતી. એટલે તે હંમેશા મિત્રો સાથે રખડતો રહેતો. છોકરીઓની મજાક મસ્તીઓ કરતો રહેતો. અને જીગ્નેશ તો બિચારો ગાય જેવો સીધો હતો.

દિનેશ સૌથી મોટો દિકરો, ભણવામાં પણ અવ્વલ અને તોફાન મસ્તીમાં પણ અવ્વલ. પરંતું દિનેશે ક્યારેય પોતાના માતા-પિતાને નીચુ જોવું પડે અથવા માતા-પિતા સમક્ષ કોઇએ તેની ફરિયાદ લઇને આવવી પડે તેવી મસ્તિ-મજાક ક્યારેય કરી નથી. દિનેશના તોફાન અને મસ્તી મજાક નિર્દોશ ભાવ વાળા. તેણે ક્યારેય વલગર, વાહિયાત કે છોકરીઓની અડપલા, વિગેરે જેવી વાહિયાત મસ્તીઓ કરેલ નહી. દિનેશ તો એકદમ રમૂજી અને હોંશિયાર દિકરો. સંયુક્ત ફેમિલીમાં રહેતું આ ફેમિલી એવા મકાનમાં રહેતું હતું જ્યાં આ ફેમિલીના સભ્યો સિવાય પણ અન્ય વીસેક સભ્યો રહેતા. એટલે કે ટૂંકમાં કહીએ તો ઇશ્વરપ્રસાદના દરેક દિકરાઓનું ફેમિલી આ એક જ મકાનમાં રહેતું. ખુબ જ લાડ, પ્રેમ અને પરિવારની હૂંફમાં ઉછરેલ આ દિકરાઓ....!

જીવણભાઇની દિકરીની વાત કરીએ તો એ ભણવામાં સાધારણ, પરંતું ઘર કામમાં ખુબ જ પાવરધી. ઘરના દરેક કામ એ તેની માતા પાસેથી નાની ઉંમરથી જ શિખતી આવતી.

આમ, જીવણભાઇના પરિવારના આટલા ક સભ્યો અને તેમનો પરિચય...! જીવણભાઇના પરિવારના દરેક સભ્યોનો પરિચય ઉંડાણપૂર્વક ન આપતા વાર્તા મુખ્ય મુદ્દાઓની સાથે આગળ વધારૂ છું.

જીવણભાઇએ તેમના વ્યવસાયણા કારકિર્દીમાં ખુબ જ નામના મેળવેલી અને તે મુજબ તેમની સંપત્તિ પણ ખુબ જ વધારે હતી. એવું કહેવાય છે કે, દરેક વ્યક્તિનો દસકો આવે. અને એ દસકા દરમ્યાન એ વ્યક્તિ ખુબ જ પ્રગતિ કરે. જ્યારે જીવણભાઇના જીવનમાં તો આવો દસકો આવીને જાણે થંભી ગયો હતો. જીવણ ભાઇને આવા દસકા એક વખત નહી પરંતું ત્રણ વખત આવેલા. જીવણભાઇએ તેમની ૪૯ વર્ષની કારકિર્દીમાં કુલ ત્રીસેક વર્ષ સુધી ખુબ જ પ્રસિધ્ધિ મેળવી, કમાણા કરી અને આશરે કુલ એકસો પચાસેક કરોડની કિંમત જેટલી સંપત્તિઓ એકઠી કરેલી.

-ક્રમશઃ