31 ડિસેમ્બરની તે રાત - 9 Urvil Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 ડિસેમ્બરની તે રાત - 9

ગયા ભાગમાં આપણે જોયું કે વિરલ સાહેબ જૈમિનને
તેના ઘરેથી પકડીને લઈ ગયા અને જૈમિન હવે વિરલ સાહેબને બતાવવાનું શરૂ કરે છે કે તે ૩૧ ડિસેમ્બરે સવારે કેમ કેશવનાં ઘરે ગયો હતો.

જૈમિન : હું તેને તે રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા ગયો હતો ત્યારે કેશવ ટીવીમાં સમાચાર જોઈ રહ્યો હતો.

' શું કેશવ ફોન કર્યા પણ તે જવાબના ના આપ્યો કઈ '

' અરે ફોન સાઈલેંટ પર હતો એટલે ખબર ના પડી ' કેશવ સમાચાર જોતા જોતા જ જૈમિનને જવાબ આપી રહ્યો હતો.

' એની વે ...આજ રાતની પાર્ટીનું ઇન્વિટેશન આપવા આવ્યો છું. બધા આવવાના છે અને તારે પણ આવવાનું છે.' જૈમિનને પણ ટીવી તરફ જોતા જોતા કેશવને કહ્યું.

' ના....આજે સમય નહીં મળે ઓફિસમાં થોડુ કામ બાકી છે તો પૂરું કરતા કરતા મોડું થઈ જશે ' કેશવે ઊભા થઈને ટીવી બંધ કરતા કરતા જવાબ આપ્યો.

જૈમિન : તું હજુ પણ એ વાતને લઈને ગુસ્સે છે?

કેશવ : ના... ના... એ વાત તો હું ક્યારનો ભૂલી ગયો. આ વખતે ખરેખર નહીં અવાય.

' ઠીક છે...તો હું નીકળું તારે મોડું થશે ઓફીસ જવા માટે ' જૈમિને ઉભા થઈને ફ્લાવર પોટને અડતા અડતા કહ્યું.

' બે મિનિટ બેસ ચા બનાવું જ છું કડક મસાલેદાર...'

' ના ક્યારેક પછી...હાલ મારે કામથી બીજી જગ્યાએ જવાનું છે ' જૈમિને કેશવને નકારાત્મક જવાબ આપી ત્યાંથી નીકળી ગયો.

***********************
વર્તમાનમાં

જૈમિન : સર ખાલી આટલી જ વાત થઈ તે દિવસ સવારે પછી હું તેને મળ્યો જ ન હતો.

વિરલ સાહેબ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને તેને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યા હતા.

' ઠીક છે પરંતુ તું કેશવને કઈ બાબત વિશે પૂછી રહ્યો હતો કે ' હજુ પણ તે વાતથી ગુસ્સે છે ' ?

જૈમિને તે ઘટના યાદ કરાવતા ફરીથી કહેવાનું શરૂ કર્યું.

સર આ વાત છે લગભગ આજથી ત્રણ વર્ષ પહેલાંની એટલે 2010ની. જ્યારે કેશવ કોઈ સંસ્થા સાથે જોડાયો હતો...તે કઈ સંસ્થા હતી તેનું નામ તો મને યાદ નથી.

*************************

એક દિવસ બધા એક હોટેલમાં ડિનર કરવા માટે બેઠા હતા. બધા જમતાં જમતાં અવનવી જૂની યાદો યાદ કરીને ગમ્મત કરી રહ્યા હતા.

ત્યાં રાકેશ બોલ્યો...' સાંભળ્યું છે કેશવ કે તું કોઈ સંસ્થા સાથે જોડાયો છે '

કેશવ : હાં...એતો ક્યારનો જોડાયો છું

જૈમિન : તો તે કીધું નહીં અત્યાર સુધી શેની સંસ્થા છે અને શું કાર્ય કરે છે ?

' LIVE ROYAL LIFE જે અવેરનેસ ફેલાવે છે આત્મહત્યા ન કરવાનું સાથે સાથે પોતાની પર્સનાલિટી ડેવલોપમેન્ટ , સ્લમ વિસ્તારમાં જઈને ઘણી બધી વસ્તુઓનું વિતરણ કરવાનું , તેમને શિક્ષણ આપવાનું અને ઘણું બધું.' કેશવ બધાને જવાબ આપતા કહ્યું.

ત્યારે ખાલી ત્રિશા અને રચનાને જ ખબર હતી કે કેશવ આવી કોઈ સંસ્થા સાથે જોડાયો છે.

એક દિવસ જૈમિન કંઇક કામથી બહાર નીકળ્યો હશે ત્યારે તે પાર્કિગમાંથી પોતાની કાર બહાર કાઢી રહ્યો હતો ત્યાં તેની નજર કેશવ અને જેસિકા પર પડી. તેજ જેસિકા જે કેશવની મિત્ર છે અને તેને કેન્સર છે. બંને જૈમિન જ્યાં ઉભો હતો તેની સામેની એક હોટેલની અંદર જઈ રહ્યા હતા.

જૈમિનને ખબર ન હતી કે ત્રિશા અને રચનાને આ વાતની જાણ છે કે કેશવ અને જેસિકા મિત્ર છે.

જૈમિનને એમ લાગ્યું કે કેશવ દગો આપી રહ્યો છે ત્રિશા ને એટલે જૈમિન તરત તે બંનેની પાછળ ધીરે ધીરે જવા લાગ્યો.

કેશવ અને જેસિકા બંને પણ હોટેલની અંદર જઈ રહ્યા હતા. જૈમિન તે બંનેનો અંદર સુધી પીછો કરી રહ્યો હતો.

કેશવ રિસેપ્શનિસ્ટ પાસેથી એક રૂમની ચાવી લીધી અને બંને હસતા હસતા આગળ વધી રહ્યા હતા અને તેઓ બીજે માળે ચઢવા લાગ્યા, જૈમિન પણ ધીમા પગલે તે લોકોની પાછળ હતો.

બંને ઉપર બીજે માળેથી જમણી બાજુ વળ્યા જ્યાં મોટી લોબી હતી અને સામ સામે હોટેલના રૂમો હતા.

કેશવ જેસિકાને એક રૂમ આગળ લઈ ગયો અને ચાવી ખોલી તેને અંદર લઇ ગયો.

આ દ્રશ્ય જોતા જ જૈમિનની આંખ ફાટી ગઈ અને તેની શંકા ધીરે ધીરે હકીકતમાં ફેરવાઈ રહી હતી.

તેણે તરત જ ત્રિશાને ફોન લગાવ્યો અને આખી જાણ કરી.

ત્રિશા : પણ...એવું ના હોઈ શકે તે આજે તેની એક મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનો હતો.

જૈમિન : એ તને ખોટું બોલ્યો છે.

ત્રિશાએ કેશવના રૂમ આગળ નજર રાખવાનું કહ્યું અને ગુસ્સામાં ફોન મુકી કેશવને રંગે હાથ પકડવા હોટેલ પર આવવા નીકળી.

(ક્રમશ:)
- Urvil Gor