Year 5000 - 10 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Year 5000 - 10

દ્રશ્ય દસ -
છેલ્લો ભાગ
લેબ પૃથ્વી પર આવી ને ઉભુ કરે છે અને ત્યાં પહેલેથી અપ્સરા યાન માં આવેલા પરિવારજનો હોય છે તે બધા નીચે ઉતરે છે અને એક એક કરી ને પોતાના પરીવાર ને મળે છે. સ્વાતિ અને તેના પતિ જેમનુ નામ અરવિંદ હોય છે તે પણ પોતાના બાળકો ને મળે છે. હીર મ એની માતા ને મળે છે અને એમને તેના પિતાના દુઃખદ સમાચાર આપે છે એમના માટે આ મુલાકાત બીજા જેવી નથી અને બાકી પરિવાર જનો જેમને પોતાના પરિવાર ના મુખ્ય સદસ્ય ને ખોયા હોય છે એમની માટે પણ આ સ્થિતિ દુઃખી થવાની હોય છે. કેપ્ટન પોતાની પત્ની અને દીકરીઓ ને મળે છે. આમ ધીમે ધીમે બધા એકબીજા ને મળી ને સુખ દુઃખ ની વાતો કરવા લાગે છે.
જેરી માટે પરિસ્થિતિ અલગ હોય છે તેને કોઈ વ્યક્તિ મળવા માટે આવ્ય નથી પણ બાકી ના પરિવાર જાણો એકઠા થઈ ને તેને પોતાની સાથે આવવાનુ કહે છે. અને તે ત્યાંથી ખુશીથી એમની સાથે જાય છે. તેને પણ એક મોટો પરિવાર મળી ગયો હોય છે.
એક સાથે એટલા પરિવાર ને રેહવાની અને જમવાની તકલીફ થવાની હતી પણ જેરી લેબ ના આવિષ્કારો બધાને શીખવાડવાનું સરું કરે છે. હવે ત્યાં સાયન્સ નો ઉપયોગ ફરીથી રેહવલયક ઘર બનાવવા માટે થાય છે. રોબોટ્સ ખેતર માં ખેડૂતો ને મદદ કરવા માટે આપ્યા એને તે જમીન માં રહેલી માટી અને કચરાને અલગ કરી માટી ને એક જગ્યા પર એકથી કરવા લાગ્યા અને કચરાને રિસાઇકેલ કરી ને એક ખાડો ખોદી ને નીચે પ્લાસ્ટિક લેયર બનાવ્યું એની પર માત્ર માટી નાખી અને તેની પર ખેતી કરવા લાગ્યા.
જેરી ને ફોર્મ ફોર્મ્યુલા માં સુધારો કર્યો અને એનો કલર સફેદ બનાવ્યો તેની એક રોલર લગાવ્યું હવે તે એનાથી ટેમ્પરી રોડ બનાવે આવું ફોર્મ્યુલા તૈયાર કર્યું. ઇમારતો અને દવાખાના સુધાર કરવા લાગ્યા અને થોડાક દિવસ માં એક નાનું શહેર બનાવ્યું એને ખુશી થી બધા એક સાથે રેહવલગ્ય.
Z5 ગ્રહ હવે નાસ્ટ થયો હોવાથી c10 પર બધા મૃત્યુ પામ્યા ની ન્યૂઝ ફેલાઈ ગઈ અને યાન ની કોઈ ખબર ના મળવાના કારણે બધા ને મૃત પોતાની ભૂલ છુપાવા માટે આ ન્યૂઝ બહાર ના આવી.
કેપ્ટન અને બાકી ના બધા એક સાથે વાતો કરતા હતા ત્યારે કેપ્ટન ને કહ્યું " હું હવે રીટાયર છું હવે જવાબદારી નથી."
સ્વાતિ ને જવાબ માં કહ્યું " તમે અમારી રક્ષા માટે ક્યારે પણ રિટાયર નથી થવાના. અમે એની સહમતી નથી આપવાના"
જેરી ને પણ કહ્યું" હા સરકાર માટે આપડે નથી પણ એક બીજા માટે આપડે છીએ."
કેપ્ટન ને હસી ને કહ્યું " હા હું જાણું છું તમે મને ક્યારે નઈ છોડો."
જેરી ને કહ્યું " હું પણ નવી ટેકનોલોજી બનાવાનુ
વિચારું છું સુપ્રીમ ટેક એનું મન છે."
હીરમ અને તેની માતા એટલા માં આવી ને એમને ત્યાં બેસે છે. અને સ્વાતિ પૂછે છે " તો ઘર નું કામ પૂરું થયું."
જવાબ માં તે હા પડે છે. ત્યાં ઘર માંથી વ્હીલચેર પર બેસી ને સ્વાતિ ના પતિ બહાર આવે છે અને એમને મળે છે. એમની પણ તબિયત હવે સારી હોય છે. કેપ્ટન દીકરીઓ આવી ને કહે છે. " અમે પણ ફરી સેહેર ને વસાવા મટે મદદ કરીશું અમારા પિતાની જેમ."
જેરી નવી ટેકનોલોજી પર કામ સરું કરે છે કેપ્ટન ત્યાં ના આર્મી માં જવાનો ની સાથે પોતાના ના કામ માં લાગી જાય છે અને હીર મ લેબ માં જઈ ને જેરી સાથે કામ કરે છે સ્વાતિ પોતાના પરિવાર અને બાળકો સાથે રહે છે અને બાકી લોકો ની મદદ પણ કરે છે. ટેકનોલોજી ની મદદ થી ફરીથી એકવાર પોતાનું જીવન સરું કરે છે. ખુશી થી જીવે છે.