દ્રશ્ય આઠ -
એ લેબ નો અદભુત નજારો જોયો ને સ્વાતિ ને જેરી ને પૂછ્યું "આ લેબ નું નામ શું છે?" જેરી ને જવાબ આપ્યો " આ લેબ નું નામ ઈનોવેસન ફોર પીપલ્સ છે" સ્વાતિ ને અને પૂછ્યું " આવું નામ કેમ રાખ્યું છે ." જેરી ને કહ્યું " આ લેબ ની શરૂવાત એક વૃદ્ધ બિઝનેસમેન કરી હતી. એમને કોઈ સંતાન ના હતી એક હાજર કરોડની સંપતિ નું કોઈ વારિસ ના હતું માટે એમને પોતાનું ધન સાયન્સ ને આપવાનુ વિચાર્યું સરકાર ની સાથે મળી ને તે આ લેબ સરું કરવાનુ વિચારતા હતા પણ પછી એક સ્વતંત્ર લેબ બનાવાનુ વિચારું અને તેમાં યંગ સાયન્તીસ્ત ને હાયર કર્યા. અમારું કામ લોકો ના જીવન ને સાયન્સ થી સુરક્ષિત અને સરળ બનાવાનુ છે આ લેબ નું કામ પૂરું થાય પછી અને પૃથ્વી પર લઈ જવાના છીએ પણ હવે લોકો ને બચાવી ને લઇ ને જઈ શું.
સ્વાતિ ને પૂછ્યું " આનું નામ કેવીરીતે પડ્યું"
જેરી ને કહ્યું " નવીનતમ એટલે હવે સાયન્સ ગરીબ લોકો માટે ઉપયોગ કરવાનો એક નવો વિચાર છે."
કેપ્ટન આવી ને સ્વાતિ ને પૂછે છે "પૃથ્વી પર રેહવાનાં કારણે આવા આવિષ્કારો જોવાનો ક્યારે મોકો ના મળ્યો પણ હવે એવું લાગે છે કે કોઈ આધુનિક યુગ માં અવિ ગાયો હોય. પેલા મોટા રોબોટ લડવા માટે બનાવ્યા છે?"
જેરી હસી ને જવાબ આપે છે " ના એ ખેડૂત ને ખેતીમાં મદદ માટે બનાવાયા છે એક પ્રકારે તે ખેતર ખેડ્સે બીજ વાવ સે એવાજ બીજા કામ કરી ને એમનું કામ સરળ કરશે."
કેપ્ટન ને કહ્યું " મે રોબોટ ને લોકો ને મારવા માટે બનાવ્યા આવું સભળ્યું હતું પણ ખેડૂત ની મદદ માટે બનાવ્યા એ પેહલી વાર જોયું"
જેરી ને કહ્યું " હાલ પૃથ્વી ની જમીન પર ખેતી કરવી મુશ્કેલ છે માટે એની જરૂર પડી."
આજ સાથે બધા હસવા લાગ્યા અને ત્યાંથી આગળ ગયા લેબ માં કાંચ ની પેટીમાં જુદા જુદા આવિષ્કાર જે લોકો ની મદદ માટે બનાવાયા હતા.
કેપ્ટન ને પૂછ્યું" તો આ લેબ તમે પૃથ્વી પર કેમ ના બનાવી અને અહીંયા બનાવી"
જેરી ને કહ્યું" એમને પૃથ્વી પર જરૂરી સાધન મળવા મુશ્કેલ હતા માટે આવી જગ્યા પસંદ કરવાની હતી જે બધાથી નજીક અને બધાની આંખો માં ના આવે"
સ્વાતિ ને પૂછ્યું " કઈ ખાસ વાત છે આ લોકેશન માં?"
જેરી ને કહ્યું " હા આ બધા જરૂરી ગ્રહો થી નજીક છે અને આની આજુ બાજુ કોઈ દેસ નો ઉપગ્રહ નથી"
હીરમ આવી ને કહ્યું યાન તૈયાર છે ચાલો અને તે લેબ ને જોવાનુ મૂકીને હવે યાન તરફ જાય છે.
લેબ માં રહેલા સાઈનટિસ્ત ને બંદ પડેલું એન્જિન ચાલુ કરી દીધું હતું. હવે યાન ને પાછું પૃથ્વી તરફ જવા માટે મોકલી દીધુ એને એમને પોતાના પરિવાર જનો સાથે મળવાનો સમય ના હતો.
લેબ માં મુકેલી સુપર કમ્પ્યૂટર ની સ્ક્રીન પર z5 પર ભૂકંપ ના આંચકા આવની શરૂવાત દેખાવા લાગી માટે તેમને પરિવારને મળવાનો મોકો ના મળ્યો. હવે લેબ અને યાન અલગ પડી ગયા લેબ z5તરફ અને યાન પૃથ્વી તરફ જવાલગ્યું. હવે એમને z5 પર પોહચી ગયા અને ત્યાં એ સમયે ભૂકંપ ના આંચકા ખૂબ વધી ગયા હતા.
Z5 પર પથરાળ જમીન ની ઉપર માટી નાખી ને ખેતી કરવામાં આવતી અને એમની રક્ષા માટે ત્યાં પરમાણુ ઊર્જાને ની મદદ થી દીવાલ બનાવી હતી.
જેરી ને આ જોઈ ને કહ્યું " જો જલ્દી થી બધાને એકઠા કરી ને બહાર લઈ જવામાં નઈ આવે તો બ્લાસ્ટ થઈ ને બધા સાથે આપડે પણ બ્લાસ્ટ માં નસ્ત થઈ જઈશું."
હવે હીરા મ અને સ્વાતિ, કેપ્ટન અને જેરી અને પ્રતીક બધાને ભેગા કરવા લાગ્યા અને એક એક કરી ને લેબ માં જલ્દી થી બેસાડવા લાગ્યા.
હવે બધા ને લગભગ બેસાડ્યા હતા પણ એટલામ ભૂકંપ ના આંચકા વધવા લાગ્ય.